અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મફત ઓઝા/છેલ્લું સ્ટેશન

From Ekatra Wiki
Revision as of 08:40, 19 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|છેલ્લું સ્ટેશન|મફત ઓઝા}} <poem> છેલ્લું સ્ટેશન આવવાની પ્રતીક્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


છેલ્લું સ્ટેશન

મફત ઓઝા

છેલ્લું
સ્ટેશન આવવાની પ્રતીક્ષામાં
બારીનો કાચ ઊંચો કરી
થાંભલા ગણ્યા કરું છું.

એક પછી એક
પ્લૅટફૉર્મ આવતાં જાય છે
પણ એમાંનું એકેય પરિચિત નથી.

મને ખબર છે
છેલ્લું સ્ટેશન આવતાં પહેલાં
નદી આવે છે
લાલલીલી ઝંડીઓ ફરકે છે
પણ
રંગ ઓળખવાનું હું ભૂલી ગયો છું
ને
ભૂલી ગયો છું છેલ્લા સ્ટેશનનું નામ.
(અપ-ડાઉન, ૧૯૮૪, પૃ. ૧૧)