31,397
edits
(+1) |
No edit summary |
||
| Line 7: | Line 7: | ||
આપણા ધર્મગ્રંથોમાં પ્રજાહૃદય સુધી પહોંચવામાં ફાવનાર છે ‘મહાભારત, ‘રામાયણ’, અને પુરાણો. એમની લોકપ્રિયતા દોઢેક હજાર વર્ષ જેટલી જૂની છે. સંસ્કૃત બોલાતી ભાષા તરીકે બંધ થતાં સંસ્કૃતનો એ વારસો લોકભાષામાં ઊતરે એ સ્વાભાવિક હતું. પોતાની ધાર્મિક કથાઓ લોકભાષામાં રસા-પ્રબંધોમાં પદ્યમાં ઉતારતા જૈન સાધુઓની સફળતાએ બ્રાહ્મણવર્ગને તેનું અનુસરણ કરવા પ્રેર્યો હશે. પંદરમા અને સોળમા શતકમાં લોકહૃદયની ભૂમિને પરિપ્લાવિત કરતાં દેશભરમાં ફરી વળેલાં વૈષ્ણવ ભક્તિધર્મની મોજાંએ એને માટે અનુકૂળ હવા ઊભી કરી. એથી ‘રામાયણ’, ‘મહાભારત’, ‘શ્રીમદ્ ભાગવત’ આદિના કથાશ્રવણની માગ વધતી ચાલતાં એ પુરાણોને લોકભાષામાં ઉતારવાની પ્રવૃત્તિ આરંભાઈ. આપણી ભાષા અપભ્રંશોત્તર કાળની ગર્ભદશા પૂરી કરી જન્મી ચૂકી હતી અને ભાંખોડિયાભેર ચાલતી થઈ હતી તે કાળે તેના ખેડાણમાં સહાયક નીવડે એવો આ સંજોગ હતો. પ્રથમ પુરાણો સંસ્કૃતમાંથી અનુવાદરૂપે ગુજરાતી ભાષામાં ઊતરવા લાગ્યાં. પણ ઓછું સંસ્કૃત જાણનાર પરંતુ બીજી રીતે કથનકલાપ્રવીણ બ્રાહ્મણોએ પુરાણાંતર્ગત ઉપાખ્યાનો અને કથાઓની તેમાં પોતાની કલ્પના ઉમેરીને તથા પોતાનો કહેણીકસબ વાપરીને બનાવેલી સ્વતંત્ર ગુજરાતી રચનાઓ વિશેષ લોકપ્રિય બનતાં તેનું સર્જન વિશેષ થવા લાગ્યું. આ રચનાઓ તે મધ્યકાલીન ગુજરાતી આખ્યાનો. | આપણા ધર્મગ્રંથોમાં પ્રજાહૃદય સુધી પહોંચવામાં ફાવનાર છે ‘મહાભારત, ‘રામાયણ’, અને પુરાણો. એમની લોકપ્રિયતા દોઢેક હજાર વર્ષ જેટલી જૂની છે. સંસ્કૃત બોલાતી ભાષા તરીકે બંધ થતાં સંસ્કૃતનો એ વારસો લોકભાષામાં ઊતરે એ સ્વાભાવિક હતું. પોતાની ધાર્મિક કથાઓ લોકભાષામાં રસા-પ્રબંધોમાં પદ્યમાં ઉતારતા જૈન સાધુઓની સફળતાએ બ્રાહ્મણવર્ગને તેનું અનુસરણ કરવા પ્રેર્યો હશે. પંદરમા અને સોળમા શતકમાં લોકહૃદયની ભૂમિને પરિપ્લાવિત કરતાં દેશભરમાં ફરી વળેલાં વૈષ્ણવ ભક્તિધર્મની મોજાંએ એને માટે અનુકૂળ હવા ઊભી કરી. એથી ‘રામાયણ’, ‘મહાભારત’, ‘શ્રીમદ્ ભાગવત’ આદિના કથાશ્રવણની માગ વધતી ચાલતાં એ પુરાણોને લોકભાષામાં ઉતારવાની પ્રવૃત્તિ આરંભાઈ. આપણી ભાષા અપભ્રંશોત્તર કાળની ગર્ભદશા પૂરી કરી જન્મી ચૂકી હતી અને ભાંખોડિયાભેર ચાલતી થઈ હતી તે કાળે તેના ખેડાણમાં સહાયક નીવડે એવો આ સંજોગ હતો. પ્રથમ પુરાણો સંસ્કૃતમાંથી અનુવાદરૂપે ગુજરાતી ભાષામાં ઊતરવા લાગ્યાં. પણ ઓછું સંસ્કૃત જાણનાર પરંતુ બીજી રીતે કથનકલાપ્રવીણ બ્રાહ્મણોએ પુરાણાંતર્ગત ઉપાખ્યાનો અને કથાઓની તેમાં પોતાની કલ્પના ઉમેરીને તથા પોતાનો કહેણીકસબ વાપરીને બનાવેલી સ્વતંત્ર ગુજરાતી રચનાઓ વિશેષ લોકપ્રિય બનતાં તેનું સર્જન વિશેષ થવા લાગ્યું. આ રચનાઓ તે મધ્યકાલીન ગુજરાતી આખ્યાનો. | ||
આ આખ્યાનોએ તેમના ઉદયકાળે પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ ધરીને ઊભી થતી આપણી ભાષાને સારા પ્રમાણમાં ખેડી અને વિકસાવી છે. પણ ભાષા-સાહિત્યની સેવા કરતાં ગુજરાતની સંસ્કારસેવા તેમને હાથે વિશેષ થઈ છે. આપણાં ધર્મ, તત્ત્વજ્ઞાન અને સંસ્કૃતિના ઉત્તમ અંશોને અને તેનાં સારતત્ત્વોને મિત્ર માફક, ઉપદેશ કરતી કથા-આખ્યાયિકાઓ દ્વારા જનતા સુધી પહોંચાડી. જે કાર્ય જૂના સમયમાં પુરાણોએ બજાવ્યું હતું તેવું જ કાર્ય બજાવી, મધ્યકાલીન ગુજરાતી આખ્યાનોએ આપણી પ્રજાનાં ધર્મસંસ્કાર તથા ભક્તિભાવના જાગતાં રાખ્યાં અને પોષ્યાં છે. શાસન મુસલમાનોનું હતું છતાં લોકોની ધર્મભાવના, આચારવિચાર, જીવનદર્શન, એમનાં વ્રતો, ઉત્સવો, કથાઓ વગેરે એનાં એ જ રહ્યાં એનો ઘણો જશ આખ્યાનકારોનેય જાય. સ્વ. કનૈયાલાલ મુનશીએ પ્રેમાનંદને ગુજરાતની નાનકડી રંગભૂમિ પરનો વ્યાસ કહી, એ જે વર્ગનો પ્રતિનિધિ હતો તે વર્ગની ધર્મસંરક્ષણ અને સંસ્કારસાતત્યની સેવાને જ બિરદાવી છે. | આ આખ્યાનોએ તેમના ઉદયકાળે પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ ધરીને ઊભી થતી આપણી ભાષાને સારા પ્રમાણમાં ખેડી અને વિકસાવી છે. પણ ભાષા-સાહિત્યની સેવા કરતાં ગુજરાતની સંસ્કારસેવા તેમને હાથે વિશેષ થઈ છે. આપણાં ધર્મ, તત્ત્વજ્ઞાન અને સંસ્કૃતિના ઉત્તમ અંશોને અને તેનાં સારતત્ત્વોને મિત્ર માફક, ઉપદેશ કરતી કથા-આખ્યાયિકાઓ દ્વારા જનતા સુધી પહોંચાડી. જે કાર્ય જૂના સમયમાં પુરાણોએ બજાવ્યું હતું તેવું જ કાર્ય બજાવી, મધ્યકાલીન ગુજરાતી આખ્યાનોએ આપણી પ્રજાનાં ધર્મસંસ્કાર તથા ભક્તિભાવના જાગતાં રાખ્યાં અને પોષ્યાં છે. શાસન મુસલમાનોનું હતું છતાં લોકોની ધર્મભાવના, આચારવિચાર, જીવનદર્શન, એમનાં વ્રતો, ઉત્સવો, કથાઓ વગેરે એનાં એ જ રહ્યાં એનો ઘણો જશ આખ્યાનકારોનેય જાય. સ્વ. કનૈયાલાલ મુનશીએ પ્રેમાનંદને ગુજરાતની નાનકડી રંગભૂમિ પરનો વ્યાસ કહી, એ જે વર્ગનો પ્રતિનિધિ હતો તે વર્ગની ધર્મસંરક્ષણ અને સંસ્કારસાતત્યની સેવાને જ બિરદાવી છે. | ||
કાવ્યપ્રકાર તરીકે આખ્યાન કડવાબદ્ધ અપભ્રંશ-અપભ્રંશોત્તર કાવ્યપ્રબંધોનું સાતત્ય સાચવે છે. જૈન સાધુઓ પોતાની પુરાણકથાઓ અને ધાર્મિક પુરુષોનાં ચિત્ર રાસ અને પ્રબંધોની કાવ્યરચનામાં લખતા; તો બ્રાહ્મણવર્ગે પુરાણોમાંથી ભગવાનની લીલા અને ભક્તોનાં ચરિત્ર ઉપાડી પોતાની આખ્યાનરચનાઓ કરી. રાસ અને પ્રબંધોમાં માત્રામેળ છંદો અને દેશિઓ વપરાતાં, તો કથાગનની અપેક્ષાએ આખ્યાનોએ પણ તેનું કડવાનું સ્વરૂપ સ્વીકારી લઈ ગેય દેશીઓનો વિશેષ વિનિયોગ કર્યો. જૈનેતર કવિઓનાં આખ્યાનનાં કડવાનાં મુખબંધ અને વલણ અપભ્રંશ કડવાનાં પ્રારંભક ધ્રુવક અને ઉપસંહારાત્મક ધત્તાની જ સુધારેલી આવૃત્તિ બન્યાં. | કાવ્યપ્રકાર તરીકે આખ્યાન કડવાબદ્ધ અપભ્રંશ-અપભ્રંશોત્તર કાવ્યપ્રબંધોનું સાતત્ય સાચવે છે. જૈન સાધુઓ પોતાની પુરાણકથાઓ અને ધાર્મિક પુરુષોનાં ચિત્ર રાસ અને પ્રબંધોની કાવ્યરચનામાં લખતા; તો બ્રાહ્મણવર્ગે પુરાણોમાંથી ભગવાનની લીલા અને ભક્તોનાં ચરિત્ર ઉપાડી પોતાની આખ્યાનરચનાઓ કરી. રાસ અને પ્રબંધોમાં માત્રામેળ છંદો અને દેશિઓ વપરાતાં, તો કથાગનની અપેક્ષાએ આખ્યાનોએ પણ તેનું કડવાનું સ્વરૂપ સ્વીકારી લઈ ગેય દેશીઓનો વિશેષ વિનિયોગ કર્યો. જૈનેતર કવિઓનાં આખ્યાનનાં કડવાનાં મુખબંધ અને વલણ અપભ્રંશ કડવાનાં પ્રારંભક ધ્રુવક અને ઉપસંહારાત્મક ધત્તાની જ સુધારેલી આવૃત્તિ બન્યાં.<ref>‘કડવું’ શબ્દ જ અપભ્રંશ પરથી આવ્યો છે. હેમચંદ્ર અને સંસ્કૃત આલંકારિક કડવક શબ્દ વાપરે છે. પણ તે કોઈ દૃશ્ય શબ્દનું બનાવેલું સંસ્કૃત હોય. કલાપ અને કડપ (સં. કટપ્ર) તેમ જ કદમ્બ પરથી ‘કડવું’ (= કડીઓનો સમૂહ) શબ્દ વ્યુત્પન્ન કરવાના પ્રયાસ પણ થાય છે.</ref> | ||
આખ્યાન સર્વાનુભવરસિક કથાત્મક કવિતાનો, વિસ્તારની દૃષ્ટિએ પ્રાચીન પુરાણો તથા મહાકાવ્યોની અને અત્યારનાં ખંડકાવ્યોની વચમાં બેસે એવો પ્રકાર છે. પુરાણોનો કથાપટ અતિવિસ્તૃત અને તેમાં ભગવાનના અવતાર, વંશોની કથાઓ અને અનેક આખ્યાયિકાઓનું જાળ મોટું હોય છે. આખ્યાન પુરાણાંંતર્ગત એક જ ઉપાખ્યાનને કે કથા-પ્રસંગને અથવા એક જ વ્યક્તિના ચરિત્રને આલેખતું હોવાને કારણે તેની ચોક્કસ હદ બંધાય છે. | આખ્યાન સર્વાનુભવરસિક કથાત્મક કવિતાનો, વિસ્તારની દૃષ્ટિએ પ્રાચીન પુરાણો તથા મહાકાવ્યોની અને અત્યારનાં ખંડકાવ્યોની વચમાં બેસે એવો પ્રકાર છે. પુરાણોનો કથાપટ અતિવિસ્તૃત અને તેમાં ભગવાનના અવતાર, વંશોની કથાઓ અને અનેક આખ્યાયિકાઓનું જાળ મોટું હોય છે. આખ્યાન પુરાણાંંતર્ગત એક જ ઉપાખ્યાનને કે કથા-પ્રસંગને અથવા એક જ વ્યક્તિના ચરિત્રને આલેખતું હોવાને કારણે તેની ચોક્કસ હદ બંધાય છે.<ref>એ રીતે સંસ્કૃત મહાકાવ્યને તે જારાક મળતું આવે. પણ મહાકાવ્યમાં કાવ્યાત્મક વર્ણનછટા પર વધુ ભાર હોય છે. ત્યારે ગુજરાતી આખ્યાનમાં ભાર વાર્તાકથન પર જ વિશેષ હોય છે. વળી આલંકારિકો મહાકાવ્યનાં જે લક્ષણો ગણાવે છે તેને કંઈ આખ્યાને પોતાનાં લક્ષણો બનાવ્યાં નથી. અનાયાસે એમાંનાં કોઈ એમાં આવી જાય તો ભલે. પણ તે તો એની વર્ણનાત્મકતાને લીધે આવે. સંસ્કૃત ‘કથા’ અને ‘આખ્યાયિકા’માં આખ્યાનનાં લક્ષણો હોય એમ દંડી કહે છે, ત્યાં ‘આખ્યાન’નો અર્થ પૂર્વવૃત્તોક્તિથી વિશેષ નથી. બાકી, સંસ્કૃત ‘કથા’ તથા ‘આખ્યાયિકા’ ગદ્યમાં હોય છે.<br> | ||
આ+ખ્યે (ખ્યા) પરથી થતી ‘આખ્યાન’ શબ્દની નિષ્પત્તિ અને રામાયણ ત્યારે ગુજરાતી આખ્યાન પદ્યરચના છે. વળી સમગ્ર દૃષ્ટિએ, આલંકારિકોએ ગણાવેલાં કથા-આખ્યાયિકાનાં લક્ષણોનો આખ્યાન સાતે બહુ મેળ ખાતો નથી. આપણું આખ્યાન સ્વતંત્ર ગુજરાતી રચના જ કહેવાય.</ref> | આ+ખ્યે (ખ્યા) પરથી થતી ‘આખ્યાન’ શબ્દની નિષ્પત્તિ અને રામાયણ ત્યારે ગુજરાતી આખ્યાન પદ્યરચના છે. વળી સમગ્ર દૃષ્ટિએ, આલંકારિકોએ ગણાવેલાં કથા-આખ્યાયિકાનાં લક્ષણોનો આખ્યાન સાતે બહુ મેળ ખાતો નથી. આપણું આખ્યાન સ્વતંત્ર ગુજરાતી રચના જ કહેવાય.</ref> | ||
મહાભારતાદિમાંના ઉપાખ્યાનની ગાઈબજાવીને થતી સાભિનય કથા એટલે આખ્યાન, એવી આચાર્ય હેમચંદ્રની | મહાભારતાદિમાંના ઉપાખ્યાનની ગાઈબજાવીને થતી સાભિનય કથા એટલે આખ્યાન, એવી આચાર્ય હેમચંદ્રની સમજ<ref>આખ્યાનસંજ્ઞાં તલ્લભતે યદ્યભિનયન્ પઠન્ ગાયન્... (‘કાવ્યાનુશાસન્’)</ref> આખ્યાનને ગાનાર અને શ્રોતાઓની અપેક્ષા રાખતો કતાગાન અને કથાશ્રવણનો પ્રયોગ જ ઠારવે છે. પછી જેમ ‘રાસ’ એટલે મૂળ તો વર્તુળાકારી ભ્રમણનો સ-સંગીત સામૂહિક નૃત્યપ્રયોગ, પણ પછી એની સાથે ગવાતા ગીત માટે એ શબ્દ વપરાતો થયો હશે તેમ, આવા આખ્યાન વેળા જેનું કથાશ્રવણ થાય તે કાવ્યરચના નામથી ઓળખાતી થઈ હશે. | ||
આખ્યાન લાંબી કાવ્યરચના હોવાથી તેમાં એક જ રાગ આખ્યાનકાર તથા શ્રોતાઓને થકવે. વળી લાંબાં હોઈ તેનું ‘આખ્યાન’ (=કથાગાન) એકથી વધુ બેઠકો પણ માગે. આ કારણથી તેમાં વિરામસ્થાનો તથા નવા ઢાળ ને રાગની જોગવાઈ કરી આપતા વિષયાનુસારી વિભાગો પાડવામાં આવે છે. એને કહેવામાં આવે છે ‘કડવાં’. પુરાણોમાં જેમ સર્ગ ને અધ્યાય અને આજની નવલકથાઓમાં જેમ પ્રકરણો, તેમ આખ્યાનમાં કડવા નરસિંહ મહેતાનાં પદો જેવાં ટૂંકાં હતાં. | આખ્યાન લાંબી કાવ્યરચના હોવાથી તેમાં એક જ રાગ આખ્યાનકાર તથા શ્રોતાઓને થકવે. વળી લાંબાં હોઈ તેનું ‘આખ્યાન’ (=કથાગાન) એકથી વધુ બેઠકો પણ માગે. આ કારણથી તેમાં વિરામસ્થાનો તથા નવા ઢાળ ને રાગની જોગવાઈ કરી આપતા વિષયાનુસારી વિભાગો પાડવામાં આવે છે. એને કહેવામાં આવે છે ‘કડવાં’. પુરાણોમાં જેમ સર્ગ ને અધ્યાય અને આજની નવલકથાઓમાં જેમ પ્રકરણો, તેમ આખ્યાનમાં કડવા નરસિંહ મહેતાનાં પદો જેવાં ટૂંકાં હતાં.<ref>હેમચંદ્રે કડવાંને અનેક છંદોના રાગ કે ઢાળનું મિશ્રણ કહેલ છે તે તથા આખ્યાનની એમણે આપેલી સમજૂતી એટલું તો સિદ્ધ કરે છે કે કડવાં મુળ ગેય. આપણાં પ્રારંભકાળના આખ્યાને કડવાં માટે ગેય પદનો ઉપયોગ કરે છે એ આથી સમજી શકાય એવી વાત છે કડવાં બહુધા દેશીઓમાં (દેશીઓ એટલે જુદાજુદા રાગ કે ઢાળની ગેય પદરચનાઓ) જ લખાયાનું રહસ્ય આમાં છે.</ref> ભાલણનો ‘દશમસ્કંધ’ પદોમાં લખાયો છે અને જનાર્દનકૃત ‘ઉષાહરણ’નાં કડવાં પદો જ છે. કડવાંએ વિસ્તાર સાધ્યો પાછળથી, પણ ત્યારેય લાગણીઘનતા આલેખતાં કડવાં પદ બની રહેતાં. (ઉદાહરણ : ‘નળાખ્યાન’ કડવું ૩૧ અને ‘દશમસ્કંધ’ કડવું ૫૬). કડવાંબદ્ધ આખ્યાનોમાં વચમાં પદો મૂકવાની પ્રથા આમ તો પ્રેમાનંદથીય જૂની છે. મધ્યકાળની ‘હંસાઉલી’ જેવી વાર્તાઓ ‘કાન્હડદેપ્રબંધ’ અને ભાલણની ‘કાદંબરી’ જેવી કૃતિઓ પણ વચમાં અવારનવાર પદો પ્રયોજે છે. પણ પ્રેમાનંદ એનો ઠીક ઉપયોગ કરી જાણે છે. લાંબી દેશીઓ જેવાં આવાં કડવાંની પૂર્વે (અને ક્યારેક સમાંતરે, તેમ પછી) પદની માફક ચોપાઈ-પૂર્વછાયા (દોહરા)નો બંધ પણ આખ્યાનો માટે વપરાયેલો માલૂમ પડે છે – પદ્યવાર્તાઓ તો બહુધા એમાં જ લખાતી – પણ આખ્યાનને કડવાબંધ પાછળથી વિશેષ ફાવી ગયો. | ||
કડવાના સામાન્ય રીતે ત્રણ ભાગ પાડી શકાય : (૧) એક કે વધુલીટીનો પ્રસ્તાવસૂચક મુખબંધ કે ‘મ્હોડિયું (કે. હ. ધ્રુવનો શબ્દ); (૨) કડવાનો સૌથી વધુ ભાગ રોકતો અને કડવામાં વર્ણવવાના પ્રસંગનું આલેખન કરતો ઢાળ જેમાં કડવાની વ્યાપક કે મુખ્ય દેશી વપરાઈ હોય છે; અને (૩) કડવાનો ઉપસંહાર કરી, પછી આવતા કડવાના વસ્તુનું સૂચન કરી, બંનેને સાધતી કડી બનતું બે લીટીનું વલણ અથવા ઊથલો. શેક્સપિયરનાં નાટકોમાં જેમ પ્રાસબદ્ધ કડી પ્રવેશ પૂરો થયાનું સૂચન કરે છે, તેમ આખ્યાનોમાં વલણ કડવાની સમાપ્તિ દર્શાવે છે પદરચનાની દૃષ્ટિએ એને વિશે નોંધપાત્ર એ છે કે એનો રાગ મુખ્ય દેશી કરતાં જુદો હોય છે અને મુખ્ય દેશીના છેલ્લા શબ્દોને પકડી લઈને એ આગળ ચાલે છે. કડવાની આ વ્યવસ્થા ભાલણથી શરૂ થઈ, નાકરને હાથે પ્રચલિત બની અને પ્રેમાનંદને હાથે દૃઢ બની; પણ મુખબંધ અને વલણ બધાં જ કડવાંમાં આવતાં એવું નથી. પ્રેમાનંદના ‘નળખ્યાન’માં ઘણાં કડવાંમાં મુખબંધ નથી. ભાલણનાં ઘણાં કડવાં મુખબંધ ને વલણ બંને દેખાડતાં નથી. આખ્યાનની કડવાં સંખ્યા માટે કોઈ નિશ્ચલ નિયમો ન હતા. કડવાંની સંખ્યા કથાવિષય અને આખ્યાનકાર પર અવલંબતી. પ્રેમાનંદની વાત કરીએ તો એનું ‘સુદામાચરિત્ર’ તેર, ‘મામેરું’ સોળ, અને ‘રણયજ્ઞ’ છવીસ કડવાંનાં છે. નાકરનું ‘નળાખ્યાન’ બાર અને ભાલણનું તેત્રીસ કડવાંનું છે, જ્યારે પ્રેમાનંદનું પાંસઠ કડવાં સુધી પહોંચ્યું છે. | કડવાના સામાન્ય રીતે ત્રણ ભાગ પાડી શકાય : (૧) એક કે વધુલીટીનો પ્રસ્તાવસૂચક મુખબંધ કે ‘મ્હોડિયું (કે. હ. ધ્રુવનો શબ્દ); (૨) કડવાનો સૌથી વધુ ભાગ રોકતો અને કડવામાં વર્ણવવાના પ્રસંગનું આલેખન કરતો ઢાળ જેમાં કડવાની વ્યાપક કે મુખ્ય દેશી વપરાઈ હોય છે; અને (૩) કડવાનો ઉપસંહાર કરી, પછી આવતા કડવાના વસ્તુનું સૂચન કરી, બંનેને સાધતી કડી બનતું બે લીટીનું વલણ અથવા ઊથલો. શેક્સપિયરનાં નાટકોમાં જેમ પ્રાસબદ્ધ કડી પ્રવેશ પૂરો થયાનું સૂચન કરે છે, તેમ આખ્યાનોમાં વલણ કડવાની સમાપ્તિ દર્શાવે છે પદરચનાની દૃષ્ટિએ એને વિશે નોંધપાત્ર એ છે કે એનો રાગ મુખ્ય દેશી કરતાં જુદો હોય છે અને મુખ્ય દેશીના છેલ્લા શબ્દોને પકડી લઈને એ આગળ ચાલે છે. કડવાની આ વ્યવસ્થા ભાલણથી શરૂ થઈ, નાકરને હાથે પ્રચલિત બની અને પ્રેમાનંદને હાથે દૃઢ બની; પણ મુખબંધ અને વલણ બધાં જ કડવાંમાં આવતાં એવું નથી. પ્રેમાનંદના ‘નળખ્યાન’માં ઘણાં કડવાંમાં મુખબંધ નથી. ભાલણનાં ઘણાં કડવાં મુખબંધ ને વલણ બંને દેખાડતાં નથી. આખ્યાનની કડવાં સંખ્યા માટે કોઈ નિશ્ચલ નિયમો ન હતા. કડવાંની સંખ્યા કથાવિષય અને આખ્યાનકાર પર અવલંબતી. પ્રેમાનંદની વાત કરીએ તો એનું ‘સુદામાચરિત્ર’ તેર, ‘મામેરું’ સોળ, અને ‘રણયજ્ઞ’ છવીસ કડવાંનાં છે. નાકરનું ‘નળાખ્યાન’ બાર અને ભાલણનું તેત્રીસ કડવાંનું છે, જ્યારે પ્રેમાનંદનું પાંસઠ કડવાં સુધી પહોંચ્યું છે. | ||
પહેલા કડવામાં સંસ્કૃત નાટકની નાન્દી જેવું ગણપતિ અને સરસ્વતીની સપ્રમાણ પ્રાર્થના અને વસ્તુનિર્દેશ કરતું મંગળાચરણ યોજી આખ્યાનના કથાપ્રસંગને સમજવા પૂરતી પ્રસ્તાવના કે પીઠિકા લેખે જરૂરી પૂર્વકથા આપી, આખ્યાનકાર કથા શરૂ કરતા. આખ્યાનનું વસ્તુ મોટે ભાગે ‘રામાયણ’, ‘મહાભારત’, ‘હરિવંશ’ કે ‘ભાગવત’ માંથી અને કેટલીક વાર ભક્તોના | પહેલા કડવામાં સંસ્કૃત નાટકની નાન્દી જેવું ગણપતિ અને સરસ્વતીની સપ્રમાણ પ્રાર્થના અને વસ્તુનિર્દેશ કરતું મંગળાચરણ યોજી આખ્યાનના કથાપ્રસંગને સમજવા પૂરતી પ્રસ્તાવના કે પીઠિકા લેખે જરૂરી પૂર્વકથા આપી, આખ્યાનકાર કથા શરૂ કરતા. આખ્યાનનું વસ્તુ મોટે ભાગે ‘રામાયણ’, ‘મહાભારત’, ‘હરિવંશ’ કે ‘ભાગવત’ માંથી અને કેટલીક વાર ભક્તોના જીવનમાંથી<ref>જુઓ નરસિંહ મહેતાના જીવનપ્રસંગોનાં આખ્યાનો, ‘સગાળશા આખ્યાન’, ‘વલ્લભાખ્યાન,’ ‘કબીરચરિત્ર’ વગેરે જેવી કૃતિઓ.</ref>લેવામાં આવતું. આવા ખ્યાત અને લોકો માટે રસભાજન વસ્તુના નિરૂપણમાં આખ્યાનકાર પોતાની કાળ ને શક્તિ બતાવતા. ભાલણ ને વિષ્ણુદાસ જેવા પુરાણકથાનો વફાદાર સારાનુવાદ આપતા, તો નાકર અને પ્રેમાનંદ જેવા તેમાં વધારાઘટાડા કરી વિસ્તારીને તને સ્વતંત્ર રચના બનાવતા. આ ફેરફાર ક્યારેક સંસ્કૃતના અજ્ઞાનને લીધે<ref>ઉદા ‘નળાખ્યાન’માંનો પુષ્કરે દ્યૂતમાં બળદ દાવામાં મૂક્યોનો પ્રસંગ.</ref>, કોઈ વાર કથાને ઉત્કટ બનાવવા<ref>ઉદા. ‘નળાખ્યાન’માંના મત્સ્યસંજીવન અને હારચોરીના પ્રસંગ.</ref>, કોઈ વેળા લોકાચાર રજૂ કરી શ્રોતાઓનો રસ વધારવા<ref>ઉદા. ‘ઓખાહરણ’માંનો આરંભનો વાંઝિયા બાણાસુરની આડે સાવરણો ધરતી ચાંડટાલણીનો પ્રસંગ.</ref> , ક્યારેક લોકોને અમુક ઘટનાનું એમની ન્યાયભાવનાને ગળે ઊતરે એવું કારણ આપવા<ref>ઉદા. પ્રેમાનંદ ‘અભિમન્યુ આખ્યાન’માંની અભિમન્યુને અસુર ઠરાવતી પૂર્ણકથા.</ref> , ઘણી વાર લોકોને હસાવવા<ref>ઉદા. પ્રેમાનંદ ‘રણયજ્ઞ’માંના કુંભકર્ણને જગાડવાના ઉપાયોનું વર્ણન તથા ‘સુદામાચરિત્ર’ અને ‘નળાખ્યાન’માં સુદામા ને બાહુકનાં વર્ણન.</ref> અથવા તેમનો ભક્તિભાવ વધારવા<ref>ઉદા. પ્રેમાનંદના ‘રણયજ્ઞ’માં રાવણ, કુંભકર્ણ અને મંદોદરીનું આલેખન.</ref>, એમ જુદાં-જુદાં કારણે પ્રેરાયા હોયવાનું અનુમાન કરી શકીએ. વાર્તાપ્રવાહમાં શ્રોતાજનોને ખેંચી જાય અને પ્રસંગો જાણે નજર સમક્ષ બનતા લાગે એવી તાદૃશ સાક્ષાત્કારક નિરૂપણની ચિત્રો ઊભાં કરતી કથનકલા તો આખ્યાનકાર દાખવતા. પાત્રો આમ તો લોકોને પરિચિત જ હોય, એટલે વિશેષતા એમનાં આલેખનમાં જ દાખવવાની રહેતી. પ્રેમાનંદના રાવણ, કુંભકર્ણ, કંસ, સુદામા, શ્રીકૃષ્ણ (‘અભિમન્યુ આખ્યાન’ના), આદિ પાત્રો જોવાથી તેના આલેખનની વિશેષ્ટતા સમજાશે. આખ્યાનકાર વસ્તુનું હાડપિંજર જ પુરાણમાંથી લઈ તેમાં લોહીમાંસ અને પ્રાણ. પોતાના જમાનાનાં પૂરી પૌરાણિક પાત્રોને લોકગમ્ય સજીવ ગુજરાતી પાત્રો બનાવી દેતા. પાત્રોનું પૌરાણિક ગૌરવ ઘટી ક્યારેક તે સામાન્યતામાં સરી પડે એમ પણ આથી થતું, પણ તે ગેરલાભ કરતાં કથાને રસિક અને પાત્રોને સજીવ બનાવતો લાભ મોટો હતો. આખ્યાનનો પટ મોટો હોવાથી એકથી વધુ રસને એમાં અવકાશ મળતો અન આખ્યાનકારો પોતપોતાની શક્તિ અને આખ્યાનમાં મળતા અવકાશના પ્રમાણમાં શૃંગાર, વીર, કરુણ, અદ્ભુત, હાસ્ય આદિ રસોની નિષ્પત્તિ સાધતા અને સમકાલીન ગુજરાતીઓને તે-તે લાગણીઓમાં તરબોળ કરી કથાનાં પાત્રો સાથે એટલા વખત પૂરતું તાદત્મ્ય અનુભવાવતા. પ્રેમાનંદ જેવો કવિ તો એમાં અજબ રસવૈવિધ્ય દાખવતો. આ બધા સાથે, પાત્રોનાં રૂપ, આભૂષણો, વન, નગર, સ્વયંવર, યુદ્ધો આદિનાં વર્ણનોમાં, પાત્રોના હર્ષ, શોક, વિરહ, ક્રોધ આદિ ભાવોના પ્રતીતિકર અને કલાત્મક નિરૂપણમાં, ભાવો અને રસને અનુકૂળ ઢાળો અને ભાષા પ્રયોજવામાં, શબ્દચિત્રોમાં, અલંકારોમાં, અને ભાષાના ઔચિત્ય અને લયમાધુર્યમાં, આખ્યાનકાર પોતાનું કવિત્વ પણ ચમકાવતા. પરિણામે, આખ્યાનો ગદ્યને વાંકે પદ્યમાં લખાયેલી વાર્તાઓ જ ન બનતાં, લેખકોની ગજાસંપત પ્રમાણે સહૃદયોને કાવ્યાનંદ આપતી કાવ્યકૃતિઓ પણ બનતાં. આ રીતે કથાપ્રસંગ રજૂ કરી, તે પૂરો થયે તેને યોગ્ય રીતે સમેટી લઈ આખ્યાનકાર આખ્યાનના કથાશ્રવણના ફલ પાપક્ષય, ‘શ્રીહરિ કેરો સંબંધ’, વૈકુંઠવાસ, પુણ્યસંચય, મનોરથસિદ્ધિ, ઐહિક લાભો વગેરે – એટલે લાભનો નિર્દેસ કરતી પંક્તિઓ લખી (આ ફલશ્રુતિ કોઈ વાર આરંભમાં કે વચમાં પણ મુકાતી), અંતે નામઠામ અને જ્ઞાતિ પૂરતો પોતાનો મિતાક્ષરી પરિચય આપી, કૃતિની રચનાની પૂર્ણાહુતિની મિતિ દર્શાવતાં. કૃતિની વિષયસૂચિ આપી કડવાં તથા રાગની સંખ્યા પણ કેટલાક આખ્યાનકાર અંતે લખતા. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
'''નોંધ:''' | '''નોંધ:''' | ||