અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દિલીપ ઝવેરી/એક વાર
Revision as of 04:50, 19 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|એક વાર|દિલીપ ઝવેરી}} <poem> એક વાર સાંભળ્યાં’તાં ગાતાં પતંગિય...")
એક વાર
દિલીપ ઝવેરી
એક વાર સાંભળ્યાં’તાં ગાતાં પતંગિયાં
તમરાંના સૂર સમો ઝીણેરો કંઠ ના
કે કોયલનો ઘૂંટેલો બોલ
ઝરણાંની ઘૂઘરી-શો લોલ અને સાથ મહીં
ઘાસ તણાં ફૂલનો હિલોળ
આમથી ને તેમથી
રમતા કંઈ પડઘાથી
વન વનનાં પાન પાન રંગિયાં
એક વાર સાંભળ્યાં’તાં ગાતાં પતંગિયાં.
(પાંડુકાવ્યો અને ઇતર, ૧૯૮૯, પૃ. ૪)