સંચયન-૮: Difference between revisions

253 bytes added ,  11:47, 28 June 2025
+1
()
(+1)
Line 126: Line 126:
{{Block center|<poem>શબ્દ વિના હું અંધ છું. શબ્દ વિના હું ચૂપ

શબ્દ વિનાનું આયખું જાણે, ઠાલો કૂપ!</poem>}}  

[[File:Sanchayan 8 - 5.jpg|300px|left]]
{{Poem2Open}}
{{Poem2Open}}
ઋતુ આવે છે ને મારા કાનમાં ટહુકો કરે છે. ઋતુ મારી પ્રિયતમા છે. મારી પંચેન્દ્રિય એનાથી સતત સન્નદ્ધ રહે છે. એ મને મારી સંકડામણોમાંથી દૂર છોડાવી લઈ જાય છે. દુન્યવી વ્યવહારોની જૂઠી, બરડ, જડ રસમોથી એ મને અળગો કરી રહી છે. આઘેના વનોમાં, પહાડોમાં મને વને વને પર્વતો ફેરવતી આ પ્રેમિકા ઋતુઓ મને તરુ તરુની ગંધથી સભર સભર કરી દે છે. આ ઋતુઓ મને ઘરમાંય ઠરવા દેતી નથી!  

વનમાં હજી પાનખરનો પડાવ છે…. ને આ વસંત તો સોઢાય છે બપોરી તડકાના ફરફરતા વસ્ત્રમાં કોઈ મુગ્ધાના શ્વાસ જેવી. આ તડકો ચંદનના લેપ જેવો મઘમઘે છે બધે. મને યાદ આવે છે સંસ્કૃતિરાણી દેસાઈની કવિતા : ‘વણજારણ ઋતુઓ' હું એનો મોટેથી પાઠ કરું છું. સાંભળો !

“વણજારણ ઋતુઓ આવે છે નિયમિત રીતે પોતાના કાફલા સાથે ને નાખે છે પડાવ ગામમાં. જેમ નૌટંકીવાળા પોતાનો ખેલ રાખે છે તેમ વણજારણ ઋતુના ખેલમાં લપટાઈ જાય છે ગામલોકો. રીઝવવામાં ખૂબ હોશિયાર છે આ વણજારણો, મોહી પડે છે ઘણા તેના ઉપર પણ આ તો તેમનો ધંધો છે. કોઈની સાથે હળી ગયા વગર સમય પૂરો થયે પોતાનો પડાવ ઉપાડી જતો રહે છે વણજારણોનો કાફલો. આવતે વર્ષે ક્યારે આવશે તેની રાહ જોતાં મૂકી જાય છે મોહી પડેલા લોકોને. કોઈક વાર કોઈ નાનકડી વણજારણ કન્યા હળી જાય છે કોઈક સાથે ને બહુ કરગરીને રહી પડે છે ગામમાં પણ નથી માફક આવતી તેને સીધી સપાટ જિંદગી ને સોહરાઈને ગેરહાજરી અનુભવવા માંડે છે પોતાના કાફલાની વણજારણ ઋતુઓ રાહ જોવડાવી, તડપાવી ગામમાં આવી પડાવ નાખે છે ને ફરી પાછા મોહી લે છે ગામલોકોને. કવિતાની પળ જેવી વણજારણ કન્યા જતી રહે છે વણજારણ ઋતુઓ સાથે સમય પૂરો થતાં. ફરી પાછા વર્ષે આવશે તેની રાહ જોતા મૂકી જાય છે મોહી પડેલા લોકોને!”  

Line 138: Line 138:
{{right|(સોનાનાં વૃક્ષો)}}<br>
{{right|(સોનાનાં વૃક્ષો)}}<br>
{{right|{{Color|#ff6666|'''મણિલાલ હ. પટેલ'''}}}}<br>

<center>
{|style="border-right:0px #000 solid;width:80%;padding-right:0.5em;"
|-{{ts|vtp}}
| [[File:Sanchayan 8 - 6.jpg|center|180px|left]]
| [[File:Sanchayan 8 - 7.jpg|center|200px|right]]
| [[File:Sanchayan 8 - 8.jpg|center|200px|right]]
|}
</center>