બે હજાર ચોવીસ સમક્ષ/બોલે બાવન બહાર બટેર – હરીશ મીનાશ્રુ: Difference between revisions

no edit summary
(+1)
No edit summary
 
Line 94: Line 94:
માત્રામેળથી નવીન લય રચવો, શબ્દો ઘડવા અને આ માયાલોકની વિભીષિકાઓને ઓળખી-ઓળખાવી અગોચરથીય આગળના રહસ્યલોકને વિશે વિચારી-વિમાસી, બને તો બાવન બ્હાર નીસરી જવાની આ કવિની શબ્દસાધના અને જીવનયાત્રા ચાલી છે – ચાલે છે. અન્ય સંચયોની જેમ આ સંચયમાં પણ ઉક્ત કથ્યની દિશા ચીંધતા શેર મળે છે.

હથોટી અને કસબથી પણ રચના કરવાનું સામર્થ્ય આ કવિમાં નથી એવું નથી, પણ કવિએ એ મર્યાદાને જાણી-પ્રમાણીને ટાળી છે, છતાં એવા શેર મળી આવે છે. ખાસ તો દીર્ઘ ગઝલોમાં ભરતીના શેરમાં એવાં દૃષ્ટાંતો મળે છે. દા.ત. ‘કક્કાળવી ગઝલ’ (પૃ. ૪૧) ‘એકોત્તરશતી’ (પૃ. ૪૪) ગઝલ. અહીં પ્રયોગપૂર્વક કવિએ મોટી ઉંડળ ભરી છે વસ્તુ–વ્યક્તિ–ઘટના–સંદર્ભોને ગૂંથી લેવાની. બે શેરનું એક યુગ્મ, એવાં એકોતેર યુગ્મો અહીં રચાયાં છે. સભામાં પણ દાદ ઝિલતી આ રચના એના લયહિલ્લોળ, ભાષા અને કદી ‘રિપિટ’ નહીં થતા અઢળક કાફિયા... ઇત્યાદિથી વાચકને જકડી રાખે છે ખરી, પરંતુ અહીં ઘણીવાર કથન સપાટી પર રહી જાય છે ને જાણે હાથવગા થતા આવતા કાફિયાઓના કેફમાં ગઝલ મનોરંજન સુધી ઊતરી આવી છે.

ગંગાસતીના પુણ્યસ્મરણમાં લખાયેલી ‘એકવીસ હજાર છસ્સો’ (એક દિવસના શ્વાસોચ્છ્‌વાસ) રદીફ વાળી ગઝલ (પૃ. ૯૭) પણ વિગતો ને સંદર્ભોને સપાટ રીતે કહી જતી પમાય છે.... ક્યાંક હરીશની મુદ્રા ચળકે ખરી! એ જ રીતે આલ્બર્ટ આઇન્સ્ટાઇનના પુણ્યસ્મરણમાં રચાયેલી ‘ઇ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર’ (E = MC૨) રદીફ વાળી ગઝલ (પૃ. ૮૩)માં કથન અને સંદર્ભનું વૈવિધ્ય ઘણું છે ને છંદ તો આ કવિ સાચવી જાણે છે... છતાં આ દીર્ઘ ગઝલમાં ‘ગદ્યાળુતા’ વાગે છે. કીડી માથે કટક ઊતરી આવ્યું એવું લાગે છે. ‘સ્મરણ-પુણ્યસ્મરણ’ ગુચ્છની ઘણી રચનાઓમાં ભરતીના શેર સામાન્યથી પણ નીચે ઊતરી જતા પમાય છે. ‘સ્વ. હારુન પટેલ માટે’ – મથાળે (પૃ. ૧૫) એક સાવ ફૂટકળ રચના કવિની હથોટી પરખાવે છે – કવિત્વ નહીં. સત્ત્વશીલ વ્યક્તિત્વ અદમ ટંકારવી માટે (પૃ. ૧૭) લખાયેલી ગઝલમાં પણ કસબ વધુ બીજું બધું ઓછું.
ગંગાસતીના પુણ્યસ્મરણમાં લખાયેલી ‘એકવીસ હજાર છસ્સો’ (એક દિવસના શ્વાસોચ્છ્‌વાસ) રદીફ વાળી ગઝલ (પૃ. ૯૭) પણ વિગતો ને સંદર્ભોને સપાટ રીતે કહી જતી પમાય છે.... ક્યાંક હરીશની મુદ્રા ચળકે ખરી! એ જ રીતે આલ્બર્ટ આઇન્સ્ટાઇનના પુણ્યસ્મરણમાં રચાયેલી ‘ઇ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર’ (E = MC<sup>2</sup>) રદીફ વાળી ગઝલ (પૃ. ૮૩)માં કથન અને સંદર્ભનું વૈવિધ્ય ઘણું છે ને છંદ તો આ કવિ સાચવી જાણે છે... છતાં આ દીર્ઘ ગઝલમાં ‘ગદ્યાળુતા’ વાગે છે. કીડી માથે કટક ઊતરી આવ્યું એવું લાગે છે. ‘સ્મરણ-પુણ્યસ્મરણ’ ગુચ્છની ઘણી રચનાઓમાં ભરતીના શેર સામાન્યથી પણ નીચે ઊતરી જતા પમાય છે. ‘સ્વ. હારુન પટેલ માટે’ – મથાળે (પૃ. ૧૫) એક સાવ ફૂટકળ રચના કવિની હથોટી પરખાવે છે – કવિત્વ નહીં. સત્ત્વશીલ વ્યક્તિત્વ અદમ ટંકારવી માટે (પૃ. ૧૭) લખાયેલી ગઝલમાં પણ કસબ વધુ બીજું બધું ઓછું.
આમ, કેટલીક મર્યાદાઓ છતાં, ગુજરાતી ગઝલના આજે ઊપસતા દયનીય ચિત્ર સામે ‘બોલે બાવન બ્હાર બટેર’ સંચય માર્ગસૂચક સ્થંભ બની રહેશે એવી પ્રતીતિ થાય છે.
આમ, કેટલીક મર્યાદાઓ છતાં, ગુજરાતી ગઝલના આજે ઊપસતા દયનીય ચિત્ર સામે ‘બોલે બાવન બ્હાર બટેર’ સંચય માર્ગસૂચક સ્થંભ બની રહેશે એવી પ્રતીતિ થાય છે.
{{Poem2Close}}
{{Poem2Close}}