પ્રતિપદા/૪. વિનોદ જોશી: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૪. વિનોદ જોશી|}} === કાવ્યસંગ્રહોઃ === {{Poem2Open}}પરંતુ, ઝાલર વાગે જૂઠ...")
 
No edit summary
Line 7: Line 7:
=== પરિચય: ===
=== પરિચય: ===
{{Poem2Open}}ગુજરાતી ભાષા સાહિત્યના નીવડેલા પ્રશિષ્ટ અધ્યાપક, હાલ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના પ્રોફેસર અને અધ્યક્ષ. પ્રભાવક વિષયનિષ્ઠ વક્તા, વિનયન શાખાના ડીન. એમની કાવ્યરાશિઃ લોકગીતની રસદીપ્તિથી વિલસતાં ગીતો, સંસ્કૃતવૃત્તબદ્ધ રચનાઓ ને પ્રલંબ પદ્યવાર્તા. મુખ્યત્વે નારીની વિવિધ ઊર્મિમુદ્રાઓને તળપદ લય અને લાલિત્યથી ગીતોમાં આલેખતા કવિ તરીકે સિદ્ધ-પ્રસિદ્ધ. એમના ગીતનો લય સંગીત સાથે વિશેષ આત્મીયતા ધરાવે છે તેથી તે એ ગીતો ઊલટભેર ગવાયાં છે ને ગવાતાં રહે છે. રમેશ-અનિલ પછીની પેઢીના નોખી અનોખી લાલિત્યમુદ્રા ધરાવતા ગીતકવિ. હસ્તાક્ષરમાં કવિતા વાંચતાં અજબ તૃપ્તિ થાય તેવા ખુશનવીસ કવિ. દેશભરમાં તેમજ યુએસએ, કેનેડા, ચીન, થાઈલેન્ડ અને પૂર્વ આફ્રિકામાં કાવ્યપાઠ કર્યો છે. અખબારોમાં સ્તંભલેખન પણ કર્યું છે. રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીના પ્રતિનિધિ રૂપે ચીનનો સાંસ્કૃતિક-સાહિત્યિક પ્રવાસ. સાહિત્ય અકાદમીના ગુજરાતી ભાષાના પૂર્વ કન્વીનર. મહુવાના વાર્ષિક સાહિત્યોત્સવ ‘અસ્મિતાપર્વ’ના સહઆયોજક. આ ઉપરાંત ઘણી બધી સાંસ્કૃતિક-સાહિત્યિક સંસ્થાઓના સભ્ય. વિવેચન અને સિદ્ધાંતવિચારના ગ્રંથો પણ લખ્યા છે.{{Poem2Close}}

== કાવ્યો: ==
===૧. કાવ્યારંભે સરસ્વતી પ્રાર્થના===
<poem>
વીજળિયું વેડી લેખણ કીધી, સરસવતી માતા!
:::કાગળનો ખાલી ખૂણો આપજો,
પાઘડિયું પડખે મેલી દીધી, સરસવતી માતા!
:::વૈખરિયે વળગ્યો લૂણો કાપજો;
કળતર કાંતીને વીંટા વાળ્યા, સરસવતી માતા!
:::અટકળ ઓળંગી ઓરાં આવજો,
અરથું નરથુંને બેવડ ચાળ્યા, સરસવતી માતા!
:::અખશરનાં અજવાળાં ઉપડાવજો;
પરપોટા ચીરી દરિયા બોટ્યા, સરસવતી માતા!
:::ટાંકટેભાના અવસર ટાળજો,
પડછાયા પીંખી પગલાં ગોત્યાં, સરસવતી માતા!
:::લેખીજોખીને વળતર વાળજો;
એંઠાં પતરાળાં દૂધે ધોયાં, સરસવતી માતા!
:::પરવાળાં વેરી પોથી ઢાંકજો,
ઝળઝળિયાં ઝીલી તુલસી ટોયાં, સરસવતી માતા!
:::પીળી પાંદડિયે અભરક ટાંકજો;
પરસેવા ખૂંદી કમ્મળ ચૂંટ્યાં, સરસવતી માતા!
:::અમરતમાં બોળી અંજળ ચાખજો,
પડતર ઑછાયે અમને લૂંટ્યા, સરસવતી માતા!
:::પરથમ પૂજ્યાની લાજું રાખજો.
</poem>
26,604

edits