17,546
edits
No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading|૭. મારી આ તદબીરને}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
ઓ સિતમગર, દાદ તો દે મારી આ તદબીરને, | |||
લાજ રાખી લઉં છું તારી દોષ દઈ તકદીરને. | |||
એટલા માટે શહાદતનો મને ભય ના રહ્યો, | |||
મેં જરા નજદીકથી જોઈ હતી શમશીરને. | |||
રૂબરૂમાં એની સામે એમ જોવાયું નહીં, | |||
જેવી રીતે જોઉં છું હું એમની તસવીરને. | |||
ત્યારે જોયું ચાલવાની પણ જગા બાકી નથી, | |||
જ્યારે મેં વર્ષો પછી તોડી દીધી જંજીરને. | |||
કેમ અંતર્ગત ભૂમિકાથી ભલા છૂટી શકાય? | |||
રંગ કાગળનો મળે છે અંગમાં તસવીરને. | |||
શક્ય છે કે કોઈ કડવું સત્ય સાંભળવા મળે, | |||
છેડતી કરવી હો તો છેડો કોઈ ગંભીરને. | |||
વીંધનારાઓ બરાબર જાય છે મંજિલ ઉપર, | |||
પંથ બદલે એ નથી આદત ગતિમય તીરને. | |||
એની અંદર શું હશે મારી બલા જાણે 'મરીઝ', | |||
બહાર તો પથ્થર મળ્યા મસ્જિદ અને મંદિરને. | |||
{{right|'''(આગમન, પૃ. ૧૪)'''}}</poem>}} | |||
{{right|'''(આગમન, પૃ. | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 |
edits