ગુજરાતી અંગત નિબંધો/વાટ જોતું ઊભું છે આકાશ: Difference between revisions

no edit summary
(+1)

No edit summary

Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૨૪
વાટ જોતું ઊભું છે આકાશ – રમણીક સોમેશ્વર |}}

{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/e/e1/SHREYA_VAAT_JOTU_UBHU_AKASH.mp3

ગુજરાતી અંગત નિબંધો • વાટ જોતું ઊભું છે આકાશ – રમણીક સોમેશ્વર • ઑડિયો પઠન: શ્રેયા સંઘવી શાહ

{{Poem2Open}}
{{Poem2Open}}
એક નાનકડું પંખી આવી ગયું છે બારી વાટે મારા ઓરડામાં. નાનકડું. રૂપકડું. જાણે હવાનું બનેલું હોય એવું. અરે, આને તો પાસેના સરગવાના વૃક્ષ પર જોયેલું. મજાનો માળો બાંધીને અંદર બેઠેલું. નાનકડી ચાંચથી આકાશને ફોલતું. સરગવાની ડાળી પર ઝૂલતું. ફરરર દઈ આકાશમાં આંટો મારી આવતું. આ પંખી ભૂલું પડ્યું છે મારા ઓરડામાં. ઓરડામાં તો છે પુસ્તકોના ઢગલા. ભેજભરી દીવાલો. ઊડવા જાય છે ને દીવાલો પર અથડાય છે. હું ઊભો થઈ, હળવે રહી પંખો બંધ કરું છું. અહીંતહીં અથડાતું એ પંખાના પાંખડા પર બેસી જાય છે. ઊડવા મથે છે તો ઉપર આકાશને બદલે છત. પુસ્તકોને ઢાંકી બેઠેલા કબાટના કાચ સાથે ઘડીકમાં અથડાય. પાછું ફરરર કરતુંક બેસી જાય પંખાની પાંખે.