ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/કનૈયાલાલ માણેકલાલ મુનશી: Difference between revisions

+1
No edit summary
(+1)
 
Line 2: Line 2:
{{Heading|વાર્તાકાર : કનૈયાલાલ મુનશી|ગુણવંત વ્યાસ }}

[[File:File:Kanaiyalal Munshi 27.png|right|200px]]
[[File:Kanaiyalal Munshi 27.png|right|200px]]
{{Poem2Open}}
{{Poem2Open}}
વાર્તાલેખનથી જ સાહિત્યિક કારકિર્દીનો આરંભ કરતા કનૈયાલાલ મુનશી નવલક્થાકાર તરીકે વિશેષ પ્રસિદ્વ થયા. નવલકથા ઉપરાંત નાટકોથી પણ લોકોનાં હૃદય પર રાજ કરનાર મુનશી ગાંધીયુગના યશસ્વી અને અનોખા સર્જક છે!

Line 18: Line 18:
{{Poem2Close}}
{{Poem2Close}}
<center>
<center>
[[File:Mhari Kamala by K M Munshi - Book Cover.png|200px]][[File:Munshi Grathavali -1 - Book Cover.png|thumb|200px]]
[[File:Mhari Kamala by K M Munshi - Book Cover.png|200px]][[File:Munshi Grathavali -1 - Book Cover.png|200px]]
</center>
</center>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 24: Line 24:
સંગ્રહને જે વાર્તાનું શીર્ષક મળ્યું છે એ ‘મારી કમલા’ પ્રથમ પુરુષ એકવચનમાં કથકને મુખે રજૂ થઈ છે. વાર્તા વાંચતાં તમને આ જ લેખકનું નાટક ‘કાકાની શશી’ જરૂર યાદ આવે. બન્નેમાં આશ્રિત તરફનું આકર્ષણ કેન્દ્રમાં છે. અહીં વાર્તાનાયક/કથકની બદનસીબીની વાત છે. મનુષ્યજીવનમાં સુખ માત્ર આભાસ છે; દુઃખ જ સનાતન છે એ કહેવા જ જાણે કે આ વાર્તા લખાઈ હોય તેમ નાયકને આરંભથી જ બદનસીબ આલેખ્યો છે. યુવાન થતાં સુધીમાં દુઃખ-દર્દ-પીડા-એકલતા જ જેણે જોઈ છે એના જીવનમાં સ્વપ્નસમી ‘કમલા’ પ્રવેશે છે. કથકની આશ્રિત કમલાની મા કમલાને આઠ વર્ષની છોડીને કોઈ રાજપૂત જોડે નાસી જાય છે. કથક કમલાને મોટી કરે, આકર્ષાય ને પ્રેમ થતાં પરણી પણ બેસે! ‘સુખ’ની વ્યાખ્યા ને ‘જીવન’નો અર્થ સમજાતો લાગે ત્યાં જ ભાગી ગયેલી કમલાની મા ફરી પાછી આવે! મા-ના કહ્યામાં ને પ્રભાવમાં પતિ તરફ દુર્લક્ષ સેવતી થયેલી કમલાના દુર્વ્યવહારથી દૂર બદલી કરાવી લેતો નાયક કમલાની માના મૃત્યુ થયાના સમાચારે પરત આવે, પણ કમલાના અપમાનજનક વ્યવહારમાં કશો જ ફરક ન જોતાં વ્યથિત થતો પોતાના દુર્ભાગ્યને કોસે. ક્ષયની બીમારીમાં સંપડાયેલી કૃશ ને દુર્બળ કમલા અંતે પશ્ચાત્તાપ અનુભવતી દેહ છોડે ને નાયક ફરી સનાતન એકલતાનો અનુભવ કરે.

સ્વરૂપ-સંદર્ભ જોશો તો સર્જકનો વાર્તાપ્રપંચ તમે તરત પકડી શક્શો. નાયકની અનંત-અનહદ-અમાપ દુર્દશાને સનાતન બતાવવા પ્રારંભે એના મા-બાપનાં ને અંતે કમલાના મૃત્યુની ઘટના પસંદ કરે; કમલાની માનું પાત્ર નિર્મે; એને નાયકના દામ્પત્યજીવનમાં દખલગીરી કરતી આલેખાય, કમલાને માના પ્રભાવ તળે વર્તન કરતી આલેખાય વગેરે આયોજનબદ્ધ વાર્તાપ્રપંચ બની રહે! તત્સમ, તેમ અરબી-ફારક્ષી શબ્દસમૃદ્ધિ તત્કાલીન સમય-સંદર્ભ રચી આપે. ‘અમે પરણ્યાં, પછી સુખમાં શું પૂછવું?’, ‘પ્રેમ મળ્યે પરવા શાની?’, ‘માણસ અન્યાય ક્યાં સુધી ખમી શકે?’, ‘આમ ક્યાં સુધી ચાલે?’, ‘કોને દુશ્મન ગણું?’ જેવા પ્રશ્નોની ભરચકતા શૈલીની ભાત રચે. સ્ત્રીનાં બદલાતાં રૂપનો, અકળ વ્યક્તિત્વનો આલેખ રજૂ કરતી આ વાર્તાને નરસિંહરાવ દિવેટિયાએ હરખથી આવકારેલી, પણ વાતોમાં ઊર્મિનો અતિરેક આત્યંતિક રંજકતામાં પરિણમતાં કારુણ્યનો જોઈએ તેવો સંસ્પર્શ કરાવી શકતા નથી.

‘એક સાધારણ અનુભવ’ વ્યંગપ્રધાન વાર્તા છે. આ કથા પણ કથકના મુખે કહેવાઈ છે. ‘એક સાધારણ અનુભવ’ અહીં કથક માટે ‘એક અ-સાધારણ અનુભવ’ બની રહે છે. કથક અને તેનો મિત્ર રઘુનંદન પ્રારંભે આદર્શવાદી, સિદ્ધાંતવાદી અને બહુઆયામી વ્યક્તિત્વો ધરાવતા સ્વપ્નિલ યુવાનો છે. વિદ્યા અને અભ્યાસથી જ સમાજ અને રાષ્ટ્ર સુધરી શકે; એ માટે કંઈક કરી છૂટવાના ધખારાવાળા આ બે તેજસ્વી યુવકો સમયાંતરે જુદા પડે છે; પણ જ્યારે મળે છે ત્યારે રઘુનંદનનું બદલાયેલું, અર્થોપાસનાથી અંજાયેલું ભૌતિકવાદી માનસ કથકને આઘાત આપે છે. આ આઘાત જ વાર્તાનું કેન્દ્રબિંદુ છે. સ્થૂલ સુખોને ઇષ્ટ માનતા મિત્રનું ચારિત્ર્ય-અધઃપતન કથકને પીડે છે. મુંબઈના શ્રીમંત શેઠની એકની એક છોકરી સાથેના લગ્ન પછી મિત્રમાં પ્રવેશી ગયેલી શઠતા જે રીતે મિત્રના ઠંડાગાર અને હાસ્યમિશ્રિત, પ્રતિભાવોથી વ્યક્ત થઈ છે એ નાયકને આંચકો આપવા જ તો આલેખાઈ છે! પોતાના જૂના મિત્રને મળવા જતો કથક મિત્રને મળવા છતાં મળી શકતો નથી; પણ સંપત્તિથી છકેલા સંવેદનહીન પૂતળાને જાણે મળે છે! વિદ્યાકાળે સ્નેહ-સમર્પિત પ્રિયતમાને છોડી દેતો મિત્ર એના મરવાના સમાચારે પણ દુઃખી ન થતો આલિશાન મહેલમાં કૂતરી બીમાર પડ્યે બેબાકળો બની બેસે એ જોઈને વિદ્યાકાળનો પ્રગતિવાદી વિચારક ગુમાઈ ચૂક્યો છે; લક્ષ્મી આગળ સરસ્વતી ઝાંખી પડી છે એવો અનુભવ કથકને થાય છે! મિત્રની દંભી વાણી, સંપત્તિનો દેખાડો ને નફફટ હાસ્યથી ગૂંગળાઈને ઘર તરફ ભાગતો કથક વાર્તાન્તે ભર્તૃહરિનો શ્લોક યાદ કરે છે : ‘કકાવિહીનઃ સાક્ષાત પશુઃ |’ મુનશીને જાણે આજનો વાસ્તવ રજૂ કર્યો હોય તેવી તાજપ અનુભવાય છે! સર્જકને પારગામી આથી જ કહ્યો છે!

‘કોકિલા’નો કથક – નામે કિશોરલાલ – પણ એક અસાધારણ અનુભવ સ્વમુખે કથે છે, જેની નાયિકા કોકિલા છે! પત્નીના અવસાને વિષાદગ્રસ્ત કથક બેચેની દૂર કરવા સ્થળફેર માટે પાવાગઢ જાય; ત્યાં દુનિયાથી દૂર, પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે સ્વર્ગીય અપ્સરાસમી, ખુદમાં જ ગરકાવ રહેતી કોકિલા મળે. એ તરફ આકર્ષાતો કથક વાર્તાલાપ કરતાં પ્રેમાલાપનાં સપનાં જોતો થાય, ને અવકાશ મળતાં જ લગ્નનો પ્રસ્તાવ પણ મૂકી બેસે! પણ, એકાંતપ્રિય, સ્વ-માં જ રમમાણ, આંતરમુખી કોકિલા પૂર્વજીવનના કડવા સ્વાનુભવને આગળ કરી, પ્રસ્તાવનો ઇનકાર કરે! પૂર્વજીવનમાં આકર્ષાયેલા યુવકની પૌરુષીય માનસિકતા અને સ્ત્રીને ગુલામડી માનવાની વૃત્તિથી વ્યથિત કોકિલા પીડાને કાયમ પાલવે બાંધી, સ્ત્રીની અવદશાની ઉપાધિમાં ગળતી-ઝળતી જાય ને અંતે એ જ વ્યાધિમાં મૃત્યુ પામે! કોકિલાના લગ્નવિષયક વિચારો ન્હાનાલાલના સ્નેહલગ્ન- લગ્નસ્નેહની ભાવનાને પ્રત્યક્ષ કરાવે; તો, પૂર્વ પ્રેમી સાથેના અનુભવોને આધારે અનાયાસ આલેખાતો નારી તરફી પક્ષપાત વાર્તાને નારીવાદ પૂર્વના નારીવાદી વિચારોની પ્રભાવકતા સિદ્ધ કરે! તત્સમ બાની, કેકિલાના રૂપવર્ણનનું લાલિત્ય, કથકનું પુરુષસહજ આકર્ષણ (જે એમની ઘણી વાર્તામાં પ્રભાવક બનતું વાર્તાનું ચાલકળથી બને છે!) અને અનેક શબ્દદ્વયો/સામાસિકો તત્કાલીન વાર્તા-વિષય ને શૈલીનો પ્રભાવ ચીંધે છે.  

‘મારો ઉપયોગ’માં પ્રેમવાંછુ સ્ત્રી વિરુદ્ધે વ્યવસાયવ્યસ્ત કુંઠિત પુરુષના કથાવસ્તુ દ્વારા કજોડા દામ્પત્યજીવનના પ્રશ્નને સપાટી પર લાવવામાં આવ્યો છે. પ્રથમ પુરુષ એકવચનની કથનરીતિએ આલેખાતી આ વાર્તા વિશેષ તો વ્યંગ્યપ્રધાન છે! ‘એક સાધારણ અનુભવ’ની જેમ અહીં પણ બે સહાધ્યાયી મિત્રોના પૂર્વ અને વર્તમાન-જીવનની વાત દ્વારા કથકના મિત્રની બદલાયેલી પ્રકૃતિનો આલેખ રજૂ થયો છે! પૂર્વેની વાર્તામાં સંપત્તિથી અંજાતા મિત્રનું બદલાયેલું રૂપ કથકના આઘાતનું નિમિત્ત બને છે, અહીં, મિત્રનું વધુ રૂઢ ને ગૂઢ બનતું વ્યક્તિત્વ કથકના આશ્ચર્યનું નિમિત્ત બને છે! ભણ્યા બાદ છૂટા પડતા બે મિત્રો ત્રણેક વર્ષ બાદ ફરી મળે છે! કથક મિત્ર રમણિકને મળવા એમના ઘરે જાય છે. પ્રોફેસર મિત્રનું વેદિયાપણું, પુસ્તક પ્રત્યેની અનહદ ચાહત, નરી ને નકરી અભ્યાસમયતાને કારણે નિરસ બનતું/બની ગયેલું દામ્પત્યજીવન વાર્તાનો વિષય છે. મિત્રના જીવનમાં પ્રવેશી ગયેલી શુષ્ક યાંત્રિકતા દર્શાવવા તેને દિવસ-રાત અભ્યાસખંડમાં જ રત બતાવ્યો છે. સમગ્ર વાર્તામાં એને ‘પ્રોફેસર’ તરીકે સંબોધીને ધાર્યો વ્યંગ પણ કર્યો છે. તત્ત્વજ્ઞાની ચશ્માંથી વિદ્યાના વ્યસનને પોષતા પ્રોફેસરનું સામાજિક અજ્ઞાન. દામ્પત્યજીવનને કસોટીએ ચડાવે છે. એની વિરુદ્ધે પ્રોફેસરની પત્ની અનસૂયાનું રસિક-રંગીન જીવન જે રીતે નિરસ બનતું આલેખાયું છે એ જોતાં સુન્દરમ્‌ની ‘નાગરિકા’નું સ્મરણ થઈ આવે છે! રસિક અનસૂયાનું છતે પતિએ એકલવાયું જીવન કથકના આગમને થોડું ગતિશીલ, થોડું પ્રાણવાન બને છે! નાટક જોવામાં પણ નિરસ પ્રોફેસર પત્નીને મિત્ર સાથે નાટક જોવા મોકલ્યા પછી પ્રોફેસરના વર્તનમાં આવતું પરિવર્તન સુજ્ઞ ભાવક જો પકડી શકે તો અંતને આસાનીથી ઉકેલી શકે! વાર્તાનો ઉત્તરાર્ધ થોડો રહસ્યમય બનતો વાચકને પણ વિચારતા કરે! પતિની નાજુક તબિયતનું બહાનું ઊભું કરી, કથકને દવા લેવા મોકલતી અનસૂયા ગુમ થયાની – ભાગી ગયાની શંકાએ પાગલ જેવો બની જતો પ્રોફેસર ગ્રંથાલયનાં પુસ્તકોને વેર-વિખેર કરી, પાનાં ફાડી, અસ્તવ્યસ્ત ઓરડા વચ્ચે પ્રલાપોમાં સરી પડે! પોતાને મૂર્ખ, જાનવર, ગધેડો ગણાવી પત્નીને ન સમજી શક્યાનો અફસોસ વ્યક્ત કરતો તે, અનસૂયા મિત્ર રમણિક સાથે ભાગી ગયાની શંકાએ, પાગલ જેવો બનતો જાતને કોસે. ઘરમાં શોધખોળ દરમિયાન બે પત્રો મળે! એક, ટાઇપ કરેલો – ‘તારા મિત્રથી ચેત. તારી બૈરીને સુખ નહીં આપશે તો દુઃખી થશે.’ –  એટલા જ લખાણવાળો; ને બીજો અનસૂયાનો – ‘છેલ્લી સલામ!’-વાળો! પહેલાં તો, અનસૂયા મિત્ર રમણિક સાથે ભાગી ગઈ હોવાનો ‘ભરોસો’(!) ને, દવા લઈને આવેલા મિત્રને જોતાં જ ‘આત્મઘાત કર્યો હોવાનો ડર’ વાચકને પણ ડરાવી દે છે! કરુણ અંત તરફ ધસતી વાર્તા ઓચિંતી જ – કબાટ પાછળથી પ્રગટતી, ખડખડાટ હસતી ને પ્રોફેસરને ગળે વીંટળાતી અનસૂયાથી – રસપલટો કરતી, હળવાશમાં સરી જાય છે! ‘કોણ, અનસૂયા?’ – ફાટેલા ઘાંટાથી રડતા, હસતા પ્રોફેસરે પૂછ્યું. અનસૂયાએ જવાબ દીધો નહીં. ધીમેધીમે ડરતા હોય તેમ પ્રોફેસરે આંખ પરના સુકોમળ હાથ તપાસ્યા – તે હસી પડ્યા!” – એ વિધાન સાથે વાર્તા પૂરી થવી જોઈતી હતી; પણ હજુ એક આખું પાનું લખવાનો મોહ જતો ન કરી શકનાર મુનશી વાર્તાને વણસાડી દે છે! વાર્તાને અંતે પુસ્તકરત પ્રોફેસરમાં આવેલો બદલાવ આકસ્મિક અને આયાસી લાગે. આ ઘટના પછી ખોવાયેલા ‘પોફેસર’ને ખોળતાં શિષ્યોનું કથન જરૂર હાસ્ય જન્માવે. કથકને પેટના દુઃખાવાની દવાનું પ્રિસ્ક્રીપ્શન પકડાવતી અનસૂયા ઘણી હોશિયાર જણાય, પ્રિસ્ક્રીપ્શનમાં પેટના દુખાવાની નહીં, પણ ‘ડિસ્પેપ્શિયા’ની દવા લખી હોવાનું કહેતો કેમિસ્ટ, અનસૂયાએ બતાવેલી દવાની દુકાન નજીકમાં ક્યાંય ન હોવાનું રહસ્ય વગેરે ભાવકના ચિત્તમાં અવનવાં વમળો સર્જવા પર્યાપ્ત છે. ‘મારો ઉપયોગ’ શીર્ષકનો ધ્વનિ વાર્તાન્તે પકડાય. અંતે ‘ખાધું, પીધું ને રાજ કર્યું’-ના ભાવ સાથે વાર્તા સુખાન્તને વળે!

Line 62: Line 62:
ગમે તેમ, મુનશીની વાર્તાઓનું વસ્તુ-બાહુલ્ય, અગંભીર શૈલી, ઊર્મિમાંદ્ય અને અતિરંજક તત્ત્વો, ઠઠ્ઠાચિત્ર બનતાં પાત્રો, કથાવ્યાપ, લોકભોગ્ય વિષયો અને લેખ કે નિબંધની કોટિએ અટકી જતાં કથાનકો જેવા દોષ બતાવ્યા પછી પણ વાસ્તવકેન્દ્રી અભિગમ, નરવી રમૂજવૃત્તિ, માર્મિક આલેખનો, પાત્ર અને પરિવેશચિત્રણની અસરકારિતા, આલંકારિક વર્ણનો, સમુચિત કથનપ્રયુક્તિ જેવા ગુણવિશેષોથી એ યાદગાર બની શકે તેટલી સમર્થ જરૂર છે. વાર્તાના ઉગમકાળનું મુનશીનું આ સાહસ વાર્તાના ઇતિહાસમાં અનિવાર્યપણે ઉલ્લેખનીય બની રહે એવું સર્જન જરૂર બન્યું છે એ નિર્વિવાદ છે.

{{right|ગુણવંત વ્યાસ}}
{{right|ગુણવંત વ્યાસ}}<br>
{{right|મો. ૯૪૨૬૩ ૧૭૯૧૩}}
{{right|મો. ૯૪૨૬૩ ૧૭૯૧૩}}
<br>
<br>