31,397
edits
(+1) |
(+1) |
||
| Line 15: | Line 15: | ||
પહેલા કડવામાં સંસ્કૃત નાટકની નાન્દી જેવું ગણપતિ અને સરસ્વતીની સપ્રમાણ પ્રાર્થના અને વસ્તુનિર્દેશ કરતું મંગળાચરણ યોજી આખ્યાનના કથાપ્રસંગને સમજવા પૂરતી પ્રસ્તાવના કે પીઠિકા લેખે જરૂરી પૂર્વકથા આપી, આખ્યાનકાર કથા શરૂ કરતા. આખ્યાનનું વસ્તુ મોટે ભાગે ‘રામાયણ’, ‘મહાભારત’, ‘હરિવંશ’ કે ‘ભાગવત’ માંથી અને કેટલીક વાર ભક્તોના જીવનમાંથી૫<ref>૫. જુઓ નરસિંહ મહેતાના જીવનપ્રસંગોનાં આખ્યાનો, ‘સગાળશા આખ્યાન’, ‘વલ્લભાખ્યાન,’ ‘કબીરચરિત્ર’ વગેરે જેવી કૃતિઓ.</ref>લેવામાં આવતું. આવા ખ્યાત અને લોકો માટે રસભાજન વસ્તુના નિરૂપણમાં આખ્યાનકાર પોતાની કાળ ને શક્તિ બતાવતા. ભાલણ ને વિષ્ણુદાસ જેવા પુરાણકથાનો વફાદાર સારાનુવાદ આપતા, તો નાકર અને પ્રેમાનંદ જેવા તેમાં વધારાઘટાડા કરી વિસ્તારીને તને સ્વતંત્ર રચના બનાવતા. આ ફેરફાર ક્યારેક સંસ્કૃતના અજ્ઞાનને લીધે૬<ref>૬. ઉદા ‘નળાખ્યાન’માંનો પુષ્કરે દ્યૂતમાં બળદ દાવામાં મૂક્યોનો પ્રસંગ.</ref>, કોઈ વાર કથાને ઉત્કટ બનાવવા૭<ref>૭. ઉદા. ‘નળાખ્યાન’માંના મત્સ્યસંજીવન અને હારચોરીના પ્રસંગ.</ref>, કોઈ વેળા લોકાચાર રજૂ કરી શ્રોતાઓનો રસ વધારવા૮<ref>૮. ઉદા. ‘ઓખાહરણ’માંનો આરંભનો વાંઝિયા બાણાસુરની આડે સાવરણો ધરતી ચાંડટાલણીનો પ્રસંગ.</ref> , ક્યારેક લોકોને અમુક ઘટનાનું એમની ન્યાયભાવનાને ગળે ઊતરે એવું કારણ આપવા૯<ref>૯. ઉદા. પ્રેમાનંદ ‘અભિમન્યુ આખ્યાન’માંની અભિમન્યુને અસુર ઠરાવતી પૂર્ણકથા.</ref> , ઘણી વાર લોકોને હસાવવા૧૦<ref>૧૦. ઉદા. પ્રેમાનંદ ‘રણયજ્ઞ’માંના કુંભકર્ણને જગાડવાના ઉપાયોનું વર્ણન તથા ‘સુદામાચરિત્ર’ અને ‘નળાખ્યાન’માં સુદામા ને બાહુકનાં વર્ણન.</ref> અથવા તેમનો ભક્તિભાવ વધારવા૧૧<ref>૧૧. ઉદા. પ્રેમાનંદના ‘રણયજ્ઞ’માં રાવણ, કુંભકર્ણ અને મંદોદરીનું આલેખન.</ref>, એમ જુદાં-જુદાં કારણે પ્રેરાયા હોયવાનું અનુમાન કરી શકીએ. વાર્તાપ્રવાહમાં શ્રોતાજનોને ખેંચી જાય અને પ્રસંગો જાણે નજર સમક્ષ બનતા લાગે એવી તાદૃશ સાક્ષાત્કારક નિરૂપણની ચિત્રો ઊભાં કરતી કથનકલા તો આખ્યાનકાર દાખવતા. પાત્રો આમ તો લોકોને પરિચિત જ હોય, એટલે વિશેષતા એમનાં આલેખનમાં જ દાખવવાની રહેતી. પ્રેમાનંદના રાવણ, કુંભકર્ણ, કંસ, સુદામા, શ્રીકૃષ્ણ (‘અભિમન્યુ આખ્યાન’ના), આદિ પાત્રો જોવાથી તેના આલેખનની વિશેષ્ટતા સમજાશે. આખ્યાનકાર વસ્તુનું હાડપિંજર જ પુરાણમાંથી લઈ તેમાં લોહીમાંસ અને પ્રાણ. પોતાના જમાનાનાં પૂરી પૌરાણિક પાત્રોને લોકગમ્ય સજીવ ગુજરાતી પાત્રો બનાવી દેતા. પાત્રોનું પૌરાણિક ગૌરવ ઘટી ક્યારેક તે સામાન્યતામાં સરી પડે એમ પણ આથી થતું, પણ તે ગેરલાભ કરતાં કથાને રસિક અને પાત્રોને સજીવ બનાવતો લાભ મોટો હતો. આખ્યાનનો પટ મોટો હોવાથી એકથી વધુ રસને એમાં અવકાશ મળતો અન આખ્યાનકારો પોતપોતાની શક્તિ અને આખ્યાનમાં મળતા અવકાશના પ્રમાણમાં શૃંગાર, વીર, કરુણ, અદ્ભુત, હાસ્ય આદિ રસોની નિષ્પત્તિ સાધતા અને સમકાલીન ગુજરાતીઓને તે-તે લાગણીઓમાં તરબોળ કરી કથાનાં પાત્રો સાથે એટલા વખત પૂરતું તાદત્મ્ય અનુભવાવતા. પ્રેમાનંદ જેવો કવિ તો એમાં અજબ રસવૈવિધ્ય દાખવતો. આ બધા સાથે, પાત્રોનાં રૂપ, આભૂષણો, વન, નગર, સ્વયંવર, યુદ્ધો આદિનાં વર્ણનોમાં, પાત્રોના હર્ષ, શોક, વિરહ, ક્રોધ આદિ ભાવોના પ્રતીતિકર અને કલાત્મક નિરૂપણમાં, ભાવો અને રસને અનુકૂળ ઢાળો અને ભાષા પ્રયોજવામાં, શબ્દચિત્રોમાં, અલંકારોમાં, અને ભાષાના ઔચિત્ય અને લયમાધુર્યમાં, આખ્યાનકાર પોતાનું કવિત્વ પણ ચમકાવતા. પરિણામે, આખ્યાનો ગદ્યને વાંકે પદ્યમાં લખાયેલી વાર્તાઓ જ ન બનતાં, લેખકોની ગજાસંપત પ્રમાણે સહૃદયોને કાવ્યાનંદ આપતી કાવ્યકૃતિઓ પણ બનતાં. આ રીતે કથાપ્રસંગ રજૂ કરી, તે પૂરો થયે તેને યોગ્ય રીતે સમેટી લઈ આખ્યાનકાર આખ્યાનના કથાશ્રવણના ફલ પાપક્ષય, ‘શ્રીહરિ કેરો સંબંધ’, વૈકુંઠવાસ, પુણ્યસંચય, મનોરથસિદ્ધિ, ઐહિક લાભો વગેરે – એટલે લાભનો નિર્દેસ કરતી પંક્તિઓ લખી (આ ફલશ્રુતિ કોઈ વાર આરંભમાં કે વચમાં પણ મુકાતી), અંતે નામઠામ અને જ્ઞાતિ પૂરતો પોતાનો મિતાક્ષરી પરિચય આપી, કૃતિની રચનાની પૂર્ણાહુતિની મિતિ દર્શાવતાં. કૃતિની વિષયસૂચિ આપી કડવાં તથા રાગની સંખ્યા પણ કેટલાક આખ્યાનકાર અંતે લખતા. | પહેલા કડવામાં સંસ્કૃત નાટકની નાન્દી જેવું ગણપતિ અને સરસ્વતીની સપ્રમાણ પ્રાર્થના અને વસ્તુનિર્દેશ કરતું મંગળાચરણ યોજી આખ્યાનના કથાપ્રસંગને સમજવા પૂરતી પ્રસ્તાવના કે પીઠિકા લેખે જરૂરી પૂર્વકથા આપી, આખ્યાનકાર કથા શરૂ કરતા. આખ્યાનનું વસ્તુ મોટે ભાગે ‘રામાયણ’, ‘મહાભારત’, ‘હરિવંશ’ કે ‘ભાગવત’ માંથી અને કેટલીક વાર ભક્તોના જીવનમાંથી૫<ref>૫. જુઓ નરસિંહ મહેતાના જીવનપ્રસંગોનાં આખ્યાનો, ‘સગાળશા આખ્યાન’, ‘વલ્લભાખ્યાન,’ ‘કબીરચરિત્ર’ વગેરે જેવી કૃતિઓ.</ref>લેવામાં આવતું. આવા ખ્યાત અને લોકો માટે રસભાજન વસ્તુના નિરૂપણમાં આખ્યાનકાર પોતાની કાળ ને શક્તિ બતાવતા. ભાલણ ને વિષ્ણુદાસ જેવા પુરાણકથાનો વફાદાર સારાનુવાદ આપતા, તો નાકર અને પ્રેમાનંદ જેવા તેમાં વધારાઘટાડા કરી વિસ્તારીને તને સ્વતંત્ર રચના બનાવતા. આ ફેરફાર ક્યારેક સંસ્કૃતના અજ્ઞાનને લીધે૬<ref>૬. ઉદા ‘નળાખ્યાન’માંનો પુષ્કરે દ્યૂતમાં બળદ દાવામાં મૂક્યોનો પ્રસંગ.</ref>, કોઈ વાર કથાને ઉત્કટ બનાવવા૭<ref>૭. ઉદા. ‘નળાખ્યાન’માંના મત્સ્યસંજીવન અને હારચોરીના પ્રસંગ.</ref>, કોઈ વેળા લોકાચાર રજૂ કરી શ્રોતાઓનો રસ વધારવા૮<ref>૮. ઉદા. ‘ઓખાહરણ’માંનો આરંભનો વાંઝિયા બાણાસુરની આડે સાવરણો ધરતી ચાંડટાલણીનો પ્રસંગ.</ref> , ક્યારેક લોકોને અમુક ઘટનાનું એમની ન્યાયભાવનાને ગળે ઊતરે એવું કારણ આપવા૯<ref>૯. ઉદા. પ્રેમાનંદ ‘અભિમન્યુ આખ્યાન’માંની અભિમન્યુને અસુર ઠરાવતી પૂર્ણકથા.</ref> , ઘણી વાર લોકોને હસાવવા૧૦<ref>૧૦. ઉદા. પ્રેમાનંદ ‘રણયજ્ઞ’માંના કુંભકર્ણને જગાડવાના ઉપાયોનું વર્ણન તથા ‘સુદામાચરિત્ર’ અને ‘નળાખ્યાન’માં સુદામા ને બાહુકનાં વર્ણન.</ref> અથવા તેમનો ભક્તિભાવ વધારવા૧૧<ref>૧૧. ઉદા. પ્રેમાનંદના ‘રણયજ્ઞ’માં રાવણ, કુંભકર્ણ અને મંદોદરીનું આલેખન.</ref>, એમ જુદાં-જુદાં કારણે પ્રેરાયા હોયવાનું અનુમાન કરી શકીએ. વાર્તાપ્રવાહમાં શ્રોતાજનોને ખેંચી જાય અને પ્રસંગો જાણે નજર સમક્ષ બનતા લાગે એવી તાદૃશ સાક્ષાત્કારક નિરૂપણની ચિત્રો ઊભાં કરતી કથનકલા તો આખ્યાનકાર દાખવતા. પાત્રો આમ તો લોકોને પરિચિત જ હોય, એટલે વિશેષતા એમનાં આલેખનમાં જ દાખવવાની રહેતી. પ્રેમાનંદના રાવણ, કુંભકર્ણ, કંસ, સુદામા, શ્રીકૃષ્ણ (‘અભિમન્યુ આખ્યાન’ના), આદિ પાત્રો જોવાથી તેના આલેખનની વિશેષ્ટતા સમજાશે. આખ્યાનકાર વસ્તુનું હાડપિંજર જ પુરાણમાંથી લઈ તેમાં લોહીમાંસ અને પ્રાણ. પોતાના જમાનાનાં પૂરી પૌરાણિક પાત્રોને લોકગમ્ય સજીવ ગુજરાતી પાત્રો બનાવી દેતા. પાત્રોનું પૌરાણિક ગૌરવ ઘટી ક્યારેક તે સામાન્યતામાં સરી પડે એમ પણ આથી થતું, પણ તે ગેરલાભ કરતાં કથાને રસિક અને પાત્રોને સજીવ બનાવતો લાભ મોટો હતો. આખ્યાનનો પટ મોટો હોવાથી એકથી વધુ રસને એમાં અવકાશ મળતો અન આખ્યાનકારો પોતપોતાની શક્તિ અને આખ્યાનમાં મળતા અવકાશના પ્રમાણમાં શૃંગાર, વીર, કરુણ, અદ્ભુત, હાસ્ય આદિ રસોની નિષ્પત્તિ સાધતા અને સમકાલીન ગુજરાતીઓને તે-તે લાગણીઓમાં તરબોળ કરી કથાનાં પાત્રો સાથે એટલા વખત પૂરતું તાદત્મ્ય અનુભવાવતા. પ્રેમાનંદ જેવો કવિ તો એમાં અજબ રસવૈવિધ્ય દાખવતો. આ બધા સાથે, પાત્રોનાં રૂપ, આભૂષણો, વન, નગર, સ્વયંવર, યુદ્ધો આદિનાં વર્ણનોમાં, પાત્રોના હર્ષ, શોક, વિરહ, ક્રોધ આદિ ભાવોના પ્રતીતિકર અને કલાત્મક નિરૂપણમાં, ભાવો અને રસને અનુકૂળ ઢાળો અને ભાષા પ્રયોજવામાં, શબ્દચિત્રોમાં, અલંકારોમાં, અને ભાષાના ઔચિત્ય અને લયમાધુર્યમાં, આખ્યાનકાર પોતાનું કવિત્વ પણ ચમકાવતા. પરિણામે, આખ્યાનો ગદ્યને વાંકે પદ્યમાં લખાયેલી વાર્તાઓ જ ન બનતાં, લેખકોની ગજાસંપત પ્રમાણે સહૃદયોને કાવ્યાનંદ આપતી કાવ્યકૃતિઓ પણ બનતાં. આ રીતે કથાપ્રસંગ રજૂ કરી, તે પૂરો થયે તેને યોગ્ય રીતે સમેટી લઈ આખ્યાનકાર આખ્યાનના કથાશ્રવણના ફલ પાપક્ષય, ‘શ્રીહરિ કેરો સંબંધ’, વૈકુંઠવાસ, પુણ્યસંચય, મનોરથસિદ્ધિ, ઐહિક લાભો વગેરે – એટલે લાભનો નિર્દેસ કરતી પંક્તિઓ લખી (આ ફલશ્રુતિ કોઈ વાર આરંભમાં કે વચમાં પણ મુકાતી), અંતે નામઠામ અને જ્ઞાતિ પૂરતો પોતાનો મિતાક્ષરી પરિચય આપી, કૃતિની રચનાની પૂર્ણાહુતિની મિતિ દર્શાવતાં. કૃતિની વિષયસૂચિ આપી કડવાં તથા રાગની સંખ્યા પણ કેટલાક આખ્યાનકાર અંતે લખતા. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
'''નોંધ:''' | |||
{{reflist}} | |||
{{right|("કવિ પ્રેમાનંદકૃત ‘નળાખ્યાન’, સંપા. અનંતરાય રાવળ-માંથી આખ્યાનસ્વરૂપ અંગે)}} | {{right|("કવિ પ્રેમાનંદકૃત ‘નળાખ્યાન’, સંપા. અનંતરાય રાવળ-માંથી આખ્યાનસ્વરૂપ અંગે)}} | ||