17,546
edits
(+1) |
(+1) |
||
Line 13: | Line 13: | ||
શબ્દ અને અર્થ સાથે મળીને કાવ્ય બને છે એવું તો ઘણાએ કહ્યું હતું, પરંતુ શબ્દાર્થના સહિતત્વનું તાત્પર્ય પોતે જેવું પ્રગટ કર્યું છે તેવું કોઈએ પ્રગટ કર્યું નથી તેવો કુન્તકે દાવો કર્યો છે તે સાચો છે. એ કહે છે કે કાવ્યમાં અર્થ સહૃદયોને આહલાદ આપે એવું પોતાનું કોઈક આગવું સ્ફુરણ લઈને આવતો હોય અને એનાથી સુંદર બનેલો હોય; તેની સાથે શબ્દ પણ એવો હોય કે જે, અન્ય શબ્દો હોવા છતાં, પોતે એકલો જ વિવક્ષિત અર્થને પ્રગટ કરવાને સમર્થ હોય. બન્ને મળીને કાવ્યમાં કોઈક અસાધારણ શોભા સિદ્ધ કરે, બેમાંથી કોઈ ઓછું કે વધારે મનોહર છે એવું લાગે નહિ. છતાં વક્રતા સિદ્ધ કરવામાં બન્ને એકબીજા સાથે સ્પર્ધા કરતા હોય. | શબ્દ અને અર્થ સાથે મળીને કાવ્ય બને છે એવું તો ઘણાએ કહ્યું હતું, પરંતુ શબ્દાર્થના સહિતત્વનું તાત્પર્ય પોતે જેવું પ્રગટ કર્યું છે તેવું કોઈએ પ્રગટ કર્યું નથી તેવો કુન્તકે દાવો કર્યો છે તે સાચો છે. એ કહે છે કે કાવ્યમાં અર્થ સહૃદયોને આહલાદ આપે એવું પોતાનું કોઈક આગવું સ્ફુરણ લઈને આવતો હોય અને એનાથી સુંદર બનેલો હોય; તેની સાથે શબ્દ પણ એવો હોય કે જે, અન્ય શબ્દો હોવા છતાં, પોતે એકલો જ વિવક્ષિત અર્થને પ્રગટ કરવાને સમર્થ હોય. બન્ને મળીને કાવ્યમાં કોઈક અસાધારણ શોભા સિદ્ધ કરે, બેમાંથી કોઈ ઓછું કે વધારે મનોહર છે એવું લાગે નહિ. છતાં વક્રતા સિદ્ધ કરવામાં બન્ને એકબીજા સાથે સ્પર્ધા કરતા હોય. | ||
સ્પર્ધાયુક્ત સામંજસ્યનો આ વિચાર એક નવીન વિચાર છે અને તેનાથી કાવ્યસૌંદર્ય એક સચેતન, ગતિશીલ તત્ત્વ છે તે વાતને યોગ્ય મહત્ત્વ મળે છે. ઘડીમાં શબ્દ, ઘડીમાં અર્થ, ઘડીમાં એક શબ્દ, ઘડીમાં બીજો શબ્દ કોઈ ચડિયાતી શોભા ધારણ કરતો આપણને લાગે અને એ દ્વારા સમગ્રપણે કાવ્યનું સૌંદર્ય વૃદ્ધિગત થયા કરે. શબ્દાર્થના સાહિત્યની કુન્તકની આ કલ્પના, ખરે જ, વિશિષ્ટ છે અને તેથી શબ્દાર્થની વક્રતાનો એમનો ખ્યાલ પણ વિશિષ્ટ બની જાય છે. | સ્પર્ધાયુક્ત સામંજસ્યનો આ વિચાર એક નવીન વિચાર છે અને તેનાથી કાવ્યસૌંદર્ય એક સચેતન, ગતિશીલ તત્ત્વ છે તે વાતને યોગ્ય મહત્ત્વ મળે છે. ઘડીમાં શબ્દ, ઘડીમાં અર્થ, ઘડીમાં એક શબ્દ, ઘડીમાં બીજો શબ્દ કોઈ ચડિયાતી શોભા ધારણ કરતો આપણને લાગે અને એ દ્વારા સમગ્રપણે કાવ્યનું સૌંદર્ય વૃદ્ધિગત થયા કરે. શબ્દાર્થના સાહિત્યની કુન્તકની આ કલ્પના, ખરે જ, વિશિષ્ટ છે અને તેથી શબ્દાર્થની વક્રતાનો એમનો ખ્યાલ પણ વિશિષ્ટ બની જાય છે. | ||
કુન્તકની વક્રોક્તિની વિભાવના કોઈ છીછરી વિભાવના નથી, કાવ્યના માત્ર બાહ્યાંગને સ્પર્શતી વિભાવના નથી, એનો ખ્યાલ, એ કવિવ્યાપારને વક્રોક્તિના નિર્માણમાં જે મહત્ત્વનું સ્થાન આપે છે અને એનું જે ઊંડી સમજથી વર્ણન કરી બતાવે છે તે પરથી આવે છે, વક્રોક્તિની એમણે વ્યાખ્યા કરી છે ‘વૈદગ્ધ્યભંગીભણિતિ’ તરીકે. વૈદગ્ધ્ય એટલે કવિકર્મનું કૌશલ અને ભંગી એટલે એની સૌંદર્યછટા. કુશળ કવિવ્યાપારની કોઈક અસાધારણ છટાથી જે ઉક્તિ સર્જાય તે વક્રોક્તિ. એટલે ખરેખર વક્રતા છે તે કવિવ્યાપારમાં જ છે. અને એનું જ મહત્ત્વ છે. જગતના દરેક પદાર્થને, દરેક વસ્તુને નાનાવિધ ધર્મો હોય છે, એની આજુબાજુ ઘણુંબધું વળગેલું હોય છે, કવિની પ્રતિભાના પરિસ્પંદમાં જ્યારે કોઈ પદાર્થ આવે છે ત્યારે એ એનું કોઈક અસાધારણ રૂપ પ્રગટ કરે છે. એનો સામાન્ય સ્વભાવ ઢંકાઈ જાય છે અને કવિપ્રતિભાના પરિસ્પસંદને અનુરૂપ એવો કોઈક ઉત્કર્ષ એ ધારણ કરી રહે છે. પછી પદાર્થના એવા વિશેષ તત્ત્વનું પ્રતિપાદન કરવા સમર્થ વક્ર વાક્યમાં એનું કથન થતાં કાવ્ય સર્જાય છે. કવિ જગતને જુદી રીતે જુએ છે અને જુદી રીતે કથે છે. કાવ્યની વક્રોક્તિનું આ જ રહસ્ય છે. | |||
અને કવિપ્રતિભા તો અનંત પ્રકારની હોઈ શકે. તેથી વક્રતાના છ મુખ્ય પ્રકારો બતાવ્યા પછી એના પેટાપ્રકારોની વાત કરતાં કુન્તકને કહેવું પડે છે કે પેટાપ્રકારો તો અનેક હોઈ શકે. વક્રતાના નવા નવા પ્રકારો અસ્તિત્વમાં આવ્યા કરે, કેમ કે કવિપ્રતિભાને કોઈ સીમા નથી. વક્રોક્તિના મૂળ આ રીતે કવિપ્રતિભામાં બતાવવાથી કુન્તકની વક્રોક્તિની વિભાવના વળી એક વિશેષ પરિમાણ ધારણ કરે છે. એમ લાગે છે કે જાણે કુન્તક કાવ્યના અંશેઅંશમાં વ્યાપ્ત કાવ્યની aesthetic quality (સૌંદર્યગુણ)ને વક્રતા ન કહેતા હોય !૧<ref>૧.સુરેન્દ્રનાથ દાસગુપ્ત, ‘કાવ્યવિચાર’, પૃ.૭૪-૭૫</ref> વક્રતાના છ પ્રકારો અ પેટાપ્રકારોમાં તેઓ કાવ્યના અંશેઅંશને વ્યાપી વળે છે એ પણ આવાતનું સમર્થન કરે છે. | અને કવિપ્રતિભા તો અનંત પ્રકારની હોઈ શકે. તેથી વક્રતાના છ મુખ્ય પ્રકારો બતાવ્યા પછી એના પેટાપ્રકારોની વાત કરતાં કુન્તકને કહેવું પડે છે કે પેટાપ્રકારો તો અનેક હોઈ શકે. વક્રતાના નવા નવા પ્રકારો અસ્તિત્વમાં આવ્યા કરે, કેમ કે કવિપ્રતિભાને કોઈ સીમા નથી. વક્રોક્તિના મૂળ આ રીતે કવિપ્રતિભામાં બતાવવાથી કુન્તકની વક્રોક્તિની વિભાવના વળી એક વિશેષ પરિમાણ ધારણ કરે છે. એમ લાગે છે કે જાણે કુન્તક કાવ્યના અંશેઅંશમાં વ્યાપ્ત કાવ્યની aesthetic quality (સૌંદર્યગુણ)ને વક્રતા ન કહેતા હોય !૧<ref>૧.સુરેન્દ્રનાથ દાસગુપ્ત, ‘કાવ્યવિચાર’, પૃ.૭૪-૭૫</ref> વક્રતાના છ પ્રકારો અ પેટાપ્રકારોમાં તેઓ કાવ્યના અંશેઅંશને વ્યાપી વળે છે એ પણ આવાતનું સમર્થન કરે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits