ધૂળમાંની પગલીઓ/૧: Difference between revisions

+૧
No edit summary
(+૧)
Line 35: Line 35:
{{Poem2Open}}
{{Poem2Open}}
મને નાનપણમાં જે અનેક રમકડાં મળ્યાં તેમાં લાલજી માટે ખાસ પક્ષપાત. લાલજીને લંગોટી પહેરાવવાના અનેક પ્રયત્નો કર્યા છે પણ ખાસ ફાવ્યો હોઉં એવું યાદ નથી. આ લાલજી મહારાજને પહેલીવાર પ્રસાદ ધરાવવાની વાત આવેલી ત્યારે મેં સરુદન ઉગ્ર વિરોધ બહેન આગળ કરેલો એવું યાદ છે; પણ પછી અનેક અનુભવોએ પ્રતીત થયું કે લાલજી મહારાજને જે કંઈ ધરાવીએ છીએ તે જરાય ઘટ વિના જેમનું તેમ પાછું મળે છે ત્યારે મારો એમને નિયમિત પ્રસાદ ધરવાનો ઉત્સાહ વધતો ગયો. આ લાલજી મહારાજ પોતાના હાથમાંનો લાડુયે ખાતા નથી એ મને એકવાર ખૂબ અયોગ્ય લાગેલું ને મેં એમનો હાથ વાળવા રાક્ષસી ઉપાયો કરેલા તે યાદ છે. સારું થયું કે મોટાભાઈએ સમયસર પ્રવેશ કર્યો અને લાલજી મહારાજનો લાડુવાળો હાથ સલામત રહ્યો.

આ લાલજી મહારાજ મારા ખાસ સાથી. મારી અનેક વાતો એમણે સાંભળી હશે. એમણે બોલવાનું હોય તે પણ હું જ બોલી દેતો. એમણે તો માત્ર હું નવડાવું ત્યારે નાહવાનું ને હું સુવાડું ત્યારે સૂવાનું. આ લાલજી સાથે બીજાયે મિત્રો મારે હતા. પોપટ હતો, આગગાડી હતી ને એક ગોપગોપીની જોડીયે હતી. વળી ભીંત પણ મારી જિગરજાન દોસ્ત. આજેય એ ભીંત કાયમ છે; અલબત્ત, હવે એ મારી મૂક વેદનાની સાક્ષી થાય છે. એની સાથે વાત કરવાની ફાવટ મેં ગુમાવી છે. પોપટ તો ક્યારનોય મારા રમકડાંના દરબારમાંથી ઊડી ગયો છે. આગગાડીયે મને અહીંની અડાબીડતામાં અધવચ્ચે સૂના સ્ટેશનની જેમ ઝૂરતો છોડીને વિદાય થઈ ગઈ છે. બીજી આગગાડી આવશે કે નહીં તે કહેનાર અહીં કોઈ નથી. દશેરાની દબદબાભરી આખીયે સવારી ક્યારની ચાલી ગઈ છે;  રહી ધૂછે એની ળમાં અંકિત નિશાનીઓ. એ નિશાનીઓના આધારે ચાલી ગયેલી સવારીને ફરીથી હું અહીં ખડી કરી શકીશ?
આ લાલજી મહારાજ મારા ખાસ સાથી. મારી અનેક વાતો એમણે સાંભળી હશે. એમણે બોલવાનું હોય તે પણ હું જ બોલી દેતો. એમણે તો માત્ર હું નવડાવું ત્યારે નાહવાનું ને હું સુવાડું ત્યારે સૂવાનું. આ લાલજી સાથે બીજાયે મિત્રો મારે હતા. પોપટ હતો, આગગાડી હતી ને એક ગોપગોપીની જોડીયે હતી. વળી ભીંત પણ મારી જિગરજાન દોસ્ત. આજેય એ ભીંત કાયમ છે; અલબત્ત, હવે એ મારી મૂક વેદનાની સાક્ષી થાય છે. એની સાથે વાત કરવાની ફાવટ મેં ગુમાવી છે. પોપટ તો ક્યારનોય મારા રમકડાંના દરબારમાંથી ઊડી ગયો છે. આગગાડીયે મને અહીંની અડાબીડતામાં અધવચ્ચે સૂના સ્ટેશનની જેમ ઝૂરતો છોડીને વિદાય થઈ ગઈ છે. બીજી આગગાડી આવશે કે નહીં તે કહેનાર અહીં કોઈ નથી. દશેરાની દબદબાભરી આખીયે સવારી ક્યારની ચાલી ગઈ છે;  રહી છે એની ધૂળમાં અંકિત નિશાનીઓ. એ નિશાનીઓના આધારે ચાલી ગયેલી સવારીને ફરીથી હું અહીં ખડી કરી શકીશ?
આજે તો આ ધૂળ મને ખૂબ ગમે છે. જાણે નાતમાં ઘી-સાકરથી લચપચ હૂંફાળા કંસારની કથરોટમાં હું મારો હાથ નાખતો હોઉં તેમ આ ધૂળમાં હાથ નાખું છું. કશુંક મીઠું મીઠું હાથને અડે છે ને મનને એનો સ્વાદ લાગે છે. મન કોઈની નજરમાં લાપસીમાંથી ઘીની ધાર જેમ છૂટે એમ છૂટવા તરવરે છે.

{{Poem2Close}}
{{Poem2Close}}