18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|જટાયુ|સિતાંશુ યશશ્ચંદ્ર}} <poem> ૧ નગર અયોધ્યા ઉત્તરે, ને દખ્ખ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 3: | Line 3: | ||
{{Heading|જટાયુ|સિતાંશુ યશશ્ચંદ્ર}} | {{Heading|જટાયુ|સિતાંશુ યશશ્ચંદ્ર}} | ||
<poem> | <poem> | ||
૧ | <center>૧</center> | ||
નગર અયોધ્યા ઉત્તરે, ને દખ્ખણ નગરી લંક, | નગર અયોધ્યા ઉત્તરે, ને દખ્ખણ નગરી લંક, | ||
વચ્ચે સદસદ્જ્યોત વિહોણું વન પથરાયું રંક. | વચ્ચે સદસદ્જ્યોત વિહોણું વન પથરાયું રંક. | ||
ધવલ ધર્મજ્યોતિ, અધર્મનો જ્યોતિ રાતોચોળ, | ધવલ ધર્મજ્યોતિ, અધર્મનો જ્યોતિ રાતોચોળ, | ||
વનમાં લીલો અંધકાર, વનવાસી ખાંખાંખોળ. | વનમાં લીલો અંધકાર, વનવાસી ખાંખાંખોળ. | ||
શબર વાંદરાં રીંછ હંસ વળી હરણ સાપ ખિસકોલાં, | શબર વાંદરાં રીંછ હંસ વળી હરણ સાપ ખિસકોલાં, | ||
શુક-પોપટ સસલાં શિયાળ વરુ મોર વાઘ ને હોલાં. | શુક-પોપટ સસલાં શિયાળ વરુ મોર વાઘ ને હોલાં. | ||
વનનો લીલો અંધકાર જેમ કહે તેમ સૌ કરે, | વનનો લીલો અંધકાર જેમ કહે તેમ સૌ કરે, | ||
ચરે, ફરે, રતિ કરે, ગર્ભને ધરે, અવતરે, મરે. | ચરે, ફરે, રતિ કરે, ગર્ભને ધરે, અવતરે, મરે. | ||
દર્પણ સમ જલ હોય તોય નવ કોઈ જુએ નિજ મુખ, | દર્પણ સમ જલ હોય તોય નવ કોઈ જુએ નિજ મુખ, | ||
બસ, તરસ લાગતાં અનુભવે પાણી પીધાનું સુખ. | બસ, તરસ લાગતાં અનુભવે પાણી પીધાનું સુખ. | ||
જેમ આવે તેમ જીવ્યા કરે કૈં વધુ ન જાણે રંક : | જેમ આવે તેમ જીવ્યા કરે કૈં વધુ ન જાણે રંક : | ||
ક્યાં ઉપર અયોધ્યા ઉત્તરે, ક્યાં દૂર દખ્ખણે લંક. | ક્યાં ઉપર અયોધ્યા ઉત્તરે, ક્યાં દૂર દખ્ખણે લંક. | ||
૨ | <center>૨</center> | ||
વનમાં વિવિધ વનસ્પતિ, એની નોખી નોખી મજા, | વનમાં વિવિધ વનસ્પતિ, એની નોખી નોખી મજા, | ||
વિવિધ રસોની લ્હાણ લો, તો એમાં નહીં પાપ નહીં સજા. | વિવિધ રસોની લ્હાણ લો, તો એમાં નહીં પાપ નહીં સજા. | ||
પોપટ શોધે મરચીને, મધ પતંગિયાની ગોત, | પોપટ શોધે મરચીને, મધ પતંગિયાની ગોત, | ||
આંબો આપે કેરી, દેહની ડાળો ફરતી મોત. | આંબો આપે કેરી, દેહની ડાળો ફરતી મોત. | ||
કેરી ચાખે કોકિલા અને જઈ ઘટા સંતાય, | કેરી ચાખે કોકિલા અને જઈ ઘટા સંતાય, | ||
મૃત્યુફળનાં ભોગી ગીધો બપોરમાં દેખાય. | મૃત્યુફળનાં ભોગી ગીધો બપોરમાં દેખાય. | ||
જુઓ તો જાણે વગર વિચારે બેઠાં રહે બહુ કાળ, | જુઓ તો જાણે વગર વિચારે બેઠાં રહે બહુ કાળ, | ||
જીવનમરણ વચ્ચેની રેખાની પકડીને ડાળ. | જીવનમરણ વચ્ચેની રેખાની પકડીને ડાળ. | ||
ડોક ફરે ડાબી, જમણી : પણ એમની એમ જ કાય, | ડોક ફરે ડાબી, જમણી : પણ એમની એમ જ કાય, | ||
(જાણે) એક ને બીજી બાજુ વચ્ચે ભેદ નહીં પકડાય. | (જાણે) એક ને બીજી બાજુ વચ્ચે ભેદ નહીં પકડાય. | ||
જેમના ભારેખમ દેહોને માંડ ઊંચકે વાયુ, | જેમના ભારેખમ દેહોને માંડ ઊંચકે વાયુ, | ||
એવાં ગીધોની વચ્ચે એક ગીધ છે : નામ જટાયુ. | એવાં ગીધોની વચ્ચે એક ગીધ છે : નામ જટાયુ. | ||
૩ | <center>૩</center> | ||
આમ તો બીજું કંઈ નહીં, પણ એને બહુ ઊડવાની ટેવ, | આમ તો બીજું કંઈ નહીં, પણ એને બહુ ઊડવાની ટેવ, | ||
પહોર ચડ્યો ના ચડ્યો જટાયુ ચડ્યો જુઓ તતખેવ. | પહોર ચડ્યો ના ચડ્યો જટાયુ ચડ્યો જુઓ તતખેવ. | ||
ઊંચે ઊંચે જાય ને આઘે આઘે જુએ વનમાં, | ઊંચે ઊંચે જાય ને આઘે આઘે જુએ વનમાં, | ||
(ત્યાં) ઊના વાયુ વચ્ચે એને થયા કરે કંઈ મનમાં. | (ત્યાં) ઊના વાયુ વચ્ચે એને થયા કરે કંઈ મનમાં. | ||
ઊની ઊની હવા ને જાણે હૂંફાળી એકલતા, | ઊની ઊની હવા ને જાણે હૂંફાળી એકલતા, | ||
કિશોર પંખી એ ઊડે ને એને વિચાર આવે ભળતા. | કિશોર પંખી એ ઊડે ને એને વિચાર આવે ભળતા. | ||
વિચાર આવે અવનવા, એ ગોળ ગોળ મૂંઝાય, | વિચાર આવે અવનવા, એ ગોળ ગોળ મૂંઝાય, | ||
ને ઊની ઊની એકલતામાં અધ્ધર ચડતો જાય. | ને ઊની ઊની એકલતામાં અધ્ધર ચડતો જાય. | ||
જનમથી જ જે ગીધ છે એની આમે ઝીણી આંખ, | જનમથી જ જે ગીધ છે એની આમે ઝીણી આંખ, | ||
એમાં પાછી ઉમેરાઈ આ સતપત કરતી પાંખ. | એમાં પાછી ઉમેરાઈ આ સતપત કરતી પાંખ. | ||
માતા પૂછે બાપને : આનું શુંયે થશે, તમે કેવ, | માતા પૂછે બાપને : આનું શુંયે થશે, તમે કેવ, | ||
આમ તો બીજું કઈ નહીં પણ આને બહુ ઊડવાની ટેવ. | આમ તો બીજું કઈ નહીં પણ આને બહુ ઊડવાની ટેવ. | ||
૪ | <center>૪</center> | ||
ઊડતાં ઊડતાં વર્ષો વીત્યાં ને હજી ઊડે એ ખગ, | ઊડતાં ઊડતાં વર્ષો વીત્યાં ને હજી ઊડે એ ખગ, | ||
પણ ભોળું છે એ પંખીડું ને આ વન તો છે મોટો ઠગ! | પણ ભોળું છે એ પંખીડું ને આ વન તો છે મોટો ઠગ! | ||
(જ્યમ) અધરાધરમાં જાય જટાયુ સહજ ભાવથી સાવ, | (જ્યમ) અધરાધરમાં જાય જટાયુ સહજ ભાવથી સાવ, | ||
(ત્યમ) જુએ તો નીચે વધ્યે જાય છે વનનો પણ ઘેરાવ. | (ત્યમ) જુએ તો નીચે વધ્યે જાય છે વનનો પણ ઘેરાવ. | ||
હાથવા ઊંચો ઊડે જટાયુ તો વાંસવા ઠેકે વન, | હાથવા ઊંચો ઊડે જટાયુ તો વાંસવા ઠેકે વન, | ||
તુલસી તગર તમાલ તાલ તરુ જોજનનાં જોજન. | તુલસી તગર તમાલ તાલ તરુ જોજનનાં જોજન. | ||
ને એય ઠીક છે. વન તો છે આ ભોળિયાભાઈની મા : | ને એય ઠીક છે. વન તો છે આ ભોળિયાભાઈની મા : | ||
લીલોછમ અંધાર જે દેખાડે તે દેખીએ, ભા! | લીલોછમ અંધાર જે દેખાડે તે દેખીએ, ભા! | ||
હસીખુશીને રહો ને ભૂલી જતા ન પેલી શરત, | હસીખુશીને રહો ને ભૂલી જતા ન પેલી શરત, | ||
કે વનનાં વાસી, વનના છેડા પાર દેખના મત. | કે વનનાં વાસી, વનના છેડા પાર દેખના મત. | ||
Line 56: | Line 75: | ||
એક વખત, વર્ષો પછી, પ્રૌઢ જટાયુ, મુખી, | એક વખત, વર્ષો પછી, પ્રૌઢ જટાયુ, મુખી, | ||
કેવળ ગજકેસરી શબનાં ભોજન જમનારો, સુખી. | કેવળ ગજકેસરી શબનાં ભોજન જમનારો, સુખી. | ||
વન વચ્ચે, મધ્યાહ્ન નભે, કૈં ભક્ષ્ય શોધમાં ભમતો'તો, | વન વચ્ચે, મધ્યાહ્ન નભે, કૈં ભક્ષ્ય શોધમાં ભમતો'તો, | ||
ખર બિડાલ મૃગ શૃગાલ શબ દેખાય, તોય ના નમતો'તો. | ખર બિડાલ મૃગ શૃગાલ શબ દેખાય, તોય ના નમતો'તો. | ||
તો ભૂખ ધકેલ્યો ઊડ્યો ઊંચે ને એણે જોયું ચોગરદમ, | તો ભૂખ ધકેલ્યો ઊડ્યો ઊંચે ને એણે જોયું ચોગરદમ, | ||
વન શિયાળ-સસલે ભર્યુંભાદર્યું, પણ એને લાગ્યું ખાલીખમ. | વન શિયાળ-સસલે ભર્યુંભાદર્યું, પણ એને લાગ્યું ખાલીખમ. | ||
એ ખાલીપાની ઢીંક વાગી, એ થથરી ઊઠ્યો થરથર, | એ ખાલીપાની ઢીંક વાગી, એ થથરી ઊઠ્યો થરથર, | ||
વન ના-ના કહેતું રહ્યું, જટાયુ અવશ ઊછળ્યો અધ્ધર. | વન ના-ના કહેતું રહ્યું, જટાયુ અવશ ઊછળ્યો અધ્ધર. | ||
ત્યાં ઠેક્યાં ચારેકોરે તુલસી તગર તમાલ ને તાલ, | ત્યાં ઠેક્યાં ચારેકોરે તુલસી તગર તમાલ ને તાલ, | ||
સૌ નાનાં નાનાં મરણભર્યાં એને લાગ્યાં સાવ બેહાલ. | સૌ નાનાં નાનાં મરણભર્યાં એને લાગ્યાં સાવ બેહાલ. | ||
અને એ જ અસાવધ પળે એણે લીધા કયા હવાના કેડા, | અને એ જ અસાવધ પળે એણે લીધા કયા હવાના કેડા, | ||
કે ફક્ત એક જ વીંઝી પાંખ, હોં, ને જટાયુએ દીઠા વનના છેડા. | કે ફક્ત એક જ વીંઝી પાંખ, હોં, ને જટાયુએ દીઠા વનના છેડા. | ||
Line 69: | Line 93: | ||
નગર અયોધ્યા ઉત્તરે ને દક્ષિણ નગરી લંક, | નગર અયોધ્યા ઉત્તરે ને દક્ષિણ નગરી લંક, | ||
બેય સામટાં આવ્યાં, જોતો રહ્યો જટાયુ રંક. | બેય સામટાં આવ્યાં, જોતો રહ્યો જટાયુ રંક. | ||
પળ તો એણે કહ્યું કે જે-તે થયું છે કેવળ બ્હાર, | પળ તો એણે કહ્યું કે જે-તે થયું છે કેવળ બ્હાર, | ||
પણ ત્યાં જ તો પીંછે પીંછે ફૂટ્યો બેય નગરનો ભાર. | પણ ત્યાં જ તો પીંછે પીંછે ફૂટ્યો બેય નગરનો ભાર. | ||
નમી પડ્યો એ ભાર નીચે ને વનવાસી એ રાંક, | નમી પડ્યો એ ભાર નીચે ને વનવાસી એ રાંક, | ||
જાણી ચૂક્યો પોતાનો એક નામ વિનાનો વાંક. | જાણી ચૂક્યો પોતાનો એક નામ વિનાનો વાંક. | ||
દહમુહ-ભુવન-ભયંકર, ત્રિભુવન-સુંદર-સીતારામ, | દહમુહ-ભુવન-ભયંકર, ત્રિભુવન-સુંદર-સીતારામ, | ||
—નિર્બળ ગીધને લાધ્યું એનું અશક્ય જેવું કામ. | —નિર્બળ ગીધને લાધ્યું એનું અશક્ય જેવું કામ. | ||
ઊંચા પવનો વચ્ચે ઊડતો હતો હાંફળો હજી, | ઊંચા પવનો વચ્ચે ઊડતો હતો હાંફળો હજી, | ||
ત્યાં તો સોનામૃગ, રાઘવ, હે લક્ષ્મણ, રેખા, સ્વાંગને સજી. | ત્યાં તો સોનામૃગ, રાઘવ, હે લક્ષ્મણ, રેખા, સ્વાંગને સજી. | ||
રાવણ આવ્યો, સીતા ઊંચક્યાં, દોડ્યો ને ગીધ તુરંત, | રાવણ આવ્યો, સીતા ઊંચક્યાં, દોડ્યો ને ગીધ તુરંત, | ||
એક યુદ્ધે મચ્યો, એક યુદ્ધે મચ્યો, એક યુદ્ધે મચ્યો, | એક યુદ્ધે મચ્યો, એક યુદ્ધે મચ્યો, એક યુદ્ધે મચ્યો, | ||
Line 83: | Line 112: | ||
દખ્ખણવાળો દૂર અલોપ, હે તું ઉત્તરવાળા! આવ, | દખ્ખણવાળો દૂર અલોપ, હે તું ઉત્તરવાળા! આવ, | ||
તુલસી તગર તમાલ તાલ વચ્ચે એકલો છું સાવ. | તુલસી તગર તમાલ તાલ વચ્ચે એકલો છું સાવ. | ||
દયા જાણી કૈં ગીધ આવ્યાં છે અંધારાને લઈ, | દયા જાણી કૈં ગીધ આવ્યાં છે અંધારાને લઈ, | ||
પણ હું શું બોલું છું તે એમને નથી સમજાતું કંઈ. | પણ હું શું બોલું છું તે એમને નથી સમજાતું કંઈ. | ||
ઝટ કર ઝટ કર, રાઘવા! હવે મને મૌનનો કેફ ચડે, | ઝટ કર ઝટ કર, રાઘવા! હવે મને મૌનનો કેફ ચડે, | ||
આ વાચા ચાલે એટલામાં મારે તને કંઈ કહેવાનું છે. | આ વાચા ચાલે એટલામાં મારે તને કંઈ કહેવાનું છે. | ||
તું તો સમયનો સ્વામી છે, ક્યારેક આવવાનો એ સહી, | તું તો સમયનો સ્વામી છે, ક્યારેક આવવાનો એ સહી, | ||
પણ હું તો વનેચર મર્ત્ય છું — હવે ઝાઝું ટકીશ નહીં. | પણ હું તો વનેચર મર્ત્ય છું — હવે ઝાઝું ટકીશ નહીં. | ||
હવે તરણાંય વાગે છે તલવાર થઈ મારા બહુ દુ :ખે છે ઘા, | હવે તરણાંય વાગે છે તલવાર થઈ મારા બહુ દુ :ખે છે ઘા, | ||
આ કેડા વિનાના વનથી કેટલું છેટું હશે અયોધ્યા? | આ કેડા વિનાના વનથી કેટલું છેટું હશે અયોધ્યા? | ||
આ અણસમજુ વન વચ્ચે શું મારે મરવાનું છે આમ? | આ અણસમજુ વન વચ્ચે શું મારે મરવાનું છે આમ? | ||
— નથી દશાનન દક્ષિણે અને ઉત્તરમાં નથી રામ. | — નથી દશાનન દક્ષિણે અને ઉત્તરમાં નથી રામ. | ||
{{Right|(જટાયુ, ૧૯૮૬, પૃ. ૯૬-૯૯)}} | {{Right|(જટાયુ, ૧૯૮૬, પૃ. ૯૬-૯૯)}} | ||
</poem> | </poem> |
edits