26,604
edits
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 262: | Line 262: | ||
એ ભીંતોને હવે લૂણો લાગી ગયો છે | એ ભીંતોને હવે લૂણો લાગી ગયો છે | ||
આખા ને આખા ઘરેઘર પૃથ્વીમાં બેસતાં જાય છે | આખા ને આખા ઘરેઘર પૃથ્વીમાં બેસતાં જાય છે | ||
</poem> | |||
===૫=== | |||
<poem> | |||
રોજ રાતે | |||
વાળુમાં વધી રહી છે | |||
ગુજરાતીમાં બોલી ન શકાય એવી વાનગીઓ | |||
નૂડલ્સ કે પિત્ઝા એમ ચીની કે ઈટાલિયનમાં | |||
બોલવામાં આવે ત્યારે જ | |||
એનો પૂરેપૂરો સ્વાદ લઈ શકાય છે | |||
બોલવું ને ચાખવુંના બંને ઉચ્ચારો | |||
જીભને થોડી આઘીપાછી હડસેલે (છે) એટલું જ. | |||
જોકે | |||
ક્યારેક બહુ યાદ આવી જાય છે | |||
મને ગુજરાતી થાળી ત્યારે | |||
હું ‘પૃથ્વીચંદ્રચરિત્’ ઉઘાડી વાંચું છું આ કડીઃ | |||
ऊपरी फूरकरंबा दहीं वापरई | |||
ईए परि लोक भोजन करई । | |||
... પણ નેટ ઉપર ક્યાંય ઓનલાઈન મૂકવામાં | |||
આવી નથી આ રચનાની રેસિપી. | |||
અને લાઈબ્રેરી તો બધી હસ્તપ્રત ભંડારો જેવી | |||
બની ગઈ છે આજકાલ એટલે | |||
હું ટેરવે ટેરવે સર્ચ કરતો રહું છું મધ્યકાલ | |||
પછી મોડી રાતે શોધવા નીકળી પડું છું | |||
સિધ્ધરાજ જયસિંહને મુનશીની આંગળી ઝાલી | |||
‘ગુજરાતનો નાથ’ વાંચતાં વાંચતાં | |||
આંખોમાં ઊંઘ ઘેરાવા લાગે | |||
ઊંઘરેટી આંખે ગુજરાતનો સુવર્ણયુગ | |||
ચમકારા કરી ઝબકાવી દે | |||
છેવટ બેય પાંપણો વચ્ચે બંધ કરી | |||
ગુજરાતનો નાથ મૂકી દઉં છું ઓશિકા નીચે | |||
કે તરત સપનાંઓ મને તાણી જાય | |||
ક્યાંના ક્યાંય જ્યાં ખંભાતનો અખાત તરીને | |||
ઊપડેલાં વહાણ ચાલ્યાં જાય છે | |||
અંધારાં પાણીમાં | |||
અધમધરાતે. | |||
</poem> | </poem> |
edits