32,950
edits
No edit summary |
(inverted comas corrected) |
||
| Line 16: | Line 16: | ||
હવે આ કેદ, આ ખુલ્લી કબર કબૂલ નથી.</poem>'''}} | હવે આ કેદ, આ ખુલ્લી કબર કબૂલ નથી.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
—માં આક્રોશને ઉપસાવી આપવામાં ઉક્તિનો મરોડ જ કેવો કામયાબ નીવડ્યો છે! | —માં આક્રોશને ઉપસાવી આપવામાં ઉક્તિનો મરોડ જ કેવો કામયાબ નીવડ્યો છે! ‘હસ્તાયણ' અને ‘પગાયણ' આપણી ગઝલમાં આગવી ભાત આંકતી રચનાઓ છે. એમાં વ્યંજના ઝબકાવી જતી, દૃશ્ય કલ્પનો રચતી પંક્તિઓમાં એક ખાસ બળ છે. ક્વચિત્ ઉક્તિવૈચિત્ર્યવાળી પંક્તિઓ પણ આવતી હોવા છતાં સમગ્રપણે આ બે કૃતિઓમાં એકવિષયકેન્દ્રી ગઝલરચનાનું એક સ્થાપત્ય જરૂર ઊભું થાય છે. | ||
‘ક્યાં’ સંગ્રહમાંની ગઝલનો અહીં વિકાસ પણ દેખાય છે. પરંતુ રમેશ પારેખમાં ગીતકવિતા હંમેશાં વધુ ધ્યાનાર્હ રહી છે. ગીતકવિ તરીકેના એમના ઐતિહાસિક સ્થાનની અને અર્પણની વાત તો હજુ દાયકા પછી થાય એ જ વધુ ઔચિત્યપૂર્ણ ગણાશે. અત્યારે તો નભ વચ્ચે સોળ કળાએ ઊગેલા’ચોમાસા જેવી એમની ગીતકવિતાની મોહિની સર્વવ્યાપક છે. | ‘ક્યાં’ સંગ્રહમાંની ગઝલનો અહીં વિકાસ પણ દેખાય છે. પરંતુ રમેશ પારેખમાં ગીતકવિતા હંમેશાં વધુ ધ્યાનાર્હ રહી છે. ગીતકવિ તરીકેના એમના ઐતિહાસિક સ્થાનની અને અર્પણની વાત તો હજુ દાયકા પછી થાય એ જ વધુ ઔચિત્યપૂર્ણ ગણાશે. અત્યારે તો નભ વચ્ચે સોળ કળાએ ઊગેલા’ચોમાસા જેવી એમની ગીતકવિતાની મોહિની સર્વવ્યાપક છે. | ||
એમનાં ગીતો અનેકપરિમાણી છે. એનું એક મહત્ત્વનું પરિમાણ છે આપણી લોકકવિતાના લય-લહેકાવાળી રચનાઓ. લોકકવિતાના લય—ઢાળોને ઉપાડી લઈને એમણે ચલાવ્યું છે એમ નથી, એ કવિતાના વિવિધ લય, એના લાક્ષણિક ઉક્તિઘટકો, લાગણીને ઝીણવટથી અને માર્મિકતાથી ઉપસાવતી એની અભિવ્યક્તિરીતિ – એ બધું એમણે આત્મસાત્ કર્યું છે. પરંતુ આવી પીઠિકા પર એ મુદ્રા પોતાની આંકે છે—લયસંયોજનોના પ્રયોગથી, એકાદ શબ્દથી વળાંક લઈ લેતા નિરૂપણથી અને, સૌથી નોંધપાત્ર રીતે તો, પોતાના આગવા અરૂઢ કલ્પનના વિનિયોગથી. આ પ્રકારના એમના એક ગીત | એમનાં ગીતો અનેકપરિમાણી છે. એનું એક મહત્ત્વનું પરિમાણ છે આપણી લોકકવિતાના લય-લહેકાવાળી રચનાઓ. લોકકવિતાના લય—ઢાળોને ઉપાડી લઈને એમણે ચલાવ્યું છે એમ નથી, એ કવિતાના વિવિધ લય, એના લાક્ષણિક ઉક્તિઘટકો, લાગણીને ઝીણવટથી અને માર્મિકતાથી ઉપસાવતી એની અભિવ્યક્તિરીતિ – એ બધું એમણે આત્મસાત્ કર્યું છે. પરંતુ આવી પીઠિકા પર એ મુદ્રા પોતાની આંકે છે—લયસંયોજનોના પ્રયોગથી, એકાદ શબ્દથી વળાંક લઈ લેતા નિરૂપણથી અને, સૌથી નોંધપાત્ર રીતે તો, પોતાના આગવા અરૂઢ કલ્પનના વિનિયોગથી. આ પ્રકારના એમના એક ગીત ‘જોશ જોવરાવજો રે લોલ'માંથી આનું કેટલુંક સમર્થન મળી રહેશે. ‘તમે રે વાવ્યાં તે ઝૂલચાકળાતોરણમાંથી ઝરઝર ખરી જાય ઝાડવાં હો જી' કે ‘પાદર ગળાવું રૂડા દરિયાની જોડય, તમે આવો તો રોપાવું છાંયા વનના હો જી' જેવી પંક્તિઓમાં નિરૂપણની વિશિષ્ટતા નોંધપાત્ર બની રહે છે તો, રાણાના નિમંત્રણનો ઉત્તર આપતી નાયિકાની આ ઉક્તિમાં કલ્પનનું આકર્ષક બળ પ્રમાણી શકાશે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>કઈ પેર આવું મારાં ચરણો બંધાયાં કોઈ | {{Block center|'''<poem>કઈ પેર આવું મારાં ચરણો બંધાયાં કોઈ | ||
| Line 43: | Line 43: | ||
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે.</poem>'''}} | મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ગીત અને ગઝલમાં છલકાતી પ્રેમ અને સૌંદર્યની ઊર્મિમાલા ઉપરાંત | ગીત અને ગઝલમાં છલકાતી પ્રેમ અને સૌંદર્યની ઊર્મિમાલા ઉપરાંત ‘ખડિંગ'માંની અછાન્દસ રીતિની થોડીક રચનાઓમાં સંવેદનશીલની પ્રતિબદ્ધતા પણ આલેખાઈ છે. એ કાવ્યોમાં આક્રોશ કે કટાક્ષને વ્યક્ત કરતી થોડીક પંક્તિઓ ક્યારેક ધારદાર બની આવી છે પણ આ રીતિનાં કાવ્યો સમગ્રપણે તો સરેરાશ કવિતાના નમૂનારૂપ બની રમેશ પારેખની કક્ષા બહાર રહી જાય છે. | ||
‘ખડિંગ'માં પ્રયોગશીલતા ધ્યાનપાત્ર છે. અગાઉ કહ્યું એમ ગીતોના લયઢાળ અને એનાં વિવિધ સંયોજનોના પ્રયોગો ઉપરાંત સંવેદનનાં વિભિન્ન અંકનોની અનેક અભિવ્યક્તિમુદ્રાઓ નિપજાવવાના પ્રયોગો પણ એમણે કર્યા છે. રૂઢ રૂપો અને રૂઢ કાવ્યવસ્તુમાં પણ એને કારણે હંમેશાં અરૂઢતા અને તાજગી પ્રગટતાં રહ્યાં છે. નર્મ અને કટાક્ષની કવિતા પણ એમણે કરી છે પણ એમાંય કશો હેતુ તાકવાને બદલે એક વિલક્ષણ મિજાજને વ્યક્ત કરવાનું વલણ જ વિશેષ દેખાશે. “મારા હેરાનું ઘરેણું મારી મૂછ, મને ખમ્મા' તથા અમરેલી વિશેનાં અન્ય કેટલાંક કાવ્યો આ પ્રકારનાં છે. ક્યાંક કવિતાની ચિંતા મૂકીને પણ આ કવિએ પ્રયોગો(!) કર્યા છે. એટલે સુધી કે | ‘ખડિંગ'માં પ્રયોગશીલતા ધ્યાનપાત્ર છે. અગાઉ કહ્યું એમ ગીતોના લયઢાળ અને એનાં વિવિધ સંયોજનોના પ્રયોગો ઉપરાંત સંવેદનનાં વિભિન્ન અંકનોની અનેક અભિવ્યક્તિમુદ્રાઓ નિપજાવવાના પ્રયોગો પણ એમણે કર્યા છે. રૂઢ રૂપો અને રૂઢ કાવ્યવસ્તુમાં પણ એને કારણે હંમેશાં અરૂઢતા અને તાજગી પ્રગટતાં રહ્યાં છે. નર્મ અને કટાક્ષની કવિતા પણ એમણે કરી છે પણ એમાંય કશો હેતુ તાકવાને બદલે એક વિલક્ષણ મિજાજને વ્યક્ત કરવાનું વલણ જ વિશેષ દેખાશે. “મારા હેરાનું ઘરેણું મારી મૂછ, મને ખમ્મા' તથા અમરેલી વિશેનાં અન્ય કેટલાંક કાવ્યો આ પ્રકારનાં છે. ક્યાંક કવિતાની ચિંતા મૂકીને પણ આ કવિએ પ્રયોગો(!) કર્યા છે. એટલે સુધી કે ‘રમેશ પારેખ તારું સાચું નામ શું છે?"એવા વાક્યના પ્રત્યેક અક્ષરથી શરૂ થતી ૧૪ પંક્તિઓની, સૉનેટ જેવી, એક અસફળ રચનાનામે ‘સતત રાત્રિ' પણ સંગ્રહમાં મોજૂદ છે! | ||
આ કવિની પ્રતિભા જ એ પ્રકારની છે કે એનામાં શબ્દરૂપો ઊભરાતાં છલકાતાં રહે. ભાષાનો આ છાક અને ચકચૂરતા એમનાં કાવ્યોમાં સૌથી વધુ ધ્યાન ખેંચે છે. પરંતુ | આ કવિની પ્રતિભા જ એ પ્રકારની છે કે એનામાં શબ્દરૂપો ઊભરાતાં છલકાતાં રહે. ભાષાનો આ છાક અને ચકચૂરતા એમનાં કાવ્યોમાં સૌથી વધુ ધ્યાન ખેંચે છે. પરંતુ ‘ખડિંગ’ની કવિતાનું સૌથી સ્પૃહણીય તત્ત્વ તો છે કવિની ઉત્તમ કલ્પનશક્તિ. કવિની વિશિષ્ટ સંવેદનાને ત્વરિત પ્રત્યાયિત કરવામાં તેમ જ રચનાના શિલ્પને સમૃદ્ધ કરવામાં તાજગી અને ચમકભર્યાં કલ્પનોનો ફાળો ઘણો મોટો છે. આવાં કલ્પનોથી આસ્વાદ્ય બનતી કેટલીક પંક્તિઓમાંથી પસાર થઈએ : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>આમ તો પાંદડું એક જ ખર્યું'તું ડાળેથી | {{Block center|'''<poem>આમ તો પાંદડું એક જ ખર્યું'તું ડાળેથી | ||
| Line 64: | Line 64: | ||
અદ્યતન કાવ્યસંવેદનાનાં ઘણાં ક્ષેત્રોમાં રમેશ પારેખની કવિતાની ગતિ નથી. પરંતુ યુગની સંપ્રજ્ઞતાને ઝીલનાર કવિઓ જીવનના જે ઊર્મિમય સ્રોતને સ્પર્શતા પણ નથી એ સ્રોતનાં કેટકેટલાં મેઘધનુષી રૂપો એમની કવિતા દેખાડે છે! સૌંદર્યનું નિર્બંધ અને નરવું આકર્ષણ, પ્રકૃતિની રૂપલીલાનો કેફ અને માનવપ્રીતિ એમનીકવિતાનું ફલક છે. જીવનની વિકૃત કે વિડંબિત સ્થિતિઓ પ્રત્યેના કટાક્ષ-આક્રોશનો કે એની વેદનાનો ભાવ પણ એમાં ક્યાંક નજરે પડે છે. પરંતુ એ બધાની ઉપર એકધારી રીતે છવાયેલો રહે છે કવિનો, અનેક રૂપલીલાઓ રચતો, છટાદાર અવાજ એમના એક કાવ્યની પંક્તિમાં કવિની જાણે કે સીધી જ ઓળખ છે. | અદ્યતન કાવ્યસંવેદનાનાં ઘણાં ક્ષેત્રોમાં રમેશ પારેખની કવિતાની ગતિ નથી. પરંતુ યુગની સંપ્રજ્ઞતાને ઝીલનાર કવિઓ જીવનના જે ઊર્મિમય સ્રોતને સ્પર્શતા પણ નથી એ સ્રોતનાં કેટકેટલાં મેઘધનુષી રૂપો એમની કવિતા દેખાડે છે! સૌંદર્યનું નિર્બંધ અને નરવું આકર્ષણ, પ્રકૃતિની રૂપલીલાનો કેફ અને માનવપ્રીતિ એમનીકવિતાનું ફલક છે. જીવનની વિકૃત કે વિડંબિત સ્થિતિઓ પ્રત્યેના કટાક્ષ-આક્રોશનો કે એની વેદનાનો ભાવ પણ એમાં ક્યાંક નજરે પડે છે. પરંતુ એ બધાની ઉપર એકધારી રીતે છવાયેલો રહે છે કવિનો, અનેક રૂપલીલાઓ રચતો, છટાદાર અવાજ એમના એક કાવ્યની પંક્તિમાં કવિની જાણે કે સીધી જ ઓળખ છે. | ||
રમેશ એ તો કલરવનું રેબઝેબ પૂમડું. | રમેશ એ તો કલરવનું રેબઝેબ પૂમડું. | ||
આમ | આમ ‘ખડિંગ'ની કવિતામાં આશ્ચર્યમુગ્ધ કરી દેતી વેગીલી સર્જકતાનો એક મોહક અને બળવાન આવિષ્કાર છે. આથી જ રમેશ પારેખમાં સાચું કવિત્વ અને લોકપ્રિયતા એક સાથે અને એકધારાં ચાલી રહ્યાં છે. અને એ જ એમનું ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક' રૂપે આવું અભિવાદન કરવાનું સૌથી સબળ કારણ છે. | ||
સાહિત્ય પરિષદના લોકભારતી જ્ઞાનસત્ર(ડિસેમ્બર ૧૯૮૦)માં વાંચેલો નિબંધ • પરબ, ફેબ્રુઆરી, ૧૯૮૧ | સાહિત્ય પરિષદના લોકભારતી જ્ઞાનસત્ર(ડિસેમ્બર ૧૯૮૦)માં વાંચેલો નિબંધ • પરબ, ફેબ્રુઆરી, ૧૯૮૧ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||