વાર્તાનું શાસ્ત્ર/વાર્તાકથનનો ઉદ્દેશ: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(+1)
 
(+1)
Line 9: Line 9:
આપણો અનુભવ પણ આવો જ છે. રડતું બાળક વાર્તાશ્રવણમાં પોતાનું રુદન વીસરી જાય છે. દરદી મનુષ્ય વાર્તાશ્રવણ કે વાચનમાં દર્દની પીડા ભૂલી જાય છે. હારેલો મનુષ્ય- નિરાશ મનુષ્ય વાર્તાના વાચન-મનનથી ફરી વાર હોશિયાર બની જાય છે. તંદુરસ્ત કે આશાથી ઊછળતો મનુષ્ય વાર્તા દ્વારા પોતાનું આખું ય જીવન ઘડે છે. યુવાન મનુષ્ય વાર્તામાંથી પોતાની પ્રેમપ્રતિમા અને પ્રેમમીમાંસા નિર્મિત કરે છે. આબાલવૃદ્ધ સૌ વાર્તાને શરણે જઈ કાં તો દુઃખ ભૂલે છે અથવા નવું ચેતન પ્રાપ્ત કરે છે. એવો એક પણ દેશ નહિ હોય કે જ્યાં વાર્તાનું સાહિત્ય નહિ હોય, અને જ્યાં આનંદ લૂંટવા માટે વાર્તાઓ ન કહેવાતી હોય. કે ન વંચાતી હોય દરેક સાંજે વાળુ કર્યા પછી બાળકોનું ટોળું ઘરના વૃદ્ધ જન પાસે વાર્તા સાંભળવા એકઠું થવાની રીત પૃથ્વી ઉપરના સુધરેલા તેમ જ જંગલી કહેવાતા લોકોમાં સરખી જ છે. પરદેશમાં ભટકતો મુસાફર સાંજ પડતાં એકાદ ધર્મશાળામાં રોકાઈ જાય છે ને દેશ દેશનાં અનેક બીજા મુસાફરો સાથે બેસીને નવી નવી વાર્તાઓ ચલાવે છે ને આખા દિવસનો થાક ઉતારે છે. લડાઈના ઘાને બહાદુરીથી સહન કરનાર સિપાઈ દવાની શીશી કરતાં વાર્તા કહેનાર નર્સની કિંમત વધારે ગણે છે. જેલમાં સડતા કેદીઓને તક મળી જાય છે તો તેઓ વાર્તા કહેવાનો લાગ તો જરૂર શોધે છે. દરિયાની લાંબી મુસાફરીમાં રાત્રે તો વાર્તા એ જ એક વિનોદ છે. રાજા અને રાણી તો હંમેશાં સૂતાં પહેલાં વાર્તા કહેવરાવતાં એવું લોકવાર્તાઓ જ આપણને વારંવાર કહે છે. વાર્તાની મજા જ એવી છે કે એમાં સૌને આનંદ પડે છે. શ્રીયુત કાકાસાહેબ કાલેલકર થોડા જ શબ્દોમાં પણ સુંદર રીતે વાર્તાનો મહિમા વર્ણવે છે :–

"ઉત્તરધ્રુવથી દક્ષિણધ્રુવ સુધી પૃથ્વીના બધા દેશોમાં, મોટા મોટા ખંડોમાં કે નાના નાના ટાપુઓમાં, સુધરેલા લોકોમાં તેમ જ જંગલી લોકોમાં, ઘરડાંઓમાં તેમ જ બચ્ચાંઓમાં, સંસારીઓમાં કે સંન્યાસીઓમાં જો કોઈ સર્વસામાન્ય વ્યસન હોય તો તે વાર્તાનું છે. સાંજ પડી છે અને છતાં વાર્તા ચાલતી નથી એવું દુનિયામાં એકે ગામડું નહિ હોય.

{{Poem2Close}}
{{center|❋}}
{{Poem2Open}}
“જ્યાં જ્યાં જૂનું વેપારનું મથક હતું ત્યાં ત્યાં દૂર દેશાવારના વેપારીઓ સરાઈઓમાં ભેગા થાય અને ચાતુર્યની, ઠગબાજીની, આશકમાશૂકની, કૂતરાબિલાડાની, રાજારાણીઓની, સાધુસંતોની, ઈશ્વરી ક્ષોભની અથવા દૈવી ચમત્કારની, મંત્ર, તંત્ર કે જાદુઈ ટોણાની વાર્તાઓ જરૂર ચાલે જ ચાલે.”

આપણે જોયું કે વાર્તા આનંદદાયક વસ્તુ છે. વાર્તાશ્રવણમાં મનુષ્યને અપૂર્વ આનંદ મળે છે. આ બતાવે છે કે વાર્તા કહેનારની સમક્ષ પ્રથમ ઉદ્દેશ વાર્તા સાંભળનારને શુદ્ધ ને સંપૂર્ણ આનંદ આપવાનો હોવો જોઈએ.

Line 30: Line 33:
''બૌદ્ધકાલીન જાતકથાઓ લ્યો, જૈનકાલીન પંચતંત્ર લ્યો, વિષ્ણુશર્માનું હિતોપદેશ વાંચો અથવા મિસર દેશના ઈસારૂની નીતિકથાઓ વાંચો તો જણાશે કે માણસ પરિસ્થિતિ સાથે, તિર્યગ્યોનિઓ સાથે, જીવસૃષ્ટિ સાથે એકરૂપ હતો. રામાયણમાં પણ વાલ્મીકિ પશુ, પક્ષી, મત્સ્ય, વાનર વગેરે સર્વ પ્રાણીઓ સાથે એકરૂપ થઈ શકે છે. આ સમભાવને લીધે આપણે સર્વ પ્રાણીઓ ઉપર પ્રેમ કરી શકતા હતા, એમના સ્વભાવ ઉપરથી ઘણું શીખી શકતા હતા. અને સર્વત્ર એક જ આત્મા છે એ સમજવું સહેલું હતું. વાર્તાઓ એ મનુષ્યજાતિનું જૂનામાં જૂનું અને અત્યંત વ્યાપક એવું જીવનરહસ્ય છે.”     

<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = કૃતિ-પરિચય
|previous = વાર્તાકથનનો ઉદ્દેશ
|next = વાર્તાની પસંદગી
|next = વાર્તાઓનો ક્રમ
}}
}}

Navigation menu