અનુબોધ/‘કુંવરબાઈનું મામેરું’માં મિથિકલ રિયાલીટી: Difference between revisions

+૧
(+૧)
 
(+૧)
 
Line 15: Line 15:
‘મામેરુ’ના રચનાવિધાનને ઊંડી સૂઝથી અવલોકનમાં લઈ ને શ્રી જયંત કોઠારી એ કૃતિ અંગે એવું તારણ આપે છેઃ ‘નરસિંહની ઇશ્વરનિષ્ઠાની સંસારમાં પ્રતિષ્ઠ થવાની સાથે જ પ્રેમાનંદ કાવ્ય પૂરું કરી દે છે. મામેરાનું પ્રસંગવર્ણન કરવું એ નહીં પણ એ પ્રસંગ નિમિત્તે નરસિંહની ઇશ્વરનિષ્ઠાનો સાક્ષાત્કાર કરાવવો એ લક્ષ્યથી પ્રેમાનંદ ચાલ્યો જણાય છે.’(એજન, પૃ. ૫). આપણે એમ ઉમેરીએ કે પોતાના શ્રોતાસમૂહને પ્રેમાનંદ રચનાના આરંભથી જ નરસિંહની ઇશ્વરનિષ્ઠાનું જુદી જુદી રીતે સ્મરણ આપતા રહે છે. નરસિંહની મિથિકલ ઇમેજ દૃઢીભૂત થાય એ રીતે કૃતિમાં રિલિઝિયસ-વર્લ્ડ સંદર્ભોને તેઓ ઉપસાવતા રહે છે. પહેલા કડવામાં જ નરસિંહે અરણ્યના એકાંત મંદિરમાં અપૂજ શિવલિંગની પૂજા કરી તે સમયે શ્રી મહાદેવ પ્રગટ્યાની ઘટના સ્વયં એક મિથિકલ વર્લ્ડ રૂપે રજૂ થઈ છે :

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>કમલની પેરે લિંગ વિકસ્યું, પ્રભુ પ્રગટ થયા તતખેવ.
{{Block center|'''<poem>કમલની પેરે લિંગ વિકસ્યું, પ્રભુ પ્રગટ થયા તતખેવ.
કર્પૂરગૌર સ્વરૂપ શોભા, ઉમિયા તે ડાબે પાસ  

જટા માં જાહ્‌નવી, નીલવટ ચંદ્રપ્રકાશ
જટા માં જાહ્‌નવી, નીલવટ ચંદ્રપ્રકાશ
  છે રુંઢમાલા, સર્પ ભૂષણ, વાઘંબર, ગજચર્મ  
  છે રુંઢમાલા, સર્પ ભૂષણ, વાઘંબર, ગજચર્મ  
વાજે ડાક ડમરું શંખ શિંગી, મહેતે દીઠા શિવબ્રહ્મ.</poem>}}  
વાજે ડાક ડમરું શંખ શિંગી, મહેતે દીઠા શિવબ્રહ્મ.</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
નરસિંહે અપૂજ શિવલિંગની પૂર્ણ ભક્તિભાવથી પૂજા કરી અને સાત દિવસના ઉપવાસ કર્યા, ત્યાં આશુતોષ ભગવાન શિવ પ્રસન્ન થયા અને તેમની આદ્ય અલૌકિક શોભા સાથે પ્રગટ થયા. શિવની પ્રાગટ્યની આ અદ્ભુત લોકોત્તર ઘટના જ મધ્યકાળના શ્રોતાઓને ભાવવિભોર કરવા પૂરતી છે. રોજિંદા જીવનમાં સુખદુઃખની ઘટમાળથી ઊંચે ઊઠીને ‘શિવબ્રહ્મ’ની અલૌકિક સત્તાની ઝાંખી કરવા તેઓ સમર્થ બને છે. ભગવાન શિવે નરસિંહને વરદાન માગવા કહ્યું ત્યારે ‘તમારું દર્શન પામિયો, પામું વિષ્ણુનું દર્શન’ એટલી જ માંગણી કરી. શિવની પરમ કૃપાથી નરસિંહ ‘અખંડ વ્રજ’માં પહોંચે છે, અને ત્યાં ‘હિરનો રાસ’ જોવાનું અપૂર્વ સૌભાગ્ય મેળવે છે. શિવજી તેમને કૃષ્ણપ્રભુના હાથમાં સોંપે છે. વૈકુંઠરાય તરત જ પ્રતિભાવ આપે છેઃ  

{{Block center|<poem>હાથ ગ્રહી તમો તેડી લાવ્યા, સદાશિવ ભગવાન!  
{{Block center|'''<poem>હાથ ગ્રહી તમો તેડી લાવ્યા, સદાશિવ ભગવાન!  
એ નરસૈંયો મેં દાસ કીધો ઉધ્ધવ-વિદુર સમાન ’ (૨-૬)

‘મસ્તક ઉપર હાથ મૂકી કહે શ્રીગોપાળઃ
‘મસ્તક ઉપર હાથ મૂકી કહે શ્રીગોપાળઃ
Line 31: Line 31:
રાસમંડળ તણી રચના દેખાડી તેણી વાર; નરસિંહ મહેતા પ્રત્યે બોલ્યા સ્વામી ત્રિપુરાર (૨-૯)  

‘રખે લોકાચારનો ભય ગણતો મસ્તક સાટે મુક્તિ;  

કૃષ્ણગોપીનો વિહાર ગાજે જોઈ જેહૂવી જુક્તિ (૨-૧૦)</poem>}}
કૃષ્ણગોપીનો વિહાર ગાજે જોઈ જેહૂવી જુક્તિ (૨-૧૦)</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
‘અંખડ વ્રજ’માંથી જૂનાગઢ પાછા ફરેલા નરસિંહ અહર્નિશ રાધાકૃષ્ણના રંગમાં રાચ છે. ‘શ્રી પરિબ્રહ્મ’નાં સાક્ષાત્‌ દર્શન પછી સંસારમાં તે એક ત્યાગીવૈરાગી તરીકે જીવે છે. આ વિશ્વના પરમ પુરુષ જ ઉપાસ્ય છે, એની તુલનામાં સંસાર ‘તૃણવત’ છે એવી અચળ પ્રતીતિ તેના અંતર માં બંધાઈ છે. આ પ્રતીતિ, આ શ્રદ્ધા, તેના આત્માનું સમગ્ર બળ છે. આ રીતે પ્રેમાનંદે પહેલાં અને બીજાં કડવામાં પુરાણોમાં પ્રચલિત ભક્તિમાર્ગની માન્યતા-શ્રદ્ધાઅસરકારક રીતે રજૂ કરી દીધી છે. નરસિંહને કૃષ્ણપ્રભુએ ઉદ્ધવ અને વિદુર જેવા ભક્તોની કોટિમાં મૂક્યા છે. એ સાથે ભક્ત નરસિંહ ઐતિહાસિક સંદર્ભોથી મુક્ત એવી મિથિકલ ઇમેજનો પરિવેશ ધરતા લાગે છે. નરસિંહ હવે સંસારમાં પાછા આવ્યા છે. ગૃહસ્થાશ્રમ માંડ્યો છે, અને ગૃહસ્થાશ્રમીને પ્રાપ્ત થતાં કર્તવ્યોના એક ભાગરૂપે કુંવરબાઈના મામેરાનો પ્રસંગ તેની સામે આવી ઊભો છે ભક્ત નરસિંહે બધું જ પ્રભુની ઇચ્છા પર છોડી દીધું છે. આ આખ્યાનમાં કથાપ્રસંગો ઓછા છે. ભગવાને મામેરું પૂર્યું તે સાથે આખ્યાન પૂરું કરવામાં આવ્યું છે. અને બાકીનાં કડવાંઓમાં પ્રેમાનંદ ફરીફરીને નરસિંહની અચળ શ્રદ્ધાભક્તિ અને ભગવાનના આશ્રયનું પોતાના શ્રોતાઓને સ્મરણ આપતા રહે છે. જેમ કે ‘વિશ્વભર પૂરું પાડે અન્ન, વિશ્વાસ ઘણો મહેતાને મન’ (૩૪), ‘વધામણી કાગળમાં વાંચી સમર્યા વૈકુંઠનાથજી’ (૪ઃ ૧), ‘જો રૂડો દિવસ આવ્યો, દીકરી! તો મોસાળુ કરશે શ્રી હિર’ (૫ઃ ૧૮), ‘મહેતાજી કહેઃ પુત્રી મારી! છો વૈષ્ણવની કુમાર રે/તારે મારે ચિંતા શાની? મોસાળુ કરશે શ્રી મોરાર રે’ (૧૦ઃ ૬) વગેરે. ૧ર મા કડવામાં ભક્ત નરસિંહનો કૃષ્ણપ્રભુમાં અટળ વિશ્વાસ વિશેષ વિનંતિરૂપે પ્રગટ થયો છે. પૂર્વે સૌ ભક્તોને તેમણે-આપત્તિમાં સહાય કરી હતી તેનું જાણે કે પ્રભુને સ્મરણ આપે છે. પુરાણાદિમાં પ્રચલિત ભક્ત ચરિત્રોમાંથી કેટલાંકનો ઉલ્લેખ પણ તે કરે છે.  

{{Block center|<poem>ઘણો દોહિલો લોકાચાર, લજ્જા રાખજો આણીવાર
{{Block center|'''<poem>ઘણો દોહિલો લોકાચાર, લજ્જા રાખજો આણીવાર
શું કરશે પતિત સંસાર, જો મુજને તારો આધાર? (૬)

તમે પ્રતિપાળો પોતાનો દાસ, તે માટે મુજને વિશ્વાસઃ

Line 44: Line 44:
અજામેલ સરખો જે પાપી, પુત્ર-નામે સદ્ગતિ આપી (૯)

પ્રહ્‌લાદની દોહિલી જાણી વેળા, પરમેશ્વર! પ્રગટ થયા હેલા,

ધ્રુવનો જનમ-મરણ-ભય હર્યો અવિચલ પોતા સરખો કર્યો. (૧૦)</poem>}}
ધ્રુવનો જનમ-મરણ-ભય હર્યો અવિચલ પોતા સરખો કર્યો. (૧૦)</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ રીતે આ કડવામાં ભગવાનના જુદા જુદા અવતારોનાં લોકોત્તર કાર્યો અને ભક્તજનોની વહારનાં દૃષ્ટાંતો રજૂ થયાં છેઃ પુરાણકાળની ધર્મભાવના અને ઈશ્વરશ્રદ્ધાનું એ સર્વ દૃષ્ટાંતોમાં ગૂંજન ચાલે છે. મધ્યકાલનો શ્રોતાવર્ગ સહજ જ એ આખી પૌરાણિક પરંપરાઓમાં સહભાગી બને છે. તે સાથે નરસિંહની ઇશ્વરશ્રદ્ધા અને ભક્તિભાવના તેના હૃદયમાં સહજ દઢીભૂત બને છે. સદીઓ સુધી આપણા દેશમાં ભક્તિચેતના વ્યાપકપણે પ્રજ્વલિત રહી છે અને સદીઓ સુધી આપણી સંસ્કૃતિ એ ભક્તિચેતનાના જુદા જુદા રંગોમાં રંગાતી રહી છે. ‘મામેરું’ માં વર્ણવાયેલી ઇશ્વરશ્રદ્ધા અને ભક્તિભાવના એ આપણા પ્રજાના અંતરમાં સદીઓ સુધી ગહનતર સ્તરેથી સ્ફૂરતી રહેલી ભક્તિચેતનાનું પ્રગટીકરણ છે. એ દૃષ્ટિએ ‘મામેરું’માં રજૂ થયેલી નરસિંહની ભક્તિભાવના એ વ્યાપકપણે પ્રજાના અંતરની ભક્તિવૃત્તિનું વિશેષ આવિષ્કરણ છે. અથવા આપણે એમ કહી કે ‘મામેરું’ના ભાવવિશ્વના આધારો પ્રજાની ભક્તિવૃત્તિમાં પડેલા છે.  