26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૭. મનીષા જોષી|}} === કાવ્યસંગ્રહોઃ === {{Poem2Open}} કંદરા, કંસારા બજાર...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 47: | Line 47: | ||
હું અહીં કણસતી પડી છું, | હું અહીં કણસતી પડી છું, | ||
અને કંદરાઓ નીચે પણ કેટલાયે લોકો દટાઈ મર્યા છે. | અને કંદરાઓ નીચે પણ કેટલાયે લોકો દટાઈ મર્યા છે. | ||
</poem> | |||
=== ૨. પ્રવાસી === | |||
<poem> | |||
એક રળિયામણું ગામ છે તું. | |||
હું પ્રવાસી બનીને આવું છું. | |||
તને આશ્ચર્ય થાય છે. | |||
ગામલોકો માટે કંઈ ખાસ અજાણ્યા નહીં, | |||
એવા તારા રસ્તાઓ હું શોધી કાઢું છું. | |||
અને તું મુગ્ધ થઈ જાય છે મારા સાહસથી. | |||
હું તારી સીમ પર આવું છું. | |||
અને તું તારું અત્યાર સુધી સાચવી રાખેલું રૂપ પ્રગટ કરે છે. | |||
પછી હું ગામઠી કપડાં પહેરી લઉં છું. | |||
અને તારા પાદરે પાણી ભરવા જઉં છું. | |||
તું કામોત્સુક બની જાય છે, | |||
મને બોલાવે છે, રાત્રે તારી હવેલી પર. | |||
હું આવું છું તારા અંધકારની આડશે. | |||
તને લાગે છે હું તારી જ કોઈ શેરી છું. | |||
મને પણ લાગે છે, તું જ મારું ગામ છે. | |||
પણ, તો યે, હું ફરી આગળ વધું છું. | |||
કોઈ બીજા ગામને છેતરવા. | |||
હું પ્રવાસી છું. | |||
હું દરેક ગામને લલચાવું છું મારા તરફ, વચન આપું છું, | |||
અને પછી વિશ્વાસઘાત કરું છું. | |||
</poem> | </poem> |
edits