વાર્તાનું શાસ્ત્ર/વાર્તાકથનનો ઉદ્દેશ: Difference between revisions

+1
(+1)
(+1)
 
Line 18: Line 18:
નાટયકલાનો પ્રાથમિક ઉદ્દેશ નાટક જોનારને આનંદ આપવાનો છે. નાટકમાં ગમે તેટલો બોધ ભરેલો હોય કે સામાજિક, આર્થિક કે રાજનીતિ-વિષયક બાબતોથી ભલે એ ભરપૂર હોય પણ જો એ આનંદ આપી શકતું ન હોય તો નિષ્ફળ જાય છે. એના અવાન્તર લાભો ઘણા હોઈ શકે. એમાં ઘણી ઉપયોગી બાબતોની ગૂંથણી પણ થઈ શકે. પણ નાટકની સફળતા તો એનામાં જે આનંદ આપવાની શક્તિ રહેલી છે તેમાં છે. અનેકરંગી, નીરોગી અને ઉપયોગી ઘટનાનો જો એવો સુસંયોગ ન થાય કે તેનાથી આનંદ ન પ્રગટે, તો નાટક નિષ્ફળ

જાય. આવું જ વાર્તાઓનું પણ છે. એના અનેક લાભો છે. એ લાભો આપણે હાંસલ પણ કરી શકીએ. પણ એ લાભો આપનારી હકીકતો વાર્તાનો અંતરાત્મા નથી; એ તો વાર્તાનું શરીર છે. એમાંથી ઉત્પન્ન થતી કલા એ જ એનો ખરો પ્રાણ છે, અને એનાથી જ માણસ વાર્તા તરફ આકર્ષાય છે.

જ્યાં જ્યાં શિક્ષણની ક્રિયા આનંદરહિત રહી છે ત્યાં ત્યાં આજે નહિ તો કાલે, વર્ષે નહિ તો બે વર્ષે, આ જમાનામાં નહિ તો બીજા જમાનામાં, શિક્ષણનું કાર્ય નિષ્ફળ ગયેલું છે. આજે તો શિક્ષણશાસ્ત્રમાં અગ્રગણ્ય વિચારકો કહી રહ્યા છે ને સિદ્ધ કરવા લાગ્યા છે કે શિક્ષણ અને આનંદ એ એક વસ્તુ છે; અશિક્ષણ અને આનંદનો અભાવ એ એક વસ્તુ છે. આજે 'રમત કરો ત્યારે રમત કરો, ને કામ કરો ત્યારે કામ કરો.’ એ મુદ્રાલેખ બદલાઈને 'રમત કરો ત્યારે કામ કરો, ને કામ કરો ત્યારે રમત કરો' એ મુદ્રાલેખ થોડીએક શાળાને બારણે લાગવા માંડયો છે. અને એથી યે થોડી શાળાઓને બારણે તો 'બધી રમત કામ છે, બધું કામ રમત છે.' એમ મોટા અક્ષરે લખાવા માંડયું છે. જો વાર્તા આનંદ આપનારી વસ્તુ સ્વયંસિદ્ધ છે તો વાર્તાને આજે શાળાના શિક્ષણમાં કેટલું બધું સ્થાન મળી જાય એ સ્વાભાવિક છે. આથી જ આજે કેટલાએક દેશમાં વાર્તા દ્વારા ઘણ ઘણા વિષયો શીખવવાનું ચાલે છે. પ્રથમ ઉદ્દેશમાંથી ફલિત થતો આ બીજો ઉદ્દેશ છે. પ્રત્યેક વિષયશિક્ષણની શરૂઆત વાર્તાના કથનથી થઈ શકે. વાર્તા દ્વારા શિક્ષણ આપવાની રીતિ પુરાણી છે. એક અવતરણથી આ વિચાર સ્પષ્ટ રીતે મૂકી શકાશે. 'હિંદુસ્તાનમાં પણ યાત્રા માટે નીકળેલા ઋષિમુનિઓ કયાંઈ સત્ર ચાલતું હોય ત્યાં થોડા દહાડા વિશ્રાંતિ કરતા અને અત્યંત ઉત્સાહથી ધાર્મિક વાર્તાઓનો વિનિમય કરતા. બુદ્ધ ભગવાન પણ દરરોજ સાંજે શ્રમણ ભિક્ષુકોને ભેગા કરીને વાર્તા કહેતા. ઈશુ ખ્રિસ્ત ધર્મોપદેશ કરતા ત્યારે વાર્તા મારફતે જ ઉપદેશ ઠસાવતા.'' આપણે ત્યાં પણ રાજપુત્રોને ધાર્મિક વાર્તાઓ દ્વારા બધું જ્ઞાન અપાતું. પંચતંત્રની પ્રતિજ્ઞાની વાર્તા પણ એવી જ છે. રાજાના ઠોઠ છોકરાઓ કેમે કર્યા ભણતા ન હતા તેમને આર્ય વિષ્ણુશર્માએ વાર્તા દ્વારા છ મહિનાની અંદર ભણાવી-ગણાવીને ડાહ્યા બનાવી દીધા. ઉપનિષદોમાં પણ મોટા મોટા ઋષિઓ વિશ્વનાં રહસ્યો ઉકેલનાર સિદ્ધાંતો વાર્તા દ્વારા પોતાના શિષ્યોના મન પર ઠસાવતા. આપણો મધ્ય કાલીન અને અત્યારે પણ જીવંત માણભટ્ટ રામાયણ અને મહાભારત જેવા વિષયો કથાવાર્તાથી જ શીખવે છે. આ પુસ્તકમાં જ 'વાર્તાનો વિશિષ્ટ ઉપયોગ' એ નામનું પ્રકરણ આ વિચાર સમજાવવા માટે ઉમેરેલું છે, એટલે અહીં તો આટલા પ્રસ્તાવથી બસ થશે.
જ્યાં જ્યાં શિક્ષણની ક્રિયા આનંદરહિત રહી છે ત્યાં ત્યાં આજે નહિ તો કાલે, વર્ષે નહિ તો બે વર્ષે, આ જમાનામાં નહિ તો બીજા જમાનામાં, શિક્ષણનું કાર્ય નિષ્ફળ ગયેલું છે. આજે તો શિક્ષણશાસ્ત્રમાં અગ્રગણ્ય વિચારકો કહી રહ્યા છે ને સિદ્ધ કરવા લાગ્યા છે કે શિક્ષણ અને આનંદ એ એક વસ્તુ છે; અશિક્ષણ અને આનંદનો અભાવ એ એક વસ્તુ છે. આજે 'રમત કરો ત્યારે રમત કરો, ને કામ કરો ત્યારે કામ કરો.’ એ મુદ્રાલેખ બદલાઈને 'રમત કરો ત્યારે કામ કરો, ને કામ કરો ત્યારે રમત કરો' એ મુદ્રાલેખ થોડીએક શાળાને બારણે લાગવા માંડયો છે. અને એથી યે થોડી શાળાઓને બારણે તો 'બધી રમત કામ છે, બધું કામ રમત છે.' એમ મોટા અક્ષરે લખાવા માંડયું છે. જો વાર્તા આનંદ આપનારી વસ્તુ સ્વયંસિદ્ધ છે તો વાર્તાને આજે શાળાના શિક્ષણમાં કેટલું બધું સ્થાન મળી જાય એ સ્વાભાવિક છે. આથી જ આજે કેટલાએક દેશમાં વાર્તા દ્વારા ઘણ ઘણા વિષયો શીખવવાનું ચાલે છે. પ્રથમ ઉદ્દેશમાંથી ફલિત થતો આ બીજો ઉદ્દેશ છે. પ્રત્યેક વિષયશિક્ષણની શરૂઆત વાર્તાના કથનથી થઈ શકે. વાર્તા દ્વારા શિક્ષણ આપવાની રીતિ પુરાણી છે. એક અવતરણથી આ વિચાર સ્પષ્ટ રીતે મૂકી શકાશે. “હિંદુસ્તાનમાં પણ યાત્રા માટે નીકળેલા ઋષિમુનિઓ કયાંઈ સત્ર ચાલતું હોય ત્યાં થોડા દહાડા વિશ્રાંતિ કરતા અને અત્યંત ઉત્સાહથી ધાર્મિક વાર્તાઓનો વિનિમય કરતા. બુદ્ધ ભગવાન પણ દરરોજ સાંજે શ્રમણ ભિક્ષુકોને ભેગા કરીને વાર્તા કહેતા. ઈશુ ખ્રિસ્ત ધર્મોપદેશ કરતા ત્યારે વાર્તા મારફતે જ ઉપદેશ ઠસાવતા.આપણે ત્યાં પણ રાજપુત્રોને ધાર્મિક વાર્તાઓ દ્વારા બધું જ્ઞાન અપાતું. પંચતંત્રની પ્રતિજ્ઞાની વાર્તા પણ એવી જ છે. રાજાના ઠોઠ છોકરાઓ કેમે કર્યા ભણતા ન હતા તેમને આર્ય વિષ્ણુશર્માએ વાર્તા દ્વારા છ મહિનાની અંદર ભણાવી-ગણાવીને ડાહ્યા બનાવી દીધા. ઉપનિષદોમાં પણ મોટા મોટા ઋષિઓ વિશ્વનાં રહસ્યો ઉકેલનાર સિદ્ધાંતો વાર્તા દ્વારા પોતાના શિષ્યોના મન પર ઠસાવતા. આપણો મધ્ય કાલીન અને અત્યારે પણ જીવંત માણભટ્ટ રામાયણ અને મહાભારત જેવા વિષયો કથાવાર્તાથી જ શીખવે છે. આ પુસ્તકમાં જ 'વાર્તાનો વિશિષ્ટ ઉપયોગ' એ નામનું પ્રકરણ આ વિચાર સમજાવવા માટે ઉમેરેલું છે, એટલે અહીં તો આટલા પ્રસ્તાવથી બસ થશે.
વાર્તાકથનનો ત્રીજો ઉદ્દેશ સાંભળનારની કલ્પનાશક્તિ ખીલવવાનો છે. કલ્પના અને ભ્રમણા એ બેમાં તફાવત છે. એ સમજાવવાનો અહીં પ્રયત્ન નથી કર્યો પણ એ તફાવત સ્વીકારીને જ ચાલવાનું છે. કલ્પના વાસ્તવિકતાની બીજી બાજુ છે અથવા કલ્પના વાસ્તવિકતાનો વિસ્તાર છે. પ્રત્યેક કલ્પના વાસ્તવિકતાના મૂળમાં છે; પણ વાસ્તવિકતામાંથી અમુક વસ્તુ કલ્પનાને પામે છે, અને એમાં જ કલ્પનાશક્તિનું બળ રહેલું છે. આખરે મનુષ્યનું માનસ મર્યાદિત છે અને તેથી કલ્પનાનો પ્રદેશ મર્યાદિત છે. કલ્પનાનો પ્રદેશ વાસ્તવિકતાના કારણે જ મર્યાદિત છે તે વિચાર કરવાથી સમજી શકાય તેમ છે. વાર્તાથી કલ્પનાશક્તિ ખીલે છે. એક, બે, ત્રણ, ચાર એમ સંખ્યા શીખવીએ છતાં એવી અનંત સંખ્યા હોઈ શકે એવી સમજણ બાળકમાં ન આવે ત્યાં સુધી તેનામાં ગણિતવિષયક કલ્પના નથી આવતી. એક માણસ મરે છે, બીજો માણસ મરે છે, ત્રીજો માણસ મરે છે, એમ છે માટે બધા માણસ મૃત્યુને આધીન છે એમ સમજી લેવું એ કલ્પનાનો પ્રદેશ છે. વિશિષ્ટ ઉપરથી સામાન્ય પર જવાની શક્તિનું બંધારણ કલ્પનાશક્તિના પ્રાબલ્ય ઉપર છે. આ એક વાત છે. બીજી વાત એ છે કે વાસ્તવિકતાનાં જુદી જુદી જાતનાં મિશ્રણ કરીને તેને એક નવીન મિશ્રણ તરીકે રજૂ કરવી એ પણ કલ્પનાનો પ્રદેશ છે. અનેક જુદી જુદી જાતનાં વૃક્ષોનાં ફૂલોની પાંખડીઓના અભ્યાસમાંથી ચિત્રકલામાં નવા ફૂલની યોજના એ કલ્પનાનું કારણ છે. આ સંસારમાં બનતી અનેક જીવન ઘટનાના વાસ્તવિકપણાને નવી રચનાથી ગોઠવી દઈ તેને એક વિશિષ્ટ ઘટના બનાવી લેવી એમાં જે રહ્યું છે તે વાર્તાની કલ્પના છે. વાર્તા પોતે જ કલ્પનાનું ફળ છે. એ વાસ્તવિકતાથી ભરેલી છે, છતાં એનો પ્રબંધ કલ્પનાને આભારી છે. આથી વાર્તા દ્વારા કલ્પનાશક્તિ વિકસાવવાનો ઉદ્દેશ માન્ય રાખી શકાય તેમ છે. પણ આ ઉદ્દેશ ગૌણ છે એ ભૂલી જવાનું નથી. આ બાબતમાં પણ આ પુસ્તકમાં એક પ્રકરણ લખવામાં આવ્યું છે.

શિક્ષણની દષ્ટિએ વાર્તાના કથનનો આ સિવાય પણ એક બીજો ઉદ્દેશ છે. એ ઉદ્દેશ વિદ્યાર્થીની ભાષાશુદ્ધિ સાધવાનો છે. શુદ્ધ ભાષાજ્ઞાન માટે શુદ્ધ ભાષાનો પરિચય એ રાજમાર્ગ છે. વાર્તા દ્વારા તેને સાંભળનાર વાર્તાની ભાષાના પરિચયમાં આવે છે. એટલું જ નહિ પણ જે શબ્દસમૂહોથી, વાકયોના સમૂહોથી અને જોડકણાંથી ભાષા સ્પષ્ટ, જોરદાર અને અસલ બને છે, તે વાર્તાના શ્રવણથી આપોઆપ સાંભળનારનાં બની જાય છે, અને સાંભળનારનો ભાષા ઉપર ભારે નિર્મલ કાબૂ જામી જાય છે.

Line 31: Line 31:
વાર્તાકથન એ મારી માન્યતા પ્રમાણે નિબંધલેખનનું પ્રથમ પગથિયું છે, અને હોવું પણ જોઈએ. જે વસ્તુ સાંભળવા મન ખેંચાય છે તે વસ્તુ સિવાયની બીજી કઈ વસ્તુ મનુષ્યને લેખનના વસ્તુ તરીકે આકર્ષે એ પ્રશ્ન છે. નિબંધલેખનમાં જે સુસંકલના જોઈએ છીએ ને જે ક્રમપુર:સરપણું અને સમતોલપણું તેમાં આવશ્યક છે, તે વાર્તામાં હોવાથી વાર્તા શરૂઆતના દિવસોમાં નિબંધલેખનના કામમાં અવશ્ય સ્વીકારવા યોગ્ય છે. વળી નિબંધ- લેખનમાં વિચારની ગોઠવણમાં જે મુશ્કેલીઓ વિદ્યાર્થીઓને અનુભવવી પડે છે, તે મુશ્કેલી વાર્તાના નિબંધલેખનમાં અનુભવવી પડતી નથી, કારણકે વાર્તા સ્વયંસુધારક હોવાથી વાર્તાની શૃંખલા તૂટતી નથી, અને તેથી વિચારસંકલના અકબંધ ચાલે છે. વાર્તાઓમાં કહેનારની ભૂલ થાય કે સાંભળીને લખનારની ભૂલ થાય તો તુરત જ તે પકડાઈ જાય છે. સંકલના વિના વાર્તા લખનાર કે કહેનાર આગળ ચાલી જ ન શકે. આ કારણથી વાર્તા સ્વયંશિક્ષણ આપનારી છે, અને એટલા જ માટે વાર્તાકથનથી નિબંધલેખન પર જવું સહેલું છે એ અનુભવને પ્રસિદ્ધ કરવાનું મજબૂત કારણ છે.

માણસને અનેક રીતે ઊંચે ચડાવવાનો ઉદ્દેશ વાર્તાકથનનો છે ખરો. એ ઉદ્દેશ ગૌણ છે છતાં મહત્ત્વનો છે. પણ એ ઉદ્દેશ ત્યારે જ સરે છે કે જ્યારે આનંદની વસ્તુ તરીકે એને આગળ કરી ઉપદેશનો ઉદ્દેશ ઢાંકી મૂકવામાં આવે. ધર્મનાં પુસ્તકો પ્રભુની પેઠે આજ્ઞા કરે છે તેથી તેની અસર આપણને થોડી થાય છે; ઈતિહાસગ્રંથો મિત્રની જેમ આપણા કાન ઉઘાડે છે પણ તેને માનવા, નહિ માનવા માટે આપણે હંમેશાં સ્વતંત્ર રહીએ છીએ; પણ વાર્તાઓ પ્રેમાળ સહધર્મચારિણીની પેઠે મનને વશ કરીને માનવી સ્વભાવ અને માનવી જીવન વિષે બોધ આપીને આપણને ખબર ન પડે તેમ ઊંચે ચડાવે છે. જે ઉપદેશ ઠસાવવામા નીતિપાઠો નિષ્ફળ નીવડે છે તે વાર્તાઓ સહેલાઈથી ઠસાવી શકે છે. પ્રાણીઓ ઉપર દયા કરો એમ કહેવા કરતાં એના ઉપર પ્રેમ થાય અથવા એની દીન દશા જોઈને દયા ઉત્પન્ન થાય એવી વાર્તાઓ કહીએ તેની અસર વધારે સારી થાય છે. આ સંબંધે જ શ્રીયુત કાકાસાહેબ કાલેલકરના સુંદર શબ્દોનું એક વધારે અવતરણ આપી આ પ્રકરણ હું અહીં જ પૂરું કરીશ.

''બૌદ્ધકાલીન જાતકથાઓ લ્યો, જૈનકાલીન પંચતંત્ર લ્યો, વિષ્ણુશર્માનું હિતોપદેશ વાંચો અથવા મિસર દેશના ઈસારૂની નીતિકથાઓ વાંચો તો જણાશે કે માણસ પરિસ્થિતિ સાથે, તિર્યગ્યોનિઓ સાથે, જીવસૃષ્ટિ સાથે એકરૂપ હતો. રામાયણમાં પણ વાલ્મીકિ પશુ, પક્ષી, મત્સ્ય, વાનર વગેરે સર્વ પ્રાણીઓ સાથે એકરૂપ થઈ શકે છે. આ સમભાવને લીધે આપણે સર્વ પ્રાણીઓ ઉપર પ્રેમ કરી શકતા હતા, એમના સ્વભાવ ઉપરથી ઘણું શીખી શકતા હતા. અને સર્વત્ર એક જ આત્મા છે એ સમજવું સહેલું હતું. વાર્તાઓ એ મનુષ્યજાતિનું જૂનામાં જૂનું અને અત્યંત વ્યાપક એવું જીવનરહસ્ય છે.”     
“બૌદ્ધકાલીન જાતકથાઓ લ્યો, જૈનકાલીન પંચતંત્ર લ્યો, વિષ્ણુશર્માનું હિતોપદેશ વાંચો અથવા મિસર દેશના ઈસારૂની નીતિકથાઓ વાંચો તો જણાશે કે માણસ પરિસ્થિતિ સાથે, તિર્યગ્યોનિઓ સાથે, જીવસૃષ્ટિ સાથે એકરૂપ હતો. રામાયણમાં પણ વાલ્મીકિ પશુ, પક્ષી, મત્સ્ય, વાનર વગેરે સર્વ પ્રાણીઓ સાથે એકરૂપ થઈ શકે છે. આ સમભાવને લીધે આપણે સર્વ પ્રાણીઓ ઉપર પ્રેમ કરી શકતા હતા, એમના સ્વભાવ ઉપરથી ઘણું શીખી શકતા હતા. અને સર્વત્ર એક જ આત્મા છે એ સમજવું સહેલું હતું. વાર્તાઓ એ મનુષ્યજાતિનું જૂનામાં જૂનું અને અત્યંત વ્યાપક એવું જીવનરહસ્ય છે.”     
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|❋}}
{{center|❋}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = વાર્તાકથનનો ઉદ્દેશ
|previous = કૃતિ-પરિચય
|next = વાર્તાઓનો ક્રમ
|next = વાર્તાની પસંદગી
}}
}}