26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 149: | Line 149: | ||
તમે કિયા કુહાડે વેડી મારા દાદાની વડવાઈ, જી? | તમે કિયા કુહાડે વેડી મારા દાદાની વડવાઈ, જી? | ||
</poem> | </poem> | ||
===૭. ખડકી ઉઘાડી હું તો...=== | |||
<poem> | |||
ખડકી ઉઘાડી હું તો અમથી ઊભી’તી, | |||
::::મુંને ઉંબર લઈ ચાલ્યો બજારમાં... | |||
પ્હેલ્લી દુકાને એક તંબોળી બેઠો, તંબોળી ખવડાવે પાન; | |||
કેસરનો કાથો વળી ચાંદનીનો ચૂનો ઉપર ઉમેરે તોફાન; | |||
આમતેમ જોતી હું તો અમથી ઊભી’તી, | |||
::::લાલા છાંટો ઉડ્યો રે શણગારમાં... | |||
બીજી દુકાને એક વાણીડો બેઠો, વાણીડો જોખે વહેવાર, | |||
ઝટ્ટ દઈ તોળી મુંને આંખ્યુંનાં ત્રાજવે, લટકામાં તોળ્યા અણસાર; | |||
સાનભાન ભૂલી હું તો અમથી ઊભી’તી, | |||
::::દઈ પડછાયે ટેકો સૂનકારમાં... | |||
ત્રીજી દુકાને એક પીંજારો બેઠો, પીંજારો સીવે રજાઈ, | |||
બખિયે આવીને એક બેઠું પતંગિયું, સૂયામાં વાગી શરણાઈ; | |||
નામઠામ છોડી હું તો અમથી ઊભી’તી, | |||
::::સાવ નોંધારી થઈને ભણકારમાં... | |||
ચોથી દુકાને એક રંગારો બેઠો, રંગારે ઘોળ્યા અજવાસ, | |||
સૂરજ વાટીને એણે ઓર્યા રે સામટા, ઉપ્પરથી રેડ્યું આકાશ; | |||
રૂમઝૂમ થાતી હું તો અમથી ઊભી’તી, | |||
::::હવે અમથી ઊભી’તી એંકારમાં, | |||
::::હજી અડધે ઊભી’તી એંકારમાં; | |||
::::મુંને ઉંબર લઈ ચાલ્યો બજારમાં... |
edits