વાર્તાકાર હેમાંગિની રાનડે/શરીર: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 3: Line 3:
{{Poem2Open}}
{{Poem2Open}}

રોગી સ્ત્રીને અડધી રાતે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી. ઉષા ત્યાં જ હતી. એની મા તે જ વૉર્ડની દરદી હતી. આ અચાનકની ગરબડથી જનરલ વૉર્ડમાં બેચેની ફેલાઈ ગઈ. નર્સો અને ડૉક્ટરની દોડાદોડીથી સમજાઈ ગયું. બીમાર બાઈની હાલત નાજુક છે. એની પથારી ચારે તરફ પડદાઓથી ઢાંકી દેવામાં આવી.

થોડી વાર પછી ડૉક્ટર અને નર્સો જરૂરી સૂચના અને ઈંજેક્શન આપીને ગયાં. વૉર્ડ ધીરે ધીરે પૂર્વવત્ શાંત થઈ ગયો. નાઈટલૅમ્પના આછા ઉજાસમાં આંખો ફરી ઘેરાવા લાગી. ઉષાએ જોયું, બીમાર જોડે આવેલી યુવતી, એક તરફનો પડદો સહેજ સરકાવી પલંગ પાસે રાખેલા સ્ટૂલ પર બેઠી છે. યુવતી બિચારી મૂંઝાતી હશે, ધારી ઉષાએ એનું સ્ટૂલ એની પાસે ખસેડ્યું.

એણે ઉષા સામું જોયું. ઉષાએ ધીરેથી પૂછ્યું, મધર છે?

- ના, સાસુ છે.
- ના, સાસુ છે.
- ઓહ! શું તકલીફ છે?
- ઓહ! શું તકલીફ છે?
- રાતે લોહીની ઊલટી થઈ.
- રાતે લોહીની ઊલટી થઈ.
- બાપ રે! ડૉક્ટર શું કહે છે?
- બાપ રે! ડૉક્ટર શું કહે છે?
- તપાસ કરવી પડશે. બ્લડ પ્રેશર ખૂબ વધી ગયું છે.

- શરીર ભારે છે ને, એટલે કદાચ -
- શરીર ભારે છે ને, એટલે કદાચ -
બાજુની પથારીમાં જરીક અવાજ થયો, ઉષા ઊઠીને મા પાસે જતી રહી.

વહેલી સવારે વૉર્ડમાં રાબેતા મુજબ કામકાજ શરૂ થઈ ગયું. સેવિકાઓ અને નર્સોની અવરજવર વધી. થોડી વાર પછી ઉષાએ જોયું બાજુની પથારીના પડદા હજુ ખેંચાયેલા છે, અને પેલી યુવતી અંદર છે.

માને ચા પાઈ, ઉષા ભાભીની રાહ જોતી હતી. એને થયું, નવી આવેલી બાઈને બાથરૂમ વગેરે દેખાડવું જોઈએ. પડદો જરીક સરકાવી અંદર નજર કરી, બીમારના નાક પર ઓક્સિજનનું માસ્ક હતું, અને યુવતી સ્ટૂલ પર બેઠી હતી. ઉષાએ ઈશારાથી એને બહાર બોલાવી: ‘બાથરૂમ ત્યાં છે.’

- હા, હું સવારે જ જઈ આવી.
- હા, હું સવારે જ જઈ આવી.
- ઓહ! તમને ખબર છે? પહેલાં અહીં આવ્યાં છો?

તેણે માથું ધુણાવ્યું.
તેણે માથું ધુણાવ્યું.
Line 36: Line 36:
ચાલો, વાત કરવાવાળું કો’ક તો મળ્યું. નહીં તો સાંજ પછી, મળવા આવનારાઓનાં ગયા બાદ વૉર્ડમાં સોપો પડી જાય છે. આની સાસુ આઠ-દસ દિવસ જીવી જાય તો સારું. માને ડિસ્ચાર્જ મળતાં એટલા દિવસ લાગશે જ.

પછી એણે જાતને ટપારી: જીવી જાય, એટલે સાજી થઈ જાય. પણ આઠ-દસ દિવસ પછી!

*
{{Poem2Close}}
{{center|<nowiki>*</nowiki>}}
{{Poem2Open}}
એક સરકારી ઑફિસની કેન્ટીનમાં આપણે પ્રવેશ કરી રહ્યા છીએ. નાનાં-મોટાં ટેબલોથી ભરેલો મોટો હૉલ, સ્ત્રી-પુરુષો ઊભરાઈ રહ્યાં છે. જાત-જાતની વાનગીઓની ગંધ વાતાવરણમાં ફેલાઈ રહી છે. ઘોંઘાટનો પાર નથી. ત્યાં, પેલા ખૂણાના ટેબલ પર ચાર સ્ત્રીઓ બેઠી છે. ચાલો, આપણે ત્યાં જઈએ. તમે જોયું? ચારે એક જ ઉંમરની છે. પચ્ચીસથી વધારે અને ત્રીસથી ઓછી, બધાંના ગળામાં મંગળસૂત્ર લટકી રહ્યાં છે. અને શરીર પર ભાત-ભાતની સિંથેટિક સાડીઓ દેખાય છે.

સામે, ટેબલ પર ઘેરથી લાવેલા ડબ્બા મૂક્યા છે. થોડીક ચીજો કેન્ટીનની પણ મંગાવી છે. પણ જમવાનું હજુ શરૂ નથી થયું.

Line 73: Line 75:
બધાં હસી પડ્યાં. માલુના મોઢા પર પણ સ્મિત રેલાયું. એક શરમાળ હાસ્ય.  

તમારું ધ્યાન ગયું, જ્યારે માલુ હસે છે, એના ચહેરા પર રોનક ફેલાઈ જાય છે? જોયું ને તમે?
તમારું ધ્યાન ગયું, જ્યારે માલુ હસે છે, એના ચહેરા પર રોનક ફેલાઈ જાય છે? જોયું ને તમે?
*
{{Poem2Close}}
{{center|<nowiki>*</nowiki>}}
{{Poem2Open}}
સાંજે ઉષા હૉસ્પિટલ પહોંચી, વરંડામાં યુવતીના પતિ બેંચ પર ઊંઘી રહ્યા છે. અંદર વૉડમાં બીમાર બાઈના પલંગની આજુબાજુ હજીએ પડદા ખેંચાયેલા છે.

ભાભીએ કહ્યું, એવી ને એવી જ છે બિચારી. તપાસણી તો ઘણીયે થઈ, પણ હજી ભાનમાં નથી આવી.

Line 111: Line 115:
- જમવું?
- જમવું?
- કદાચ એ કંઈ લાવી નહીં હોય. આવો, આપણે સાથે ખાઈએ. હું ઘેરથી ડબ્બો લાવી છું.

માલતી સ્વસ્થ થઈ. અહીં નજીકમાં હોટલ તો હશે ને!

હૉસ્પિટલ બહાર નીકળતાં જ બન્નેનાં મોઢાંમાંથી આપમેળે લાંબો શ્વાસ નીકળી ગયો. જાણે તાજી હવાના અભાવમાં ફેફસાં અકડાઈ ગયાં હતાં.

જમવાનું મંગાવ્યું. વાતો કરતાં બન્ને ખાવા લાગી.

નક્કી થયું, જ્યાં સુધી અહીં છીએ, રાતે ભેગાં જમીશું.
નક્કી થયું, જ્યાં સુધી અહીં છીએ, રાતે ભેગાં જમીશું.
*
{{Poem2Close}}
{{center|<nowiki>*</nowiki>}}
{{Poem2Open}}
ચાલો, જઈએ હવે મુંબઈની એક ચાલમાં.
ચાલો, જઈએ હવે મુંબઈની એક ચાલમાં.
ગીચ વસ્તી. નાની, સાંકડી શેરી. એમાંની એકમાં આપણે દાખલ થઈએ.