26,604
edits
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 315: | Line 315: | ||
દેખાઈ રહ્યાં છે ઉપરથી | દેખાઈ રહ્યાં છે ઉપરથી | ||
જમીનથી સાવ વિખૂટાં. | જમીનથી સાવ વિખૂટાં. | ||
</poem> | |||
===૯. સ્ત્રી=== | |||
<poem> | |||
મારી અંદર એક વૃક્ષ | |||
ફળોના ભારથી ઝૂકેલું ઊભું છે. | |||
નવાં મહોરતાં ફૂલોના રંગથી મહેકતી, | |||
તાજાં જન્મેલાં પંખીઓનાં બચ્ચાંના | |||
તીણા અવાજથી ચહેકતી, | |||
તસુએ તસુ; તરબતર, હું એક સ્ત્રી. | |||
કીડીઓની હાર ફરી વળે છે મારા અંગ પર, | |||
અજગર વીંટળાય છે, | |||
અંધારું આલિંગે છે | |||
અને મારી શાખાઓ પરથી ઝર્યાં કરે છે મધ. | |||
મોડી સાંજે, | |||
ડાળીએ ડાળીએ ફરી વળતા અંધારા ભેગી | |||
સરકતી આવતી ઉદાસીને | |||
પાંદડાંની છાલમાં છુપાવી લેતાં મને આવડે છે. | |||
મને આવડી ગયું છે | |||
પાનખરમાં પાંદડાંઓને ખંખેરી નાખતાં. | |||
સૂકાં, પીળાં પાન | |||
તાણી જાય છે ઉદાસીને | |||
નદીના વહેણમાં. | |||
હું અહીંથી પડખુંયે ફરતી નથી, | |||
પણ મને ખબર છે, | |||
નદીપારના કોઈક સ્મશાનમાં | |||
સૂકાં, પીળાં પાંદડાંઓ ભેગી | |||
ભડકે બળતી હશે મારી ઉદાસી. | |||
પાંદડાં બળવાની સુગંધ | |||
ઓળખી લે છે, | |||
દરેક લીલુંછમ વૃક્ષ. | |||
</poem> | |||
===૧૦. શિકારી કૂતરા=== | |||
<poem> | |||
જંગલમાં દોડી રહ્યા છે | |||
શિકારી કૂતરા, | |||
કોઈ અપરાધીની શોધમાં. | |||
આ સ્વપ્ન | |||
હું ઘણી વાર જોઉં છું. | |||
સવારે ઊઠું ત્યારે | |||
મારા પોતાના શરીરની ગંધ | |||
મને કંઈક ગુનાહિત લાગે છે. | |||
કોઈ એક રાત્રે, | |||
કોઈ એક સ્વપ્નમાં, | |||
ફાડી ખાશે એ કૂતરા મને. | |||
અને હું, | |||
સફાળી જાગી જઈને | |||
હતું ન હતું કરી નાખીશ એ સ્વપ્નને. | |||
શિકાર અને શિકારી વચ્ચેનો ભેદ | |||
બહુ લાંબો નથી ટકતો સ્વપ્નમાં. | |||
એ વિકરાળ કૂતરા | |||
બહુ જલદી જ | |||
પૂંછ પટપટાવતા | |||
બેઠા હશે મારી સામે. | |||
અને હું | |||
દોડાવીશ તેમને, | |||
કોઈ અજાણ્યા શરીરની | |||
નવી ગંધ પાછળ. | |||
</poem> | </poem> |
edits