32,511
edits
(Created page with "{{SetTitle}} {{Heading|યુવા સર્જક રામ મોરી<br>અને વાર્તા સંગ્રહ ‘મહોતું’|નીતા જોશી}} 200px|right {{Poem2Open}} રામ મોરી ગુજરાતી વાર્તાસાહિત્યનાં ઉત્સાહી યુવા સર્જક છે. જે ટૂંકી વાર્તા, પટકથા, અને કટાર લેખ...") |
No edit summary |
||
| Line 11: | Line 11: | ||
રામની ગ્રામ્ય સ્ત્રી શોષિત છે એટલી જ શહેરની નાયિકા જુદી રીતે પરેશાન છે. ‘હવડ’ વાર્તા એક અણગમતી ગંધ, અવાજો અને શોરથી ભરેલા જીવન વચ્ચે ચાલીનું ત્રસ્ત જીવન બતાવે છે. પાણીપૂરીની ફરતે જીવાતું અંદર બહારનું સ્વાદિષ્ટ અને છુંદાયેલું જીવન વ્યક્ત થાય છે. વાર્તા શહેરી અને ખાસ કરીને મુંબઈમાં સંકડાશમાં જીવાતા જીવન અને આર્થિક સંઘર્ષ સામે ઝૂઝતા લોકોના વ્યવહારોની કથા નાયિકા વિદિશા અને રાકેશની સાથે સાથે ગૂંથાય છે. આરંભે આકર્ષણ અને લગ્ન પછી વાસ્તવિક જીવનનું વરવું ચિત્ર વાર્તામાં મળે છે, જે જલ્દીથી પ્રેમમાં પડી જનાર યુવક યુવતીઓ તરફ ઇશારો કરે છે. વાર્તામાં પચરંગી દુનિયા છે, ‘વાહ રે શબનમ, તું તો આજ બોસ ફટાકડી લગરેલી હૈ, એ મૈસૂરી સાડી, ગજરા.. ક્યા બાત હૈ!’ જેવી ભાષા વેશ્યા જીવનને દર્શાવે છે. ન જીવી શકાય ન મરી શકાય એવી ગૂંગળાવી દેતી આબોહવા પ્રગટ કરતી આ વાર્તામાં કેટલાક સંવાદ માર્મિક રીતે લખાયા છે. જેમ કે – | રામની ગ્રામ્ય સ્ત્રી શોષિત છે એટલી જ શહેરની નાયિકા જુદી રીતે પરેશાન છે. ‘હવડ’ વાર્તા એક અણગમતી ગંધ, અવાજો અને શોરથી ભરેલા જીવન વચ્ચે ચાલીનું ત્રસ્ત જીવન બતાવે છે. પાણીપૂરીની ફરતે જીવાતું અંદર બહારનું સ્વાદિષ્ટ અને છુંદાયેલું જીવન વ્યક્ત થાય છે. વાર્તા શહેરી અને ખાસ કરીને મુંબઈમાં સંકડાશમાં જીવાતા જીવન અને આર્થિક સંઘર્ષ સામે ઝૂઝતા લોકોના વ્યવહારોની કથા નાયિકા વિદિશા અને રાકેશની સાથે સાથે ગૂંથાય છે. આરંભે આકર્ષણ અને લગ્ન પછી વાસ્તવિક જીવનનું વરવું ચિત્ર વાર્તામાં મળે છે, જે જલ્દીથી પ્રેમમાં પડી જનાર યુવક યુવતીઓ તરફ ઇશારો કરે છે. વાર્તામાં પચરંગી દુનિયા છે, ‘વાહ રે શબનમ, તું તો આજ બોસ ફટાકડી લગરેલી હૈ, એ મૈસૂરી સાડી, ગજરા.. ક્યા બાત હૈ!’ જેવી ભાષા વેશ્યા જીવનને દર્શાવે છે. ન જીવી શકાય ન મરી શકાય એવી ગૂંગળાવી દેતી આબોહવા પ્રગટ કરતી આ વાર્તામાં કેટલાક સંવાદ માર્મિક રીતે લખાયા છે. જેમ કે – | ||
‘તું તો બહુ વિચારી શકે છે ને... ખબર છે ને તને કે સહેલું નથી બધી જગ્યાએથી પાછા ફરી શકવાનું.’ આ વાર્તામાં લેખકની અંદર પટકથાલેખક છે એ પણ સ્પષ્ટ થાય છે. | ‘તું તો બહુ વિચારી શકે છે ને... ખબર છે ને તને કે સહેલું નથી બધી જગ્યાએથી પાછા ફરી શકવાનું.’ આ વાર્તામાં લેખકની અંદર પટકથાલેખક છે એ પણ સ્પષ્ટ થાય છે. | ||
પુરુષની સરખામણીમાં સ્ત્રી પક્ષે વિવશતા વધુ જોવા મળે એ ભાવ લગભગ દરેક વાર્તામાં જુદી જુદી રીતે આલેખાયો છે. | |||
‘મહોતું’ વાર્તા તળપદી બોલી અને લહેકાઓથી વધુ પ્રવાહી બની છે. સામાજિક દરજ્જાની નિમ્ન ગણાતી સ્ત્રીને કશાયે ભાર વગર મરજીથી નિર્ણય લેતી બતાવી લેખકે વાર્તાને ચમત્કૃત અંત જ નથી આપ્યો, સભ્ય અને સહન કરતી રહેતી સ્ત્રીઓને એક ઇશારો આપ્યો છે. | ‘મહોતું’ વાર્તા તળપદી બોલી અને લહેકાઓથી વધુ પ્રવાહી બની છે. સામાજિક દરજ્જાની નિમ્ન ગણાતી સ્ત્રીને કશાયે ભાર વગર મરજીથી નિર્ણય લેતી બતાવી લેખકે વાર્તાને ચમત્કૃત અંત જ નથી આપ્યો, સભ્ય અને સહન કરતી રહેતી સ્ત્રીઓને એક ઇશારો આપ્યો છે. | ||
‘મહોતું’ની મોટા ભાગની વાર્તાઓમાં લગ્નજીવનની જિજ્ઞાસા, તરુણ વયની માનસિકતા અને સમાજની વિષમતાનું ચિત્રણ છે. ક્યારેક બોલીની આડશમાં ગાળની અભદ્રતાનો અતિરેક પણ થયો છે. કેટલાક બહુ ઓછા વાંચવા મળતા શબ્દો પણ છે જેના પર્યાય શોધવા કઠિન બને એટલા નૂતન.. ટીબક્યું, આશગરમ, મરકલ્યું. તો કેટલીક વાક્યરચનાઓ સહજ રીતે માર્મિક બનીને લખાઈ છે. | ‘મહોતું’ની મોટા ભાગની વાર્તાઓમાં લગ્નજીવનની જિજ્ઞાસા, તરુણ વયની માનસિકતા અને સમાજની વિષમતાનું ચિત્રણ છે. ક્યારેક બોલીની આડશમાં ગાળની અભદ્રતાનો અતિરેક પણ થયો છે. કેટલાક બહુ ઓછા વાંચવા મળતા શબ્દો પણ છે જેના પર્યાય શોધવા કઠિન બને એટલા નૂતન.. ટીબક્યું, આશગરમ, મરકલ્યું. તો કેટલીક વાક્યરચનાઓ સહજ રીતે માર્મિક બનીને લખાઈ છે. | ||