સંચયન-૮: Difference between revisions

11,755 bytes added ,  12:21, 28 June 2025
no edit summary
No edit summary
No edit summary
Line 191: Line 191:
{{gap|3em}}એથી મીઠી તે મોરી માત રે,  
{{gap|3em}}એથી મીઠી તે મોરી માત રે,  
જનનીની જોડ સખિ! નહિ જડે રે લોલ.  
જનનીની જોડ સખિ! નહિ જડે રે લોલ.  
પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ,  
પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ,  
{{gap|3em}}જગથી જુદેરી એની જાત રે. {{right|જનનીની.}}
{{gap|3em}}જગથી જુદેરી એની જાત રે. {{right|જનનીની.}}
Line 216: Line 215:
{{right|જનનીની જોડ સખિ! નહિ જડે રે લોલ.}}
{{right|જનનીની જોડ સખિ! નહિ જડે રે લોલ.}}
{{right|<small>રાસતરંગિણી</small>}}</poem>}}
{{right|<small>રાસતરંગિણી</small>}}</poem>}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{Block center|<poem>
<center><big><big>{{color|#000066|ન જાય ઘરમાં - ન બ્હાર આવે }}</big></big>
<big>{{Color|#0066cc|'''હરજી લવજી દામાણી ‘શયદા’ '''}}</big></center>
જનારી રાત્રિ જતાં કહેજે: સલૂણી એવી સવાર આવે;
કળી કળીમાં સુવાસ મહેકે, ફૂલો ફૂલોમાં બહાર આવે.
હૃદયમાં એવી રમે છે આશા, ફરીથી એવી બહાર આવે;
તમારી આંખે શરાબ છલકે, અમારી આંખે ખુમાર આવે.
વ્યથા શું હું વિદાય આપું? વિરામના શું કરું વિચારો?
કરાર એવો કરી ગયાં છે – ન મારા દિલને કરાર આવે.
કિનારેથી તું કરી કિનારો, વમળમાં આવી ફસ્યો છે પોતે,
હવે સુકાની, ડરે શું કરવા? ભલે તૂફાનો હજાર આવે.
ન ફૂટે ફણગા, ન છોડ થાયે, ન થાય કળીઓ, ન ફૂલ ખીલે;
ધરામાં એવી ધખે છે જ્વાળા, બળી મરે જો બહાર આવે.
વિચારવાળા વિચાર કરજો, વિચારવાની હું વાત કહું છું;
જીવનમાં એથી વિશેષ શું છે? વિચાર જાયે વિચાર આવે.
તમારી મ્હેફિલની એ જ રંગત, તમારી મ્હેફિલની એ જ હલચલ;
હજાર બેસે, હજાર ઊઠે, હજાર જાયે, હજાર આવે.
હૃદયમાં કોની એ ઝંખના છે, નયન પ્રતીક્ષા કરે છે કોની?
ઊભો છે ‘શયદા’ ઉંબરમાં આવી, ન જાય ઘરમાં - ન બ્હાર આવે.
{{right|<small>F.B.</small>}}</poem>}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{Block center|<poem>
<center><big><big>{{color|#000066|પ્રાણ}}</big></big>
<big>{{Color|#0066cc|'''રવીન્દ્રનાથ ઠાકુર '''}}</big>
<big>{{Color|#0066cc|'''[અનુવાદ: નગીનદાસ પારેખ]  '''}}</big>
</center>
મરિતે ચાહિ ના આમિ સુન્દર ભુવને,
માનવેર માઝે આમિ બાંચીબારે ચાઈ.
એઈ સૂર્યકરે એઈ પુષ્પિત કાનને
જીવન્ત હૃદય-માઝે યદિ સ્થાન પાઈ !
ધરાય પ્રાણેર ખેલા ચિરતરંગિત,
વિરહ મિલન કત હાસિ-અશ્રુમય-
માનવેર સુખે દુ:ખે ગાંથિયા સંગીત
યદિ ગો રચિતે પારિ અમર-આલય !
તા યદિ ના પારિ તબે બાંચિ યત કાલ
તોમાદેરિ માઝખાને લભિ યેન ઠાઁઈ,
તોમારા તુલિબે બલે સકાલ બિકાલ
નવ નવ સંગીતેર કુસુમ ફૂટાઈ.
હાસિમુખે નિયો ફુલ, તાર પરે હાય
ફેલે દિયો ફુલ, યદિ સે ફુલ શુકાય.
{{gap|4em}}• • •
આ સૌંદર્યમય વિશ્વમાં મને મરવાની ઇચ્છા નથી.
હું માનવોમાં જીવવા ઇચ્છું છું.
આ સૂર્યના કિરણોમાં,
આ પુષ્પિત કાનનમાં, અને જીવન્ત હૃદયમાં
હું સ્થાન પામવા ઇચ્છું છું.
ધરતી પર કેટકેટલાં વિરહ અને મિલન-હાસ્ય
અને અશ્રુ-ભરી પ્રાણની લીલા
સદાય લહેરાયા જ કરે છે.
- માનવના સુખદુઃખનાં ગીતો ગૂંથીને
અમર ભૂમિ રચવાની મારી ઇચ્છા છે.
પણ જો તે ન કરી શકું,
તો જ્યાં સુધી જીવું ત્યાં સુધી
તમારી વચ્ચે જ સ્થાન પામું
એમ ઇચ્છું છું.
અને તમે ચૂંટશો એમ કરીને
સવારે અને સાંજે
નવાં નવાં સંગીતના ફૂલો ખીલવ્યા કરીશ.
તમે હસતે મોઢે એ ફૂલ લેજો
અને
ત્યાર પછી હાય, જો એ ફૂલ સુકાઈ જાય
તો ફેંકી દેજો !
{{right|<small>F.B.</small>}}</poem>}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{Block center|<poem>
<center><big><big>{{color|#000066|આંધળી માનો કાગળ }}</big></big>
<big>{{Color|#0066cc|'''ઇન્દુલાલ ગાંધી'''}}</big></center>
અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્,
પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવતી ખત,
ગગો એનો મુંબઇ કામે;
ગીગુભાઈ નાગજી નામે. લખ્ય કે માડી!
પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઈ
કાગળની એક ચબરખી પણ, મને મળી નથી ભાઈ!
સમાચાર સાંભળી તારા;
રોવું મારે કેટલા દા’ડા?
ભાણાનો ભાણિયો લખે છે કે, ગગુ રોજ મને ભેળો થાય,
દન આખો જાય દા’ડિયું ખેંચવા રાતે હોટલમાં ખાય,
નિત નવાં લૂગડાં પે’રે
પાણી જેમ પઇસા વેરે.
હોટલનું ઝાઝું ખાઈશ મા, રાખજે ખરચીખૂટનું માપ,
દવાદારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી બાપ!
કાયા તારી રાખજે રૂડી;
ગરીબની ઇ જ છે મૂડી.
ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ,
જારનો રોટલો જડે નહિ તે દી પીઉં છું એકલી છાશ,
તારે પકવાનનું ભાણું,
મારે નિત જારનું ખાણું.
દેખતી તે દી દળણાં, પાણી કરતી ઠામેઠામ,
આંખ વિનાનાં આંધળાંને હવે કોઈ ન આપે કામ,
તારે ગામ વીજળીદીવા,
મારે આંહીં અંધારાં પીવાં.
લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર
એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર.
હવે નથી જીવવા આરો,
આવ્યો ભીખ માગવા વારો.
{{right|<small>સીગ્નેચર પોયમ્સ</small>}}</poem>}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{Block center|<poem>
<center><big><big>{{color|#000066|સુની રે ફળી}}</big></big>
<big>{{Color|#0066cc|'''મુકુન્દરાય પારાશર્ય'''}}</big></center>
સૂની રે ફળી, સૂનાં ખોરડાં, સૂની લીમડાની ડાળ,
સૂનાં પાનોથી છલકે વાયરે, આખા ફળિયાનો થાળ;
રાતે ચૂવે નભનાં નેણલાં. સૂની ઓસરી, સૂના ઓરડા,
સૂનાં જાળી ને ખાટ, સૂની અધખોલી તૂટી ડેલીએ
ઊભું જુએ કો વાટ; ઝબકે મિજાગરું વાયરે.
નહીં રે ઝાંઝર, નહિ કો ઘૂઘરો, નહિ કો સંચરતું ગાય.
વળગી અવાવરુ આંગણે કુંકુમ પગલીની ઝાંય!
નયને લહરાતી ગળતી ચૂંદડી.
સૂના રે સંસારે, સૂની રાતના, નહિ કો દીવડો ન દીપ.
સમદર તીરે રવડે રેતમાં, મોતી વિહોણી છીપ.
સૂનકારે એકલતા સામટી.
રે’તાં રે રે’તાં તે દી સામટાં, આજે ઉજ્જડ આવાસ.
તોયે રે રઘવાયા મારા જીવને વળગ્યો વિરહે સહવાસ.
રણના વંટોળે સૂકું પાંદડું.
{{right|<small>દિવ્ય ભાસ્કરઃ કળશ. મે - ૨૦૨૫</small>}}</poem>}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{Block center|<poem>
<center><big><big>{{color|#000066|રાધાનું નામ તમે… }}</big></big>
<big>{{Color|#0066cc|'''સુરેશ દલાલ '''}}</big></center>
રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં
{{gap|3em}}વ્હેતું ના મેલો ઘનશ્યામ!
સાંજ ને સવાર નિત નિંદા કરે છે
{{gap|3em}}ઘેલું ઘેલું રે ગોકુળિયું ગામ!
વણ ગૂંથ્યા કેશ અને અણઆંજી આંખડી
{{gap|3em}}કે ખાલી બેડાની કરે વાત;
લોકો કરે છે શાને દિવસ ને રાત
{{gap|3em}}એક મારા મોહનની પંચાત?
વળી વળી નીરખે છે કુંજગલી : પૂછે છે,
{{gap|3em}}કેમ અલી! ક્યાં ગઈ’તી આમ?
રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં
{{gap|3em}}વ્હેતું ના મેલો ઘનશ્યામ!
કોણે મૂક્યું ’લિ તારે અંબોડે ફૂલ?
{{gap|3em}}એની પૂછી પૂછીને લીયે ગંધ;
વહે અંતરની વાત એ તો આંખ્યુંની ભૂલ,
{{gap|3em}}જો કે હોઠોની પાંખડીનો બંધ.
મારા મોઢેથી ચહે સાંભળવા સાહેલી,
{{gap|3em}}માધવનું મધમીઠું નામ;
રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં
{{gap|3em}}વ્હેતું ના મેલો ઘનશ્યામ!
{{right|<small>F.B.</small>}}</poem>}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{Block center|<poem>
<center><big><big>{{color|#000066|રાધાનું નામ તમે… }}</big></big>
<big>{{Color|#0066cc|'''સુરેશ દલાલ '''}}</big></center>