ધૂળમાંની પગલીઓ/૧: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 30: Line 30:
{{center|❖}}
{{center|❖}}
{{Poem2Open}}
{{Poem2Open}}
મારા પિતાજી પુષ્ટિમાર્ગીય ચુસ્ત વૈષ્ણવ. ઘરમાં ઠાકોરજીની પૂજા પૂરા ઠાઠમાઠથી થાય. મંદિર ને ઘરમાં ભક્તિનું એકસરખું વાતાવરણ. અમારી રમતોમાંયે ઠાકોરજી ખરા જ. મને યાદ છે એક પ્રસંગ – હિંડોળાનો. મોટાભાઈએ બાપુજીની ગેરહાજરીમાં વળગણી પરથી ધોતિયું કાઢી આવડ્યું એ રીતે પહેર્યું. તે પછી સાડલા ને ચણિયા પણ વળગણી પરથી ઉતારી તેનાથી હીંચકાને સજાવ્યો. ચણિયાની ઝૂલ કરી. સાડલાની પિછવાઈઓ. દીવાલ પરથી ફોટા ઇત્યાદિ ઉતારી તેય હીંચકા પર ગોઠવ્યા. એક તબક્કે એમને કંઈક સૂઝી આવ્યું એટલે મને બોલાવીને કહે : તારે ઠાકોરજી થવાનું છે ને હીંચકે બેસવાનું છે. હું મોટાભાઈની હીંચકા ખાવા-ખવડાવવાની રીતથી પૂરો વાકેફ. એટલે મેં પડવાની બીકે ના પાડી દીધી હતી. એમનું ચાલત તો હીંચકે મને બેસાડીને જ રહેત; પરંતુ હું ભેંકડો તાણું તો બધીયે રમતમાં અકાળે ભંગ પડે એનો એમને ભય. એટલે મને ઉદારતાથી એમની કસ્ટડીમાંથી છોડી દીધો; પણ પછી બહેનને પકડી. બહેનને કહે : ‘તારે યશોદા થઈને આ હિંડોળો ઝુલાવવાને છે.'  બહેન કહે: ‘જા, જા,  હું યશોદા શા માટે થાઉં?  હું તો ઠાકોરજી થઈ હીંચકે ઝૂલીશ. તું મુખિયાજી બની મને ઝુલાવજે.'  આ રમણીય વિચાર તો મોટાભાઈને વધારે માફક આવી ગયો. એ કહે : ‘ઠાકોરજી, તું થાય એ સારું ન કહેવાય. છોકરીઓથી ઠાકોરજી ન થવાય. હું થઈશ.' ને એ એક રમકડાની વાંસળી શોધી લાવી હીંચકા પર બેસી ગયા. પણ બહેનમાં સત્યાગ્રહનો આવેશ ભરાઈ આવ્યો. એ હીંચકો ઝુલાવે જ નહીં. મોટાભાઈ તો ઠાકોરજી, જાતે ઓછો જ હીંચકો ઝુલાવાય?!  ભારેની ખેંચતાણ ચાલી. મોટાભાઈ ઉશ્કેરાયા; કલહનું જે અનિવાર્યતયા પરિણામ આવે છે તે આવ્યું. બહેનના રુદનના બારે મેઘ છૂટી પડયા ને પરિણામે એકાએક આવી ચઢેલા પિતાશ્રીનો કરપ્રસાદ ઠાકોરજી થયેલા મોટાભાઈને આરોગવો પડેલો. તે દિવસે પિતાશ્રીએ મારી શાંતિપૂર્વક રમતા રહેવાની વિનીત ચેષ્ટાની પ્રશંસા કરેલી એવું યાદ છે.
મારા પિતાજી પુષ્ટિમાર્ગીય ચુસ્ત વૈષ્ણવ. ઘરમાં ઠાકોરજીની પૂજા પૂરા ઠાઠમાઠથી થાય. મંદિર ને ઘરમાં ભક્તિનું એકસરખું વાતાવરણ. અમારી રમતોમાંયે ઠાકોરજી ખરા જ. મને યાદ છે એક પ્રસંગ – હિંડોળાનો. મોટાભાઈએ બાપુજીની ગેરહાજરીમાં વળગણી પરથી ધોતિયું કાઢી આવડ્યું એ રીતે પહેર્યું. તે પછી સાડલા ને ચણિયા પણ વળગણી પરથી ઉતારી તેનાથી હીંચકાને સજાવ્યો. ચણિયાની ઝૂલ કરી. સાડલાની પિછવાઈઓ. દીવાલ પરથી ફોટા ઇત્યાદિ ઉતારી તેય હીંચકા પર ગોઠવ્યા. એક તબક્કે એમને કંઈક સૂઝી આવ્યું એટલે મને બોલાવીને કહે : તારે ઠાકોરજી થવાનું છે ને હીંચકે બેસવાનું છે. હું મોટાભાઈની હીંચકા ખાવા-ખવડાવવાની રીતથી પૂરો વાકેફ. એટલે મેં પડવાની બીકે ના પાડી દીધી હતી. એમનું ચાલત તો હીંચકે મને બેસાડીને જ રહેત; પરંતુ હું ભેંકડો તાણું તો બધીયે રમતમાં અકાળે ભંગ પડે એનો એમને ભય. એટલે મને ઉદારતાથી એમની કસ્ટડીમાંથી છોડી દીધો; પણ પછી બહેનને પકડી. બહેનને કહે : ‘તારે યશોદા થઈને આ હિંડોળો ઝુલાવવાને છે.'  બહેન કહે: ‘જા, જા,  હું યશોદા શા માટે થાઉં?  હું તો ઠાકોરજી થઈ હીંચકે ઝૂલીશ. તું મુખિયાજી બની મને ઝુલાવજે.'  આ રમણીય વિચાર તો મોટાભાઈને વધારે માફક આવી ગયો. એ કહે : ‘ઠાકોરજી, તું થાય એ સારું ન કહેવાય. છોકરીઓથી ઠાકોરજી ન થવાય. હું થઈશ.' ને એ એક રમકડાની વાંસળી શોધી લાવી હીંચકા પર બેસી ગયા. પણ બહેનમાં સત્યાગ્રહનો આવેશ ભરાઈ આવ્યો. એ હીંચકો ઝુલાવે જ નહીં. મોટાભાઈ તો ઠાકોરજી, જાતે ઓછો જ હીંચકો ઝુલાવાય?!  ભારેની ખેંચતાણ ચાલી. મોટાભાઈ ઉશ્કેરાયા; કલહનું જે અનિવાર્યતયા પરિણામ આવે છે તે આવ્યું. બહેનના રુદનના બારે મેઘ છૂટી પડ્યા ને પરિણામે એકાએક આવી ચઢેલા પિતાશ્રીનો કરપ્રસાદ ઠાકોરજી થયેલા મોટાભાઈને આરોગવો પડેલો. તે દિવસે પિતાશ્રીએ મારી શાંતિપૂર્વક રમતા રહેવાની વિનીત ચેષ્ટાની પ્રશંસા કરેલી એવું યાદ છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|❖}}
{{center|❖}}

Navigation menu