ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/હું કહું તેમ કરો — નીતા રામૈયા: Difference between revisions

Added poem
(+1)
(Added poem)
Line 2: Line 2:
{{Heading|હું કહું તેમ કરો-|નીતા રામૈયા}}
{{Heading|હું કહું તેમ કરો-|નીતા રામૈયા}}


 
{{Block center|<poem>હું કહું તેમ કરો
PL SEE HARD COPY OF POEM FORWARDED
ક્યારેય નહીં તો આજે તો કરો
 
વધુ નહીં તો ખાલી આ પાના ઉપર
તમારી આંખની ધારે ધાર કાઢતા આ શબ્દોને વાંચ્યા પછી
હું કહું તેમ કરો.
ક્યારેય નહીં તો આજે આ પાના ઉપર
ડાકણનું પુંલિંગ કરો
ડાકઘર આસપાસ હોય તો ભલે રહ્યું
કણ એક માટે પરસેવો પાડો પણ
ગમે તેમ કરીને ડાકણનું પુંલિંગ કરો
એક લાજવાબ ઘર વિશે જવાબ આપો: વેશ્યાઘર
તે સ્ત્રીનું ઘર કે પુરુષનું ઘર કે બંનેનું ઘર
કાયદાનાં થોથાં ઉથલાવવાનું માંડી વાળો
વેશ્યા જો સ્ત્રી હોય તો તેની પાસે જનાર પુરુષને
કોઈ નામ આપો
દામ આપીને કામ પતાવતા આ કામ—પંથીઓ માટે
આ કરવા જેવું કામ છે
ગૃહિણી અને ગૃહપતિનું કાર્યક્ષેત્ર નક્કી કરો
છાપું વાંચ્યા પછી ચાના પ્યાલામાં વાવાઝોડું જોતા પુરુષને
કૂકરમાં ભેગી થતી વરાળનું રહસ્ય સમજાવો
અને સમજાવો તેને કે સ્ત્રીનું મગજ ક્યારેક
ક્યારેક કૂકર જેવું બની જાય
જો હૈયાની વરાળ ઠાલવવા જેવું પાત્ર તેને ન મળે તો
આ પાત્ર એટલે કેવું પાત્ર તેની વ્યાખ્યા આપો
પુરુષનું મંગળ ઇચ્છતી સ્ત્રી
તેના નામનું સૂત્ર ગળે વીંટતી હોય તો
સ્ત્રીનું મંગળ ઇચ્છતા પુરુષના
ગળામાં કયું સૂત્ર શોભે
તેની સવિસ્તર ચર્ચા કરીને
બંધબેસતો ઉત્તર આપો
ક્યારેય નહીં
તો આજે તો આટલું કરો
વધુ નહીં તો ખાલી આ પાના ઉપર.</poem>}}


{{center|'''જાગ્યા ત્યારથી સવાર'''}}  
{{center|'''જાગ્યા ત્યારથી સવાર'''}}