32,558
edits
(+1) |
No edit summary |
||
| Line 182: | Line 182: | ||
{{gap|3em}}નિજાનંદે હંમેશા બાલ, મસ્તીમાં મઝા લેજે | {{gap|3em}}નિજાનંદે હંમેશા બાલ, મસ્તીમાં મઝા લેજે | ||
{{right|<small>આપણી કવિતા સમૃદ્ધિઃ બ.ક.ઠાકોર</small>}}</poem>}} | {{right|<small>આપણી કવિતા સમૃદ્ધિઃ બ.ક.ઠાકોર</small>}}</poem>}} | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
{{Block center|<poem> | |||
<center><big><big>{{color|#000066|જનની }}</big></big> | |||
<big>{{Color|#0066cc|'''દામોદર ખુશાલદાસ બોટાદકર '''}}</big></center> | |||
મીઠાં મધુ ને મીઠા મેહુલા રે લોલ, | |||
{{gap|3em}}એથી મીઠી તે મોરી માત રે, | |||
જનનીની જોડ સખિ! નહિ જડે રે લોલ. | |||
પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ, | |||
{{gap|3em}}જગથી જુદેરી એની જાત રે. {{right|જનનીની.}} | |||
અમીની ભરેલી એની આંખડી રે લોલ, | |||
{{gap|3em}}વ્હાલનાં ભરેલાં એનાં વેણ રે. {{right| જનનીની. }} | |||
હાથ ગૂંથેલ એના હીરના રે લોલ, | |||
{{gap|3em}}હૈયું હેમંત કેરી હેલ રે, {{right|જનનીની. }} | |||
દેવોને દૂધ એનાં દોહ્યલાં રે લોલ, | |||
{{gap|3em}}શશીએ સિંચેલ એની સોડ્ય રે. {{right|જનનીની. }} | |||
જગનો આધાર એની આંગળી રે લોલ, | |||
{{gap|3em}}કાળજામાં કૈંક ભર્યા કોડ રે. {{right|જનનીની. }} | |||
ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ, | |||
{{gap|3em}}પળના બાંધેલ એના પ્રાણ રે. {{right|જનનીની.}} | |||
મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ, | |||
{{gap|3em}}લેતાં ખૂટે ન એની લ્હાણ રે. {{right|જનનીની. }} | |||
ધરણીમાતાયે હશે ધ્રૂજતી રે લોલ, | |||
{{gap|3em}}અચળા અચૂક એક માય રે. {{right|જનનીની. }} | |||
ગંગાનાં નીર તો વધે-ઘટે રે લોલ, | |||
{{gap|3em}}સરખો એ પ્રેમનો પ્રવાહ રે. {{right|જનનીની. }} | |||
વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ, | |||
{{gap|3em}}માડીનો મેઘ બારે માસ રે. {{right|જનનીની. }} | |||
ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ, | |||
{{gap|3em}}એનો નહિ આથમે ઉજાસ રે. | |||
{{right|જનનીની જોડ સખિ! નહિ જડે રે લોલ.}} | |||
{{right|<small>રાસતરંગિણી</small>}}</poem>}} | |||