શબ્દલોક/આજની ગુજરાતી કવિતાનું સંવેદન: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 9: Line 9:
તો, કવિતાનું સંવેદન છે તેના ભાષાકીય સંદર્ભથી વ્યંજિત અને વ્યાકૃત થતું સંવિત્તિનું વિશિષ્ટ રૂપ. કવિને સર્જનની ક્ષણોમાં ભાષાના માધ્યમ સાથે કામ પાડતાં પાડતાં સમસ્ત રચનાપ્રક્રિયાને અંતે એ પ્રાપ્ત થયું હોય છે. શબ્દ, અર્થ, લય, કલ્પન, પ્રતીક, પુરાણ-કથા આદિ ઘટકોના રચનાત્મક સંવિધાનમાંથી એ પ્રગટ થઈ જાય છે. એનો અર્થ એ થયો કે ભાષાનાં વિભિન્ન તત્ત્વોનું સંયોજન, વિવિધ સ્તરે અર્થની તરેહો, પદ વાક્ય કે વાક્યખંડના અન્વયો અને કાકુઓ, લયના વિવિધ વિવર્તો, અન્વયમાં નિહિત રહેલા આંતરિક તણાવો – એ બધુંય કૃતિના સંવેદનમાં વિશિષ્ટતા આણે છે. ભાષામાં કવિ જે કંઈ નોંધે છે તે કેવળ બાહ્ય જગતનો પ્રતિભાવ માત્ર હોતો નથી, તેમ તેની સ્વયંભૂ ઊર્મિનો આકસ્મિક ઉદ્‌ગાર પણ તે હોતો નથી. રચનાની પ્રક્રિયા સભાનપણે અમુક ચોક્કસ પ્રયોજનને અનુવર્તીને ચાલતી હોય છે, અને ભાષાકીય તત્ત્વો પણ રચનાની પ્રક્રિયામાં વિધાયક બળ બનીને પ્રવેશે છે. એનો અર્થ એમ થયો કે સર્જનની ક્ષણોમાં સર્જકની સંવિત્તિ પોતાનાથી ઇતર એવી વસ્તુ સાથે ક્રિયા પ્રતિક્રિયા દ્વારા આકારાતી રહે છે. બાહ્ય વિશ્વના પદાર્થો સૂર્ય વૃક્ષ સાગર પંખી વગેરે કૃતિમાં પ્રવેશે છે ત્યારે બાહ્ય જગતના એ પદાર્થોને તટસ્થ નિષ્ક્રિયભાવે જોવાનો એ પ્રસંગ નથી, સર્જકની સંવિત્તિમાં તે કશુંક રૂપાંતર આણે છે. સર્જનમાં પ્રવૃત્ત થયેલા કવિનો ‘હું’ કોઈ સામાજિક વ્યક્તિ નથી. જ્ઞાત અને અજ્ઞાતના સંધિસ્થાનેથી અંતર અને બહારનું અખિલાઈમાં ગ્રહણ કરવા મથતી એ વિલક્ષણ કોટિની સંવિત્તિ છે. લૌકિક સ્તરના સંવેદન (sensation) કે વસ્તુગ્રહણ (perception) કરતાં એ વધુ ગહન ચૈતસિક ઘટના સંભવે છે. અને એની ગતિને ઓળખવા શબ્દસંદર્ભ સિવાય આપણી પાસે બીજું કોઈ સાધન રહેતું નથી. એટલે જ આપણે જ્યારે કવિતાનાં સંવેદનો વિશે વાત કરવા ધારી છે ત્યારે સહેજે આપણી દૃષ્ટિ આપણા કવિઓના ભાષાસંદર્ભો પર વિશેષ ઠરશે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|*}}
{{center|'''<nowiki>*</nowiki>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આપણે સૌ જાણીએ છીએ કે સ્વાતંત્ર્યોત્તર સમયમાં અદ્યતનવાદી વિચારવલણોની પ્રેરણા અને પ્રભાવ હેઠળ આપણા સાહિત્યમાં કેટલુંક મૂળભૂત પરિવર્તન આરંભાયું, નવાં પરિબળોની ઉત્કટ અસરો સૌ પ્રથમ કવિતામાં વરતાઈ. તરુણ કવિઓએ એ સમયે રૂઢ કાવ્ય પ્રકારો અને શૈલીઓથી વિમુખ થઈ નવા નવા આકારો અને નવી નવી શૈલીઓ સિદ્ધ કરવાનું વલણ કેળવ્યું. એ આખો તબક્કો જ પ્રયોગશીલતાનો હતો. કવિતાની કળા અને સર્જકતા વિશે ત્યારે નવા નવા ખ્યાલો પ્રકાશમાં આવ્યે જતા હતા. તો, આધુનિક યુગના માનવી વિશે નિરાશાવાદી વિચારવલણો પણ પ્રસરતાં જતાં હતાં. વિજ્ઞાન અને ટેક્‌નોલૉજીના યુગમાં માનવી કેવી ત્રિશંકુ દશા (precarious condition)માં મુકાઈ ગયો છે, તેના પ્રગતિ સભ્યતા કલ્યાણ વગેરે ખ્યાલો કેવા તો ભ્રામક પુરવાર થયા છે, તે વિશેની અતિ કરુણ તીવ્ર સભાનતા નવી પેઢીના સાહિત્યકારોમાં વ્યાપી રહી હતી. આથી સ્થાપિત સમાજ સંસ્કૃતિ અને કહેવાતાં શાશ્વત મૂલ્યો સામે તરુણોએ વિદ્રોહ કર્યો. સમુદાયથી અલગ થઈને આત્મસંજ્ઞા માટેનો પ્રયત્ન તેમણે આરંભ્યો. આવી પરિસ્થિતિમાં આપણી કવિતાનું સંવેદન અને સ્વર મૂળથી બદલાવા લાગ્યાં. વ્યક્તિજીવનની એકલતા, વિફલતા, વિચ્છિન્નતા કે નિસ્સારતાનો ભાવ તેમાં પ્રગટ થવા લાગ્યો, તરુણ કવિ હવે અંતર્મુખ બન્યો. બહારના જગતને પ્રમાણવાનું તેને દુષ્કર લાગ્યું એટલે જ કદાચ તે અંતરના જગતને ઓળખવા મથ્યો. પરિચિત વ્યવહારજગતના સંબંધો અને ખ્યાલોથી પર થઈ નગ્ન વાસ્તવિકતાનો સામનો કરવાનો એ પ્રયત્ન હતો. વિચાર અને વાદનાં કૃતક આવરણોને છિન્નભિન્ન કરી દઈ અંતઃકેન્દ્રની કૂટ વાસ્તવિકતા તરફ વળવાનો એ અભિગમ હતો. ભાષાના અન્વયોની બહાર, પદાર્થ પદાર્થ વચ્ચેના અવકાશમાં જે કંઈ કૂટ આદ્ય પ્રકૃતિરૂપ, Irrational Being રૂપ પડ્યું છે તેને તાગવાને તરુણ કવિઓએ મથામણ આદરી. દેખીતું છે કે ગાંધીયુગના કવિઓથી આ તદ્દન નિરાળો અભિગમ હતો. ગાંધીયુગના કવિઓ સામે જે જગત વિસ્તર્યું હતું તેમાં ગાંધીજી જેવી લોકોત્તર વિભૂતિ હતી. વિશ્વના તંત્રમાં એ વિભૂતિએ ચોક્કસ અર્થ અને પ્રયોજન જોયાં હતાં. માનવજાતિના વિકાસમાં તેને અખૂટ શ્રદ્ધા હતી. એ યુગના કવિઓમાં જે ભાવનાઓ અને ભાવસંવેદનાઓ પાંગર્યાં તેની શ્રદ્ધાભૂમિ નક્કર હતી. સ્વાતંત્ર્યોત્તર સમયની કવિતામાં આવી શ્રદ્ધાભૂમિ જ નષ્ટ થઈ ગયેલી દેખાય છે.

Line 228: Line 228:
{{gap}}તમને ફૂલ દીધાનું યાદ.’
{{gap}}તમને ફૂલ દીધાનું યાદ.’
{{right|(રમેશ પારેખ)}}
{{right|(રમેશ પારેખ)}}
</poem>'''}}
{{Poem2Open}}
લોકસંસ્કૃતિનાં પ્રતીકો લઈ આવતી રચનાઓ વળી આપણી આજની ગીતપ્રવૃત્તિમાં નવા રંગરાગ આણે છે :

‘ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં  
{{Poem2Close}}
{{Block center|'''<poem>‘ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં  
{{gap}}ને નાગલા ઓછા પડ્યાં રે લોલ
{{gap}}ને નાગલા ઓછા પડ્યાં રે લોલ
કમ્મખે દોથો ભરીને કાંઈ ટાંક્યાં
કમ્મખે દોથો ભરીને કાંઈ ટાંક્યાં