સંચયન-૮: Difference between revisions

49,013 bytes removed ,  13:03, 8 July 2025
no edit summary
No edit summary
No edit summary
Line 98: Line 98:
'''{{color|#800000|નિબંધ}}'''
'''{{color|#800000|નિબંધ}}'''
{{color|#0066cc|નરસિંહ ટેકરીની ભૂતકથા}}  {{Color|#ff6666|~ મયૂર ખાવડુ}}
{{color|#0066cc|નરસિંહ ટેકરીની ભૂતકથા}}  {{Color|#ff6666|~ મયૂર ખાવડુ}}
{{color|#800000|વિવેચન}}
{{color|#0066cc|‘સૈરન્ધ્રી’ વિશે}} {{Color|#ff6666|~ મનીષા દવે}}
'''{{color|#800000|વિચાર}}'''
'''{{color|#800000|વિચાર}}'''
{{color|#0066cc|વિનોબા}}
{{color|#0066cc|વિનોબા}}
Line 581: Line 579:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|✳ ✳ ✳}}
{{center|✳ ✳ ✳}}
== ॥ વિવેચન ॥ ==
<center><big><big>{{color|#000066|‘સૈરન્ધ્રી’ વિશે}}</big></big><br>
<big>{{Color|#0066cc|'''મનીષા દવે'''}}</big></center>
[[File:Sanchayan 8 - 25.jpg|300px|left]]
{{center|૧.}}
{{Poem2Open}}
વિનોદ જોશી કૃત સૈરન્ધ્રી વિશે ગુજરાતી સાહિત્યમાં, ખાસ તો સમૂહ માધ્યમોમાં અને સાહિત્યના કાર્યક્રમોમાં ઘણા સમયથી જે પ્રશંસાત્મક ચર્ચાઓ ચાલે છે તે પરથી જેણે આ કૃતિ વાંચી નથી તેવા સરેરાશ સાહિત્યભાવકને એમ જ લાગે કે આ એક અભૂતપૂર્વ રચના છે. કવિએ સ્વયં અનેક સ્થાને એનાં પઠનો કર્યાં છે. ગુજરાતી ભાષા–સાહિત્યના અધ્યાપકોએ કરંડિયા ભરીને એનાં વખાણ કર્યાં છે. આ પ્રબંધકાવ્ય-કવિ પોતે એને આ સંજ્ઞાથી ઓળખાવે છે-ભારતની અન્ય એક કરતાં વધુ ભાષાઓમાં પણ અનુવાદિત થઈ રહ્યું છે. આ નિમિત્તે એવો પ્રશ્ન થવો જોઈએ કે ખરેખર સૈરન્ધ્રી ગુજરાતી સાહિત્યનું પ્રતિનિધિત્વ કરી શકે એવી સક્ષમ કૃતિ છે ખરી? અથવા જેટલી પ્રશંસા આ કૃતિની થઈ છે તેને અનુરૂપ એનું રચનાવિધાન છે ખરું? નામ પરથી સ્પષ્ટ છે તેમ આ કૃતિ દ્રૌપદીએ ગુપ્તવાસ દરમ્યાન રાખેલા છદ્મનામ સાથે કોઈ રીતે સંબંધિત છે. તો પુરાકથાના વિનિયોગની રીતે આ કાવ્ય કશી નવી ઊંચાઈઓ સિદ્ધ કરે છે ખરી? આ વિશે છેલ્લાં ત્રણ વર્ષના અભ્યાસને પરિણામે અને કૃતિના સૂક્ષ્મ વાચનને પરિણામે મારો ઉત્તર સ્પષ્ટ ના છે. સાહિત્યિક દૃષ્ટિએ સૈરન્ધ્રી એમની પૂર્વે રચાયેલી શિખંડી જેવી, બલકે એ કરતાંયે વધારે નબળી કૃતિ છે. એની સમગ્રલક્ષી તપાસ મેં મારા સુદીર્ઘ લેખમાં વિસ્તારપૂર્વક કરી છે. અહીં હું કેટલાક મુદ્દાઓ લઈ મારી વાત ટૂંકમાં મૂકીશ. શબ્દોનું કંટાળાજનક પુનરાવર્તન; શિથિલ વાકયરચના; એકસૂરિલી અને એથી પાત્રાનુસારી ભાષાનો અભાવ; કાનને વાગે એવી અસ્વાભાવિક પદાવલિ અને અને એવા જ દીર્ઘ વાક્યખંડો, વગેરે સાહિત્યગત એની અનેક મર્યાદાઓ છે. કવિનો દાવો દ્રૌપદીના ‘નિજત્વ’ને આલેખવાનો છે અને આ શબ્દ એનો રસકસ નીકળી જાય એમ ૮૦ વાર પ્રયોજાયો છે! ‘પુરુષમાત્રની અધિકારી’ આ પંક્તિ ૪ વાર પ્રયોજાઈ છે. કૃતિની ભાષા વિશે વાત કરીએ તો કવિની એવી માન્યતા જણાય છે કે તત્સમ પદાવલિથી પાત્ર સજીવન થાય. પાત્રને જીવંત કરવામાં બીજી આવશ્યક બાબતો પર ભાગ્યે જ ધ્યાન અપાયું છે. જેમ કે, પાત્રની બદલાતી મન:સ્થિતિ અનુસાર કે બદલાયેલી ભૂમિકાના સંદર્ભે ભાવદશામાં પણ પરિવર્તન દેખાવું જોઈએ પણ એનો સર્વત્ર અભાવ છે. પાત્રના કથનવર્ણન કરતાં પાત્રના ભાવનિવેદનની રીતિ જુદી હોવી જોઈએ જે અહીં નથી. કથક, દ્રૌપદી, અને સુદેષ્ણાની ત્રણ જુદાં પાત્ર છે માટે એમની શબ્દાવલિ, વાક્યવિન્યાસ, બોલવાની ઢબછબ ભિન્ન હોવી જોઈએ. પણ અહીં એને સ્થાને એક જ પ્રકારની બીબાંઢાળ ભાષા પ્રયોજાઈ છે. વળી, બોલચાલની છટા તો છે જ નહીં, જે છે તેમાં નરી ગદ્યાળુતા છે. ભાવસૃષ્ટિની સંકુલતાનો લાભ કવિ લેવામાં પણ નિષ્ફળ નીવડ્યા છે. એમની કૃતિ ‘શિખંડી’ સંસ્કૃતપ્રચુર અક્ષરમેળ છંદોથી વણસી ગયેલી એ પૂર્વાનુભવને યાદ રાખી એમણે સૈરન્ધ્રી માત્રમેળ દોહરા–ચોપાઈમાં લખી છે, પણ પરિણામ એકસમાન જ આવ્યું છે.
{{Poem2Close}}
{{center|૨.}}
{{Poem2Open}}
મારો હેતુ અહીં કવિએ દ્રૌપદીની મૂળ કથાને સાવ જ ચાતરીને સામા છેડે જઈ જે મનઘડંત અને વિકૃત આલેખન કર્યું છે એ વિશે થોડી સભાનતા લાવવાનો છે. આ ‘સભાનતા’ શબ્દ હું સભાનતાથી યોજું છું. કેમ કે, કેટલાયે મિત્રોએ અને વાચકોએ કબૂલ કર્યું કે એમણે કૃતિ વાંચી નથી અને કહ્યું કે કૃતિ સારી છે એમ કહેવાય છે તો અમે પણ કહ્યું કે આ ઉત્તમ કૃતિ છે. કેટલાક એવા છે જેમણે કૃતિ વાંચી નથી, પણ એનું કાવ્યપઠન સાંભળ્યું છે અથવા એની ભજવણી જોઈ છે. અને એનાથી પ્રભાવિત થઈ પોતાના અભિપ્રાય આપ્યા છે. એ જાણીતું છે કે કાવ્યપાઠ સાંભળતી વખતે પાઠકનો અવાજ, એનું ભાવવાહી પઠન, અને ઉપસ્થિત લોકોના વર્તન સાથે તાદાત્મ્ય સાધવાની આપણી માનસિકતા (મૉબ સાઇકૉલજી), વગેરે પણ આપણા ભાવને અને પ્રતિભાવને પ્રભાવિત કરે છે. જે ગઝલ વાંચવાથી સાવ સામાન્ય લાગે હોય તે જ્યારે જગજિતસિંહ કે મનહર ઉધાશ ગાય ત્યારે કે એવું જ સરેરાશ લાગેલું ગીત જ્યારે અમર ભટ્ટ ગાય ત્યારે તરત આપણે એના પ્રભાવમાં આવીએ છીએ એ એક સામાન્ય અનુભવ છે. મુશાયરામાં એટલે જ સાવ સામાન્ય શેર કે ગઝલ વન્સમોર ઉઘરાવે છે. પણ કોઈ કૃતિનો નિકષ આવું જાહેર સભારંજની પઠન નથી હોતું. એ તો વારંવારના સૂક્ષ્મ વાચન ઉપર જ આધાર રાખે. કૃતિને એક જ વાર સાંભળવાથી એને પામી ચૂકેલા વિદ્વાનોએ એ કૃતિને ઉત્તમ હોવાનું પ્રમાણપત્ર આપ્યું છે એમને મારાં વંદન, પણ કોઈ કૃતિને સમજવાની, એના મૂલ્યાંકનની, મારી તાલીમ, અભ્યાસરીતિ, અને સમજ જુદી છે.
{{Poem2Close}}
{{center|૩.}}
{{Poem2Open}}
રામાયણ–મહાભારત–પુરાણ, ઇત્યાદિનો આધાર લઈને પ્રાચીનકાળથી સાહિત્ય રચાતું આવ્યું છે. સર્જક જ્યારે આ પ્રકારે વિખ્યાત કથાનકની સામગ્રીનો પોતાની કૃતિમાં વિનિયોગ કરતો હોય ત્યારે મૂળ કથાનાં પ્રખ્યાત અંશો જળવાય એ રીતે એનું આલેખન કરે એ આવશ્યક છે. એનો અર્થ એવો નથી કે સર્જક એમાં કોઈ પરિવર્તન ન કરી શકે. સર્જક એમાં પોતાનાં સંવેદનો દાખલ કરતા હોય છે અને એ રીતે એ કથાનકોનું વર્તમાન સાથેનું અનુસંધાન રચી આપતા હોય છે. આવી કથામાં રહસ્ય કે આકર્ષણ રહેલું હોય છે જે સર્જક જુએ છે. આવી રચના કરવા પાછળ કવિની જીવનદૃષ્ટિ હોય છે. જેમ કે, કાલિદાસે અભિજ્ઞાનશાકુંતલમાં, ભવભૂતિએ ઉત્તરરામચરિતમાં અને પ્રેમાનંદે એમનાં આખ્યાનોમાં નવાં અર્થઘટનો દાખલ કર્યાં છે. ગુજરાતીમાં કાન્તે ‘વસન્તવિજય’માં, સિતાંશુ યશશ્ચંદ્રએ ‘જટાયુ’માં, અને ચિનુ મોદીએ ‘બાહુક’માં આવા નવોન્મેષ બતાવ્યા છે. અર્થાત્, કવિ મૂળ કથામાં ફેરફાર કરી જ શકે. પ્રશ્ન એટલે એ નથી, પણ સર્જક પાત્રના ગૌરવનો ભંગ થાય એવું, અત્યંત વિકૃત, મનોરુગ્ણતાની અને એકોન્માદ(મોનોમેનિયા)ની હદે જતું પાત્રાલેખન કરી શકે કે કેમ એ સવાલ છે. કવિ અગાઉ પણ આવું કરી ચૂક્યા છે. શિખંડીમાં શરશય્યા પર સૂતેલા મરણાસન્ન ભીષ્મને મળવા શિખંડી જાય છે ત્યારે ભીષ્મ ગત જન્મની અંબા અને વર્તમાને શિખંડી પ્રત્યે પ્રેમભાવ અને આકર્ષણ અનુભવે છે એમ કવિ નીરૂપે છે. ભીષ્મ શિખંડી સામે ‘એકરાર’ કરે છે કે, ‘અતિશય તુજને મેં ચાહી’તી રોમે રોમ’! આવું કહેવા માટે કોઈ જ આધાર નથી. આજીવન બ્રહ્મચર્ય પાળવાની પ્રતિજ્ઞા લીધી હોવાને કારણે જે દેવવ્રત ગાંગેય ‘ભીષ્મ’ તરીકે ખ્યાત થયા એ પાત્રનું આવું ચિત્રણ વાજબી રીતે જ ટીકાપાત્ર બન્યું હતું. પ્રસ્તુત કૃતિમાં તેઓ આવા નિરાધાર અને પાત્રને સર્વથા અન્યાયકર્તા નિરૂપણમાં એનાથી પણ આગળ વધ્યા છે. કેવી રીતે એ જોઈએ.
{{Poem2Close}}
{{center|૪.}}
{{Poem2Open}}
પ્રસ્તુત કાવ્ય મહાભારતના વિરાટપર્વના ઉપપર્વ વૈરાટપર્વ અને કીચકવધપર્વમાં આવતા સૈરન્ધ્રીના પાત્ર પરથી લખાયું છે. કુલ સાત સર્ગમાં વિભક્ત આ કૃતિના દરેક સર્ગમાં સાત ખંડ છે. વળી, આ દરેક ખંડ પુન: દસ ચતુષ્કમાં વિભાજિત છે. એટલે ૪૯૦ ચતુષ્કોમાં પથરાયેલી આ કૃતિ દેખીતી રીતે જ પ્રલંબ છે. મહાભારતનો તાંતણો અહીં છે પણ કવિએ જે કથા માંડી છે તે સર્વથા કાલ્પનિક છે. નામનું અને પ્રસંગનું માત્ર ઉપરછલ્લું સામ્ય છે. મૂળ કથા એવી છે કે દુર્યોધન સામે દ્યૂત રમીને પરાજિત થયેલા પાંડવોને રમતની શરત અનુસાર છેલ્લું વર્ષ ગુપ્તવાસમાં વિતાવવાનું છે. આ ગુપ્તવાસ દરમ્યાન જો એમની ઓળખ છતી થઈ જાય તો એમણે ફરી વનવાસ સ્વીકારવાનો એવી પણ બીજી શરત છે. આ માટે પાંડવો ગુપ્ત રીતે વૈરાટનગરમાં આવી પોતાની કાર્યકુશળતા પ્રમાણે વ્યવસાય સ્વીકારીને રહે છે. દ્રૌપદી રાણી સુદેષ્ણા પાસે સૈરન્ધ્રી તરીકે રહે છે. સૈરન્ધ્રી દાસીનો એક પ્રકાર છે. આ ગુપ્તવાસનાં દસ માસ પૂરાં થયાં ત્યારે રાણીનો ભાઈ કીચક સૈરન્ધ્રીને જુએ છે, એના અલૌકિક સૌંદર્યથી લુબ્ધ થાય છે, અને એને પામવા માટે પ્રયત્નો કરે છે. દ્રૌપદીને આ દેખીતી રીતે જ સર્વથા અસુખકર છે. એટલે જ સુદેષ્ણા જ્યારે એને પેય લાવવાના બહાને કીચકને ત્યાં જવા આદેશ આપે છે ત્યારે એ સ્પષ્ટ ના પાડે છે. જ્યારે જવું જ પડે છે ત્યારે એ ભગવાન સૂર્યને પોતાની રક્ષા કરવા વિનંતી કરે છે. એ કહે છે, ‘જો મેં મનથી કદી પાંડવો સિવાય બીજા કોઈનો પણ વિચાર ન કર્યો હોય તો આ કીચક મારી ઉપર કોઈ અધિકાર ન જમાવી શકે’ (૪.૧૪.૧૮). કીચક ત્યાં એનો હાથ પકડે છે ત્યારે અગ્નિશિખા દ્રૌપદી એને જમીન પર પછાડી, ભાગીને રાજસભામાં આશ્રય લે છે. કીચક એની પાછળ દોડી, વિરાટ રાજાની ભરી સભામાં એને લાત મારે છે. રાજસભામાં આવા દુષ્કૃત્ય બદલ કીચકને ઠપકો મળે છે અને અપમાનિત દ્રૌપદી પુન: સુદેષ્ણા પાસે આવે છે. મહાભારતકાર લખે છે, જ્યારથી કીચક દ્વારા પ્રહાર થયો (અથવા અપમાનિત થઈ) ત્યારથી દ્રૌપદી એના વધની ઇચ્છા કરવા લાગી (૪.૧૬.૧). એ રાત્રે જ એ ભીમ પાસે જઈ એને ઠપકો આપી કહે છે કે ‘ભીમસેન! આમ મડદાની જેમ સૂઈ શું રહ્યા છો? તમારા જેવાના હોવા છતાં તમારી પત્નીને સ્પર્શ કરનાર પાપી કેવી રીતે હજુયે જીવિત રહી શકે? એ વધયોગ્ય (વધાર્હ) દુષ્ટપાપી રોજ મને ‘તું મારી પત્ની થા’ એમ કહે છે ત્યારે પાકેલા ફળની જેમ મારું હૃદય ફાટી પડે છે’ (૪.૧૭.૮–૯). એ કહે છે ‘જેમ પથ્થર પર અફાડીને માટલું ફોડી નખાય તેમ તમે એ કામાંધ પાપીનો વધ કરો’ (૪.૨૦.૩૨). એ તો છેવટે ત્યાં સુધી કહે છે કે, ‘એના જીવતેજીવ જો કાલે સૂર્યોદય થાય તો એના હાથમાં પડવા કરતાં હું ઝેર ઘોળીશ’ (૪.૨૦.૩૩). એટલે ભીમ પોતે એનો કાલે જ એ પાપીનો વધ કરશે એમ સાંત્વના આપી એને નૃત્યશાળામાં બોલાવી લાવવા દ્રૌપદીને કહે છે. દ્રૌપદીના કહેવાથી કીચક રાત્રે નૃત્યશાળામાં જાય છે ત્યાં પહેલેથી છુપાઈ રહેલો ભીમ એનો વધ કરે છે.
મહાભારતની કથા આ છે.
જે ‘અશ્વત્થામા હણાયો’ એવું અર્ધસત્ય અને ‘હાથી કે નર એ ખબર નથી’ એ અસત્ય સિવાય સર્વથા સત્ય જ બોલ્યા છે તે ધર્મરાજ યુધિષ્ઠિર દ્રૌપદીને કહે છે કે, ‘તું પાપને ઓળખતી નથી, સાધ્વી છે અને સાધ્વીચરિત કાર્યોમાં નિમગ્ન રહે છે’ (૪.૩.૧૯). દ્રૌપદી પોતે પણ કહે છે કે ‘કોઈ પણ મને મારા સતીત્વથી વિચલિત કરી શકે નહીં’ (૪.૮.૩૧).
{{Poem2Close}}
{{center|૫.}}
{{Poem2Open}}
હવે આપણા કવિ આ દ્રૌપદી વિશે શું માને છે તે જોઈએ. કવિ લખે છે, ‘પતિસુખ વંચિત વિરહીવામા, / પુરુષ વિના બહુ સહે ઉધામા’. અને એથી ‘પાંચ પાંચ પતિ નિકટ’ હોવા છતાં એમને ‘કેવળ નીરખવાના’ હોવાથી એને પોતાનું ‘ભાર્યાપદ ભટકતું’ અને ‘દેહ અકારણ તપસ્યા’ કરે છે એમ લાગે છે!
રાજા સાથે સમાગમ ઇચ્છતી સુદેષ્ણાને શણગારી સૈરન્ધ્રી પરત જાય છે ત્યારે કવિ એના મનમાં આ વિચારો મૂકે છે : ‘હું પણ સ્ત્રી શતરૂપા સુંદર / હું પણ પામું પુરુષ નિરંતર / ચુંબિત મર્દિત સુરભિત કાયા, / શ્વસન ઉષ્ણ, મસૃણની માયા; / મન્મથ ફુલ્લપ્રફુલ્લ વિલાસી / હું પણ સહજ સંગ અભિલાષી / હું સૈરન્ધ્રી, કેવળ દાસી / પહેર્યો પરિચય, પણ આભાસી; / અવગુંઠિત પાંડવપટરાણી / દ્રુપદસુતા, પણ હું અણજાણી / હું પણ સ્ત્રી, હું સુંદર શ્યામા, / તન્વી સુભગ સુવક્ષા વામા / નામઠામથી પર હું નારી, પુરુષમાત્રની અધિકારી’.
એટલે કવિના મતે કોઈ સ્ત્રી જ્યારે ‘નામઠામથી પર’ થાય, એટલે કે પોતાનો ‘આભાસી’ પરિચય ફગાવી દે, ત્યારે એ એનું ખરું સ્ત્રીત્વ પ્રગટ થાય; ‘સ્ત્રીત્વ’ એટલે સ્ત્રી ‘પુરુષમાત્રની અધિકારી’ બને એ. નોંધો: આ કે તે પુરુષ નહીં, પોતાને મનગમતો પુરુષ પણ નહીં, કોઈ પણ પુરુષ! દુર્ભાગ્યથી બનેલી કોઈ રૂપજીવિની પણ જે ન વિચારે તેવા વિચારોનું આરોપણ કવિએ આપણી પાંચ સતીઓમાંની એક દ્રૌપદીમાં કર્યું છે.
‘પાંચ પાંચ પતિ નિકટ’ હોવા છતાં ‘પતિસુખ વંચિત વિરહીવામા’ એવી દ્રૌપદીની સમાગમેચ્છાને કદાચ સ્વાભાવિક ગણીએ. પણ આ સ્થિતિમાં મુકાયેલી દ્રૌપદી રતિસુખ સંદર્ભે પાંડુપુત્રોને નહીં પણ કૌરવોની ભરી સભામાં પોતે રજસ્વલા હોવા છતાં એનાં વસ્ત્રો ઉતારવાનું પાપકર્મ કરનારા સાથે બેઠેલા કર્ણને યાદ કરે છે! ‘સહસા ત્યાં મનોમન જોયો / પુરુષ એકદા જેને ખોયો / મત્સ્યવેધથી વંચિત રાખ્યો / કિન્તુ નેત્રથી નખશિખ ચાહ્યો’. સ્વયંવરમાં પ્રથમવાર કર્ણને જુએ છે ત્યારની એની મન:સ્થિતિ કવિએ આ રીતે આલેખી છે, જુઓ: ‘વક્ષ વિશાળ ભુજા બળશાળી. તત્ક્ષણ મોહિત થઈ પાંચાલી / પાંચાલી નખશિખ થઈ થરકી / અંગઅંગ હવે છલકાયો / તીવ્ર સતાવે અતુલિત તૃષ્ણા / હું કેવળ ભર્તાની ભુક્તા. / હું અંગાગ તરંગિત સ્પંદિત’.
અહીં જે ‘હું કેવળ ભર્તાની ભુક્તા’ છે તે જ દ્રૌપદી અન્યત્ર પોતાને કોઈ પણ પુરુષ સાથે કલ્પે—‘પુરુષમાત્રની અધિકારી’—એમાં રહેલો વ્યાઘાત કવિના ધ્યાનબહાર ગયો છે.
કર્ણ મત્સ્યવેધ નહીં કરી શકે એ જાણ્યા પછીનો દ્રૌપદીનો પ્રત્યાઘાત જુઓ: ‘વચન સુણી ભ્રાતાનાં વસમાં / સળગી પાંચાલી નસનસમાં / પડી તિરાડો ચિત્તફલકમાં / રહી વિચારી વ્યાકુળ કૃષ્ણા: / તીવ્ર સતાવે અતુલિત તૃષ્ણા / પ્રથમ પુરુષ જે ચાહ્યો મનમાં; / હવે નહીં પામું જીવનમાં.’ કવિને આ કહેવા માટે કશો આધાર નથી, બલકે આપણે જે કથા જાણીએ છીએ તેનાથી આ સાવ વિરુદ્ધનું છે. જે દ્રૌપદી મહાભારતમાં એમ કહે છે કે મેં પાંડવો સિવાય બીજા કોઈનો વિચાર સુધ્ધાં નથી કર્યો તેના મનમાં આવા પરપુરુષના હલકા વિચારો દાખલ કરવામાં જ કવિને સૈરન્ધ્રીનું ‘નિજત્વ’ દેખાયું છે.
{{Poem2Close}}
{{center|૬.}}
{{Poem2Open}}
હવે કીચક વિશે.
પરત ફરેલી કામસંતૃપ્ત સુદેષ્ણાને જોઈને સૈરન્ધ્રી પોતાને ભ્રમરરહિત કમળ જેવી અનુભવે છે. સૈરન્ધ્રીને વધુ કામવિહ્વળ બનાવવા કવિએ સુદેષ્ણાને લાવી મૂકી છે. એ પણ અનંગનો જ ઉત્સવ કરતી હોય એમ ચિતરાઈ છે : ‘હે દાસી ! હે સુંદરી ! જીવન છે ઉપહાર, / એકાંગી ! અળખામણો, પુરુષ વિના સંસાર. કર કાયાની કુંજમાં, ઉત્સવ અનરાધાર’. ‘સુણ, હે દાસી! / અનુભવ ઉત્તમ કર્યો વિલાસી! / કેવળ સંગે સ્ત્રીપદ રાખ્યું / ભાર્યારૂપ વિદારી નાખ્યું. / ઓળખ સકળ ફગાવી દીધી / માત્ર પુરુષની વ્યાખ્યા કીધી.
પુરુષ વિના સ્ત્રીને પોતાનો સંસાર એકાંગી અને અળખામણો લાગે એ કદાચ સ્વાભાવિક છે. પણ જે અગત્યની વાત રતિરાગના આલેખનમાં રમમાણ કવિના ધ્યાનમાં આવી જ નથી તે એ છે કે કોઈ પણ સ્ત્રીને પોતાનો સંસાર એકાંગી અને અળખામણો પોતાના પુરુષ વિના લાગે છે. પોતાના પુરુષ સિવાયના પુરુષ એને માટે અપ્રસ્તુત હોય છે. એ પણ નોંધીએ કે સુદેષ્ણા સૈરન્ધ્રીને જે જ્ઞાન આપે છે કે ‘કેવળ સંગે સ્ત્રીપદ રાખ્યું / ભાર્યારૂપ વિદારી નાખ્યું. / ઓળખ સકળ ફગાવી દીધી / માત્ર પુરુષની વ્યાખ્યા કીધી’ એ વ્યર્થ એટલા માટે છે કે એ કોઈ પુરુષને નહીં એના પોતાના પુરુષને મળીને આવી છે! કહેવાની જરૂર નથી કે ‘પત્નીપણું ફગાવી દઈ કોઈ પણ પુરુષ સાથે ફાગ ખેલવો જોઈએ’ એ ‘જ્ઞાન’ કવિ તાણીતૂસીને, કૃતક રીતે લાવ્યા છે. સુદેષ્ણાને મન પણ ‘સ્ત્રીપદ’નો અર્થ કામવાસનાથી વિશેષ નથી! એનું કારણ સાદું છે : બન્નેની મન:સ્થિતિનું આલેખન, ફ્રોયડનો શબ્દ પ્રયોજીએ તો, કવિના phantasyingને આધારે થયું છે. આની સામે ‘રેવન્યૂ સ્ટેમ્પ’માં અમૃતા પ્રીતમ જે ત્રણ પ્રસંગો મૂકે છે તે સરખાવીએ. આ ત્રણે પ્રસંગના સંદર્ભે એ લખે છે કે એ સમે હું માત્ર સ્ત્રી હતી, કેવળ સ્ત્રી. કવિના ચવાઈને ચુથ્થો થઈ ગયેલા શબ્દોમાં કહીએ તો અમૃતાનું સ્ત્રી તરીકેનું ‘નિજત્વ’ એ ત્રણ પ્રસંગે પ્રગટ થયું. એના દીકરાનો ફોન આવે છે કે હું સુરક્ષિત છું ત્યારે, જ્યારે ઇમરોઝ ચિત્ર કરતાં કરતાં પીંછીથી એના કપાળે ચાંદલો કરી આપે છે ત્યારે, અને ત્રીજું જ્યારે એ સાહિરની નાદુરસ્તીમાં એની છાતીએ વિક્સ ચોળી આપે છે ત્યારે. પણ કવિ માટે સ્ત્રીનું ‘નિજત્વ’ કોઈ પણ પુરુષ સાથે શારીરિક સુખ ભોગવવામાં જ છે.
સુદેષ્ણા સાથે વાત કરતી વખતે જ દ્રૌપદી કીચકને પ્રથમવાર જુએ છે. મહાભારતમાં કીચક દ્રૌપદીને જુએ છે, પણ અહીં બેઉ એકમેકને જુએ છે, બલકે એમની વચ્ચે તારામૈત્રક રચાય છે. આ ફેરફાર નાનો છે પણ એના ઇંગિતો સમજાય તેવા છે. કવિની દ્રૌપદી પુરુષભૂખી છે ને એનાં નેત્રો સતત પુરુષોની તપાસમાં છે! કવિ લખે છે, ‘દૃષ્ટોદૃષ્ટ મળ્યાં નરનારી’ ‘કરી નિવેદન બાંધવ [કીચક] ચાલ્યો / નયન થકી દાસીએ [સૈરન્ધ્રીએ] ઝાલ્યો; / ઉત્તરરૂપે મલકયો આછું, / ગયો પુન: નિરખીને પાછું’.
હવે આની સૈરન્ધ્રી પર કવિએ કલ્પેલી અસર જોઈએ.
‘સૈરન્ધ્રી રંગાઈ અનંગે, / છાલક વાગી અંગે અંગે, / તરત ખસેડયાં સર્વ વિશેષણ, / કર્યું એક સ્ત્રીનું અન્વેષણ. / કોણ દ્રૌપદી, દ્રુપદદુલારી? / કોણ યાજ્ઞસેની, અવતારી? / કોણ પાંચ પાંડવની ભાર્યા? / કોણે છળ દાસીનાં ધાર્યાં / એક હતી એ સહુમાં નારી, / પ્રગટ થઈ સહસા અણધારી; / હતી સર્વથી સાવ જ અળગી / જન્મજાત જે નિજને વળગી. / દાસીરૂપ જડાયું મનમાં / છલછલ નારી છલકે તનમાં; / ખળભળ થાય નિરંતર કાયા, / પડે તોય ઉજ્જડ પડછાયા પુરુષ ગયો દૃષ્ટિ દઈ, સમજી એનો સાર / મનમાં દાસી ચિંતવે, આ કેવો અભિસાર.
સ્વત્વ–નિજત્વ–નારીત્વ વિશે વિચારતી આ નારી કેવી અવસ્થાને પ્રાપ્ત થઈ છે?
‘વિચલિત ભાસે વ્યાકુળ હરણી, /મંદ સુગંધ સમું મદમાતું, / ચંચળ મન મધુમય મલકાતું / ઝંખે ગાત્ર સકળ ઓગળવા / અવળ ચિત્ત લાગ્યું ટળવળવા / હળવાથી અતિ હળવી કાયા / મઘમઘ મંજુલ સ્વેદ સવાયા; / નેત્ર નિમલિત ઘેન ગભીરા, / શ્વસન ગુંજતા હોય અધીરાં. / મસૃણ રાત રહે કચડાતી, / તિમિર કઠોર તળે વળ ખાતી; / ટપકે સમય સુઘટ્ટ સુહાતો, / શુષ્ક કપ રસભર છલકાતો. / અંગે રંગ વસંત વિલસતા, / છાઈ રહે મદભર અલસતા; / શબ્દો સર્વ સરે ઉદ્ગારે, / વ્યક્ત થાય સઘળું ધબકારે. / કોણ શકે આપી આ પળને? / ઢાંકે કોણ છકેલા છળને?. . . છેવટ તનના ત્રાજવે, તોળ્યાં સહુ સંતાપ / પ્રગટ–અપ્રગટની રમતથી, કીધી અળગી જાત, / કીચક બેઠો કાળજે, છેડી ઉલ્કાપાત.
ક્યાં કીચકને ધુત્કારતી મહાભારતની દ્રૌપદી અને ક્યાં એવા સાવ લંપટ પુરુષને કાળજે બેસાડતી જોશીની દ્રૌપદી! જે સૈરન્ધ્રી મહાભારતમાં કીચક જેવા નિર્લજ્જ (મહાભારતમાં દ્રૌપદીના મુખે જ એને માટે ‘નિરપત્રપ’ શબ્દ પ્રયોજાયો છે) અને દુરાચારી પુરુષથી ત્રાસેલી બતાવાઈ છે તે દ્રૌપદી જોશીની કલમે કીચકને જોયા પછી સ્વપ્નલોકમાં કીચકને માણે છે! પણ માત્ર કીચકથી સૈરન્ધ્રીને સંતોષ થાય એ કવિને બહુ રુચતું લાગતું નથી એટલે એ સાથે કર્ણને પણ ઉમેરી લે છે. એ કર્ણ સાથે પણ સ્વપ્નમાં સમાગમ કરે છે, એટલું જ નહીં આ ખરેખર ભવિષ્યમાં આવો સમાગમ શક્ય બનશે એમ પણ માને છે : ‘સ્મરે સ્વપ્નમાં કીધી રમણા; / કોઈ ન પૂછે, કોઈ ન જાણે, / મનની માયા મનમાં માણે. અટકી પડતી અટકળ સઘળી, / પળ બે પળ જે મનમાં ચગળી. / આજ નહીં તો કાલે મળશે, / ક્ષણભંગુર ઇચ્છા પણ ફળશે’.
કવિ પોતાના રતિરાગમાં પોતે એટલા વહી ગયા છે કે કીચક જેવા માટે ‘અચ્યુત’ વિશેષણ વાપરી બેસે છે!
{{Poem2Close}}
{{center|૭.}}
{{Poem2Open}}
દ્યુત હાર્યા પછી સભામાં થયેલા વસ્ત્રાહરણ વિશે, વનવાસમાં જયદ્રથ દ્વારા કરાયેલા અપહરણ વિશે, અને કીચક દ્વારા વૈરાટસભામાં અવમાનના વિશે—આ ત્રણેય વિશે દ્રૌપદી જે દઝાડતી દલીલો કરે છે, પાંડવો સમેત ભીષ્મસહિત અન્ય કુરુવડીલોને અને વિરાટને જે ઉપાલંભ આપે છે તેમાં એનું તેજસ્વી વ્યક્તિત્વ પ્રગટ થાય છે. ભીમને ફરિયાદ કરતી વખતે તો એ ક્રોધાવેશમાં ધર્મરાજ યુધિષ્ઠિર માટે ‘એ પેલો જુગારી’ એવું સંબોધન કરે છે. તેજથી લખલખતી અગ્નિશિખા સમી દ્રૌપદીનું ગૌરવ મહાભારતકારે તો બરાબર સાચવ્યું છે પણ એકવીસમી સદીમાં કવિ એને કામવાસનાનું એક રમકડું બનાવીને જંપે છે. કવિનો દાવો સૈરન્ધ્રીના નિજત્વને અને સ્ત્રીત્વને આલેખવાનો છે. પણ એમણે જે રીતે આ આખી વાત મૂકી છે તે જોતાં લાગે છે કે કવિના મતે સ્ત્રીનું નિજત્વ અને સ્ત્રીત્વ કામેચ્છા કોઈ પણ ઠેકાણેથી સંતોષાય તેનાથી વિશેષ નથી. કવિનો એવો મત લાગે છે કે સ્ત્રીત્વ એટલે કામવાસના અને સ્ત્રીનું સ્વાતંય એટલે કોઈ પણ સ્થળેથી કામપૂર્તિ કરવાની છૂટ! જુઓ : ‘હું પણ પામું પુરુષ નિરંતર’/ સહજ સંગ અભિસારી/ પુરુષમાત્રની હું અધિકારી’. સૈરન્ધ્રીમાં કવિની અન્ય રચનાઓની જેમ વાસના અને દેહનો જ મહિમા કરાયો છે, અને એ પણ સાવ બૂઠ્ઠી અને ભદ્દી રીતે. વાસનાનું આવું, ફરી કહું તો, બુઠ્ઠું અને ભદ્દું આલેખન કહેવાતી મુખ્ય ધારાના સાહિત્યમાં ભાગ્યે બીજે જોવા મળે.
જોશીએ સૈરન્ધ્રી માટે ‘દાસી’ શબ્દનો ૩૬ વાર, ‘અબળા’ શબ્દનો ૧૮ વાર, અને સ્ત્રીનો ‘વસ્તુ’ તરીકે ૮ વખત ઉલ્લેખ કર્યો છે. એની સામે ‘પુરુષ’ શબ્દ કાવ્યમાં ૩૮ વખત પ્રયોજાયો છે! એ સાવ આકસ્મિક નથી જ કે ૧૭૦ પૃષ્ઠમાં ફેલાયેલી આ કૃતિમાં ગણીને એક જ વાર ‘પ્રેમ’ શબ્દ પૃ. ૧૪૭ પર પ્રયોજાયો છે. કાવ્યના ફ્રોયડશાઈ વાચન માટે પણ અહીં ભરપૂર અવકાશ છે.
{{Poem2Close}}
{{center|૮.}}
{{Poem2Open}}
આ કૃતિનો બચાવ શૃંગારરસના આલેખનના નામે અને સર્જકતાના બહાના હેઠળ કરાયો છે. એ વિશે થોડું જોઈએ.
કૃતિમાં આલેખાયેલા કથિત શૃંગારભાવ વિશે થોડી ચર્ચા થઈ છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં રસાભાસની વિશદ મીમાંસા કરવામાં આવી છે. જ્યાં જે ભાવ હોવાનું કલ્પવામાં આવે તે પરિસ્થિતિ સામાજિક દૃષ્ટિએ અસ્વીકાર્ય હોય ત્યાં રસાભાસ જન્મે. જેમ કે, સીતાને જોઈ રાવણને આકર્ષણ જન્મે તો એમાં આપણને એમાં શૃંગારરસ ન જ અનુભવાય. કોઈ ફિલ્મમાં શક્તિ કપૂર નાયિકાને જોઈ ચેનચાળા કરતો હોય તો એમાં આપણને શૃંગાર દેખાતો નથી. આ કૃતિમાં પણ દ્રૌપદી જેવા ઉદાત્ત અને દિવ્ય પાત્ર સંદર્ભે કવિએ જે સર્વથા અનુચિત કલ્પના માંડી છે તેમાં કોઈને શૃંગાર દેખાતો હોય તો તે બાળરતિ(પીડોફીલિયા)માં શૃંગારરસ જોવા સમાન છે.
સર્જકતાના નામે થયેલા બચાવને એક સમાંતર ઉદાહરણથી સ્પષ્ટ કરીએ. ગાંધીજી સત્યવક્તા અને ધર્માનુસાર આચરણ કરનારા મનુષ્ય હતા. હવે કોઈ ગાંધીજી ખરેખર અંદરખાને સાવ જૂઠાબોલા, કાયર, નાના લાભ માટે કાવાદાવા કરનાર, કહેલું ન કરનાર, વગેરે હતા એવું કોઈ ચિત્રણ કરે તો એનો સર્જકતાના નામે, કવિની સ્વતંત્રતાને નામે, અભિવ્યક્તિસ્વાતંયના નામે બચાવ થઈ શકે? ગાંધીજીના ચરિત્રહનનના આવા પ્રયત્નની ચોમેર સર્જકતાના નામે પ્રશંસા થાય તો એ કેટલા અંશે યોગ્ય કહેવાય એ સુજ્ઞ વાચકો વિચારે. ગાંધીજીનું નામ તો માત્ર ઉદાહરણ તરીકે છે. એમના સ્થાને ભગતસિંહ, સુભાષચંદ્ર, બુદ્ધ, મહાવીર, માર્ક્સ કે વાચક જેને પોતાની આરાધ્યમૂર્તિ ગણતો હોય તેવી બીજી કોઈ પણ વ્યક્તિને, પોતાનાં માતા કે પિતાને પણ મૂકીને, વિચારી જુએ. એ ઉપરથી દ્રૌપદીનું કરેલું આલેખન કેટલું બેજવાબદાર, બેહૂદું, વિકૃત, અને સર્વથા નિંદ્ય છે તે ખ્યાલ આવશે.
સૈરન્ધ્રીની જગ્યાએ ‘સવિતા’ હોય તો પણ કર્ણ કે કીચક પ્રતિનું જે આકર્ષણ આલેખાયું છે એ અનુચિત જ છે. વસ્ત્રાહરણ પ્રસંગે કર્ણએ કરેલી કુચેષ્ટાઓ વિસરી જઈ દ્રૌપદી કર્ણમાં રમમાણ રહેવાનું કૃત્ય તો વિનોદ જોશીની દ્રૌપદી જ કરી શકે. વળી, પહેલી જ વાર કોઈ પુરુષને જોઈ એની સાથે સમાગમનાં સ્વપ્ન જોતી નાયિકા પણ વિનોદ જોશીની જ હોઈ શકે. કવિએ એમને પરિચિત સ્ત્રીઓ સાથે આ વિશે વાત કરી હોત કે ક્વોરા જેવા કોઈ પ્રશ્નોત્તરીના પ્લેટફોર્મ ઉપર પણ થોડી તપાસ કરી હોત તો સ્ત્રીવિષયક એમની આવી પાયાની ગેરસમજો ચોક્કસ દૂર થઈ હોત. સ્ત્રી અને પુરુષના આ બાબતના વિચારો એટલા જુદા છે, અને એ જગજાહેર છે, એટલે એમ માનવામાં બિલકુલ હરકત નથી કે કવિએ એમના પોતાના પુરુષવિચારો નાયિકામાં આરોપિત કરી દીધા છે. એટલા માટે જ દ્રૌપદીની કામવિહ્વળતાનું વર્ણન કવિ જાતે જ કરવા લાગી જાય છે. ખરેખર તો એ દ્રૌપદીના માધ્યમે, સ્વગતોક્તિ દ્વારા કે અન્યથા, આવવું જોઈતું હતું. એટલે શરૂઆતમાં જણાવ્યું તેમ એમનાં પાત્ર જીવંત બનવાને બદલે કેવળ કઠપૂતળી સમાન ભાસે છે.
સૈરન્ધ્રી પુરાકથાના પુન:સર્જનની રીતે, કાવ્યત્વની દૃષ્ટિએ, અને ભાષાની અનુચિતતા, એમ ત્રણેય માપદંડ પર નિષ્ફળતાને વરતી કૃતિ છે. આટલી નબળી કૃતિની જે ભૂરીભૂરી પ્રશંસા થઈ છે તે ગુજરાતી વિવેચનમાં સર્જાયેલી કટોકટીનો અને વિવેચનમાં સાહિત્યેતર ધોરણોની પ્રધાનતાનો વાસ્તવિક આલેખ આપે છે.
{{Poem2Close}}
{{right|ચિત્રલેખાઃ ૨૦૨૪}}<br>
{{right|F.B.}}
<center>
{|style="border-right:0px #000 solid;width:80%;padding-right:0.5em;"
|-{{ts|vtp}}
| [[File:Sanchayan 8 - 26.jpg|center|300px|left]]
| [[File:Sanchayan 8 - 27.jpg|center|300px|right]]
|-{{ts|vtp}}
| [[File:Sanchayan 8 - 28.jpg|center|300px|right]]
| [[File:Sanchayan 8 - 29.jpg|center|300px|right]]
|}
</center>


== ॥ વિચાર॥ ==
== ॥ વિચાર॥ ==