પન્નાલાલ પટેલ : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/પન્નાલાલ પટેલ-૧: Difference between revisions

+૧
No edit summary
(+૧)
Line 9: Line 9:
ગુજરાતની ઈશાન સરહદ પર વિસ્તરતા ડુંગરાળ પ્રદેશમાં, આછી ગાઢી ભૂરી ઝાંયવાળી નાનીમોટી ટેકરીઓની વચ્ચે, હરીભરી ખેતીથી વીંટાયેલું એ માંડ પચાસસાઠ ઘરોવાળું માંડલી ગામ. (આજે એ ગામ રાજસ્થાનમાં છે.) પરાપૂર્વથી અહીંના લોકો ખેતીમાં રોકાયેલા રહ્યા છે. સુખદુઃખના વારતહેવારોના દુકાળોના અને એવી બીજી આપત્તિઓના વારાફેરા વચ્ચે જિંદગીની ઘટમાળ ત્યાં ચાલતી રહી છે. ઋતુઓનું જીવનચક્ર ઘૂમતું રહે છે. ખેડૂતો ખેતી કરતા રહે છે. શેઠ-શાહુકારોનાં ઘોડાં, ધીરેલી રકમના વ્યાજ પેટે અનાજ ઊઘરાવતાં ખળાંઓમાં ઘૂમતાં રહે છે. કર્મકાંડ અર્થે પરગામના ગોરમહારાજ તેમનાં ટીપણાં સાથે પ્રસંગે પ્રસંગે મુલાકાતો લે છે, વહેમી અજ્ઞાની લોકો દેવદેવીઓનાં બાધા-આખડી ઊજવતાં રહે છે. મુલકમુલકનું ભ્રમણ કરતા વણઝારાઓ વરસે-બે વરસે અહીંથી પસાર થાય છે ત્યારે બેપાંચ દિવસ અહીં મુકામ કરે છે. બળદોની ખરીદી ચાલે છે, નટીનો ખેલ પણ ગોઠવાય છે, દિવાળી જેવા પર્વે હૂડાઓ ગવાય છે, મેળાઓ મળે છે, સીમમાં કોસનાં પાણી સતત ઉલેચાતાં રહે છે. લોકજીવનનો પ્રવાહ વચ્ચે વચ્ચે અણધારી ઘટનાઓથી ઘૂમરી ખાઈ, ફરી સમથળ વહેતો રહે છે...

માંડલીનું એ નાનકડું જનપદ, ત્યારે, ગુજરાતમાં વહેતા થયેલા નવા જીવનપ્રવાહોથી હજી લગભગ અસ્પૃષ્ટ રહ્યું હતું. નવા યુગનાં ઝંઝાવાતી બળો હજી એને અડ્યાં નહોતાં. નવી કેળવણી, નવી વિદ્યા અને નવી જીવનરીતિ હજી આ ગામને ઉંબરે પહોંચ્યાં નહોતાં.

આ જાનપદી પરિસ્થિતિ વચ્ચે માંડલીના આગળ પડતા ખેડૂત નાનાલાલ પટેલને ત્યાં ૭મી મે, ૧૯૧૨ના રોજે પન્નાલાલનો જન્મ.૧ <ref>૧. પન્નાલાલના જીવનની રૂપરેખા આંકવામાં મુખ્યત્વે નીચેની સામગ્રી ખપમાં લીધી છે : (૧) પન્નાલાલની આત્મકથા ‘અલપઝલપ’, (૨) ‘અલપઝલપ’માં પૂર્તિરૂપે મૂકેલો ખંડ ‘અછડતી ઓળખાણ’, (૩) ઉમાશંકરની એ ગ્રંથની પ્રસ્તાવના. (૪) પન્નાલાલે જુદા જુદા સમયે આપેલાં વ્યાખ્યાનો, મુલાકાત આદિમાં પડેલા આત્મલક્ષી ઉલ્લેખો.</ref>નાનાલાલનું કુટુંબ પણ બહોળું. પરાપૂર્વથી ચાલી આવેલા ખેતીના વ્યવસાયમાં રોકાયેલું. ધરતી, ખેતી અને પ્રકૃતિનું, તળ ગામડાનું, વાતાવરણ તો પન્નાલાલના લોહીમાં ભળી ગયેલું. કુટુંબમાં પન્નાલાલ સૌથી નાના. માતાપિતા, બે મોટા ભાઈ, ત્રણ મોટી બહેનો, ઓરમાન મા અને તેનાં દીકરાદીકરી. ભર્યાભાદર્યા કુટુંબ વચ્ચે પન્નાલાલનો ઉછેર.
આ જાનપદી પરિસ્થિતિ વચ્ચે માંડલીના આગળ પડતા ખેડૂત નાનાલાલ પટેલને ત્યાં ૭મી મે, ૧૯૧૨ના રોજે પન્નાલાલનો જન્મ.૧ નાનાલાલનું કુટુંબ પણ બહોળું. પરાપૂર્વથી ચાલી આવેલા ખેતીના વ્યવસાયમાં રોકાયેલું. ધરતી, ખેતી અને પ્રકૃતિનું, તળ ગામડાનું, વાતાવરણ તો પન્નાલાલના લોહીમાં ભળી ગયેલું. કુટુંબમાં પન્નાલાલ સૌથી નાના. માતાપિતા, બે મોટા ભાઈ, ત્રણ મોટી બહેનો, ઓરમાન મા અને તેનાં દીકરાદીકરી. ભર્યાભાદર્યા કુટુંબ વચ્ચે પન્નાલાલનો ઉછેર.
નાનકડા એ જનપદમાં નાનાલાલનું ઘર ‘વિદ્યાનું ઘર’ તરીકે જાણીતું હતું. ખેતીના વ્યવસાયમાં રોકાયેલા છતાં નાનાલાલે કોઈક રીતે ખપજોગું અક્ષરજ્ઞાન મેળવી લીધું દેખાય છે. વળી ધર્મભાવથી પ્રેરાઈને તેમણે ધર્મવિષયક થોડુંક સાહિત્ય પણ ખરીદેલું. એમાં તુલસીકૃત રામાયણ, ઓખાહરણ, દયારામની ગરબી અને બૃહત્‌ કાવ્યદોહન પણ હતાં. ખેતીનાં કામકાજ વચ્ચે ફુરસદ કાઢીને તેઓ એ વાંચી લેતા. રાતના સમયે વળી ફળીના લોકોને એમાંનો કોઈક કથાભાગ કે પદ વાંચી સંભળાવતા ય ખરા. પતિની આ જાતની વિદ્યાપ્રવૃત્તિના સંસ્કાર પુત્ર પન્નાલાલમાં ય ઊતરે. અને એય એના પિતાની જેમ લોકાદર પામે, એવી કોઈ ગૂઢ ઝંખના માતાના હૃદયમાં સહજ જ જાગી હશે. માતાના હૃદયની એ વાત ઉકેલતાં પન્નાલાલ લખે છે : “... (પન્નાલાલ) ભણશે તો એ ય એના બાપની પેઠે આ અભણ નાતમાં પુછાતો થશે. પાંચ વચ્ચે બેસીને એ ય પેલું ઓખાહરણ ગાશે ને રાતે રામાયણનું પારાયણ કરશે. એના બાપની પેઠે કૌરવપાંડવનું જુદ્ધ ઉકેલશે ને મીઠા રાગે પખાજ તંબૂરે ભજનો ગાશે.”૨<ref>૨. ‘અલપઝલપ’ : ‘અછડતી ઓળખાણ’, પૃ. ૨૪૫</ref> તે સ્પષ્ટ સમજાય છે કે માંડલીની એ નાનકડી દુનિયામાં નાનાલાલે એક સંસ્કારનેતાની નાનકડી પણ સૌમ્ય ભૂમિકા ભજવી છે. અને આસપાસનાં લોકોમાં આદરભર્યું સ્થાન મેળવ્યું છે. ‘વિદ્યાનું ઘર’માં વ્યાપેલું વાતાવરણ બાળક પન્નાલાલના મનોવિશ્વમાં સહજ રીતે ઊતરી આવ્યું હોય એમાં કશું આશ્ચર્ય પામવા જેવું નથી : ખેતીના ધાવણમાં વિદ્યાકીય સંસ્કારો સહજ જ ભળી ગયા દેખાય છે.
નાનકડા એ જનપદમાં નાનાલાલનું ઘર ‘વિદ્યાનું ઘર’ તરીકે જાણીતું હતું. ખેતીના વ્યવસાયમાં રોકાયેલા છતાં નાનાલાલે કોઈક રીતે ખપજોગું અક્ષરજ્ઞાન મેળવી લીધું દેખાય છે. વળી ધર્મભાવથી પ્રેરાઈને તેમણે ધર્મવિષયક થોડુંક સાહિત્ય પણ ખરીદેલું. એમાં તુલસીકૃત રામાયણ, ઓખાહરણ, દયારામની ગરબી અને બૃહત્‌ કાવ્યદોહન પણ હતાં. ખેતીનાં કામકાજ વચ્ચે ફુરસદ કાઢીને તેઓ એ વાંચી લેતા. રાતના સમયે વળી ફળીના લોકોને એમાંનો કોઈક કથાભાગ કે પદ વાંચી સંભળાવતા ય ખરા. પતિની આ જાતની વિદ્યાપ્રવૃત્તિના સંસ્કાર પુત્ર પન્નાલાલમાં ય ઊતરે. અને એય એના પિતાની જેમ લોકાદર પામે, એવી કોઈ ગૂઢ ઝંખના માતાના હૃદયમાં સહજ જ જાગી હશે. માતાના હૃદયની એ વાત ઉકેલતાં પન્નાલાલ લખે છે : “... (પન્નાલાલ) ભણશે તો એ ય એના બાપની પેઠે આ અભણ નાતમાં પુછાતો થશે. પાંચ વચ્ચે બેસીને એ ય પેલું ઓખાહરણ ગાશે ને રાતે રામાયણનું પારાયણ કરશે. એના બાપની પેઠે કૌરવપાંડવનું જુદ્ધ ઉકેલશે ને મીઠા રાગે પખાજ તંબૂરે ભજનો ગાશે.”૨ તે સ્પષ્ટ સમજાય છે કે માંડલીની એ નાનકડી દુનિયામાં નાનાલાલે એક સંસ્કારનેતાની નાનકડી પણ સૌમ્ય ભૂમિકા ભજવી છે. અને આસપાસનાં લોકોમાં આદરભર્યું સ્થાન મેળવ્યું છે. ‘વિદ્યાનું ઘર’માં વ્યાપેલું વાતાવરણ બાળક પન્નાલાલના મનોવિશ્વમાં સહજ રીતે ઊતરી આવ્યું હોય એમાં કશું આશ્ચર્ય પામવા જેવું નથી : ખેતીના ધાવણમાં વિદ્યાકીય સંસ્કારો સહજ જ ભળી ગયા દેખાય છે.
કમનસીબે, પન્નાલાલના બાળપણના દિવસોમાં જ પિતાનું અવસાન થયું. ઘરનો મોભી જતાં આખું ય કુટુંબ એકદમ નિરાધાર જેવું બની ગયું. હવે પિતાજી જતાં બાળક પન્નાલાલ પૂરેપૂરો મા તરફ ઢળ્યો. બાળકની, માતા માટે અને માતાની બાળક માટે બળવાન માયા બંધાઈ ગઈ. ઘરમાં અને ઘર બહાર, કૂવાપાદર, ખેતરખળામાં, બધે જ બાળક પન્નાલાલ માનો પડછાયો હોય તેમ, તેના સાડલાને વળગતો-વીંટાતો સવારસાંજ સાથે ને સાથે ફરતો રહ્યો. કુટુંબનાં બીજાં મોટેરાંઓ, આથી, એમને ‘માવડિયું સંતાન’ તરીકે જ ઓળખાવતાં થયાં. કોણ જાણે કેમ, કુટુંબનાં ભાઈબહેનો જોડે તેમના હૃદયનો એવો ઊંડો લગાવ બંધાયો નહિ, પાછળથી પણ ભર્યાભાદર્યા એ કુટુંબમાં કિશોર પન્નાલાલને પૂરું ગોઠી ગયું હોય એવો કોઈ પ્રસંગ ‘અલપઝલપ’માં જોવા મળતો નથી. એ રીતે પિતાની છત્રછાયા વિનાના ઘરમાં બાળક પન્નાલાલ વધુ ને વધુ પ્રબળપણે માતાને વળગતા રહ્યા. પછીથી કિશોર વયે શિક્ષણ અર્થે તેમને ઈડર રહેવાનું થયું એ દરમ્યાન માતાનું અણધાર્યું અવસાન થયું, જે એ તરુણ હૃદયને હચમચાવી મૂકવા પૂરતું હતું. માતાની એ મૂર્તિ પન્નાલાલના વ્યક્તિત્વના હાર્દમાં કેવી તો ગૂઢાતિગૂઢ બળ બનીને ઊતરી ગઈ તેનો ઉમાશંકરે સરસ સંકેત કર્યો છે : ‘...(પન્નાલાલ) ‘માવડિયા’ પણ હતા. માને શૈશવમાં લાંબા સમય સુધી વળગી રહ્યા હતા. યાત્રાપથ પર દીકરાને હાથનું નેજવું કરીને વિદાય લેતી માથી હંમેશના વિજોગ પડ્યા. પછીથી પન્નાલાલ સાધુ જયશંકર મહારાજ, અધિકારી હરભગવાનજી આદિના પ્રસંગમાં આવે છે. પણ એમની ખોજ મુખ્યત્વે માતૃપ્રતિમા (મધર-ઇમેયજ)ની હોવી જોઈએ. પોંડિચેરી આશ્રમમાં એમણે પોતાની સમગ્ર ચેતનાનું ગુરુત્વમધ્યબિંદુ જોયું અને કૃતાર્થતા અનુભવી.”૩ <ref>૩. ‘અલપઝલપ’ : પ્રસ્તાવના</ref>ઉમાશંકરનું આ નિરીક્ષણ, મને લાગે છે કે, પન્નાલાલની જીવનગતિને સમજવામાં દ્યોતક બની રહે એમ છે. ગુજરાતના સંસ્કારજીવનના નવા પ્રવાહોથી દૂર રહી ગયેલા એ નાનકડા જનપદમાં ત્યારે પ્રાથમિક કેળવણીની કોઈ વ્યવસ્થા નહોતી. પણ બેચાર શાણા માણસોના આગ્રહથી ગબા ગોરે ગામનાં બાળકોને ભણાવવાનું સ્વીકાર્યું અને કોકના ઓટલા પર ગામઠી ‘શાળા’ ચાલી. જોકે એ ‘શાળા’ થોડા સમયમાં જ વિખરાઈ ગઈ. અને બાળક પન્નાને આ શાળામાં ઝાઝું ફાવ્યું ય નથી. પણ અક્ષરજ્ઞાનના થોડાક સંસ્કાર એ રીતે તેમના મનમાં પડ્યા તો ખરા જ. પોતાની એ સમયની એક સરસ છબી પન્નાલાલે ‘અલપઝલપ’માં આ રીતે આંકી દીધી છે : “શરીરે પોસાતો—કંઈક જાડો, ઢીંચણ કોણીઓ તથા હાથપગની ઘૂંટીઓએ કલાઈની જેમ બાઝી રહેલો મેલ બાદ કરતાં રંગે ઊજળો, રૂપે પણ, આંખ નાક કે એવા કોઈ અંગની વિશેષતા વિનાનો ગોળ મોંવાળો, કપડાંમાં અડધે નિતંબે માંડ પહોંચતી દોટીની ઝૂલડી જ માત્ર. મેલી ફાટેલી કોણી સુધીની બાંયો, લીંટ-લફરાના કલપથી અક્કડ બનેલી...”૪<ref>૪. ‘અલપઝલપ’ : ‘અછડતી ઓળખાણ’, પૃ. ૨૪૩</ref> ગામડામાં વિચરતી આ મેલીઘેલી બાલમૂર્તિ આજના સાહિત્યરસિક માટે કદાચ કૌતુકનો વિષય બની રહે.
કમનસીબે, પન્નાલાલના બાળપણના દિવસોમાં જ પિતાનું અવસાન થયું. ઘરનો મોભી જતાં આખું ય કુટુંબ એકદમ નિરાધાર જેવું બની ગયું. હવે પિતાજી જતાં બાળક પન્નાલાલ પૂરેપૂરો મા તરફ ઢળ્યો. બાળકની, માતા માટે અને માતાની બાળક માટે બળવાન માયા બંધાઈ ગઈ. ઘરમાં અને ઘર બહાર, કૂવાપાદર, ખેતરખળામાં, બધે જ બાળક પન્નાલાલ માનો પડછાયો હોય તેમ, તેના સાડલાને વળગતો-વીંટાતો સવારસાંજ સાથે ને સાથે ફરતો રહ્યો. કુટુંબનાં બીજાં મોટેરાંઓ, આથી, એમને ‘માવડિયું સંતાન’ તરીકે જ ઓળખાવતાં થયાં. કોણ જાણે કેમ, કુટુંબનાં ભાઈબહેનો જોડે તેમના હૃદયનો એવો ઊંડો લગાવ બંધાયો નહિ, પાછળથી પણ ભર્યાભાદર્યા એ કુટુંબમાં કિશોર પન્નાલાલને પૂરું ગોઠી ગયું હોય એવો કોઈ પ્રસંગ ‘અલપઝલપ’માં જોવા મળતો નથી. એ રીતે પિતાની છત્રછાયા વિનાના ઘરમાં બાળક પન્નાલાલ વધુ ને વધુ પ્રબળપણે માતાને વળગતા રહ્યા. પછીથી કિશોર વયે શિક્ષણ અર્થે તેમને ઈડર રહેવાનું થયું એ દરમ્યાન માતાનું અણધાર્યું અવસાન થયું, જે એ તરુણ હૃદયને હચમચાવી મૂકવા પૂરતું હતું. માતાની એ મૂર્તિ પન્નાલાલના વ્યક્તિત્વના હાર્દમાં કેવી તો ગૂઢાતિગૂઢ બળ બનીને ઊતરી ગઈ તેનો ઉમાશંકરે સરસ સંકેત કર્યો છે : ‘...(પન્નાલાલ) ‘માવડિયા’ પણ હતા. માને શૈશવમાં લાંબા સમય સુધી વળગી રહ્યા હતા. યાત્રાપથ પર દીકરાને હાથનું નેજવું કરીને વિદાય લેતી માથી હંમેશના વિજોગ પડ્યા. પછીથી પન્નાલાલ સાધુ જયશંકર મહારાજ, અધિકારી હરભગવાનજી આદિના પ્રસંગમાં આવે છે. પણ એમની ખોજ મુખ્યત્વે માતૃપ્રતિમા (મધર-ઇમેયજ)ની હોવી જોઈએ. પોંડિચેરી આશ્રમમાં એમણે પોતાની સમગ્ર ચેતનાનું ગુરુત્વમધ્યબિંદુ જોયું અને કૃતાર્થતા અનુભવી.”૩ >ઉમાશંકરનું આ નિરીક્ષણ, મને લાગે છે કે, પન્નાલાલની જીવનગતિને સમજવામાં દ્યોતક બની રહે એમ છે. ગુજરાતના સંસ્કારજીવનના નવા પ્રવાહોથી દૂર રહી ગયેલા એ નાનકડા જનપદમાં ત્યારે પ્રાથમિક કેળવણીની કોઈ વ્યવસ્થા નહોતી. પણ બેચાર શાણા માણસોના આગ્રહથી ગબા ગોરે ગામનાં બાળકોને ભણાવવાનું સ્વીકાર્યું અને કોકના ઓટલા પર ગામઠી ‘શાળા’ ચાલી. જોકે એ ‘શાળા’ થોડા સમયમાં જ વિખરાઈ ગઈ. અને બાળક પન્નાને આ શાળામાં ઝાઝું ફાવ્યું ય નથી. પણ અક્ષરજ્ઞાનના થોડાક સંસ્કાર એ રીતે તેમના મનમાં પડ્યા તો ખરા જ. પોતાની એ સમયની એક સરસ છબી પન્નાલાલે ‘અલપઝલપ’માં આ રીતે આંકી દીધી છે : “શરીરે પોસાતો—કંઈક જાડો, ઢીંચણ કોણીઓ તથા હાથપગની ઘૂંટીઓએ કલાઈની જેમ બાઝી રહેલો મેલ બાદ કરતાં રંગે ઊજળો, રૂપે પણ, આંખ નાક કે એવા કોઈ અંગની વિશેષતા વિનાનો ગોળ મોંવાળો, કપડાંમાં અડધે નિતંબે માંડ પહોંચતી દોટીની ઝૂલડી જ માત્ર. મેલી ફાટેલી કોણી સુધીની બાંયો, લીંટ-લફરાના કલપથી અક્કડ બનેલી...”૪ ગામડામાં વિચરતી આ મેલીઘેલી બાલમૂર્તિ આજના સાહિત્યરસિક માટે કદાચ કૌતુકનો વિષય બની રહે.
ગબા ગોરની ગામઠી શાળા વિખરાઈ જતાં પન્નાલાલનું ભણતર અટક્યું. બીજે ગામ ભણવા મોકલવાનો તો વિચાર પણ કોણ કરે? અથવા વિચાર આવે, તો એ બધી જોગવાઈ કોણ કરે? પિતાજી તો વિદાય થયા હતા.
ગબા ગોરની ગામઠી શાળા વિખરાઈ જતાં પન્નાલાલનું ભણતર અટક્યું. બીજે ગામ ભણવા મોકલવાનો તો વિચાર પણ કોણ કરે? અથવા વિચાર આવે, તો એ બધી જોગવાઈ કોણ કરે? પિતાજી તો વિદાય થયા હતા.
અને, ત્યાં એક અણધારી ઘટના બની. પન્નાલાલના વચેટભાઈ કોદરે જેમને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા હતા તે મેઘરાજના રામજી મંદિરના સાધુ શ્રી જયશંકરાનંદ આ ગામમાં પધાર્યા. અને કોણ જાણે કઈ મનોદશામાં બાળક પન્નાલાલ એમની સાથે ચાલી નીકળ્યો. તેમની ઉછેર અને ઘડતરની બધી જવાબદારી આ સાધુએ સ્વીકારી લીધી. મેઘરજના મંદિરમાં સાથે રાખી તેમણે બાળક પન્નાને આગળ ભણવાની ગોઠવણ કરી આપી. ગામમાં અટકી પડેલું શિક્ષણ હવે આગળ ચાલ્યું.

વળી, એવી જ બીજી અણધારી ઘટના બની. ઈડરના મહારાજકુમાર હિંમતસિંહજીએ મેઘરજના આંબાવાડિયામાં મુકામ કર્યો. મેઘરજના નાગરિકોએ તેમના સન્માનમાં એક નાનકડો સમારંભ કર્યો. આ કાર્યક્રમમાં જયશંકરાનંદે પન્નાલાલનાં ગીતોનો કાર્યક્રમ પણ સામેલ કરાવ્યો. નાનપણથી જ પન્નાલાલને ગાવાનો શોખ હતો. બાળક પન્નાલાલે એ રાતના મેળાવડામાં મધુર હલકમાં ભાવાર્દ્ર હૈયે ગીતો ગાયાં. અને એમની શક્તિથી પ્રભાવિત બનેલા મહારાજકુમારે એ ‘ટાબરિયા’ને આગળ ભણવા માટે ઈડર બોર્ડિંગમાં રાખવાની વ્યવસ્થા કરી આપી. જયશંકરાનંદજીએ પન્નાને હવે ઈડરની ‘શ્રીકેસરીસિંહ બોર્ડિંગ’માં મૂક્યો. પન્નાલાલના જીવનઘડતરમાં આ રીતે એક નવો તબક્કો આરંભાયો.

ઈડરની બોર્ડિંગમાં ગુજારેલી જિંદગીનાં અનેક રસપ્રદ સંસ્મરણો પન્નાલાલે પોતાની આત્મકથા ‘અલપઝલપ’માં નોંધ્યાં છે. જોકે કોઈ અસાધારણ ઘટના આ ગાળામાં બની નથી, આર્થિક ભીંસ વચ્ચે તેઓ પોતાનું ભણતર આગળ ચલાવવા મથી રહ્યા છે. વિદ્યાકીય ક્ષેત્રે પણ એવી કોઈ વિરલ પ્રાપ્તિ જેવું દેખાતું નથી. પણ અહીં વળી એક અનોખી કથા આકાર લે છે. કિશોર વયના ઉમાશંકર પણ આગળ અભ્યાસ અર્થે આ જ બોર્ડિંગમાં રહેવા આવે છે. આમ તો આ બોર્ડિંગ અંગ્રેજી સ્કૂલના વિદ્યાર્થીઓ માટે જ હતી, પણ પન્નાલાલ અને ઉમાશંકર જેવા વિદ્યાર્થીઓને ત્યારે ખાસ સંજોગોમાં પ્રવેશ મળ્યો હતો. અહીં આ બંને કિશોરો વચ્ચે મૈત્રી બંધાઈ. પન્નાલાલે ઉમાશંકરને પ્રસંગે સહાય કરી અને માર્ગદર્શન પણ આપ્યું. કિશોરકાળના પન્નાલાલનું સ્વાવલંબી અને આત્મવિશ્વાસથી ભર્યુંભર્યું વ્યક્તિત્વ ઉમાશંકરને એ સમયે ય સ્પર્શી ગયું હશે. એમનું સ્મૃતિચિત્ર આલેખતાં ઉમાશંકર નોંધે છે :

“પન્નાલાલની કિશોર આકૃતિ છાત્રાલયમાં જુદી તરી આવતી. શરીર નાનકડું હૃષ્ટપુષ્ટ, ગોળમટોળ કહી શકાય એવું. લગભગ યુરોપીય લાગે એવો ગોરો – બલકે લાલ લાલ ચહેરો. ચૂંટી ખણો તો લોહી નીકળે. અવાજ ઊંડો, ઘેરો, પણ સૌથી વિશેષ તો મીઠાશભર્યો – કહો કે ગળ્યો ગળ્યો. આંખમાં અચૂક વરતાતી ‘હું સમજું છું બધું’ એવી ચમક. મને સૌથી વધુ આકર્ષતી વસ્તુ તે એમની મોકળાશ ભરી વર્તણૂક. કશી રોકટોક અનુભવ્યા વગર બધી પરિસ્થિતિમાં એ એક જાતના આત્મવિશ્વાસ સાથે લીલાપૂર્વક વિચરતા...”૫<ref>૫. ‘અલપઝલપ’ : પ્રસ્તાવના</ref>
“પન્નાલાલની કિશોર આકૃતિ છાત્રાલયમાં જુદી તરી આવતી. શરીર નાનકડું હૃષ્ટપુષ્ટ, ગોળમટોળ કહી શકાય એવું. લગભગ યુરોપીય લાગે એવો ગોરો – બલકે લાલ લાલ ચહેરો. ચૂંટી ખણો તો લોહી નીકળે. અવાજ ઊંડો, ઘેરો, પણ સૌથી વિશેષ તો મીઠાશભર્યો – કહો કે ગળ્યો ગળ્યો. આંખમાં અચૂક વરતાતી ‘હું સમજું છું બધું’ એવી ચમક. મને સૌથી વધુ આકર્ષતી વસ્તુ તે એમની મોકળાશ ભરી વર્તણૂક. કશી રોકટોક અનુભવ્યા વગર બધી પરિસ્થિતિમાં એ એક જાતના આત્મવિશ્વાસ સાથે લીલાપૂર્વક વિચરતા...”૫
અહીં પન્નાલાલનું શિક્ષણ થોડુંક આગળ ચાલ્યું ય ખરું. પણ આર્થિક મુશ્કેલીઓ તો ઊભી હતી જ. સરકારી શિષ્યવૃત્તિથી કામ ચાલે એમ હતું જ નહિ. બીજા નાણાંકીય સ્રોત પણ ખૂટવા આવ્યા. મૂળ ઈડરના પણ ધંધાર્થે મુંબઈમાં વસતા શ્રી હેમરાજભાઈએ પન્નાલાલને સહાય અર્થે રૂપિયા એકસોની રકમ ઈડરમાં જ કામ કરતા એક શિક્ષક શંકરલાલ રાવળને સોંપી હતી. એ રકમમાંથી ઉપાડ થતાં એ તૂટતી જતી હતી અને પન્નાલાલ અંગ્રેજી ચોથીમાં દાખલ થયા ત્યાં એ રકમ પણ ખર્ચાઈ ખૂટી. પરિસ્થિતિ વિકટ બનતી રહી. દરમ્યાન માતાનું અવસાન થયું અને કિશોરવયના પન્ના માટે રહ્યુંસહ્યું છત્ર પણ નષ્ટ થયું. પન્નાલાલ ભારે અનિશ્ચિતતાની દશામાં મુકાઈ ગયા.

આટલી ઉંમરમાં ય જીવનના જે વિષમ કઠોર અનુભવોમાંથી પન્નાલાલને પસાર થવાનું આવ્યું તેથી ભણતરમાં અવરોધ આવ્યા એ સાચું. પણ આ બધા અનુભવો પન્નાલાલમાં રહેલા સર્જકને માટે મૂલ્યવાન વસ્તુ નીવડવાના હતા એની તો પન્નાલાલને ખુદને ય ત્યારે કલ્પના નહિ હોય. પણ તેમનું સંવેદનતંત્ર ઘણું તીવ્ર, અને આંતરિક સૂઝ પણ ઊંડી. એટલે, જે કંઈ અનુભવોમાંથી તેમને પસાર થવાનું આવ્યું, તેમાં અસ્તિત્વના ગહન પ્રવાહો, તેનાં પ્રચ્છન્ન રહસ્યો, અને તેની ગતિવિધિઓનું બારીક અવલોકન કરતા રહ્યા; પદાર્થો, પરિસ્થિતિઓ, વ્યક્તિઓ – જે કંઈના અનુભવમાં તેઓ મુકાયા, તેમાંથી વેધક દૃષ્ટિએ ઊંડું સત્ય અવગત કરવાની સહજ વૃત્તિ તેમનામાં કામ કરી રહી હતી. ઈડરના બોર્ડિંગવાસમાં, આ રીતે, પન્નાલાલના વ્યક્તિત્વનું ઘડતર થઈ રહ્યું હતું.

Line 39: Line 39:
પણ બાહ્ય સંજોગો હજી એટલા અનુકૂળ નહોતા. ઓઈલમેનની કામગીરીમાં જુદી જુદી પાળી સાચવવાની, એટલે ફુરસદનો સમય પણ ઓછો. પણ પછીથી મીટરરીડિંગનું કામ મળ્યું. તેમાં રાહત જેવું થયું.
પણ બાહ્ય સંજોગો હજી એટલા અનુકૂળ નહોતા. ઓઈલમેનની કામગીરીમાં જુદી જુદી પાળી સાચવવાની, એટલે ફુરસદનો સમય પણ ઓછો. પણ પછીથી મીટરરીડિંગનું કામ મળ્યું. તેમાં રાહત જેવું થયું.
અને લેખનના આરંભમાં, પન્નાલાલે થોડી કવિતાઓ રચી અને સુંદરમ્‌ને બતાવી. પણ, સુંદરમ્‌ જેવો કડક કવિવિવેચક! એકે કૃતિ સ્વીકારી નહિ હોય. પોતાની કાવ્યકૃતિ વાંચી રહેલા સુંદરમ્‌ના ચહેરાને તાકી રહેતાં પન્નાલાલ તરત કળી ગયા હશે કે, પોતાની રચનાઓમાં કવિતાનું સત્ત્વ ઊતર્યું નથી; અને કવિતાના માર્ગે ઝાઝું વળવાનું નથી એમ પણ કદાચ તે સમયે સમજાઈ ચૂક્યું હોય. ગમે તેમ, એ માર્ગ તેમણે છોડી દીધો, અને તરત વાર્તાલેખનના પ્રયત્નો શરૂ કર્યા. સુંદરમ્‌ની એમાં તરત જ સ્વીકૃતિ મળી ગઈ, એટલું જ નહિ, ‘શેઠની શારદા’ શીર્ષકની વાર્તા ‘ફૂલછાબ’માં પ્રગટ પણ થઈ, એટલે પન્નાલાલમાં આત્મશ્રદ્ધા જન્મી એ પછી ‘વનબાળા’ શીર્ષકની બીજી વાર્તા તરતમાં જ ‘પ્રજાબંધુ’માં છપાઈ. પન્નાલાલનો ઉત્સાહ ઓર વધ્યો. એ સાથે અંતરમાં મોટી અભિલાષા જન્મી. રામનારાયણ પાઠક ત્યારે ‘પ્રસ્થાન’ના તંત્રી હતા, અને સંપાદક-વિવેચક તરીકે ઘણા કડક ગણાતા હતા. – એવા એ દુરારાધ્ય વિવેચકને રીઝવે એવું જો કંઈ સર્જન કરી શકું તો...! અને ખરેખર, સુખદ ઘટના બની ગઈ. ‘ધણીનું નાક’ અને ‘સુખદુઃખનાં સાથી’ એ બે વાર્તાઓ પાઠકસાહેબની કસોટીમાંથી પસાર થઈ, અને બંને કૃતિઓને ‘પ્રસ્થાન’માં સ્થાન મળ્યું. આથી પન્નાલાલનો ઉત્સાહ ઓર વધ્યો; લેખક તરીકેની પોતાની શક્તિમાં વિશ્વાસ વધુ દૃઢ થતો ચાલ્યો.

જીવનના અપારવિધ અનુભવોની ભીંસ જાણે કે તેમને વાર્તાલેખન માટે પ્રેરી રહી હતી. ટૂંકા ફલકની કથાઓ તેમને હવે અપર્યાપ્ત લાગવા માંડી, એટલે તરત લાંબી વાર્તા તરફ તેઓ વળ્યા. એ રીતે ‘ભીરુ સાથી’ નામની પહેલી નવલકથાનું સર્જન કર્યું. ઉમાશંકર ત્યારે અમદાવાદ હતા; એટલે આખી કૃતિ તેમને વાંચી સંભળાવી. જોકે એ વિશે ઉમાશંકરનો પ્રતિભાવ ખરેખર શો હતો, તે ક્યાંયથી જાણવા મળતું નથી. પણ એટલું સાચું કે એ નવલકથાનું પ્રકાશન કોઈક કારણસર વિલંબાયું હતું. દરમ્યાન જયંતિ દલાલે તેમની બીજી લાંબી વાર્તા – કહો કે લઘુનવલ ‘વળામણાં’ને ઈ.સ. ૧૯૪૦માં રેખા પ્રકાશનના નેજા હેઠળ પ્રગટ કરી. પન્નાલાલ જે પ્રદેશમાં જન્મ્યા અને ઉછર્યા હતા, એ પ્રદેશના લોકજીવનનું. એની સહજ મર્યાદાઓ સમેત સચ્ચાઈભર્યું આલેખન એમાં હતું. તેમની વિશિષ્ટ કથનશૈલીનું એમાં પહેલી જ વાર સશક્ત અને સુરેખ આવિષ્કારણ હતું. તળપદા લોકજીવનની ભૂમિકાને અણીશુદ્ધ સાચવી લેતી એ વાર્તા, સ્વાભાવિક રીતે જ, મેઘાણી જેવા લોકસાહિત્યના ઉપાસકને ગમી ગઈ. એટલે તેમણે પન્નાલાલને ‘ફૂલછાબ’ માટે ભેટ પુસ્તક લખી આપવા ખાસ માગણી મૂકી. એના પ્રતિભાવ રૂપે પન્નાલાલે ‘મળેલા જીવ’ની નવલકથાનું સર્જન કર્યું. માત્ર વીસ બાવીસ દિવસના ટૂંકા ગાળામાં વેગીલી કલમે તેમની એ કથા નીપજી આવી હતી. અનાયાસ જ એ સુરેખ અને સૌષ્ઠવપૂર્ણ ઘાટ પ્રાપ્ત થઈ ગયો હતો. પ્રણયની – વિરહની અને વિફલતાની – કોઈક તીવ્રતમ લાગણીમાંથી સહજ અભિવ્યક્તિ રૂપે એ લખાઈ આવી હતી. એ કથામાં પન્નાલાલે આનંદસમાધિ (ecstacy) જેવી કોઈ વિશિષ્ટ મનોદશા અનુભવી હોય તો તે સમજી શકાય તેમ છે. પન્નાલાલનું સદ્‌ભાગ્ય કે એ નવલકથાને મેઘાણીની ઉમકાળભરી પ્રસ્તાવના મળી એમાં પન્નાલાલની સર્જકશક્તિને અત્યંત મોકળા મને તેમણે બિરદાવી. ‘મળેલા જીવ’ની વાણી ને વિચારસૃષ્ટિ એક નવતર બળ છે, માત્ર ચોપડી નથી... બહુશ્રુતપણું. બહોળી અનુભવસૃષ્ટિ, બહોળી વિદ્વત્તા, એ બધાંને નવસર્જનમાં અનિવાર્ય સ્થાન છે. પણ એના કરતાં ય વધુ અપેક્ષા છે હું જેને વારંવાર મારા પોતાના ઘડેલા શબ્દોમાં ‘ધરતીનું ધાવણ’ કહી ઓળખાવું છું તે આદ્યબળની. આ વાર્તાનાં મુખ્ય પાત્રો જીવી અને કાનજી એ બળમાંથી ઊઠ્યાં છે.”૧૧<ref>૧૧. ‘અવલોકના’, પૃ. ૪૧૫</ref> વગેરે.
જીવનના અપારવિધ અનુભવોની ભીંસ જાણે કે તેમને વાર્તાલેખન માટે પ્રેરી રહી હતી. ટૂંકા ફલકની કથાઓ તેમને હવે અપર્યાપ્ત લાગવા માંડી, એટલે તરત લાંબી વાર્તા તરફ તેઓ વળ્યા. એ રીતે ‘ભીરુ સાથી’ નામની પહેલી નવલકથાનું સર્જન કર્યું. ઉમાશંકર ત્યારે અમદાવાદ હતા; એટલે આખી કૃતિ તેમને વાંચી સંભળાવી. જોકે એ વિશે ઉમાશંકરનો પ્રતિભાવ ખરેખર શો હતો, તે ક્યાંયથી જાણવા મળતું નથી. પણ એટલું સાચું કે એ નવલકથાનું પ્રકાશન કોઈક કારણસર વિલંબાયું હતું. દરમ્યાન જયંતિ દલાલે તેમની બીજી લાંબી વાર્તા – કહો કે લઘુનવલ ‘વળામણાં’ને ઈ.સ. ૧૯૪૦માં રેખા પ્રકાશનના નેજા હેઠળ પ્રગટ કરી. પન્નાલાલ જે પ્રદેશમાં જન્મ્યા અને ઉછર્યા હતા, એ પ્રદેશના લોકજીવનનું. એની સહજ મર્યાદાઓ સમેત સચ્ચાઈભર્યું આલેખન એમાં હતું. તેમની વિશિષ્ટ કથનશૈલીનું એમાં પહેલી જ વાર સશક્ત અને સુરેખ આવિષ્કારણ હતું. તળપદા લોકજીવનની ભૂમિકાને અણીશુદ્ધ સાચવી લેતી એ વાર્તા, સ્વાભાવિક રીતે જ, મેઘાણી જેવા લોકસાહિત્યના ઉપાસકને ગમી ગઈ. એટલે તેમણે પન્નાલાલને ‘ફૂલછાબ’ માટે ભેટ પુસ્તક લખી આપવા ખાસ માગણી મૂકી. એના પ્રતિભાવ રૂપે પન્નાલાલે ‘મળેલા જીવ’ની નવલકથાનું સર્જન કર્યું. માત્ર વીસ બાવીસ દિવસના ટૂંકા ગાળામાં વેગીલી કલમે તેમની એ કથા નીપજી આવી હતી. અનાયાસ જ એ સુરેખ અને સૌષ્ઠવપૂર્ણ ઘાટ પ્રાપ્ત થઈ ગયો હતો. પ્રણયની – વિરહની અને વિફલતાની – કોઈક તીવ્રતમ લાગણીમાંથી સહજ અભિવ્યક્તિ રૂપે એ લખાઈ આવી હતી. એ કથામાં પન્નાલાલે આનંદસમાધિ (ecstacy) જેવી કોઈ વિશિષ્ટ મનોદશા અનુભવી હોય તો તે સમજી શકાય તેમ છે. પન્નાલાલનું સદ્‌ભાગ્ય કે એ નવલકથાને મેઘાણીની ઉમકાળભરી પ્રસ્તાવના મળી એમાં પન્નાલાલની સર્જકશક્તિને અત્યંત મોકળા મને તેમણે બિરદાવી. ‘મળેલા જીવ’ની વાણી ને વિચારસૃષ્ટિ એક નવતર બળ છે, માત્ર ચોપડી નથી... બહુશ્રુતપણું. બહોળી અનુભવસૃષ્ટિ, બહોળી વિદ્વત્તા, એ બધાંને નવસર્જનમાં અનિવાર્ય સ્થાન છે. પણ એના કરતાં ય વધુ અપેક્ષા છે હું જેને વારંવાર મારા પોતાના ઘડેલા શબ્દોમાં ‘ધરતીનું ધાવણ’ કહી ઓળખાવું છું તે આદ્યબળની. આ વાર્તાનાં મુખ્ય પાત્રો જીવી અને કાનજી એ બળમાંથી ઊઠ્યાં છે.”૧૧ વગેરે.
‘વળામણાં’ અને ‘મળેલા જીવ’ એ બે કૃતિઓના પ્રકાશન સાથે પન્નાલાલ આપણી ભાષાના સમર્થ સર્જક તરીકે પ્રતિષ્ઠિત થઈ ચૂક્યા. બંને કૃતિઓ માત્ર પન્નાલાલની અંગત કારકિર્દીમાં જ નહિ, ગુજરાતી કથાસાહિત્યના ઇતિહાસમાં ય મોટાં સીમાચિહ્નો જેવી બની રહી.

પન્નાલાલની પ્રતિભા, આમ, જ્યાં ખીલતી આવતી હતી, ત્યાં સંભવતઃ કોઈ કૌટુંબિક બાબતને કારણે તેમને અમદાવાદ છોડી માંડલી આવવું પડ્યું. અહીં તેઓ ખેતીના કામમાં રોકાયા. પણ ઠરીઠામ થયા ન થયા, ત્યાં અણધાર્યું જ મુંબઈથી આમંત્રણ આવી ઊભું! વિધાતાએ કંઈક જુદું જ ધાર્યું હતું! મુંબઈની શ્રી એન. આર. આચાર્યની ફિલ્મ કંપનીએ ‘મળેલા જીવ’ની કથા પોતાની ફિલ્મ માટે પસંદ કરી હતી અને પન્નાલાલે એ માટે પટકથા લખવાની હતી. આ કામમાં સાહિત્યકાર – મિત્ર ઉમાશંકરનો, અલબત્ત, તેમને સહયોગ હતો જ. અને આમ, પન્નાલાલ મુંબઈની ફિલ્મી દુનિયામાં વિહરતા થયા! અહીં તેમને વજુ કોટક, મહેશ કૌલ, પંડિત અમૃતલાલ નાગર જેવાનો સંપર્ક થયો. પછીથી કરસનદાસ માણેક, હરિશ્ચંદ્ર ભટ્ટ, મોહનલાલ મહેતા (સોપાન), ગુલાબદાસ બ્રોકર, ઉમેદભાઈ મણિયાર અને દિલીપ કોઠારી જેવા બીજા પ્રતિષ્ઠિત લેખકોનો પરિચય થયો. પન્નાલાલના સાહિત્યિક સંબંધો આમ ઝડપથી વિસ્તરી રહ્યા.