31,661
edits
(+1) |
(+1) |
||
| Line 21: | Line 21: | ||
એસ્કાઈલસના જન્મના નવદસ વર્ષ પહેલાં થેસ્પીસ નામના નટને `ટ્રેજિક’ પારિતોષિક મળ્યું. આ એક બનાવમાં એક રીતે આખા ગ્રીક નાટકનું મૂળ રહ્યું છે. | એસ્કાઈલસના જન્મના નવદસ વર્ષ પહેલાં થેસ્પીસ નામના નટને `ટ્રેજિક’ પારિતોષિક મળ્યું. આ એક બનાવમાં એક રીતે આખા ગ્રીક નાટકનું મૂળ રહ્યું છે. | ||
ગ્રીક નાટક આ થેસ્પીસે શોધ્યું કે પ્રચલિત કર્યું એમ કહેવાનું નથી. થેસ્પીસ પહેલાં સાવ પ્રાથમિક દશામાં પણ નાટક હતું જ. અને ઘણી બધી વાતો જેમ એનું મૂળ પણ ભક્તિપ્રદર્શન, ઉત્સવ, કુદરત મીઠી હોય ત્યારે પ્રજામાત્રના મનમાં આવે એ આનંદ, માનવી કરતાં વધુ શક્તિશાળી પુરવાર થયેલાં, સમજણમાં ન ઊતરતાં, આધિભૌતિક માની લેવાયેલાં, બળોને રાજી રાખવાનાં વલખાં, અને એને અપાયેલો એક પ્રકારનો ધાર્મિક સ્વાંગ, એવાં બધાંમાં હતું. ડાયોનિસસ એટલે ફળદ્રુપતાનો દેવ. ખેતીની મજૂરી પૂરી કરી પછી એને સાધ્યો હોય તો ફસલ બગડે નહીં, ઓછી ઊતરે નહીં, કશો આસમાની ઉપદ્રવ થાય નહીં. આ માટે ‘ડીથીરેમ્બ’ એટલે કે ગોળચકરાવે ઘૂમતા, વાદ્યો સાથે ગીત ગાતા ગાયકોનું પ્રાર્થનાગીત, જેમાં પરાક્રમી પૂર્વજોની ગાથા પણ હોય તે ગવાતું. સાથે સાથે ક્યાંક ક્યાંક એમાં માનવી કરતાં જુદાં પણ દેવો નહીં એવાં અર્ધમનુષ્ય, અર્ધપશુ એવાં પાત્ર આવતાં. આવાંને સેટર (Satyr) કહેવાતાં. ક્યારેક બધા ગાયક આ સેટરની કલ્પનાને સાકાર કરે એવા પોષાક પહેરતા. | ગ્રીક નાટક આ થેસ્પીસે શોધ્યું કે પ્રચલિત કર્યું એમ કહેવાનું નથી. થેસ્પીસ પહેલાં સાવ પ્રાથમિક દશામાં પણ નાટક હતું જ. અને ઘણી બધી વાતો જેમ એનું મૂળ પણ ભક્તિપ્રદર્શન, ઉત્સવ, કુદરત મીઠી હોય ત્યારે પ્રજામાત્રના મનમાં આવે એ આનંદ, માનવી કરતાં વધુ શક્તિશાળી પુરવાર થયેલાં, સમજણમાં ન ઊતરતાં, આધિભૌતિક માની લેવાયેલાં, બળોને રાજી રાખવાનાં વલખાં, અને એને અપાયેલો એક પ્રકારનો ધાર્મિક સ્વાંગ, એવાં બધાંમાં હતું. ડાયોનિસસ એટલે ફળદ્રુપતાનો દેવ. ખેતીની મજૂરી પૂરી કરી પછી એને સાધ્યો હોય તો ફસલ બગડે નહીં, ઓછી ઊતરે નહીં, કશો આસમાની ઉપદ્રવ થાય નહીં. આ માટે ‘ડીથીરેમ્બ’ એટલે કે ગોળચકરાવે ઘૂમતા, વાદ્યો સાથે ગીત ગાતા ગાયકોનું પ્રાર્થનાગીત, જેમાં પરાક્રમી પૂર્વજોની ગાથા પણ હોય તે ગવાતું. સાથે સાથે ક્યાંક ક્યાંક એમાં માનવી કરતાં જુદાં પણ દેવો નહીં એવાં અર્ધમનુષ્ય, અર્ધપશુ એવાં પાત્ર આવતાં. આવાંને સેટર (Satyr) કહેવાતાં. ક્યારેક બધા ગાયક આ સેટરની કલ્પનાને સાકાર કરે એવા પોષાક પહેરતા. | ||
આમાંથી થેસ્પીસે ઈ. પૂ. ૫૩૪માં પહેલી ગ્રીક | આમાંથી થેસ્પીસે ઈ. પૂ. ૫૩૪માં પહેલી ગ્રીક ટ્રેજેડી<ref>કરુણાન્ત નાટક કે કારુણિકા એવો અનુવાદ કરવા કરતાં ‘ટ્રેજેડી’ શબ્દ જ અપનાવવો બહેતર લાગે છે.</ref> ભજવી. આજે આપણે જેને ટ્રેજેડી કહીએ છીએ તેવી જ. પણ ડીથીરેમ્બના કોરસ(ગાયકવૃન્દ)ના માત્ર ગાયન અને વૃત્તાન્તનિવેદન-narrationમાંથી સંવાદની પ્રાથમિક આભા ઊભી કરી શકાય એવું પહેલું કલ્પનોત્થ ઉમેરણ થેસ્પીસે દાખલ કર્યું. હકીકતમાં એને નવરીતિ-Innovation કહેવું જોઈએ. આ નવરીતિ એ નટનું ઉમેરણ. આ નટ જેને ‘પ્રોટેગોનિસ્ટ’ કહેવામાં આવ્યો તે કોરસના નેતા ‘કોરીફીઅસ’ સાથે વાતચીત કરે. હજુ સંવાદ નથી આવ્યો. પણ સંવાદની શક્યતા ઊભી થઈ. | ||
થેસ્પીસે પોતે એક સ્પર્ધામાં આ નવરીતિ દાખલ કરેલી. અને એને સારી દાદ મળી. | થેસ્પીસે પોતે એક સ્પર્ધામાં આ નવરીતિ દાખલ કરેલી. અને એને સારી દાદ મળી. | ||
નાટક આવું આવું કરતું હતું. અને એ જ વખતે એથેન્સની પ્રજા એક નવો પ્રયોગ અજાણતાં આગળ ધપાવતી હતી. બાહ્ય આક્રમણનો ભય સતત હતો. પણ ઘરઆંગણેય, ગમે તેટલી ઉપકારક હોય છતાં રૂપે-ગુણે જુલ્મશાહી પાંગરતી હતી. બાહ્ય આક્રમણને હટાવવા કટિબદ્ધ થયેલી પ્રજા ઘરઆંગણાની જુલ્મશાહીને સહી લ્યે એમ ન જ બને. અને એટલે જ એક આંતરિક ઘર્ષણ પણ હવામાં ગાજતું હતું. લોકશાહીને પાંગરવાની ઘડી જાણે આવી લાગી હતી. | નાટક આવું આવું કરતું હતું. અને એ જ વખતે એથેન્સની પ્રજા એક નવો પ્રયોગ અજાણતાં આગળ ધપાવતી હતી. બાહ્ય આક્રમણનો ભય સતત હતો. પણ ઘરઆંગણેય, ગમે તેટલી ઉપકારક હોય છતાં રૂપે-ગુણે જુલ્મશાહી પાંગરતી હતી. બાહ્ય આક્રમણને હટાવવા કટિબદ્ધ થયેલી પ્રજા ઘરઆંગણાની જુલ્મશાહીને સહી લ્યે એમ ન જ બને. અને એટલે જ એક આંતરિક ઘર્ષણ પણ હવામાં ગાજતું હતું. લોકશાહીને પાંગરવાની ઘડી જાણે આવી લાગી હતી. | ||
| Line 35: | Line 35: | ||
આટલા ક્રમમાં બીજી વસ્તુઓ પણ આવી મળે છે, ઉમેરાય છે. | આટલા ક્રમમાં બીજી વસ્તુઓ પણ આવી મળે છે, ઉમેરાય છે. | ||
પહેલું તો આમતેમ આથડતો સમાજ કોક રીતે, થોડોક સ્થિર થાય છે. સ્થિર થતાં એનો ભય કમતી થાય છે. માનવીના નિકૃષ્ટપણાના વિચારને બદલે, સ્થિરતા, થોડી સલામતીની લાગણી, આવે છે. જીવનસંઘર્ષ પહેલાં ઉગ્ર રોષભર્યો અને દાહક હતો તેને બદલે, કાંક ફૂણો પડયા જેવું લાગે, એવી પરિસ્થિતિ પેદા થાય છે. એ બધા સાથે માનવી આમ આ માની લીધેલી ભૂતાવળના વળગાડમાંથી નીકળીને પોતાના બુદ્ધિ અને પુરુષાર્થ કાંક હાંસલ કરી શકે એમ છે, એવી સાવ નમ્ર નહીં તેવી લાગણી પણ દાખલ થાય છે. અને જૂની દેવશ્રેણીને સ્થાને સંસ્કારેલી નવી દેવશ્રેણી દાખલ થતી દેખાય છે. | પહેલું તો આમતેમ આથડતો સમાજ કોક રીતે, થોડોક સ્થિર થાય છે. સ્થિર થતાં એનો ભય કમતી થાય છે. માનવીના નિકૃષ્ટપણાના વિચારને બદલે, સ્થિરતા, થોડી સલામતીની લાગણી, આવે છે. જીવનસંઘર્ષ પહેલાં ઉગ્ર રોષભર્યો અને દાહક હતો તેને બદલે, કાંક ફૂણો પડયા જેવું લાગે, એવી પરિસ્થિતિ પેદા થાય છે. એ બધા સાથે માનવી આમ આ માની લીધેલી ભૂતાવળના વળગાડમાંથી નીકળીને પોતાના બુદ્ધિ અને પુરુષાર્થ કાંક હાંસલ કરી શકે એમ છે, એવી સાવ નમ્ર નહીં તેવી લાગણી પણ દાખલ થાય છે. અને જૂની દેવશ્રેણીને સ્થાને સંસ્કારેલી નવી દેવશ્રેણી દાખલ થતી દેખાય છે. | ||
આ નવી શ્રેણી પણ સાવ અ-માનવીય છે એમ માનવાનું નથી; પણ સાચો ફેરફાર તો માનવી માનવી વચ્ચેના વહેવારનાં, આજ લગી અવિચળ મનાયેલાં મૂલ્યમાં થાય છે. | |||
વિષય અત્યંત રસિક હોવા છતાં વધુ વીગતમાં જવાનું અહીં શક્ય નથી. હોમરે જેનું નિરૂપણ કર્યું તેવા ટ્રોયના સર્વનાશી યુદ્ધ સમયે જે દેવશ્રેણીમાં સ્પાર્ટા વગેરેના વાસીઓને શ્રદ્ધા હતી, જેમના કૃપા-કટાક્ષ પામવા એ નરમેધ પણ કરતા, જે શ્રેણીના દેવ ક્રોધે ભરાઈને કે કિન્નો રાખીને માનવીને ખેદાનમેદાન કરતાં, એ દેવોને બદલે થોડા વધારે દયાળુ દેવોને ગ્રીકોના દિલમાં વિશેષ સ્થાન મળતું થાય, અને જૂના દેવો અને નવા દેવો એવી રીતે વાત થાય એવી પરિસ્થિતિ આવી હતી. ફરી એક વાર માનવીને પોતાને ગમતા દેવ રચવાના હતા. નિર્દય, દ્વેષિલા, કિન્નાખોર, હવસખોર, દેવોને સ્થાને નવા પ્રેમાળ, દયાળુ, સ્વચ્છ મન અને અસ્ખલનશીલ ચારિત્ર્યવાળા દેવોની સ્થાપના ક્યાંક ક્યાંક થઈ હતી. | વિષય અત્યંત રસિક હોવા છતાં વધુ વીગતમાં જવાનું અહીં શક્ય નથી. હોમરે જેનું નિરૂપણ કર્યું તેવા ટ્રોયના સર્વનાશી યુદ્ધ સમયે જે દેવશ્રેણીમાં સ્પાર્ટા વગેરેના વાસીઓને શ્રદ્ધા હતી, જેમના કૃપા-કટાક્ષ પામવા એ નરમેધ પણ કરતા, જે શ્રેણીના દેવ ક્રોધે ભરાઈને કે કિન્નો રાખીને માનવીને ખેદાનમેદાન કરતાં, એ દેવોને બદલે થોડા વધારે દયાળુ દેવોને ગ્રીકોના દિલમાં વિશેષ સ્થાન મળતું થાય, અને જૂના દેવો અને નવા દેવો એવી રીતે વાત થાય એવી પરિસ્થિતિ આવી હતી. ફરી એક વાર માનવીને પોતાને ગમતા દેવ રચવાના હતા. નિર્દય, દ્વેષિલા, કિન્નાખોર, હવસખોર, દેવોને સ્થાને નવા પ્રેમાળ, દયાળુ, સ્વચ્છ મન અને અસ્ખલનશીલ ચારિત્ર્યવાળા દેવોની સ્થાપના ક્યાંક ક્યાંક થઈ હતી. | ||
આનું તાર્કિક પરિણામ એ હતું કે જેમ મૃત્યુથી બધી વાતનો અંત આવે છે એવો તર્ક અસ્વીકાર્ય બનતો હતો તેમ જ, માનવી બીજા માનવી સાથેનો પોતાનો માની લીધેલો હિસાબ, જંગલના પશુની રીતે પતાવે એ પણ અસ્વીકાર્ય જ નહીં પણ અન્-આચરણીય રીત મનાતી થઈ હતી. માનવી અને માનવી વચ્ચેના વહેવારમાં અને થોડીક હિંમત કરીને કહીએ તો માનવી અને દેવ વચ્ચેના ખાનગી સોદામાં પણ અમુક મૂલ્યનો દેહધારી સમાજ દાખલ થયો હતો. | આનું તાર્કિક પરિણામ એ હતું કે જેમ મૃત્યુથી બધી વાતનો અંત આવે છે એવો તર્ક અસ્વીકાર્ય બનતો હતો તેમ જ, માનવી બીજા માનવી સાથેનો પોતાનો માની લીધેલો હિસાબ, જંગલના પશુની રીતે પતાવે એ પણ અસ્વીકાર્ય જ નહીં પણ અન્-આચરણીય રીત મનાતી થઈ હતી. માનવી અને માનવી વચ્ચેના વહેવારમાં અને થોડીક હિંમત કરીને કહીએ તો માનવી અને દેવ વચ્ચેના ખાનગી સોદામાં પણ અમુક મૂલ્યનો દેહધારી સમાજ દાખલ થયો હતો. | ||
| Line 138: | Line 138: | ||
<big>'''૩ : નાટક એગામેમ્નોન'''</big> | <big>'''૩ : નાટક એગામેમ્નોન'''</big> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એસ્કાઈલસ પોતાના પુરોગામીઓ અને અનુગામીઓ બન્ને કરતાં કઈ રીતે જુદો પડે છે અને એનું પોતાનું વિશેષ પ્રદાન શું છે એ જાણવા જોવા માટે આજે તો એના કુલ નેવું લખાયેલાં અને ભજવાયેલાં મનાતાં નાટકમાંથી જે ફક્ત સાત | એસ્કાઈલસ પોતાના પુરોગામીઓ અને અનુગામીઓ બન્ને કરતાં કઈ રીતે જુદો પડે છે અને એનું પોતાનું વિશેષ પ્રદાન શું છે એ જાણવા જોવા માટે આજે તો એના કુલ નેવું લખાયેલાં અને ભજવાયેલાં મનાતાં નાટકમાંથી જે ફક્ત સાત નાટક<ref>ધ પર્શિયન્સ : ઈ. પૂ. ૪૭૨ એરિસ્ટીઈન નાટ્યત્રયી : ઈ. પૂ. ૪૫૮<br> | ||
પ્રોમિથિયસ બાઉન્ડ : ઈ. પૂ. ૪૭૦ એગામેમ્નેન :<br> | પ્રોમિથિયસ બાઉન્ડ : ઈ. પૂ. ૪૭૦ એગામેમ્નેન :<br> | ||
સેવન એગેન્સ્ટ થીબીસ : ઈ. પૂ. ૪૬૭ પિંડદાન :<br> | સેવન એગેન્સ્ટ થીબીસ : ઈ. પૂ. ૪૬૭ પિંડદાન :<br> | ||
| Line 146: | Line 146: | ||
પ્રચલિત રીત મુજબ ટ્રેજેડી ટ્રીલોજીમાં–નાટ્યત્રયીમાં–રચાતી અને રજૂ થતી. આમાંનું પ્રથમ નાટક, એ નાટક શરૂ થાય તે પહેલાં બનેલા કોઈ બનાવના પરિણામરૂપના બનાવ વિષે હતું. બીજું નાટક એ પ્રથમ નાટકમાં બનેલા `ગુના’ના એ વખતના કાનૂન કે દેવનો કોપ કે ન્યાયી ઠરેલા બદલાના સ્વરૂપના વસ્તુ વિષે રહેતું. ત્રીજું નાટક એ નાટકકારના પોતાના સૂચનરૂપનું રહેતું. આનો જાણે એક સામાન્ય ક્રમ બની ગયો હતો. સમગ્ર રીતે જોતાં એસ્કાઈલસનું `ત્રીજું નાટક’ એ એક પ્રકારના Reconciliationનું, વેરને બદલે મનમેળનું રહેતું. વેરની ભાવના, જે વહેવારનું જાણેઅજાણે, અણસમજે પણ ચાલક બળ બની હતી તેને સ્થાને, સમજાવટ, ઉદારતા અને ન્યાયના પ્રાકૃત ખ્યાલને બદલે, `જીવો’નો અર્થ જ `જીવવા દ્યો’ એમ થાય છે એમ કહેવાનું કવિદ્રષ્ટા નાટકકારનું મન છે એટલી વાત છતી થતી. રોષ ભરાતા દેવ, દયાળુ પણ છે, એની દયા એ એના રોષ કરતાં માનવીને વિશેષ ભાવે એવી વસ્તુ છે, એમ પણ આ નાટકકારને કહેવાનું હતું. આ નાટકકારને જો પુનર્જન્મની ભાવના મળી કે સૂઝી હોત તો, ઘણું શુભ પરિણામ આવ્યું હોત એમ એક વિદ્વાને કહ્યું છે. આ વિધાનની ચર્ચા કરવાનું અહીં અપ્રસ્તુત છે. | પ્રચલિત રીત મુજબ ટ્રેજેડી ટ્રીલોજીમાં–નાટ્યત્રયીમાં–રચાતી અને રજૂ થતી. આમાંનું પ્રથમ નાટક, એ નાટક શરૂ થાય તે પહેલાં બનેલા કોઈ બનાવના પરિણામરૂપના બનાવ વિષે હતું. બીજું નાટક એ પ્રથમ નાટકમાં બનેલા `ગુના’ના એ વખતના કાનૂન કે દેવનો કોપ કે ન્યાયી ઠરેલા બદલાના સ્વરૂપના વસ્તુ વિષે રહેતું. ત્રીજું નાટક એ નાટકકારના પોતાના સૂચનરૂપનું રહેતું. આનો જાણે એક સામાન્ય ક્રમ બની ગયો હતો. સમગ્ર રીતે જોતાં એસ્કાઈલસનું `ત્રીજું નાટક’ એ એક પ્રકારના Reconciliationનું, વેરને બદલે મનમેળનું રહેતું. વેરની ભાવના, જે વહેવારનું જાણેઅજાણે, અણસમજે પણ ચાલક બળ બની હતી તેને સ્થાને, સમજાવટ, ઉદારતા અને ન્યાયના પ્રાકૃત ખ્યાલને બદલે, `જીવો’નો અર્થ જ `જીવવા દ્યો’ એમ થાય છે એમ કહેવાનું કવિદ્રષ્ટા નાટકકારનું મન છે એટલી વાત છતી થતી. રોષ ભરાતા દેવ, દયાળુ પણ છે, એની દયા એ એના રોષ કરતાં માનવીને વિશેષ ભાવે એવી વસ્તુ છે, એમ પણ આ નાટકકારને કહેવાનું હતું. આ નાટકકારને જો પુનર્જન્મની ભાવના મળી કે સૂઝી હોત તો, ઘણું શુભ પરિણામ આવ્યું હોત એમ એક વિદ્વાને કહ્યું છે. આ વિધાનની ચર્ચા કરવાનું અહીં અપ્રસ્તુત છે. | ||
આ દૃષ્ટિએ એસ્કાઈલસની નાટ્યત્રયીના એક એક અંકોડાને જોઈએ. | આ દૃષ્ટિએ એસ્કાઈલસની નાટ્યત્રયીના એક એક અંકોડાને જોઈએ. | ||
પહેલું નાટક : ચાલ્યા આવતા વેરને – કુટુમ્બ પરની કદુવાને – વિશેષ ઉપસાવે એવું કાંક નાટક શરૂ થાય તે પહેલાં બન્યું છે. બીજી બધી વાતો જેમ દેવોએ, માનવીની વાતમાં ક્રોધે ભરાઈને હસ્તક્ષેપ કર્યો છે. સામાન્ય માનવી સતત ભયમાં છે. રોષે ભરાયેલા દેવો શું કરશે એનો એને ચાલુ ભય છે. આ ભયે એના જીવનના આનંદને લૂંટી લીધો છે. અને આ જ ક્ષણે પાત્રો – નિયતિના નિમિત્તો – મોટે ભાગે મદે છકેલાં છે. દેવોની કૃપાને કારણે મળેલી સિદ્ધિને એ પોતાનો વિજય માની લ્યે છે. વિજય, નમ્ર બનાવવાને બદલે એમને ઉદ્દંડ બનાવે છે. જે દેવોનું છે (ગૌરવ, પ્રતિષ્ઠા, વગેરે) તે પોતાનું ગણવા ગણાવવાની એ ચેષ્ટા કરે છે. છેક પગ નીચે આવી પહોંચેલાં રેલાને એ જરાકે પારખી નથી શકતો. બધી રીતે મદાંધ બને છે. (મદ સર્વનાશ પહેલાં જાય એવી કહેતીને સાવ ખોટી પાડતાં દૃષ્ટાંત અહીં મળે છે. | પહેલું નાટક : ચાલ્યા આવતા વેરને – કુટુમ્બ પરની કદુવાને – વિશેષ ઉપસાવે એવું કાંક નાટક શરૂ થાય તે પહેલાં બન્યું છે. બીજી બધી વાતો જેમ દેવોએ, માનવીની વાતમાં ક્રોધે ભરાઈને હસ્તક્ષેપ કર્યો છે. સામાન્ય માનવી સતત ભયમાં છે. રોષે ભરાયેલા દેવો શું કરશે એનો એને ચાલુ ભય છે. આ ભયે એના જીવનના આનંદને લૂંટી લીધો છે. અને આ જ ક્ષણે પાત્રો – નિયતિના નિમિત્તો – મોટે ભાગે મદે છકેલાં છે. દેવોની કૃપાને કારણે મળેલી સિદ્ધિને એ પોતાનો વિજય માની લ્યે છે. વિજય, નમ્ર બનાવવાને બદલે એમને ઉદ્દંડ બનાવે છે. જે દેવોનું છે (ગૌરવ, પ્રતિષ્ઠા, વગેરે) તે પોતાનું ગણવા ગણાવવાની એ ચેષ્ટા કરે છે. છેક પગ નીચે આવી પહોંચેલાં રેલાને એ જરાકે પારખી નથી શકતો. બધી રીતે મદાંધ બને છે. (મદ સર્વનાશ પહેલાં જાય એવી કહેતીને સાવ ખોટી પાડતાં દૃષ્ટાંત અહીં મળે છે.<ref>ભાસે ‘ઊરુભંગ’માં દુર્યોધનનો મદ ગળી ગયો એમ બતાવ્યું છે એ વાતનું અહીં સ્મરણ થાય છે.</ref>) | ||
બીજું નાટક : પહેલાં કરતાં વિશેષ Violent, ભાવોદ્રેકના અનુભવવાળું હોય છે. એનો કથાતંતુ તો પ્રથમ નાટકમાં બનેલા બનાવના પ્રત્યાઘાતરૂપે જે બને છે એટલો જ હોય છે. આમાં જે Violence, ભાવોદ્રેકતા આવે છે એનું કારણ, કોઈ દેવને વિશેષ ખીજવવા જેવું બને છે એ તો છે જ. પણ સાથે સાથે નાટકકારના મનમાં પણ એક પ્રકારની હતાશા છે અને આવા જ વિકલ્પો વચ્ચે વેડફાઈ જતી માનવીની જિંદગી પ્રત્યે જામતી ઘૃણા અને નફરત સાથે જ આર્દ્રતા, દયાના અંકુર પણ દેખાતા થાય છે, એનું દર્શન થાય છે. નાટકકાર વિશેષ ક્ષુબ્ધ લાગે છે. જે બને છે તે સારું નથી એટલી ખાતરી થયા પછી `આ અનિવાર્ય છે?’ એવો પ્રશ્ન એ જાતને પૂછતો થાય છે. માણસ સમજતો કેમ નથી? એવી જાતને જ થતી પૃચ્છા એને વિશેષ વિહ્વળ બનાવે છે. જે બન્યું છે અને જે બને છે એ તો નિંદ્ય છે જ, પણ જેના હાથે એ થયું, જે નિમિત્ત બન્યો, એ નિંદ્ય નથી, તિરસ્કાર કે કારમી સજાને પાત્ર નથી. નાટકકાર પોતે બે વિકલ્પો વચ્ચે ઝોલાં ખાતો અને કશું નક્કી ન કરી શકતો લાગે છે. | બીજું નાટક : પહેલાં કરતાં વિશેષ Violent, ભાવોદ્રેકના અનુભવવાળું હોય છે. એનો કથાતંતુ તો પ્રથમ નાટકમાં બનેલા બનાવના પ્રત્યાઘાતરૂપે જે બને છે એટલો જ હોય છે. આમાં જે Violence, ભાવોદ્રેકતા આવે છે એનું કારણ, કોઈ દેવને વિશેષ ખીજવવા જેવું બને છે એ તો છે જ. પણ સાથે સાથે નાટકકારના મનમાં પણ એક પ્રકારની હતાશા છે અને આવા જ વિકલ્પો વચ્ચે વેડફાઈ જતી માનવીની જિંદગી પ્રત્યે જામતી ઘૃણા અને નફરત સાથે જ આર્દ્રતા, દયાના અંકુર પણ દેખાતા થાય છે, એનું દર્શન થાય છે. નાટકકાર વિશેષ ક્ષુબ્ધ લાગે છે. જે બને છે તે સારું નથી એટલી ખાતરી થયા પછી `આ અનિવાર્ય છે?’ એવો પ્રશ્ન એ જાતને પૂછતો થાય છે. માણસ સમજતો કેમ નથી? એવી જાતને જ થતી પૃચ્છા એને વિશેષ વિહ્વળ બનાવે છે. જે બન્યું છે અને જે બને છે એ તો નિંદ્ય છે જ, પણ જેના હાથે એ થયું, જે નિમિત્ત બન્યો, એ નિંદ્ય નથી, તિરસ્કાર કે કારમી સજાને પાત્ર નથી. નાટકકાર પોતે બે વિકલ્પો વચ્ચે ઝોલાં ખાતો અને કશું નક્કી ન કરી શકતો લાગે છે. | ||
એક દૃષ્ટિથી જોઈએ તો આ બીજા નાટકમાં વાસ્તવિક રીતે નાટકકાર, નખશિખ માનવી બનતો દાખલથાય છે. | એક દૃષ્ટિથી જોઈએ તો આ બીજા નાટકમાં વાસ્તવિક રીતે નાટકકાર, નખશિખ માનવી બનતો દાખલથાય છે. | ||