કુન્દનિકા કાપડીઆની શ્રેષ્ઠ વાર્તાઓ/જવા દઈશું તમને…: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| ૨૨. જવા દઈશું તમને…|}} {{Poem2Open}} બારીમાંથી તેણે આકાશ ભણી નજર કરી. પલંગ તેણે એવી રીતે ગોઠવાવ્યો હતો કે આંગણાનો લીમડો બારીમાંથી બરાબર જોઈ શકાય. ઘણી વાર લીમડાની ડાળીઓ વાયરામાં ખૂબ જ...")
 
No edit summary
Line 22: Line 22:
જે હોય તે — થોડા કલાકોમાં જ આ કુતૂહલનો અંત આવશે.

હૃદયમાં એક ઝીણો સૂર ઊઠ્યો. છેલ્લી પળોની આભા પર, આ દીકરા - દીકરીઓ - વહુઓ વચ્ચેના સંઘર્ષની છાયા ન પડે તો સારું. પોતાની શક્તિઓ હવે સાવ ક્ષીણ થઈ ગઈ હતી. હાથપગ હવે ચાલતા નહોતા. માત્ર પ્રવાહી ખોરાક જ લઈ શકાતો. અવાજ ધીમો પડી ગયો હતો. સંભળાતું પણ ઓછું, માત્ર દૃષ્ટિ સતેજ હતી, અને સતેજ હતાં મન, હૃદય, સ્મૃતિઓ.

[
<center>  '''*''' </center>
… ફ્લાઇટ થોડી મોડી હતી. બપોરને બદલે સાંજે છ વાગ્યે વિમાન આવ્યું. કસ્ટમમાંથી નીકળતાં ને ઘેર પહોંચતાં આઠ વાગી ગયા. દીપંકર અને મારિયાએ એના રૂમમાં પ્રવેશ કર્યો ત્યારે પ્રકાશ ને અંધકારની સંધિક્ષણ હતી. દીપંકર ઊભરાઈ જતા વહાલ સાથે દોડ્યો. ‘કેમ છે, બા?’ તેના અવાજમાંથી નર્યો સ્નેહ નીતરતો હતો. એને ઘણોબધો સંતોષ થયો. થોડી વાર તો તે માને લગભગ વળગીને જ બેઠો. પછી યાદ આવ્યું હોય તેમ તે ઊભો થયો. ‘મારિયા, આ મારી મા!’ તેણે કહ્યું. એમાં કંઈક ગર્વની છાંટ હતી? કે ખાલી ભ્રમ? મારિયા આગળ આવી. તેણે હાથ લાંબો કરી તેનો હાથ પકડી હલાવ્યો. બોલી નહીં કશું. માત્ર હસી. બંને એની પાસે બેઠાં. દીપંકરે ઝડપથી ઘણી વાતો કરી નાખી. ત્યાંના વસવાટની, પત્ર પછી થયેલી ચિંતાની, હવે તબિયત કેમ છે, પોતે આવ્યો એટલે સારું થઈ જશે, સ્નેહ ને ચિંતાની વાતો. થોડીક નાનપણની યાદ. ‘મા, તને સાંભરે છે? એક દિવસ હું બહુ રખડીને કપડાં ફાડીને આવ્યો ત્યારે બાપુ મને ખૂબ વઢેલા અને ત્યારે તેં પાછળથી કેવો મને શીરો ખવડાવેલો?’

સૂતાં સૂતાં તે સાંભળી રહી. ખૂબ સારું લાગ્યું.