અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મફત ઓઝા/છેલ્લું સ્ટેશન
Jump to navigation
Jump to search
છેલ્લું સ્ટેશન
મફત ઓઝા
છેલ્લું
સ્ટેશન આવવાની પ્રતીક્ષામાં
બારીનો કાચ ઊંચો કરી
થાંભલા ગણ્યા કરું છું.
એક પછી એક
પ્લૅટફૉર્મ આવતાં જાય છે
પણ એમાંનું એકેય પરિચિત નથી.
મને ખબર છે
છેલ્લું સ્ટેશન આવતાં પહેલાં
નદી આવે છે
લાલલીલી ઝંડીઓ ફરકે છે
પણ
રંગ ઓળખવાનું હું ભૂલી ગયો છું
ને
ભૂલી ગયો છું છેલ્લા સ્ટેશનનું નામ.
(અપ-ડાઉન, ૧૯૮૪, પૃ. ૧૧)