નારીસંપદા : ટૂંકી વાર્તા/હૂંફ: Difference between revisions

no edit summary
(+૧)
 
No edit summary
 
Line 6: Line 6:
‘બાપુજી,’  એ બોલી,  ‘ચાલો થોડું ખાઈ લો.’
‘બાપુજી,’  એ બોલી,  ‘ચાલો થોડું ખાઈ લો.’
મન્મથરાયે એક કરુણ દૃષ્ટિ વિરાજના ચહેરા પર નાખીને ફેરવી લીધી. એ એકદમ થાકેલી લાગતી હતી. રડી પણ હશે. એમને થયું, આટલે વખતે બિચારી પિયર આવીને રહી, પણ તે આવે પ્રસંગે!

વિરાજે ફરી જરાં ભારપૂર્વક કહ્યું;
વિરાજે ફરી જરાં ભારપૂર્વક કહ્યું;
‘સાંભળો છો બાપુજી! થોડુંક ખાઈ લો, ચાલો.’

મન્મથરાય હળવેથી બેઠાં થયા.
મન્મથરાય હળવેથી બેઠાં થયા.
‘મને... મને ભૂખ નથી બહેન.’
‘મને... મને ભૂખ નથી બહેન.’
Line 37: Line 37:
આ સાંભળીને ત્યાં હાજર એક વડીલે પણ કહ્યું :  

‘ઉલટાનું એમના જીવનનાં મીઠાં સંભારણાં અને સ્નેહની મૂડી તમે ભાઈ- બહેન વહેંચીને લઈ જઈ રહ્યાં છો એવું માન બેટા. બાકી વિરેનની એ વાત તો ખરી કે આ ઘરમાં તમે લોકો કે મન્મથ પણ પાછાં આવો એવું લાગતું નથી.’  

આ વાર્તાલાપ મન્મથરાયના કાને પડ્યો અને એમણે જાણે મનમાં જ જવાબ આપ્યો:

‘સાવ ખોટું. આ ઘરમાં હું તો પાછો આવીશ જ. જ્યોતિ સાથે સુખદુઃખની ગોઠડી માંડવા મારે અહીં જ આવવું પડે.’

ઘરમાંથી કોઈ એમને કશી પણ બાબત બદલ પૂછતું કે એમનો અભિપ્રાય માંગતું તો તદ્દન નિર્લેપભાવે એ કહી દેતા- ‘તમને જેમ ઠીક લાગે એમ કરો.’ પછી કોઈ પરાયા સ્થળે આવી ચડ્યા હોય એમ ખાલી થતાં જતાં ઘરમાં એક ઊડતી નજર ફેરવી ત્યાંથી ખસી જતા.

Line 55: Line 55:
એમની પાછળ પાછળ આવીને ઉભેલા વીરેન્દ્ર એમના ખભા પર હળવો સ્પર્શ કર્યો અને બોલ્યો :

‘બાપુજી, કંઈ વાંધો નહીં, આપણે રહેવા દઈ...’

‘ ‘ના. ના... આપી જ દો,’  વીરેન્દ્રનું વાક્ય અધવચ્ચેથી જે કાપતાં મન્મથરાય બોલી પડ્યાં,

‘આપી જ દો. ભલે લઈ જાય. બલ્કે કાલે જ લઈ જવાનું કહી દેજે.’  

જ્યોતિબહેનની વિદાય અને હવે ગેરહાજરીની વધુ ને વધુ તીવ્ર થતી વેદના મન્મથરાયના દરેક શબ્દમાં અને ચહેરા પરથી સતત ઝરતી રહેતી. એ જોવાનું, સમજવાનું વીરેન્દ્રને માટે અઘરું નહોતું. એ ચૂપચાપ ત્યાંથી ઘરમાં ચાલી ગયો.

17,213

edits