જાળિયું/પરુ (ગદ્યપર્વ : સપ્ટે. -નવે. 1992): Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 4: Line 4:
{{Poem2Open}}
{{Poem2Open}}
આવી ઉતાવળ કરવાની શી જરૂર હતી? અડધો-પોણો કલાક બસસ્ટેન્ડ પર ખોડાઈ રહ્યો હોત તો કદાચ નોન-સ્ટોપ પણ મળી હોત. આ સાલી ટેવ ખરાબ પડી ગઈ છે. હું કદીય રાહ નથી જોઈ શકતો. ક્યારેક તો રાહ ન જોવી પડે એટલા ખાતરેય જે વહેલું મળે તે વધાવી લેતો હોઉં છું. જુઓને, આ બસ બાબતે જ એવું થયું. નોન-સ્ટોપને બદલે ગામડે ગામડે ઝોલાં ખાવાનાં! જોકે એક વાત છે, નોન-સ્ટોપમાં સાલું પેશાબની ભારે તકલીફ. મોટું મથક ન આવે ત્યાં સુધી દબાવીને બેઠા રહેવાનું. પેટ નીચેનો બધો ભાગ ઢીમ જેવો થઈ જાય. છેલ્લે છેલ્લે તો જરા ખાડો આવે તોય પેડુમાં ચીરા પડે, એમ થાય કે હમણાં બધું ફાટી પડશે! આ બસમાં એમ પાછું સુખ. થોડી-થોડી વારે કોઈ ને કોઈ ગામ આવ્યા કરે. એક તો ચારે બાજુથી ધૂળ ઊડે ને વધારામાં આ ગંધાતા માણસો. આખી બસ બદબૂથી ભરાઈ ગઈ છે. એટલું વળી સારું છે કે મારી પડખે કોઈ નથી બેઠું. કેમની પૂરી થશે આ મુસાફરી? એક જણ બોલી ઊઠ્યો, ‘આ બસ તો બોટાદ સુધી જ લોકલ, પસેં એસ્પરેસ!’

  બસ હજી હમણાં જ ઊપડી છે, ત્યાં કોણ જાણે ક્યારે મહુવા પહોંચીશ એવા વિચારો આવે છે. હું પહોંચું ત્યારે પંડ્યો હાજર હોય તો સારું. નહીંતર ત્યાંય પાછાં ઝોલાં! તાલુકા મથકે બધું આમ જ ચાલતું હોય છે. પંડ્યાની જ વાત કરો ને, સાલો સાડા અગિયાર પહેલાં કોઈ દિવસ ઑફિસમાં પગ મૂકે નહીં. એક વાગે ઘેર જમવા જાય. જમીને ઊંઘે. એક વાર કહેતો તો કે હવે છોકરાંવ મોટાં થયાં તે શાંતિથી બપોરે બે કલાક ઊંઘાય છે! સાડા ત્રણે પાછો ઑફિસે. ચાર પછી ખેંચાય એટલું ખેંચે. છ-પોણા છએ પર્યટન ચાલુ. બધે આમ જ ચાલે છે, કોઈ નહીં પૂછનારું! અત્યારે ત્યાં જાઉં છું પણ ભરોસો નથી કે એ મળે.

બૉસનો હુકમ છે, મને બે દિવસમાં બધી જ માહિતી જોઈએ, ન હોય તો તમે રૂબરૂ જઈ આવો. બૉસને શું? એણે તો હુકમ કરી દીધો. લોઢી તો મારી થઈ ગઈ ને? એણે અને પંડ્યાએ ભેગા થઈને મહુવાની ઑફિસ માટે ખરીદી કરેલી. શી ખબર ક્યાંથી બધું ફૂટ્યું તે તપાસ શરૂ થઈ ને બૉસ પકડાઈ ગયો! માહિતીની તાત્કાલિક જરૂર ઊભી થઈ એટલે બૉસે મને મોકલ્યો, ‘ઑફિશ્યલી.’ હકીકતે તો પેલી ખરીદીના ઓરિજિનલ પેપર્સ પાછા લઈ આવવાના છે. એના બદલે બૉસે આપેલા કાગળો મારી નજર સામે જ ફાઈલમાં મુકાવવાના છે. જોજો પાછા કોઈને કાને વાત ન જાય. આ તો તમે અંગત છો એટલે કીધું! તમને થશે કે સાહેબને મારા પર કેટલો બધો વિશ્વાસ હશે, કેમ બીજા કોઈને નહીં ને મને જ મોકલ્યો? તમેય સાંભળી લો, સત્ય હંમેશા આપણે ધારીએ એ કરતાં જુદું હોય છે. બૉસને મારા પર વિશ્વાસથીય વધારે ખાતરી એ છે કે આ માણસ કહ્યા સિવાય કશું જ નહીં કરે. મારે તો એક દોસ્તના, જિગરજાન દોસ્તના લગ્નમાં જવાનું હતું. રિપોર્ટ આપવા ગયો તો એણે ફસાવી દીધો. અત્યારે બધાં જલસા કરતાં હશે ને હું અભાગિયો આ ગંધારી બસમાં!

‘અરે, અરે, બહેન! પાઘરાં વાંહે હાલ્યાં જાવ! ઊઠો, ઊઠો ફટોફટ!’ કંડક્ટરે રાડ પાડી. સામે બેઠેલી એક ભૂંડણ મોઢે હાથ દઈને આવેલા ઊબકાને પાછો ધકેલી રહી છે. બાજુવાળાએ કચવાતા મને જગ્યા કરી આપી. એ ઊભી થઈ પણ છેલ્લી સીટે પહોંચે તે પહેલાં જ ઓકી પડી. મને બસમાંથી કૂદી પડવાનું મન થયું. સાલી જડથા જેવી, ક્યારની ભજિયાં ડૂચતી’તી લે, બધુંય આ બસની વચ્ચોવચ્ચ આખી બસ એની હોજરી જેવી થઈ ગઈ. આજુબાજુમાં જેમનાં કપડાં ઉપર છાંટા પડ્યા એ બધાના ચહેરાની રેખાઓ ક્યાંય સુધી ખેંચાયેલી રહી. કંડક્ટરે ચામડાના પાકીટમાંથી કાગળિયાંના ડૂચા કાઢતો હોય એમ નોટો કાઢી. પહેલાં સોની, પછી પચાસની, વીસની, દસની... કરચલીઓ ખોલતો જાય ને ગોઠવતો જાય. એક પછી એક બધી નોટો સીધી કરી. એક રૂપિયાની નોટોની ગડી વાળી ઉપરના ખિસ્સામાં જુદી મૂકી, બટન બંધ કર્યું. ધીમે રહીને હાથમાં રહેલી નોટો ગણવા લાગ્યો. બે-ત્રણ વખત ગણીને છેવટે એ થપ્પી અંદર મૂકી ને રોલપત્ર કાઢ્યું. થોડી-થોડી વારે ટિકિટ-બૉક્સનું પતરું પટ્ પટ્ પટ્ કરે. આંકડા લખતો જાય. આ કામમાં એટલો ડૂબી ગયો કે એના લટકતા પગમાંથી ચંપલ નીકળી પડ્યું એનીયે ખબર ન રહી!