અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સિતાંશુ યશશ્ચંદ્ર/જટાયુ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|જટાયુ|સિતાંશુ યશશ્ચંદ્ર}} <poem> ૧ નગર અયોધ્યા ઉત્તરે, ને દખ્ખ...")
 
No edit summary
Line 3: Line 3:
{{Heading|જટાયુ|સિતાંશુ યશશ્ચંદ્ર}}
{{Heading|જટાયુ|સિતાંશુ યશશ્ચંદ્ર}}
<poem>
<poem>
<center></center>
નગર અયોધ્યા ઉત્તરે, ને દખ્ખણ નગરી લંક,
નગર અયોધ્યા ઉત્તરે, ને દખ્ખણ નગરી લંક,
વચ્ચે સદસદ્જ્યોત વિહોણું વન પથરાયું રંક.
વચ્ચે સદસદ્જ્યોત વિહોણું વન પથરાયું રંક.
ધવલ ધર્મજ્યોતિ, અધર્મનો જ્યોતિ રાતોચોળ,
ધવલ ધર્મજ્યોતિ, અધર્મનો જ્યોતિ રાતોચોળ,
વનમાં લીલો અંધકાર, વનવાસી ખાંખાંખોળ.
વનમાં લીલો અંધકાર, વનવાસી ખાંખાંખોળ.
શબર વાંદરાં રીંછ હંસ વળી હરણ સાપ ખિસકોલાં,
શબર વાંદરાં રીંછ હંસ વળી હરણ સાપ ખિસકોલાં,
શુક-પોપટ સસલાં શિયાળ વરુ મોર વાઘ ને હોલાં.
શુક-પોપટ સસલાં શિયાળ વરુ મોર વાઘ ને હોલાં.
વનનો લીલો અંધકાર જેમ કહે તેમ સૌ કરે,
વનનો લીલો અંધકાર જેમ કહે તેમ સૌ કરે,
ચરે, ફરે, રતિ કરે, ગર્ભને ધરે, અવતરે, મરે.
ચરે, ફરે, રતિ કરે, ગર્ભને ધરે, અવતરે, મરે.
દર્પણ સમ જલ હોય તોય નવ કોઈ જુએ નિજ મુખ,
દર્પણ સમ જલ હોય તોય નવ કોઈ જુએ નિજ મુખ,
બસ, તરસ લાગતાં અનુભવે પાણી પીધાનું સુખ.
બસ, તરસ લાગતાં અનુભવે પાણી પીધાનું સુખ.
જેમ આવે તેમ જીવ્યા કરે કૈં વધુ ન જાણે રંક :
જેમ આવે તેમ જીવ્યા કરે કૈં વધુ ન જાણે રંક :
ક્યાં ઉપર અયોધ્યા ઉત્તરે, ક્યાં દૂર દખ્ખણે લંક.
ક્યાં ઉપર અયોધ્યા ઉત્તરે, ક્યાં દૂર દખ્ખણે લંક.
<center></center>
વનમાં વિવિધ વનસ્પતિ, એની નોખી નોખી મજા,
વનમાં વિવિધ વનસ્પતિ, એની નોખી નોખી મજા,
વિવિધ રસોની લ્હાણ લો, તો એમાં નહીં પાપ નહીં સજા.
વિવિધ રસોની લ્હાણ લો, તો એમાં નહીં પાપ નહીં સજા.
પોપટ શોધે મરચીને, મધ પતંગિયાની ગોત,
પોપટ શોધે મરચીને, મધ પતંગિયાની ગોત,
આંબો આપે કેરી, દેહની ડાળો ફરતી મોત.
આંબો આપે કેરી, દેહની ડાળો ફરતી મોત.
કેરી ચાખે કોકિલા અને જઈ ઘટા સંતાય,
કેરી ચાખે કોકિલા અને જઈ ઘટા સંતાય,
મૃત્યુફળનાં ભોગી ગીધો બપોરમાં દેખાય.
મૃત્યુફળનાં ભોગી ગીધો બપોરમાં દેખાય.
જુઓ તો જાણે વગર વિચારે બેઠાં રહે બહુ કાળ,
જુઓ તો જાણે વગર વિચારે બેઠાં રહે બહુ કાળ,
જીવનમરણ વચ્ચેની રેખાની પકડીને ડાળ.
જીવનમરણ વચ્ચેની રેખાની પકડીને ડાળ.
ડોક ફરે ડાબી, જમણી : પણ એમની એમ જ કાય,
ડોક ફરે ડાબી, જમણી : પણ એમની એમ જ કાય,
(જાણે) એક ને બીજી બાજુ વચ્ચે ભેદ નહીં પકડાય.
(જાણે) એક ને બીજી બાજુ વચ્ચે ભેદ નહીં પકડાય.
જેમના ભારેખમ દેહોને માંડ ઊંચકે વાયુ,
જેમના ભારેખમ દેહોને માંડ ઊંચકે વાયુ,
એવાં ગીધોની વચ્ચે એક ગીધ છે : નામ જટાયુ.
એવાં ગીધોની વચ્ચે એક ગીધ છે : નામ જટાયુ.
<center></center>
આમ તો બીજું કંઈ નહીં, પણ એને બહુ ઊડવાની ટેવ,
આમ તો બીજું કંઈ નહીં, પણ એને બહુ ઊડવાની ટેવ,
પહોર ચડ્યો ના ચડ્યો જટાયુ ચડ્યો જુઓ તતખેવ.
પહોર ચડ્યો ના ચડ્યો જટાયુ ચડ્યો જુઓ તતખેવ.
ઊંચે ઊંચે જાય ને આઘે આઘે જુએ વનમાં,
ઊંચે ઊંચે જાય ને આઘે આઘે જુએ વનમાં,
(ત્યાં) ઊના વાયુ વચ્ચે એને થયા કરે કંઈ મનમાં.
(ત્યાં) ઊના વાયુ વચ્ચે એને થયા કરે કંઈ મનમાં.
ઊની ઊની હવા ને જાણે હૂંફાળી એકલતા,
ઊની ઊની હવા ને જાણે હૂંફાળી એકલતા,
કિશોર પંખી એ ઊડે ને એને વિચાર આવે ભળતા.
કિશોર પંખી એ ઊડે ને એને વિચાર આવે ભળતા.
વિચાર આવે અવનવા, એ ગોળ ગોળ મૂંઝાય,
વિચાર આવે અવનવા, એ ગોળ ગોળ મૂંઝાય,
ને ઊની ઊની એકલતામાં અધ્ધર ચડતો જાય.
ને ઊની ઊની એકલતામાં અધ્ધર ચડતો જાય.
જનમથી જ જે ગીધ છે એની આમે ઝીણી આંખ,
જનમથી જ જે ગીધ છે એની આમે ઝીણી આંખ,
એમાં પાછી ઉમેરાઈ આ સતપત કરતી પાંખ.
એમાં પાછી ઉમેરાઈ આ સતપત કરતી પાંખ.
માતા પૂછે બાપને : આનું શુંયે થશે, તમે કેવ,
માતા પૂછે બાપને : આનું શુંયે થશે, તમે કેવ,
આમ તો બીજું કઈ નહીં પણ આને બહુ ઊડવાની ટેવ.
આમ તો બીજું કઈ નહીં પણ આને બહુ ઊડવાની ટેવ.
<center></center>
ઊડતાં ઊડતાં વર્ષો વીત્યાં ને હજી ઊડે એ ખગ,
ઊડતાં ઊડતાં વર્ષો વીત્યાં ને હજી ઊડે એ ખગ,
પણ ભોળું છે એ પંખીડું ને આ વન તો છે મોટો ઠગ!
પણ ભોળું છે એ પંખીડું ને આ વન તો છે મોટો ઠગ!
(જ્યમ) અધરાધરમાં જાય જટાયુ સહજ ભાવથી સાવ,
(જ્યમ) અધરાધરમાં જાય જટાયુ સહજ ભાવથી સાવ,
(ત્યમ) જુએ તો નીચે વધ્યે જાય છે વનનો પણ ઘેરાવ.
(ત્યમ) જુએ તો નીચે વધ્યે જાય છે વનનો પણ ઘેરાવ.
હાથવા ઊંચો ઊડે જટાયુ તો વાંસવા ઠેકે વન,
હાથવા ઊંચો ઊડે જટાયુ તો વાંસવા ઠેકે વન,
તુલસી તગર તમાલ તાલ તરુ જોજનનાં જોજન.
તુલસી તગર તમાલ તાલ તરુ જોજનનાં જોજન.
ને એય ઠીક છે. વન તો છે આ ભોળિયાભાઈની મા :
ને એય ઠીક છે. વન તો છે આ ભોળિયાભાઈની મા :
લીલોછમ અંધાર જે દેખાડે તે દેખીએ, ભા!
લીલોછમ અંધાર જે દેખાડે તે દેખીએ, ભા!
હસીખુશીને રહો ને ભૂલી જતા ન પેલી શરત,
હસીખુશીને રહો ને ભૂલી જતા ન પેલી શરત,
કે વનનાં વાસી, વનના છેડા પાર દેખના મત.
કે વનનાં વાસી, વનના છેડા પાર દેખના મત.
Line 56: Line 75:
એક વખત, વર્ષો પછી, પ્રૌઢ જટાયુ, મુખી,
એક વખત, વર્ષો પછી, પ્રૌઢ જટાયુ, મુખી,
કેવળ ગજકેસરી શબનાં ભોજન જમનારો, સુખી.
કેવળ ગજકેસરી શબનાં ભોજન જમનારો, સુખી.
વન વચ્ચે, મધ્યાહ્ન નભે, કૈં ભક્ષ્ય શોધમાં ભમતો'તો,
વન વચ્ચે, મધ્યાહ્ન નભે, કૈં ભક્ષ્ય શોધમાં ભમતો'તો,
ખર બિડાલ મૃગ શૃગાલ શબ દેખાય, તોય ના નમતો'તો.
ખર બિડાલ મૃગ શૃગાલ શબ દેખાય, તોય ના નમતો'તો.
તો ભૂખ ધકેલ્યો ઊડ્યો ઊંચે ને એણે જોયું ચોગરદમ,
તો ભૂખ ધકેલ્યો ઊડ્યો ઊંચે ને એણે જોયું ચોગરદમ,
વન શિયાળ-સસલે ભર્યુંભાદર્યું, પણ એને લાગ્યું ખાલીખમ.
વન શિયાળ-સસલે ભર્યુંભાદર્યું, પણ એને લાગ્યું ખાલીખમ.
એ ખાલીપાની ઢીંક વાગી, એ થથરી ઊઠ્યો થરથર,
એ ખાલીપાની ઢીંક વાગી, એ થથરી ઊઠ્યો થરથર,
વન ના-ના કહેતું રહ્યું, જટાયુ અવશ ઊછળ્યો અધ્ધર.
વન ના-ના કહેતું રહ્યું, જટાયુ અવશ ઊછળ્યો અધ્ધર.
ત્યાં ઠેક્યાં ચારેકોરે તુલસી તગર તમાલ ને તાલ,
ત્યાં ઠેક્યાં ચારેકોરે તુલસી તગર તમાલ ને તાલ,
સૌ નાનાં નાનાં મરણભર્યાં એને લાગ્યાં સાવ બેહાલ.
સૌ નાનાં નાનાં મરણભર્યાં એને લાગ્યાં સાવ બેહાલ.
અને એ જ અસાવધ પળે એણે લીધા કયા હવાના કેડા,
અને એ જ અસાવધ પળે એણે લીધા કયા હવાના કેડા,
કે ફક્ત એક જ વીંઝી પાંખ, હોં, ને જટાયુએ દીઠા વનના છેડા.
કે ફક્ત એક જ વીંઝી પાંખ, હોં, ને જટાયુએ દીઠા વનના છેડા.
Line 69: Line 93:
નગર અયોધ્યા ઉત્તરે ને દક્ષિણ નગરી લંક,
નગર અયોધ્યા ઉત્તરે ને દક્ષિણ નગરી લંક,
બેય સામટાં આવ્યાં, જોતો રહ્યો જટાયુ રંક.
બેય સામટાં આવ્યાં, જોતો રહ્યો જટાયુ રંક.
પળ તો એણે કહ્યું કે જે-તે થયું છે કેવળ બ્હાર,
પળ તો એણે કહ્યું કે જે-તે થયું છે કેવળ બ્હાર,
પણ ત્યાં જ તો પીંછે પીંછે ફૂટ્યો બેય નગરનો ભાર.
પણ ત્યાં જ તો પીંછે પીંછે ફૂટ્યો બેય નગરનો ભાર.
નમી પડ્યો એ ભાર નીચે ને વનવાસી એ રાંક,
નમી પડ્યો એ ભાર નીચે ને વનવાસી એ રાંક,
જાણી ચૂક્યો પોતાનો એક નામ વિનાનો વાંક.
જાણી ચૂક્યો પોતાનો એક નામ વિનાનો વાંક.
દહમુહ-ભુવન-ભયંકર, ત્રિભુવન-સુંદર-સીતારામ,
દહમુહ-ભુવન-ભયંકર, ત્રિભુવન-સુંદર-સીતારામ,
—નિર્બળ ગીધને લાધ્યું એનું અશક્ય જેવું કામ.
—નિર્બળ ગીધને લાધ્યું એનું અશક્ય જેવું કામ.
ઊંચા પવનો વચ્ચે ઊડતો હતો હાંફળો હજી,
ઊંચા પવનો વચ્ચે ઊડતો હતો હાંફળો હજી,
ત્યાં તો સોનામૃગ, રાઘવ, હે લક્ષ્મણ, રેખા, સ્વાંગને સજી.
ત્યાં તો સોનામૃગ, રાઘવ, હે લક્ષ્મણ, રેખા, સ્વાંગને સજી.
રાવણ આવ્યો, સીતા ઊંચક્યાં, દોડ્યો ને ગીધ તુરંત,
રાવણ આવ્યો, સીતા ઊંચક્યાં, દોડ્યો ને ગીધ તુરંત,
એક યુદ્ધે મચ્યો, એક યુદ્ધે મચ્યો, એક યુદ્ધે મચ્યો,
એક યુદ્ધે મચ્યો, એક યુદ્ધે મચ્યો, એક યુદ્ધે મચ્યો,
Line 83: Line 112:
દખ્ખણવાળો દૂર અલોપ, હે તું ઉત્તરવાળા! આવ,
દખ્ખણવાળો દૂર અલોપ, હે તું ઉત્તરવાળા! આવ,
તુલસી તગર તમાલ તાલ વચ્ચે એકલો છું સાવ.
તુલસી તગર તમાલ તાલ વચ્ચે એકલો છું સાવ.
દયા જાણી કૈં ગીધ આવ્યાં છે અંધારાને લઈ,
દયા જાણી કૈં ગીધ આવ્યાં છે અંધારાને લઈ,
પણ હું શું બોલું છું તે એમને નથી સમજાતું કંઈ.
પણ હું શું બોલું છું તે એમને નથી સમજાતું કંઈ.
ઝટ કર ઝટ કર, રાઘવા! હવે મને મૌનનો કેફ ચડે,
ઝટ કર ઝટ કર, રાઘવા! હવે મને મૌનનો કેફ ચડે,
આ વાચા ચાલે એટલામાં મારે તને કંઈ કહેવાનું છે.
આ વાચા ચાલે એટલામાં મારે તને કંઈ કહેવાનું છે.
તું તો સમયનો સ્વામી છે, ક્યારેક આવવાનો એ સહી,
તું તો સમયનો સ્વામી છે, ક્યારેક આવવાનો એ સહી,
પણ હું તો વનેચર મર્ત્ય છું — હવે ઝાઝું ટકીશ નહીં.
પણ હું તો વનેચર મર્ત્ય છું — હવે ઝાઝું ટકીશ નહીં.
હવે તરણાંય વાગે છે તલવાર થઈ મારા બહુ દુ :ખે છે ઘા,
હવે તરણાંય વાગે છે તલવાર થઈ મારા બહુ દુ :ખે છે ઘા,
આ કેડા વિનાના વનથી કેટલું છેટું હશે અયોધ્યા?
આ કેડા વિનાના વનથી કેટલું છેટું હશે અયોધ્યા?
આ અણસમજુ વન વચ્ચે શું મારે મરવાનું છે આમ?
આ અણસમજુ વન વચ્ચે શું મારે મરવાનું છે આમ?
— નથી દશાનન દક્ષિણે અને ઉત્તરમાં નથી રામ.
— નથી દશાનન દક્ષિણે અને ઉત્તરમાં નથી રામ.
{{Right|(જટાયુ, ૧૯૮૬, પૃ. ૯૬-૯૯)}}
{{Right|(જટાયુ, ૧૯૮૬, પૃ. ૯૬-૯૯)}}
</poem>
</poem>
18,450

edits

Navigation menu