ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/પ્રશ્ન તુજ — સુન્દરમ્: Difference between revisions

સુધારા
No edit summary
(સુધારા)
 
Line 36: Line 36:
{{right|(અમૃત ઘાયલ)}}</poem>'''}}
{{right|(અમૃત ઘાયલ)}}</poem>'''}}
{{Block center|<poem>આકર્ષણના અંગારથી અસ્તિત્વનાં ખડલાકડાં ચેતી ગયાં છે. કવિ હોંશે હોંશે હોમાય છે. આ વહ્નિ પ્રિયતમાને લીધે પ્રકટ્યો એ ખરું, તોય વહ્નિ અજાણ્યો છે. બે ચકમકમાંથી પ્રકટતી હોય તોય ચિનગારી એ ચકમક નથી.

કવિ પોતાના સ્નેહનો અર્ધ્ય પ્રિયાના ચરણે ચડાવી રહ્યા છે તે દૃશ્યને ‘પોઝ’ની ચાંપ દબાવીને બારીકીથી જુઓ. પ્રિયાના સૌંદર્યનો સ્વીકાર છે, ‘હૃદયજલની અંજલિ’ તેને ચડાવાય છે, પણ એક મિનિટ, દીનભાવ પલટાય છે સ્વામીભાવમાં. નિજ સ્નેહના સુનેરી સિક્કાને કવિ પછાડે છે, મગરૂરીથી. કલાપીની જેમ સુન્દરમ્ પણ દ્વિધામાં છે કે યારી – ગુલામી શું કરું તારી સનમ? ગાલે ચૂમું કે પાનીએ તુને સનમ ?
કવિ પોતાના સ્નેહનો અર્ઘ્ય પ્રિયાના ચરણે ચડાવી રહ્યા છે તે દૃશ્યને ‘પોઝ’ની ચાંપ દબાવીને બારીકીથી જુઓ. પ્રિયાના સૌંદર્યનો સ્વીકાર છે, ‘હૃદયજલની અંજલિ’ તેને ચડાવાય છે, પણ એક મિનિટ, દીનભાવ પલટાય છે સ્વામીભાવમાં. નિજ સ્નેહના સુનેરી સિક્કાને કવિ પછાડે છે, મગરૂરીથી. કલાપીની જેમ સુન્દરમ્ પણ દ્વિધામાં છે કે યારી – ગુલામી શું કરું તારી સનમ? ગાલે ચૂમું કે પાનીએ તુને સનમ ?
ડાહ્યા-ડાહ્યા જગત સામે પ્રેમનો સો ટચનો સિક્કો પછાડીને કવિ પડકાર ફેંકે છે - હા, હું પ્રેમ કરું છું, થાય તે કરી લ્યો, જાઓ ! ‘પૉઝ’ની ચાંપ છૂટી જાય છે, સૈકા પર સૈકા રિવાઈન્ડ થતા જાય છે, આ તો ‘અનારકલી’નો શોટ : અકબરી સૈન્યો સામે સમશેર તાણીને ખડો છે શાહજાદો સલીમ. થોડા વધુ સૈકા રિવાઇન્ડ. ‘ક્લિયોપેટ્રા’ ચલચિત્રની ફ્રેઇમમાં ઑગસ્ટસ સિઝરના લિજિયન્સને યુદ્ધભૂમિમાં એકલપંડે લલકારતો ઘોડેસવાર : માર્ક એન્ટની.

કવિનો પ્રેમ ખોટો સિક્કો નથી, સુવર્ણમુદ્રા છે. (‘ચરણ રણતો સ્નેહ’માં ખણખણાટ સંભળાયો ?) પણ પ્રેમ શું બિકાઉ વસ્તુ છે ? સિક્કો, ભલે તે સોનાનો કેમ ન હોય, સ્નેહને ખરીદી શકે ખરો ?

17,548

edits