ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/દલપતરામ ડાહ્યાભાઈ કવિ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 6: Line 6:
નવ વર્ષની વયે દલપતરામને માવજી પંડ્યાની ધૂળી નિશાળે મૂકવામાં આવ્યા. ત્યાં બે અઢી વરસના ગાળામાં ‘કક્કો કેવડિયો ને ખખ્ખો ખારેકિયો' જેવી પદ્યાત્મક શૈલીમાં કક્કા ઉપરાંત આંક, પલાખાં અને કાગળ લખવાની રીત શીખ્યા.

‘ડાહ્યા વેદિયા’ના ઘર સામેના ચોકઠામાં ચાંદની રાતે શેરીની ડોશીઓ રેંટિયો કાંતતી બેસતી હતી. તેમની આસપાસ શેરીનાં છોકરાં વાર્તા સાંભળવા એકઠાં થતાં. એમાં દસેક વરસનો કિશોર દલપત પણ બેસતો. વાર્તા ઉપરાંત એકબીજાને વરત-ઉખાણાં પૂછવાંનો પણ રિવાજ હતો એક જણ વરત નાખે: 'આવડી શી દડી, દિવસે ખોવાણી ને રાતે જડી!' ને એનો તરત ઉત્તર મળેઃ 'તારા'. બીજું કોઈ પૂછેઃ ‘હાથી પાટે બાંધી આપો.' લાગલો જ જવાબ મળે: 'રાજા બેઠો ખાટે ને હાથી બાંધ્યો પાટે.’ દલપતરામને આ રમતમાં બહુ મજા પડતી. કોઈને ન આવડે. એના ઉત્તર એ આપતા. એટલું જ નહિ, નવાં ઉખાણાં જાતે રચીને પણ એ પૂછતા.

બાર વરસનો દલપત ઉખાણા પરથી હડૂલા જોડવા તરફ વળ્યો. એ જમાનામાં જોડકણાં જોડવાની રમત ચાલતી ધડમાથા વગરની, પણ પ્રાસવાળી પાદપૂર્તિ એટલે હડૂલા.<ref>કવિશ્રી ન્હાનાલાલે દલપતચરિતમાં આ હડૂલાની વ્યાખ્યા ‘હડુડુડુ ગોળાની માફક છૂટે એટલે હડૂલા' એમ બાંધી છે તે કેટલી યથાર્થ છે!</ref> દલપતરામે આવા કાવ્યગોળા એક પછી એક બનાવીને ફેંકવા માંડ્યા. દા. ત. એણે જોડ્યું કે
બાર વરસનો દલપત ઉખાણા પરથી હડૂલા જોડવા તરફ વળ્યો. એ જમાનામાં જોડકણાં જોડવાની રમત ચાલતી ધડમાથા વગરની, પણ પ્રાસવાળી પાદપૂર્તિ એટલે હડૂલા.×<ref>x કવિશ્રી ન્હાનાલાલે દલપતચરિતમાં આ હડૂલાની વ્યાખ્યા ‘હડુડુડુ ગોળાની માફક છૂટે એટલે હડૂલા' એમ બાંધી છે તે કેટલી યથાર્થ છે!</ref> દલપતરામે આવા કાવ્યગોળા એક પછી એક બનાવીને ફેંકવા માંડ્યા. દા. ત. એણે જોડ્યું કે
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>છાયાં એટલાં છાપરાં ને માળ્યાં એટલાં ઘર;  

Line 37: Line 37:
મતિ અકલ અવધ ! દલપતિ તુંહી, કો કવિ નિધિકે સમ કહે?</poem>'''}}

{{Poem2Open}}
{{Poem2Open}}
આખા છપ્પાનો અર્થ સમજાવીને દલપતરામે ગઢવીને ઠાવકી રીતે કહ્યું: ‘ગઢવી, સાગર તમારે મન મોટો. મુનિઓને મન નહિ. અગસ્ત્ય મુનિ અંજલિ ભરી સાગર પી ગયા હતા. પણ આચાર્યજીની બુદ્ધિનો કોઈ તાગ લઈ શકે તેમ નથી. એટલે કયો કવિ તેને ખારા ખાબોચિયાની ઉપમા આપી શકે?’ ગઢવીનો ગર્વ ભરી સભામાં ઊતર્યો અને તે દિવસથી દલપતરામ સંપ્રદાયમાં કવિ તરીકે સ્વીકાર પામ્યા. આ વખતે તેમની ઉંમર એકવીસ વર્ષની હતી.<ref>કવિશ્રી ન્હાનાલાલચિત ‘કવીશ્વર દલપતરામ'ને આધારે</ref>
આખા છપ્પાનો અર્થ સમજાવીને દલપતરામે ગઢવીને ઠાવકી રીતે કહ્યું: ‘ગઢવી, સાગર તમારે મન મોટો. મુનિઓને મન નહિ. અગસ્ત્ય મુનિ અંજલિ ભરી સાગર પી ગયા હતા. પણ આચાર્યજીની બુદ્ધિનો કોઈ તાગ લઈ શકે તેમ નથી. એટલે કયો કવિ તેને ખારા ખાબોચિયાની ઉપમા આપી શકે?’ ગઢવીનો ગર્વ ભરી સભામાં ઊતર્યો અને તે દિવસથી દલપતરામ સંપ્રદાયમાં કવિ તરીકે સ્વીકાર પામ્યા. આ વખતે તેમની ઉંમર એકવીસ વર્ષની હતી.*<ref>* કવિશ્રી ન્હાનાલાલચિત ‘કવીશ્વર દલપતરામ'ને આધારે</ref>
દલપતરામને વ્યાપક લોકપ્રિયતા અપાવવામાં ફૉર્બ્સનો હિસ્સો નોંધપાત્ર છે. ફૉર્બ્સને ગુજરાતી ભાષા-સાહિત્યનો અભ્યાસ કરાવે તેવા શિક્ષકની જરૂર હતી. સંવત્ ૧૯૦૪ના નવરાત્રમાં ભોળાનાથ સારાભાઈની ભલામણથી ભોળાનાથની જ મારફતે તેમણે દલપતરામને વઢવાણથી તેડાવ્યા. ભોળાનાથની ચિઠ્ઠી વાંચીને દલપત વેદિયા ચંદની પડવાને દિવસે મનમાં અનેક તર્કવિતર્ક કરતા વઢવાણથી અમદાવાદ જવા પગપાળા નીકળ્યા. આ વખતે તેમની સ્થિતિ સુદામાં જેવી હતી. પાસે વાટખર્ચી માટે એક પાઈ પણ નહોતી. રસ્તામાં એક એાળખીતા કનેથી થોડાક આના ઉછીના લઈને, લીંબડી-ધોળકા-ધંધુકા થઈને અથડાતા કૂટાતા એ અમદાવાદ આવ્યા અને શિષ્ય ભોળાનાથને ત્યાં ઊતર્યાં.

ભદ્રના કિલ્લામાં ચાંદા સૂરજના મહેલમાં ફૉર્બ્સ રહેતાં હતા. જ્ઞાનપંચમીને દિવસે ભોળાનાથ દલપતરામને ફૉર્બ્સની મુલાકાતે લાવ્યા. ફૉર્બ્સે દલપતરામનું પ્રેમથી સન્માન કર્યું. શિષ્ટાચાર પત્યા બાદ ફૉર્બ્સે ચીપી ચીપીને હિન્દીમાં કહ્યું: ‘ભોળાનાથભાઈ કહે છે, તમે કવિતા સારી કરો છો. કાંઈક સંભળાવશો?' દલપતરામે તરત જ નારદજીના ટીંખળની વાત કહી અને મુગ્ધ વિદેશી ગૃહસ્થને રીઝવ્યા. પછી ફૉર્બ્સે કવિને નાણવા માટે તૈયાર કરેલી પ્રશ્નાવલિ પૂછી. દલપતરામે તેના એવા સરસ જવાબ આપ્યા કે ફૉર્બ્સે પ્રસન્ન થઇને એ જ વખતે તેમને ‘કવીશ્વર'નું બિરુદ આપ્યું અને તેમને માસિક વીસ રૂપિયાના પગારથી પોતાની પાસે રાખ્યા. દલપતરામના-તેમ ગુજરાતી ભાષા-સાહિત્યના–ઉદયનો એ શુભ દિવસ હતો.

Line 71: Line 71:
આંધળો અમલ કાઢ્યો તથાપિ અન્ધેર છે.</poem>'''}}  
આંધળો અમલ કાઢ્યો તથાપિ અન્ધેર છે.</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
આટલી સ્પષ્ટ ભાષામાં રાજય-અમલની ટીકા કરનાર દલપતને મહારાણી વિકટોરિયાના દરબારમાં શાલ-પાઘનો શિરપાવ મળે છે, સી. આઈ. ઈ. નો ઈલકાબ મળે છે અને સોસાયટીની ત્રીસ-બત્રીસ વર્ષ સુધી સેવા કર્યા બાદ નિવૃત્તિ લેતાં પ્રજા તરફથી રૂપિયા બાર હજારની થેલી ભેટ મળે છે તે તેમના રાજા અને પ્રજા તરફના એકસરખા સન્નિષ્ઠ સદ્ભાવનું જ ફળ છે.<ref>આના સમર્થનમાં શ્રી જેહાંગીર એરચ સંજાનાએ પોતાના ‘Studies in Gujarati Literature'ના ત્રીજા વ્યાખ્યાનમાં દલપતરામ વિશે આપેલી ગુણગ્રાહક દલીલો લક્ષમાં રાખવા જેવી છે.</ref> ઇ. સ. ૧૮૯૮માં કવિ દલપતરામ અક્ષરધામ ગયા ત્યારે તેમના જુવાન પુત્ર ન્હાનાલાલે ગુજરાતી સાહિત્યમાં પ્રવેશ કરીને પિતાના જીવનકાર્યને પોતાની રીતે ઉપાડી લઈને ચાલુ રાખ્યું હતું.
આટલી સ્પષ્ટ ભાષામાં રાજય-અમલની ટીકા કરનાર દલપતને મહારાણી વિકટોરિયાના દરબારમાં શાલ-પાઘનો શિરપાવ મળે છે, સી. આઈ. ઈ. નો ઈલકાબ મળે છે અને સોસાયટીની ત્રીસ-બત્રીસ વર્ષ સુધી સેવા કર્યા બાદ નિવૃત્તિ લેતાં પ્રજા તરફથી રૂપિયા બાર હજારની થેલી ભેટ મળે છે તે તેમના રાજા અને પ્રજા તરફના એકસરખા સન્નિષ્ઠ સદ્ભાવનું જ ફળ છે.*<ref>* આના સમર્થનમાં શ્રી જેહાંગીર એરચ સંજાનાએ પોતાના ‘Studies in Gujarati Literature'ના ત્રીજા વ્યાખ્યાનમાં દલપતરામ વિશે આપેલી ગુણગ્રાહક દલીલો લક્ષમાં રાખવા જેવી છે.</ref> ઇ. સ. ૧૮૯૮માં કવિ દલપતરામ અક્ષરધામ ગયા ત્યારે તેમના જુવાન પુત્ર ન્હાનાલાલે ગુજરાતી સાહિત્યમાં પ્રવેશ કરીને પિતાના જીવનકાર્યને પોતાની રીતે ઉપાડી લઈને ચાલુ રાખ્યું હતું.
અઠ્ઠોતેર વર્ષના આયુષમાં છેલ્લા બે દાયકા કવિને આંખે અંધાપો હતો. છતાં તેમનો લેખન-વ્યવસાય તો ચાલુ હતો જ. છેલ્લાં વરસોમાં તેમણે વડતાલમાં રહીને સ્વામીનારાયણનું જીવનચરિત્ર પદ્યમાં ઉતારવાનું કામ કર્યું હતું. સંપ્રદાયના આચાર્ય વિહારીદાસે એકઠી કરેલી સામગ્રીને ચમત્કારિક પ્રાસ અને છંદોબંધમાં વહેતી કરનાર દલપતરામની પ્રૌઢ પદ્યશૈલી એ દળદાર ગ્રંથનો થોડોક ભાગ વાંચનારને પણ પ્રતીત થાય તેમ છે. ઇ. સ. ૧૮૯૦ અને ૧૮૯૭ ની વચમાં આ મહાગ્રંથ રચાયો હોવાનો સંભવ છે. વડતાલના સ્વામીનારાયણ મંદિર તરફથી આ ‘હરિલીલામૃત' ગ્રંથ ઈ.સ. ૧૯૦૭માં બે ભાગમાં પ્રગટ થયો હતો. સંપ્રદાયની રીત મુજબ રચનાર તરીકે તેના પર નામ આચાર્ય શ્રી વિહારીદાસજીનું છે અને દલપતરામનો આખા ગ્રંથમાં કોઈ સ્થળે ઉલ્લેખ નથી. પણ સંપ્રદાયની પરંપરા અને ગ્રંથની અંદરની પદ્યરચના આજે પણ દલપતરામના કર્તૃત્વના સબળ પુરાવારૂપે ઉપલબ્ધ છે.

દલપતરામની કવિતા જૂની પદ્ધતિની ગણાઈ છે. વ્રજ ભાષાની કવિતાના પરિશીલનથી દલપતરામનો કાવ્યાદર્શ ઘડાયો હતો, એટલે ભાષાની ઝડઝમક અને કથનની ચતુરાઈ પર તેમણે વિશેષ ભાર મૂક્યો હતો. વળી, નીતિશુદ્ધ (Puritan) વિચારશ્રેણી એ દલપત-કાવ્યનું બીજું લક્ષણ છે. ધર્મ, નીતિ, સ્વદેશોદ્ધાર અને વ્યવહાર-ચાતુર્યની ઠાવકી વાતો એ તેમની કવિતાનો પ્રધાન વિષય બને છે. નર્મદની માફક-બલકે નર્મદના કરતાં વિશેષ સફળતાપૂર્વક દલપતરામે સુધારા, શિક્ષણ અને પ્રગતિની વાતો કહી છે. નર્મદના કરતાં દલપતરામનું સમાજદર્શન ને વિવેચન વિવિધ ને સંગીન હતું. પણ તેમના સ્વભાવમાં આવેશ કરતાં ઠાવકાઈ અને પ્રણાલિકા-ભંજનના કરતાં નીતિ અને સદાચારની મર્યાદામાં રહીને

‘ધીમે ધીમે સુધારાનો સાર’ સમજાવવાનું વલણ હતું. તેથી એ જૂનવાણી ગણાયા ને નર્મદની ઉદ્ધતાઈ અને સાહસિકતા પ્રાગતિક્તામાં ખપી! શૃંગારરસ દલપતરામને વર્જ્ય હતો તે એટલે સુધી કે ઊગતી વયમાં લખેલી શામળશૈલીની સ્ત્રી-ચતુરાઈની વાતોને તેમણે ‘સત્સંગ’માં ભળ્યા પછી બાળી નાંખી હતી. આમ, સભારંજની ચતુરાઈ અને બોધપરાયણતાએ દલપતરામને તેમના જમાનામાં સર્વોપરિ પ્રસિદ્ધિ અપાવી તો તે જ ગુણો સાહિત્યના ઈતિહાસમાં તેમની ઉપેક્ષાના નિમિત્તરૂપ પણ બન્યા.

દલપતરામની કવિતાને મોટો ગુણ તેનું આકાર-સૌષ્ઠવ છે. ભાષાની સફાઈ અને છંદની શુદ્ધિ તેમના જેટલી બીજા કોઈ કવિમાં જવલ્લે જ જેવા મળશે. પિંગળ અને અલંકારશાસ્ત્ર તેમને હસ્તામલકવત્ હતાં. ‘દલપતપિંગળ' ૧૮૫૫માં ‘બુદ્ધિપ્રકાશ'માં પ્રગટ થયું ત્યારથી આજ સુધી કાવ્યલેખન અને કાવ્યશાસ્ત્રનો અભ્યાસ ઈચ્છનારની પ્રવેશ-પોથી બને રહેલ છે.<ref>આજ સુધીમાં એની ૯૧૦૦૦ નકલો ખપી છે.</ref> છંદ અને પ્રાસની ચતુરાઈભરી રમત એ દલપતરામની કવિતાનો બહુ જાણીતો ચમત્કાર છે. તેમણે છંદો ઉપરાંત ગરબીના ઢાળમાં પણ સોથી વધારે સુગેય પદ્યો રચ્યાં છે. લગ્નનાં ધોળ અને ગરબીની તેમની રચનાઓ ખૂબ લોકપ્રિય નીવડી હતી. (તેની ટીકારૂપે ‘ગરબીભટ્ટ’નું ઉપનામ પણ તેમને મળ્યું હતું.) આમ, દલપતરામની કવિતાનું પદ્ય સ્વરૂપ-પછી તે છંદોબદ્ધ હોય કે દેશી ઢાળમાં હોય-હમેશાં સ્વચ્છ અને સુઘડ આકૃતિવાળું રહ્યું છે.
દલપતરામની કવિતાને મોટો ગુણ તેનું આકાર-સૌષ્ઠવ છે. ભાષાની સફાઈ અને છંદની શુદ્ધિ તેમના જેટલી બીજા કોઈ કવિમાં જવલ્લે જ જેવા મળશે. પિંગળ અને અલંકારશાસ્ત્ર તેમને હસ્તામલકવત્ હતાં. ‘દલપતપિંગળ' ૧૮૫૫માં ‘બુદ્ધિપ્રકાશ'માં પ્રગટ થયું ત્યારથી આજ સુધી કાવ્યલેખન અને કાવ્યશાસ્ત્રનો અભ્યાસ ઈચ્છનારની પ્રવેશ-પોથી બને રહેલ છે.*<ref>* આજ સુધીમાં એની ૯૧૦૦૦ નકલો ખપી છે.</ref> છંદ અને પ્રાસની ચતુરાઈભરી રમત એ દલપતરામની કવિતાનો બહુ જાણીતો ચમત્કાર છે. તેમણે છંદો ઉપરાંત ગરબીના ઢાળમાં પણ સોથી વધારે સુગેય પદ્યો રચ્યાં છે. લગ્નનાં ધોળ અને ગરબીની તેમની રચનાઓ ખૂબ લોકપ્રિય નીવડી હતી. (તેની ટીકારૂપે ‘ગરબીભટ્ટ’નું ઉપનામ પણ તેમને મળ્યું હતું.) આમ, દલપતરામની કવિતાનું પદ્ય સ્વરૂપ-પછી તે છંદોબદ્ધ હોય કે દેશી ઢાળમાં હોય-હમેશાં સ્વચ્છ અને સુઘડ આકૃતિવાળું રહ્યું છે.
તેમની મોટા ભાગની કવિતા બ્રાહ્ય પ્રસંગ કે સંજોગને અનુલક્ષીને રચાયેલી હોવાથી તેમાં સમકાલીન જમાનાનું પ્રતિબિંબ ઝિલાયું છે. ‘વેનચરિત્ર’ અને ‘હુન્નરખાનની ચઢાઈ' તેનાં ઉત્તમ ઉદાહરણો છે. આ બોધલક્ષી કવિતા આજના કાવ્યધોરણે કલાતત્ત્વ વિનાની લાગે; પણ તેમાં શુષ્કતા નથી. કવિએ તેમાં જનસ્વભાવનું ઊંડું અવલોકન કરીને મીઠી અને મર્માળી કાવ્ય-બાનીમાં વાચકના હૃદયને સ્પર્શ કરવાનો કીમિયો અખત્યાર કરી બતાવ્યો છે. વીરનો ગાયક નર્મદ છે તો હાસ્યનો દલપત છે. વીરમાં નમદ જેટલી વિવિધતા ને રસવત્તા સાધી શક્યો નથી તેટલી દલપત હાસ્યમાં સાધી શક્યો છે તે એને વિપુલ કાવ્યજથ્થો બારીકીથી વાંચનારને સમજાયા વગર નહિ રહે. વર્ણનાત્મક કાવ્યોમાં નર્મદના કરતાં દલપત પ્રસંગચિત્ર, પાત્રાલેખન અને કથનરીતિ પરત્વે વિશેષ સિદ્ધિ દાખવી શકે છે. બાળકોના કવિ તરીકે પણ દલપતરામનું સ્થાન ઊંચું છે. નિર્દોષ, ઠાવકું હાસ્ય ને સરળ અને પ્રાસાદિક શૈલી દલપતરામને સહજસિદ્ધ હતી. બાળકોની ઊઘડતી સ્મરણશક્તિને ખીલવે અને રંજન સાથે નિર્મળ સંસ્કાર-વિતરણ કરે તેવાં બાલભોગ્ય કાવ્યો દલપતરામના જેટલી સંખ્યામાં ભાગ્યે જ બીજા કોઈ ગુજરાતી કવિએ આપ્યાં હશે. તેમનો શિષ્ય-સમુદાય વિશાળ હતો. તેમની પછી પણ તેમના શિષ્યોએ દલપતકવિતાને તેની શૈલીના પ્રયોગ દ્વારા જીવતી રાખવાના પ્રયત્નો કર્યા છે. છેક ગઈ પેઢી સુધીના ગુજરાતી કવિઓમાં જેણે દલપતશૈલીના પ્રયોગથી કાવ્ય-રચનાની શરૂઆત ન કરી હોય એવો કોઈ મળે વિરલ જ. કાન્ત, મણિલાલ, નરસિંહરાવ, બાળાશંકર, બોટાદકર, ખબરદાર, વગેરેએ કવિતા લખવાના શ્રીગણેશ દલપતશૈલીના પ્રયોગથી માંડ્યા હતા. ગુજરાતી કવિતા-સાહિત્યના ઈતિહાસનું અવલોકન કરનારને અર્વાચીન યુગમાં લાંબામાં લાંબા સમયપટ પર દલપતશૈલીની અસર વિસ્તરેલી માલૂમ પડશે. આજે ભુલાઈ ગયેલ હોવા છતાં ગુજરાતી કવિતાના ખેડાણમાં આમ અનેક રીતે દલપતરામનો ફાળો સ્મરણીય ઠરે છે.

દલપતરામે ફૉર્બ્સ સિવાય પણ અનેક શ્રીમંતો રાજવીઓ અને મિત્રેાની ફરમાશથી કાવ્યો લખ્યાં હતાં. કેટલાંક તેમણે અમુક ગૃહસ્થો કે સંસ્થાઓ તરફથી બહાર પડેલી ઈનામી જાહેરખબરોના જવાબ રૂપે લખ્યાં હતાં, તો કેટલાંક અમુક પ્રસંગે તત્કાળ ફરમાશથી રચી કાઢેલાં હતાં. <ref>આ બધી કૃતિઓ કોણે કેટલો પુરસ્કાર આપીને ક્યારે લખાવી તેની યાદી કાશીશંકર મૂ. દવેકૃત ‘દલપતરામ’ (શ્રી સયાજી સાહિત્યમાળા)ના પૃ. ૪૪ -૪૭ પર છે અને ‘દલપતકાવ્ય' ભાગ ૧લા ના પૃ. ૮-૯ પર પણ છે. સ્થળ-સંકોચને લીધે એ યાદી અહીં ઉતારી નથી.</ref> આ બધી રચનાઓ બદલ તેમને જે તે વ્યક્તિ કે સંસ્થા તરફથી પુરસ્કાર પણ મળ્યો હતો. ‘દલપતકાવ્ય' ભા. ૧-૨ ના દળદાર ગ્રંથોમાં આ ફૂટકળ રચનાઓને સંગૃહિત કરેલી છે એટલે અહીં દરેકનો છૂટો ઉલ્લેખ કરવો જરૂરી નથી. ‘વેનચરિત્ર', 'श्रवणाख्यान', ‘ફાર્બસવિલાસ', 'ફાર્બસ-વિરહ', ‘હુન્નરખાનની ચઢાઈ’, ‘શેરસટ્ટાની ગરબીઓ’, ‘વિજયક્ષમા’, ‘હંસકાવ્યશતક’ તેમજ વાચનમાળામાંની કવિતા ને માંગલિક ગીતાવળીનો ‘દલપતકાવ્ય'માં સમાવેશ થયેલો છે.
દલપતરામે ફૉર્બ્સ સિવાય પણ અનેક શ્રીમંતો રાજવીઓ અને મિત્રેાની ફરમાશથી કાવ્યો લખ્યાં હતાં. કેટલાંક તેમણે અમુક ગૃહસ્થો કે સંસ્થાઓ તરફથી બહાર પડેલી ઈનામી જાહેરખબરોના જવાબ રૂપે લખ્યાં હતાં, તો કેટલાંક અમુક પ્રસંગે તત્કાળ ફરમાશથી રચી કાઢેલાં હતાં. *<ref>* આ બધી કૃતિઓ કોણે કેટલો પુરસ્કાર આપીને ક્યારે લખાવી તેની યાદી કાશીશંકર મૂ. દવેકૃત ‘દલપતરામ’ (શ્રી સયાજી સાહિત્યમાળા)ના પૃ. ૪૪ -૪૭ પર છે અને ‘દલપતકાવ્ય' ભાગ ૧લા ના પૃ. ૮-૯ પર પણ છે. સ્થળ-સંકોચને લીધે એ યાદી અહીં ઉતારી નથી.</ref> આ બધી રચનાઓ બદલ તેમને જે તે વ્યક્તિ કે સંસ્થા તરફથી પુરસ્કાર પણ મળ્યો હતો. ‘દલપતકાવ્ય' ભા. ૧-૨ ના દળદાર ગ્રંથોમાં આ ફૂટકળ રચનાઓને સંગૃહિત કરેલી છે એટલે અહીં દરેકનો છૂટો ઉલ્લેખ કરવો જરૂરી નથી. ‘વેનચરિત્ર', 'श्रवणाख्यान', ‘ફાર્બસવિલાસ', 'ફાર્બસ-વિરહ', ‘હુન્નરખાનની ચઢાઈ’, ‘શેરસટ્ટાની ગરબીઓ’, ‘વિજયક્ષમા’, ‘હંસકાવ્યશતક’ તેમજ વાચનમાળામાંની કવિતા ને માંગલિક ગીતાવળીનો ‘દલપતકાવ્ય'માં સમાવેશ થયેલો છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
'''કૃતિઓ'''
'''કૃતિઓ'''