અર્વાચીન કવિતા/‘પ્રેમભક્તિ’–ન્હાનાલાલ દલપતરામ કવિ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 165: Line 165:
પાત્રોનાં મનોમંથનોને નિરૂપવામાં ન્હાનાલાલ સારી કુશળતા બતાવે છે અને જયા અને જયન્તનાં જ્યાંજ્યાં એવાં મંથનો આવે છે ત્યાંત્યાં તેમાંનાં ગંભીર વિષાદ કે નિશ્ચયાત્મકતા કે ધૈર્ય આહ્‌લાદક બને છે; જોકે એમાં સાદ્યંત એકસરખી ઊંચાઈ ટકી નથી રહેતી અને કૃત્રિમતા તથા આડંબર પણ આવી જાય છે. નાટકના વસ્તુમાં ક્યાંય આવશ્યક જેવો ન જણાતો ત્રિકાળદર્શનનો પ્રવેશ એ નાટકનું ઊંચામાં ઊંચું શિખર છે. સૂત્રાત્મક રીતે વિશાળ કલ્પનાથી વસ્તુને નિરૂપવાની ન્હાનાલાલની શક્તિનું આ ઉત્તમ ઉદાહરણ છે. આખા નાટકમાં અસાધારણ શક્તિવાળાં આવતાં દૈવી પાત્રોમાં ભવ્યતા કે અદ્‌ભુતતાને બદલે કઠપૂતળીની કૃત્રિમ લીલા દેખાય છે. માત્ર ત્રિકાલદર્શનના પ્રવેશમાં કવિ ભવ્યતા અને અદ્‌ભુતતા સાધી શક્યા છે. નાટકમાંનાં ગીતો કેટલાંક નાટકિયા ઢબનાં છે, તો કેટલાંક ઉત્તમ જાતિનાં અને અતિ લોકપ્રિય નીવડેલાં ગીતકાવ્યો છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Poem2Open}}
'''‘ઇન્દુકુમાર’ની અંકત્રયી-ડોલનશૈલીની નાટ્યરીતિનો મેર'''
‘ઇન્દુકુમાર’ની અંકત્રયી-ડોલનશૈલીની નાટ્યરીતિનો મેર
{{Poem2Close}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ન્હાનાલાલની શક્તિ સૌથી વધારે સઘન અને બૃહદ્‌ રૂપે ‘ઇન્દુકુમાર’માં વ્યક્ત થઈ છે. એનો પહેલો અંક એ ડોલનશૈલીમાં ન્હાનાલાલનું પહેલું નાટક છે. તે પછી બહુ લાંબે લાંબે ગાળે એના બીજો અને ત્રીજો અંક પ્રસિદ્ધ થયા. દરમિયાન તેમની ડોલનશૈલી બીજાં ઘણાં નાટકોમાં વિચરી આવી. એ શૈલીમાં કાલક્રમે જે અમુક વિકૃતિઓ નીપજતી ગઈ તેની અસર આમાં પણ દેખાઈ છે, છતાં સરવાળે પહેલા અંકમાં આ શૈલીની જે ઉત્તમતા હતી તે ઠેઠ લગી ટકી રહી છે અને વિકસી પણ છે.  

17,624

edits