ગુજરાતી અંગત નિબંધો/નેવાં ટપકી રહ્યાં છે...: Difference between revisions

no edit summary
(+1)

No edit summary

Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૩૦
નેવાં ટપકી રહ્યાં છે! – નરેશ શુકલ |}}
{{Heading|૩૦
નેવાં ટપકી રહ્યાં છે! – નરેશ શુકલ |}}

{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/4/47/SHREYA_NEVA_TAPKI_RAHYA_CHE.mp3

ગુજરાતી અંગત નિબંધો • નેવાં ટપકી રહ્યાં છે! – નરેશ શુકલ • ઑડિયો પઠન: શ્રેયા સંઘવી શાહ

{{Poem2Open}}
{{Poem2Open}}
વરસાદ...!  મારી ઊર્મિઓનાં નેવાં ટપકી રહ્યાં છે, એકધારાં તાલબદ્ધ, હમણાંહમણાં અંદર, વારંવાર વરસાદ તૂટી પડે છે. હું તરબતર બની રહ્યો છું. મારી ઓસરીના ટોડલાને ટેકો લઈ બેઠો છું. ને આ આખોય તાલ ટગરટગર જોઈ રહ્યો છું ફળિયામાં ભરાઈ ગયેલા પાણી પર પડતાં અસંખ્ય ફોરાં અને એનાથી ઉદ્‌ભવતાં નાનાં-નાનાં વલયોનાં સ્વતંત્ર વિશ્વોની એક અજાયબ સૃષ્ટિ મારી સામે નાચી રહી છે. વરસતા કરા ઝીલવા મુકાયેલાં વિવિધ વાસણોમાંથી પ્રગટતો મંજુલ રવ આખાય પરિવેશને કંઈક નવા જ રૂપે રજૂ કરે છે. આમ તો અહીંથી ક્યારેય આખું આકાશ દેખાયું નથી છતાં એનું ખંડ સ્વરૂપ પણ એની પૂર્ણ ભવ્યતાથી તોળાઈ રહ્યું છે. પેલા વરસતા રવને બાદ કરતાં આખાય વાતાવરણમાં નિઃશબ્દતા વ્યાપેલી છે. મારી નસે-નસમાં પ્રસરતો આ વરસાદ વિરાટરૂપ બની રહ્યો છે. ટોડલાની બખોલમાં ભરાઈ બેઠેલું કબૂતરયુગલ ચિંતામાં છે. છત ચૂઈ રહી છે ત્યાંથી ઝમી રહેલા પાણીમાં ભીંજાઈને કબૂતરી આછી કંપી રહી છે ને નર કબૂતર એના પર પાંખ ફેલાવીને હૂંફ આપી રહ્યો છે. મને ખબર છે હમણાં જ એ બંને ઘૂઘવી ઊઠવાનાં છે. આ વરસાદ ક્યાં કોઈનેય છોડે એમ છે? એ માત્ર યક્ષનો દૂત બને છે એવું નથી.