પ્રતિપદા/૪. વિનોદ જોશી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 100: Line 100:
જાણણો રે તમે માણજો રે એની વાતું જુવાન,
જાણણો રે તમે માણજો રે એની વાતું જુવાન,
:  એક કાચી સોપારીનો...
:  એક કાચી સોપારીનો...
</poem>
===૫. કૂવાકાંઠે===
<poem>
સોળ સીંચણ બાર બેડલાં રે
:: કૂવાકાંઠે વહુવારુ કરે વાત,
કિયે ઘડુલે ઊગ્યો ચાંદલો ને
:: કિયે ભમ્મર કાળી કાળી રાત;
બોલે ગોરાંદે બોલે સૈયરું રે
:: કાંઈ બોલે પાડોસણ નાર,
ઝીણાં હસીને ખણે ચૂંટિયું રે
:: કોણે લીધા ઉજાગરાના ભાર;
કૂણાં કાંડાં ને કેડ્ય પાતળી રે
:: પાણી આવે આવે ને ઝરી જાય,
નેણાં ઢાળીને ગોરી નિરખે રે
:: હેલ્ય મોતીડે અભરે ભરાય;
ભારી જોબન ભારે ઝાટકા રે
:: સરે બેવડ મશરૂનાં ચીર,
ઘેરી વળે રે વેરી વાયરા રે
:: અણજાણ્યાં અદીઠાં વાગે તીર;
આઘી શેરી ને આઘી ઑસરી રે
:: આઘે આઘે બુઝારે બેઠો મોર;
ક્યારે ઊડીને ક્યારે આવશે રે
:: મારી સગી નીંદર કેરો ચોર?
</poem>
</poem>
26,604

edits