ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/રામચન્દ્ર પટેલ: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
Line 13: Line 13:
{{Poem2Open}}
{{Poem2Open}}
‘સ્થળાંતર’ (૧૯૯૬)માં ૧૮ વાર્તાઓ (કુલ પૃષ્ઠ ૧૬૪) છે.  સુરેશ જોષીને સંગ્રહ અર્પણ કરેલ છે. સંગ્રહની શરૂઆતમાં ‘કળશ’ નામે પ્રસ્તાવનામાં વાર્તા ક્યારે, કેવી રીતે આવી એ તેમ જ સર્જન પ્રક્રિયામાં જે સર્જક મિત્રોએ પ્રોત્સાહન પૂરું પાડ્યું તેમનો અને જે સામયિકમાં વાર્તાઓ પ્રકાશિત થયેલી છે તેમનો આભાર માન્યો છે.  

સંગ્રહની પ્રથમ વાર્તા ‘રખોપો’માં અજાણ્યો પુરુષ નાયકને આવકારે છે. નાયકને વાતો કરતાં ખબર પડે છે કે આ પુરુષ રખોપો છે. તેમ જ વન પાંદડાં ખાઈને જીવે છે. નાયક જરીપુરાણા કિલ્લા-મહેલના સ્થાપત્યને માણતાં રખોપા પાસેથી જાણે છે કે, ‘પાટણની રાજકુંવરી દિલ્હીના ઊલુંકખા પાસેથી છટકી વન્યદેવના પોકાર કરતી આ ગઢના પેટાળમાં ઊતરી પડી જે બહાર નીકળી નથી.’ જિજ્ઞાસુ નાયક બંધ ઓરડાનું તાળું ખોલતાં અંદર પેલો રખોપો દેખાય છે. નાયક નક્કી નથી કરી શકતો કે ભોંયરું, દાદર, બારી, જાળી કશુંય ન હોવા છતાં રખોપો અંદર ક્યાંથી આવ્યો? નાયક દોડતો બહાર આવી જુએ છે તો રખોપાને પાસે છોડેલી વસ્તુઓ અને સન્નાટા સિવાય કશું નથી. વાર્તામાં રહસ્ય બરાબર ઘૂંટાય છે.  

‘શ્રીફળ’ વાર્તા તેમની ‘અમૃતકુંભ’ અને ‘મેરુયજ્ઞ’ નવલકથાનું કથાવસ્તુ સાથે સામ્ય ધરાવે છે. નાયક પોતાની અનુકૂળ પરિસ્થિતિ તેમજ જવાબદારી સમજી ગામને વિકટ પરિસ્થિતિમાંથી ઉગારવાના ભગીરથ કાર્ય માટે અગ્રેસર થાય છે. મેરુ પર્વતના શિખર પર શ્રીફળ ચડાવવા જતાં રસ્તામાં બે નાગાં વનબાળ અને રીંછનો ભેટો થાય છે. રીંછ વાસનાના પ્રતીક રૂપે આવે છે. જે નાયકને ભરડામાં લેવા માંગે છે. નાયક શિખરની નજીક આવતા મન વિકારોથી ભરાવા માંડે છે. પગ લપસતાં નાયક ગબડે છે અને શ્રીફળ છટકી જાય છે. સદ્‌ ઉપર અસદ્‌નો વિજય તેમ જ આત્મશુદ્ધિ વિના આચરેલું કાર્ય પૂર્ણતા પામે નહીં તે સ્પષ્ટ જોઈ શકાય છે. ‘તરસ’ વાર્તા પણ ‘સ્વર્ગનો અગ્નિ’ નવલકથાના વસ્તુ સાથે સામ્ય ધરાવે છે. ગરમીમાં શેકાતો નાયક પીપળા નીચે ઘોડો બાંધી બિહામણી વાવમાં પાણી પીવા ઊતરે છે. ત્યાં નાગ આડો ઊતરી પોલાણમાં પેસે છે. નાયકને દેવચકલી અપ્સરાના શિલ્પ પર બેસતાં મૂર્તિ સજીવ તેમ જ ભાવવિભોર દેખાય છે. નાયક આકર્ષાય છે. ઓચિંતો તેનો ભાલો કોઈક વાવમાં પાડે છે અને ખબર પડે છે કે વાવ પાણી વિનાની છે. અપ્સરાના શિલ્પની જગ્યાએ નાગ દેખાય છે. વાવમાંથી દોડતી પગથિયાં ચડતી વણઝારાની કન્યા પાછળ દોટ મૂકતાં નાયક છેલ્લું પગથિયું ચડતાં પ્રવેશદ્વારે ફસડાય પડે છે. નાયકની તરસ પેટ (શરીર) કરતાં હૈયાની વધારે છે. પ્રેમઝંખનામાં નાયક મૃગતૃષ્ણામાં હાંફતા હરણની જેમ સતત હાંફતો ઝંખનામય રહી જાય છે પૂર્ણતા કે પ્રાપ્તિ વિનાનો.  

‘સુવર્ણકન્યા’ વાર્તામાં દાંપત્ય જીવનનો મહિમા કરનાર નાયક પ્રેમિકાને મળવા ઉત્સુક છે. વતનમાં પાછો ફરે છે ત્યારે ગામ ઘર એની સાચી ઓળખ ગુમાવી બેસે છે. નાયક કોઈ સુવર્ણકન્યા સાથે મનોમન સંબંધ બાંધી બેસે છે. જ્યારે નાયકને ખબર પડે છે કે આ ભ્રમ છે ત્યારે તે પ્રકૃતિની સભરતા અને પ્રેમના ખાલીપા વચ્ચે રહેંસાય છે. નાયક આવા સમયે સુરતાને બૂમ પાડે છે. આ બૂમ માત્ર હવામાં જ રહી જાય છે. વાર્તાના અંતે સુરતાનું હાડપિંજર ઘરમાંથી મળવું અને નાયકની ચામડી કરચલીવાળી બની જવી જે નાયકના ભ્રમને તોડે છે. ‘સાદ’ વાર્તા અતૃપ્ત લાગણીઓ સાદ રૂપે વ્યક્ત થઈ છે. બગલથેલો ભરાવી નીકળેલો નાયક શિવાલયના સ્થાપત્યને મન ભરી માણે છે. થાક ઉતારવા બેઠેલા નાયકની પીઠ પથ્થરની બારસાખ સાથે સંબંધાય છે. નાયક નિદ્રાધીન થઈ સ્વપ્નમાં કોઈ દિવ્ય અનુભૂતિ કરે છે. રૂપવાન રાજકુંવરી જેવી કન્યા મંદિરના ગર્ભગૃહમાં નૃત્ય કરવા લાગે છે. નાયક તેને ભેટવા જાય છે ત્યાં તે જાગે છે અને કોઈ જ ના દેખાતા ત્યાંથી ચાલવા માંડે છે. ‘સીમવતી’ વાર્તા પણ અન્ય વાર્તાનાયકોની જેમ પ્રકૃતિને માણતો બગલથેલો ભરાવી નાયક ચાલી નીકળે છે. એક નદીમાં અર્ધપાગલ જેવી નગ્ન સ્ત્રી જોવી, અદૃશ્ય આવકાર, સ્ત્રીની પ્રતીક્ષા વગેરે નાયકની કોઈ સ્ત્રીને પામવાની અભિલાષા-ઓરતા માત્ર એક અભરખા જ બની રહે છે.  