વાર્તાનું શાસ્ત્ર/લોકવાર્તાનું સાહિત્ય: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 27: Line 27:
'''(૨) કુદરતનાં બનાવો અને દશ્યો સંબંધી વાતો'''

સમાજના બાલ્યકાળથી તે જ્યાં સુધી વિજ્ઞાનનો નિર્મળ પ્રકાશ ચોમેર ફેલાયો ન હતો ત્યાં સુધી આવી વર્તાઓમાં લોકો ખૂબ રસ લેતા અને હજી પણ અજ્ઞાની લોકો આવી વાર્તાઓમાં આનંદ લઈ શકે છે. અજ્ઞાત પ્રદેશો સંબંધેની માહિતીના અભાવે આવી વાર્તાઓ બાળકોને અતિ પ્રિય લાગે છે. આવી વાર્તાઓમાં જે સઘળું અદ્ભુત છે, જે સઘળું અગમ્ય છે, તેનો લોકદષ્ટિ ને કલ્પનાએ ખુલાસો આપવાનો તેમાં પ્રયત્ન છે. આવી વાર્તાઓને અંગ્રેજી કુદરતની કથાઓ (Nature-myths) કહે છે. ઉંદર- બિલાડીને અને બિલાડીકુતરાને કુદરતી વેર કેમ છે, ચાંદામાં હરણ કેમ દેખાય છે. આકાશ ઊંચે કેમ છે, વીજળી થયા પછી મેઘ કેમ ગાજે છે, વગેરે કુદરતી બનાવોના ખુલાસારૂપે આવે નામે વાર્તાઓ છે. અંગ્રેજીમાં Nature Myths by Shovonadevi નામે આવી જાતની એક ચોપડી પણ છે.

(૩) વનસ્પતિજીવનની વાતો
'''(૩) વનસ્પતિજીવનની વાતો'''
આવી વાતો આપણા લોહસાહિત્યમાં ઘણી થોડી છે. અંગ્રેજી સાહિત્યમાં આવી જાતની વાતો ઘણી મળે છે. લજામણીને અડવાથી તેના પાંદડાં શા માટે નીચે જાય છે એ વાર્તા પણ આવા પ્રકારની છે. અંગ્રેજીમાં એસ્પન ઝાડનાં પાંદડાં શા માટે હલ્યા કરે છે ને પાનખર ઋતુમાં પણ અમુક ઝાડોનાં પાંદડાં શા માટે ખરી પડતાં નથી, વગેરે બાબતોની વાતો છે.

(૪) વારતહેવારોની વાતો
'''(૪) વારતહેવારોની વાતો'''
વારતહેવારની વાતો આપણને ખૂબ જાણીતી છે. બોળચોથની, શીતળા સાતમની, ગણેશ ચોથની વગેરે વાતો આજે પણ આપણે સાંભળીએ છીએ. મી. કિન્કેઈડે તો 'દક્ષિણના ઘરની વાતો' (Deccan Nursery Tales) એ નામનો વારતહેવારની આ વાતોનો એક સંગ્રહ બહાર પાડેલો છે. વારતહેવારે મહારાજો પાસે બેસીને આપણી સ્ત્રીઓ હજૂ પ્રેમપૂર્વક વાતો સાંભળે છે.

(૫) બાળવાર્તાઓ
'''(૫) બાળવાર્તાઓ'''
બાળવાર્તાઓનો પ્રકાર વળી નોખો જ છે. જે વાર્તાઓમાં પ્રધાનપણે બાળકો જ મજા લઈ શકે છે તે વાર્તાઓ બાળવાર્તાઓ છે. સાદી અને ટૂંકી વાર્તાઓ બાળકોને અત્યંત પ્રિય છે. પોતાની આસપાસ બનતા બનાવોનું પ્રતિબિંબ, પશુપક્ષીઓનો વ્યવહાર, ટૂંકાં અને જલદી મૉએ થઈ જાય એવાં ને વારંવાર બેવડાય એવાં જોડકણાં વગેરે બાળવાર્તાનાં લક્ષણો છે. આપણી ભાષામાં આવી વાર્તાઓના સંગ્રહો બહુ થોડા છે. વાર્તાને બાળવાર્તા કહેવાથી તે બાળવર્તા બની જતી નથી. બાળવાર્તાનાં લક્ષણોનો પૂરો ખ્યાલ ન હોવાથી ઘણા લોકો બીજા પ્રકારની વાર્તાઓને ભૂલથી બાળવાર્તા કહી બેસે છે; એથી ચેતવાનું છે.

(૬) કહેવતનું મૂળ બતાવનારી વાતો
'''(૬) કહેવતનું મૂળ બતાવનારી વાતો'''
કેટલીએક એવી વાતો છે કે જે વાતો આપણામાં પ્રચલિત કહેવતોનો રહસ્યાર્થ-તત્ત્વાર્થ આપણા હાથમાં મૂકી આપે છે. જ્યાં સુધી કહેવત સાથી બની તે આપણે જાણીએ નહિ ત્યાં સુધી કહેવતોનો ખરો અર્થ અને તેનો વપરાશ આપણે સમજીએ નહિ.

તમામ કહેવતોનું કંઈક મૂળ તો હોય જ છે. આવી મૂળ બતાવનારી કહેવતોની વાર્તાઓનો એક જુદો જ સંગ્રહ થઈ શકે. આવો એક સંગ્રહ શ્રી ગણેશજી જેઠાભાઈએ બહાર પાડીને લોકસાહિત્ય ઉપર ઉપકાર કર્યો છે. એ સંગ્રહનું નામ 'કૌતુકમાળા' છે. આવી વાર્તાઓ અંગ્રેજી સાહિત્યમાં જોવામાં આવી નથી. ગુજરાતી ભાષાના લોકસાહિત્યની આ એક વિશિષ્ટતા અને તવંગરપણું છે. આવી વાર્તાઓ લોકસાહિત્યની દષ્ટિએ ખાસ અભ્યાસ કરવા યોગ્ય છે. જૂના લોકો કેવા પ્રકારના જીવનમાં ખૂબ રસ લેતા, કેવી જાતની રહેણીકરણી તેમને આકર્ષક લાગતી, તેમની નીતિરીતિની કલ્પના કેવી હતી તેનો સાચો ખ્યાલ આવી વાર્તાઓ આપે છે. કહેવતો સમાજમાનસનું એક બાજુનું એક પ્રકારનું કિંમતી ચિત્ર છે. કહેવતો પોતે જ લોકસાહિત્યનું અંગ છે એટલે કહેવતો સમજાવનારી વાતોની કિંમત અમૂલ્ય છે.

(૭) વિનોદની વાતો અને ચાતુરીની વાતો  
'''(૭) વિનોદની વાતો અને ચાતુરીની વાતો'''
આપણા લોકોનો વિનોદ ચાતુર્યપ્રધાન માલૂમ પડે છે. સમાજની વૈશ્યવૃત્તિને અનુકૂળ ચાતુર્ય અને વિનોદ આવી વાર્તાઓમાં ઠારોઠાર નજરે પડે છે. ઘણા વખતથી ગુલામીમાં સબડતા લોકોમાં ચાતુરીની વાતો જ સાહસની વાતો કરતાં વધારે નીકળી શકે. કોઈથી ઠગાઈ નહિ જવામાં, અને બને તો બીજાને ઠગવામાં લોકોનું વલણ જે વખતે વધી ગયું હશે તે વખતના લોકોના જીવનની સાક્ષીભૂત આવી વિનોદમય ચાતુરીની વાતો છે. એ વાર્તામાં બુદ્ધિકૌશલ્ય છે તેમ મીઠી મજા પણ છે. પણ એ બધા કરતાં એમાં સ્વરક્ષણનો વિચાર વધારે છે. છતાં આવી બુદ્ધિચાતુર્યભરેલી વાતો બહુ જ કુશળ મગજમાંથી નીકળી હોવી જોઈએ. એ વાર્તાનો રચનાર પ્રજાના બુદ્ધિવૈભવ માટે તો આપણે તેને માન આપીએ જ. 'બાદશાહ ને બીરબલ'ની વાતો આવી વાર્તાઓનો ભંડાર છે. 'ટચુકડી સો વાતો' તે બાળવાર્તાઓ નથી પણ ચતુરાઈનો મહિમા ગાનારી વાર્તાઓનો સંગ્રહ છે. એક રીતે 'કૌતકમાળા'ની વાર્તાઓ પણ આવા જ પ્રકારની છે.

(૮) પૌરાણિક વાતો
'''(૮) પૌરાણિક વાતો'''
ખુદ પુરાણની વાતો અને તે ઉપરથી જુદો જુદો વેશબદલો કરીને ચાલતી વાતો પૌરાણિક વાતો કહેવાય. આવી વાર્તાઓનો તોટો નથી. આનો એક સારો એવો સંગ્રહ આવશ્યક છે. આપણાં પુરાણો તો વાર્તાઓની કામધેનુ કે કલ્પવૃક્ષ છે. એમ કહેવામાં ખોટું નથી કે પુરાણો વાર્તાઓનું માહેરઘર છે. ઘણી ઘણી લોકવાર્તાઓ પુરાણોમાંથી ઉદ્ભવેલી છે.

(૯) શૂરાઓની વાતો
'''(૯) શૂરાઓની વાતો'''
કાઠિયાવાડ જેવા અદ્ભુત પહાડી મુલકમાં શૂરાઓની વાતો ન હોય તો બીજે કયાં હોય ? ચાતુરીની વાતો કાઠિયાવાડના વ્યવહારકુશળ વાણિયાના મોંમા જેટલી શોભે છે તેટલી જ આ શૂરાઓની વાતો કાઠિયાવાડના વીરનરોનું ગુણગાન ગાનારા ભાટચારણોને મોઢે શોભે છે. કાઠિયાવાડનો એક એક પાળિયો શૂરાતનની વાત કહી રહ્યો છે. એ શૂરાતનની વાતો આજે પણ ગઢવીઓ પાસે, લડતી વખતે નીકળેલા લોહી જેવી તાજી ને તાજી છે. રજપૂતો એ વાર્તા સાંભળતાં સાંભળતાં આજે પણ પોતાની જૂની તલવારનાં કાતાં ખેંચવા લાગી જાય છે ને બંધાણી ગરાસિયા મૂછે તાલ નાખી ખોંખારી ઊઠે છે. આવી વાર્તાઓનો સંગ્રહ થવાની પૂરી જરૂર છે. કવિતો, દુહાઓને સોરઠાથી ભરપૂર ચારણી ભાષામાં ગોઠવાયેલી વાર્તાઓ તો કાઠિયાવાડને જ વરેલી છે. જેવાં એનાં એક કાળનાં અદ્ભુત પરાક્રમો છે એવી જ એની વાતો છે.

(૧૦) પ્રેમકથાઓ
'''(૧૦) પ્રેમકથાઓ'''
ગુજરાતી ભાષાને પ્રેમકથાઓ તો કાઠિયાવાડે જ આપી છે. દુનિયાના સાહિત્યમાં આ પ્રેમકથાઓ અદ્વિતીય છે. સદેવંત સાવળિંગા અને હલામણ જેઠવો પ્રેમની અદ્ભુત કથાઓ છે. પણ એવી એકબે કથાઓ જ કાઠિયાવાડના લોકસાહિત્યમાં નથી; એવી તો અનેક વાતો છે. કઈ વાર્તાને માન આપવું અને કઈનું અપમાન કરવું એ જ સવાલ છે. શ્રી કહાનજી ધર્મસિંહે કાઠિયાવાડી સાહિત્યનાં બે પુસ્તકો બહાર પાડી એ પ્રેમશૌર્યઅંકિત સાહિત્યની વાનગી ચખાડી છે. કાઠિયાવાડી જવાહિરમાં પણ કાઠિયાવાડની અમૂલ્ય વાર્તાની કણિકાઓ વેરેલી છે. છેલ્લી બહાર પડેલી 'કાઠિયાવાડની જૂની વાર્તાઓ' એ જ સાહિત્યનો મીઠો રસ આપણને ચખાડી રહેલી છે. શ્રી. ધીરસિંહ ગોહિલે આપણને આ અદ્ભુત સાહિત્યની ઠીક ઠીક ઓળખાણ કરાવી છે. એમનામાં નવલકથાકારને બદલે લોકસાહિત્યરસિકની દૃષ્ટિ હોત તો એમનું કામ વધારે દીપી નીકળત. કાઠિયાવાડ એટલે આજનો કાઠિયાવાડ નહિ; રેલવેથી જકડાયેલો કાઠિયાવાડ નહિ. કાઠિયાવાડ એટલે આજના આપણા જેવા વીર્યરહિત જનોનો કાઠિયાવાડ નહિ. એ કાઠિયાવાડ તો આવી કથાઓમાં છે. એ કાઠિયાવાડ વાઘેરોનાં કે મૂળુમાણેક અને બાવાવાળાનાં પરાક્રમોમાં અને શેણી ને ઊજળી ના પ્રેમપ્રવાહમાં છે. કાઠિયાવાડનો ઈતિહાસ આપણે હજી હવે જાણવાનો છે.

(૧૧) ભક્તોની વાતો
'''(૧૧) ભક્તોની વાતો'''
ભક્તોની વાતો ઐતિહાસિક હોવા છતાં તેમાં એવી ચમત્કૃતિઓની ગૂંથણી થયેલી છે કે આ વાર્તાઓ અત્યારે લોકવાર્તાઓના રૂપને જ પામી ગઈ છે. આવી વાર્તાઓનો એક સંગ્રહ ભક્તલીલામૃત અને ભક્તમાળાના ગ્રંથમાં છે. નરસિંહ અને મીરાં, પીપો અને ધનોજી, રોહીદાસ અને લાલો. ને છેવટે મસ્તરામના કાઠિયાવાડમાં ભક્તની વાતોનો પાર નથી. એ વાતો અદ્ભુત હોવાથી જ લોકવાર્તામાં પેસી ગઈ છે; હવે તે નીકળી શકે તેમ નથી.

(૧૨) સતીઓની વાતો
'''(૧૨) સતીઓની વાતો'''
સતીઓની વાતો એટલી બધી પુરાણી છે ને એટલી બધી અદ્ભુત અને સુંદર છે કે તે વાતોને પણ લોકવાર્તાના ક્ષેત્રમાં સ્થાન મળ્યું છે. રાણકદેવી, નાગમતી અને જસમાની વાતોએ તો લોકસાહિત્યના દુહા ને સોરઠાને ઓપ આપેલો છે. આજે પણ રાણકદેવી ને જસમાની વાતો ગુજરાતમાં ઠાર ઠાર ગવાય છે ને કહેવાય છે. હજી પણ ઘણી અજાણ સતીઓના પાળિયા પાતિવ્રત્યના પાવિત્ર્યની અને અબળાના બળની એક એક નવી નવી મોહક વાર્તા કહી રહેલા છે. લોકવાર્તાના સંગ્રહકારોએ એ પાળિયા, એ પગલાં ને એ સતીઓના હાથોને હજી ઘણું ઘણું પૂછવાનું છે.

(૧૩) ઐતિહાસિક દંતકથાઓ અને સ્થાનબદ્ધ કથાઓ
'''(૧૩) ઐતિહાસિક દંતકથાઓ અને સ્થાનબદ્ધ કથાઓ'''
ઇતિહાસની હકીકતની ઓથે લોકસાહિત્યકારો ને કવિઓએ કંઈ કંઈ અદ્ભુત કૃતિઓને જન્મ આપ્યો છે. ગામડાના લોકો ઇતિહાસનું એક પણ પુસ્તક ભણતા નથી છતાં આ દંતકથાઓને લીધે એમને એમના પૂર્વજોનો સારો એવો પરિચય થઈ જાય છે. કાકુની વાત જેટલી રસિક થાય છે તેના કરતાં ધૂંધળીમલ બાવાની વાત લોકોને વધારે ઐતિહાસિક, વધારે તાદશ અને વધારે સાચી લાગે છે. આપણી ભૂમિ હજી પણ એવી છે કે જ્યાં સ્થળે સ્થળે લોકઇતિહાસ લખેલો છે. ચમારડીનો ઈશાળવો એક વાત કહે છે તો વઢવાણની માધાવાવ બીજી વાત કહે છે; ગુંદી- કોળિયાકનાં ખંડેરો ઐતિહાસિક વાર્તાઓ કહે છે તેનાથી વધારે લોકવાર્તાઓ કહે છે. રૂવાપરી માતા એક લોકવાર્તાની દેવી છે; દૂણો બીજી લોકવાર્તાનું સ્થળ છે; ઘોઘા અને પીરમમાં કેટલાયે મોખડાજીની વાતો ચાલે છે; ગિરનાર અને બરડાને પથ્થરે પથ્થરે એક એક સ્થાનબદ્ધ ઐતિહાસિક દંતકથા કોતરેલી છે. પથ્થર ઉપરથી કાગળ ઉપર એ કથાઓ જ્યારે આવશે ત્યારે આપણે તેનો મર્મ સમજશું.

(૧૪) ભૂતપ્રેતની વાતો
'''(૧૪) ભૂતપ્રેતની વાતો'''
રાક્ષસો અને ભૂતપ્રેતની વાતો દરેક દેશના લોકસાહિત્યમાં દેખા દે છે. ગુજરાતનું માનસ પણ ભૂતપ્રેત વિનાનું નથી. ભૂતપ્રેતની વાતો માટે લોકસાહિત્યે પૌરાણિક ધર્મશાસ્ત્રોનો ઉપકાર માનવો ઘટે છે. દરેક ધર્મે પોતાનું બળ સ્વર્ગ અને નર્કની ભાવના ઉપર રચવાનો એક પ્રયત્ન કરેલો છે. એ પ્રયત્નમાંથી આ ભયંકર લોકસાહિત્ય પ્રગટયું છે. બાબરાભૂતને તો આપણા શિષ્ટ સાહિત્યમાં પણ કરણઘેલાએ અમર કર્યો છે. વળાનો મામો, થાનનો બાંડિયો બેલીને એવા ઘણા ભૂતો આજે પણ લોકોની અક્કલને ભમાવી રહ્યા છે. આટલા સુધર્યા છીએ એમ કહેવાનો દાવો કરીએ છીએ; વેદવેદાન્ત ધર્મને માનવાવાળા હોવાનો હક્ક ધરાવીએ છીએ; છતાં આ ભૂતપ્રેતની વાતોમાં માનનાર અને રસ લેનાર જનતાનું માનસ હજી જંગલી પ્રજાના માનસથી ઊંચે ચડયું નથી કે તેના તરફ વિચારભરી આપણી નજર ગઈ નથી એ આશ્ચર્ય જેવું છે. અથવા તો એ બધી યોનિઓને સાબિત કરવા માટે જે વૈજ્ઞાનિક બુદ્ધિબળ ને નીડરતા આપણામાં જોઈએ તેની ખામી આપણે બતાવી આપી છે.

(૧૫) કૌટુંબિક વાતો
'''(૧૫) કૌટુંબિક વાતો'''
આવી વાર્તાઓનો આપણા સાહિત્યમાં પાર નથી. એ વાર્તાઓમાં આપણે સંયુક્ત કુટુંબજીવનની કડવીમીઠી છાયા ભારોભાર છે. ઉપરથી સ્વાતંત્ર્ય ને સુધારાનાં કપડાં પહેર્યા છે. છતાં કુટુંબની સ્થિતિ અને વિચારસરણીમાં કશો મહત્ત્વનો ફેર નથી પડયો, એ વાત આ વાર્તાઓના અદ્યાપિ પર્યંતના સ્વીકારથી સાબિત થાય છે. આજે તો કુટુંબજીવનનું સુખ ગયું છે અને વ્યક્તિગત જીવનના નવા પ્રયોગોને પૂરી નિષ્ફળતા મળી છે. એમ આજનું લોકજીવન આપણને કહી રહ્યું છે. આવી વાર્તાઓના સંગ્રહ વધારે ઉપયોગી છે કારણ કે એથી જ આપણે આપણા જીવનને વધારે ઓળખશું ને આપણી વર્તમાન સ્થિતિથી ચોંકી ઊઠશું.

(૧૬) કામણટૂમણની વાતો
'''(૧૬) કામણટૂમણની વાતો'''
એમ કહેવાય છે કે કામણકૂટણ કે જાદુમંતરની વાતો કામરુ દેશમાંથી આવી છે. ગમે તેમ હો, પરંતુ આપણી બાજુના ધોળાં કપડાંવાળા ગોરજીઓને અને કામણટૂમણને સારો એવો સંબંધ છે. ગોરજીઓ અને કામણટૂમણને લગતી વાતો મેં નાનપણમાં સાંભળ્યાનું મને સારી પેઠે યાદ આવે છે. પણ આ કામણકૂટણની વાતો અરેબિયન નાઈટ્સમાં કહેલી જાદુમંતરની વાતો જેવી નથી; એટલી બધી આ વાર્તાઓ અદ્ભુત પણ નથી. કદાચ આ વાર્તાઓ અરેબિયન નાઈટ્સની વાર્તાઓ કરતાં વધારે સાચી છે એટલું માની શકાય છે. વળી આ વાર્તાઓ યુરોપિયન દેશોની જાદુની વાતોથી પણ એટલી જ નિરાળી છે. આ વાર્તાઓનો જન્મ આપણે ત્યાંના ગોરાજીઓ અને બીજાઓ જેઓ પ્રેતવિદ્યા અને બીજી વશીકરણવિદ્યા જાણે છે ને જેઓ તેનો દુરુપયોગ કરે છે તેમાંથી થયેલો છે. આવી વાર્તાઓ હવે બહુ થોડી સાંભળવામાં આવે છે.

(૧૭) લોકવાર્તાઓ
'''(૧૭) લોકવાર્તાઓ'''
ઉપર લખી બધી જાતની વાર્તાઓ એક રીતે લોકવાર્તાઓ જ છે. છતાં જે વાર્તાઓ ઉપલા પ્રકારમાં સામાન્ય રીતે નથી આવતી તે વાર્તાઓને લોકવાર્તાના વિભાગમાં મૂકવામાં હરકત નથી. બધી લોકવાર્તાઓ અનેક રસે ભરપૂર છે, અનેક રંગે રંગેલી છે અને લોકજીવનને અનેક રીતે ચીતરનારી છે. દેશ દેશની અને પ્રાંત પ્રાંતની લોકવાર્તાઓ દેશ દેશના અને પ્રાંત પ્રાંતના માણસોની ખાસિયતોની પેઠે જુદી જુદી છે. પંજાબની, બંગાળની અને હિન્દુસ્તાનની લોકવાર્તાઓ અને ગુજરાતની લોકવાર્તાઓમાં કયાંઈ કયાંઈ સામ્ય જણાય છે, જ્યારે મલાયન લોકવાર્તા અને ગુજરાતની લોકવાર્તાની વચ્ચે મેળ ખાતો નથી.

હવે થોડુંએક લોકવાર્તાઓ એકઠી કરનારા દૃષ્ટિબિંદુ સંબંધે. લોકસાહિત્ય ઉપર જણાવ્યા પ્રમાણે છૂટે હાથે જ્યાં ત્યાં વેરાયેલું છે છતાં તેને એકઠું કરવાનું કામ ઘણું મુશ્કેલ છે. આજે લોકસાહિત્યના ભંડારીઓ અને એના સંગ્રહકર્તાઓની વચ્ચે કૃત્રિમ અંતર ઘણું પડી ગયેલું છે. ભંડારીઓ માની બેઠા છે કે હવે તેમના દિવસો ગયા છે, સમાજમાં તેમને પદવી નથી ને તેમનું જ્ઞાન સમાજને નિરુપયોગી છે. સંગ્રહકર્તાઓ પણ એવું જ માને છે કે પોતાનો વર્ગ વધારે વિદ્વાન છે, વધારે સમજદાર છે ને ભંડારીવર્ગ જેવા અજ્ઞાનવર્ગ પાસેથી લોકસાહિત્ય જેવી કિંમતી વસ્તુ પહેલી તકે લઈ લેવાની તેમની ફરજ છે. સંગ્રહકર્તાઓ હંમેશ વિદ્વાનવર્ગના અથવા અધિકારી વર્ગના હોવાથી ઉભય વર્ગ સંગ્રહના કાર્યમાં લગભગ નિષ્ફળ જાય છે; ને જ્યાં કંઈ થોડી ઘણી સફળતા મળે છે ત્યાં સાહિત્યભંડારનાં ખરાં રત્નોની શોધની નહિ પણ ખોટાં અને કાચનાં રત્નોની શોધની. આથી જે બહિર દેખાવ ને રીતભાતથી ગામડિયા લોકો, વૃદ્ધજનો ને અશિક્ષિત સ્ત્રીપુરુષોને આપણે સુધરેલા લાગીએ છીએ, અને જે કારણથી એ લોકો એમ માની બેસે છે કે ભણેલાઓ તો આપણને હરહંમેશ દરેક બહાને બનાવવાની તક લે છે, તે બહિર દેખાવ, શિપ્ટ રીતભાત અને તે સઘળાં કારણોનો ત્યાગ કરી આપણે એમની નજરે એમની જેવા જ દેખાવું જોઈએ. તેમ જ આપણો ઉદ્દેશ એમને સમજવાનો, એમની કદર કરવાનો અને એમને આપણી સાથે લેવાનો છે એમ એમને સ્પષ્ટતાથી દેખાઈ આવવું જોઈએ. દ્રવ્યબળથી, હોદ્દાથી અથવા કોઈ અન્ય યુક્તિથી આપણે એમના હૃદયભંડારો પૂરેપૂરા ઉઘાડી શકશું નહિ અથવા તો ખરી આત્મા પિછાની શકશું નહિ. જ્યારે આપણે એમના જીવનમાં રસ અને આનંદ લેતા એમને દેખાઈશું, અને એમની નજરે એમના જેવા જ સ્વાભાવિક અને સરળ લાગશું તે વખતે એમનો લોકસાહિત્યનો ભંડાર આપણી સમક્ષ આપોઆપ ખૂલી જશે; ત્યારે જ આપણે લોકસાહિત્યની સમૃદ્ધિની પૂરી પ્રાપ્તિ કરી શકીશું. આટલું કરવા માટે આપણી મોટપનું અભિમાન આપણે છોડવું પડશે. આપણે આપણાં દીવાનખાનાં, ઓફિસો અને કલબો છોડી ચોરે, ભરવાડના નેસમાં અથવા પાણી પાતા સાથીની પાસે બેસવું પડશે, બાળરમતો ખેલતાં બાળકોની રમતોમાં આપણને રસ આવવો જોઈશે, ને રાતે રાસડા લલકારતી લલનાઓનાં ગીતો સાંભળવા આપણા કાન લંબાવવા પડશે; વૃદ્ધ માજીઓ પાસે જઈને આપણે બેસવું પડશે, તેમના જૂના તારને અડકવું પડશે ને પછી તેમાંથી થતા રણકારની ભાષાને નોંધવી પડશે. પરંતુ કાને કલમ ખોસી, નાકે ચશ્માં ભરાવી લોકસાહિત્ય એકઠું કરવા જઈશું તો કોઈ એક અક્ષરે નહિ આપે. એ તો નાનાં છોકરાંઓને જમાવીને એક વાર્તા કહેશો તો તેઓ સામે દસ વાર્તાઓ કહેશે; એકામાં બેઠા બેઠા એક દુહો લલકારશો તો એકાવાળાની દુહાની નદી આપોઆપ વહેવા લાગશે. જે કોઈ ભંડારી લોકસાહિત્યનો તમારો પ્રેમ એકવાર જાણશે તે તો પોતાનું હૃદય ચોરશે નહિ. ભણેલા લોકોમાંના જે લોકો સમાજના પરિચયમાં વધારે આવે છે તે લોકો લોકસાહિત્ય એકઠું કરવામાં સારી મદદ કરી શકે. ગામડાના વૈદો, મહેતાજીઓ, કોટવાળો કે ગામોટો આ કામમાં ઘણા ઉપયોગી છે. સ્વ. રણજિતરામભાઈએ મહેતાજીઓનો સારો ઉપયોગ કર્યો હતો. સારી રીત એ છે કે સંગ્રાહકોએ જે લોકોનું સાહિત્ય એકઠું કરવું હોય તેમની સાથે અમુક વખત એકઠા રહેવું જોઈએ. લોકજીવનના પ્રસંગે પ્રસંગે તેમને લોકસાહિત્ય આપોઆપ મળી જશે. પણ તેમ ન બને ત્યાં તો ઉપર કહેલા પરિચિત માણસો મારફતે લોકસાહિત્યના ભંડારીઓને મળવાનું છે. એવા માણસો ભજન- મંડળીમાં, મેળામાં, માતાજીના મઠમાં, રાંદલની માંડવી આગળ, શીતળામાની દેરીએ, ગામને ગોંદરે, ચરમાળિયા પાસે, ધણમાં કે નેસમાં ખીલે છે. અશિક્ષિત સ્ત્રીઓ પાસેથી લોકસાહિત્યનાં રત્નો લેવાનું કામ અતિ મુશ્કેલ છે. સ્ત્રીસુલભ સ્વભાવને લીધે તેઓ આપણી પાસે વાર્તા કહેવા કે ગાવા નહિ બેસે. પણ અજવાળી રાતે જ્યારે લોકગીતની રેલ રેલાય ત્યારે દૂર બેઠાં બેઠાં એમાં પુણ્યસ્નાન કરવાની કોઈને મના નથી. આપ્ત સ્ત્રીજનો આવા કામમાં વધારે સારી મદદ કરી શકે. અને એમાં એવું પણ છે કે જો એકવાર આવા શરમાળ વર્ગને પણ લાગે કે તમારો ઉદ્દેશ નિર્મળ છે તો તેઓ લાંબે વખતે પોતે જ સંકોચ છોડી તમારી પાસે પોતાનું હૃદય ખુલ્લું કરે પણ ખરા. અજ્ઞાની લોકો તરફ ખૂબ મમતા અને પ્રેમ બતાવવાથી તેઓ પોતાનું હૃદ્ગત કહેવાના જ. તેમને એટલી ખાતરી થવી જોઈએ કે આપણે તેમને હસી કાઢતા નથી અથવા આપણો ઉદ્દેશ તેમને કે તેમના સાહિત્યને બદનામ કરવાનો નથી આવા લોકો ઈનામને વશ થઈને લોકસાહિત્ય આપશે એવું માનવાની ભૂલ કદી કરવી નહિ. તેમ જ અધિકારબળે મળેલું લોકસાહિત્ય કેટલું સાચું છે તે પણ વિચારવા જેવું છે. સારો અને સાચો બદલો તો એ લોકોની પ્રેમપૂર્વક કદર એ જ છે; અને તે જ સાધન આપણે વાપરવું જોઈએ.

17,546

edits