મિથ્યાભિમાન/सूत्रधार कृत्य

From Ekatra Foundation
Revision as of 16:40, 27 October 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


सूत्रधार कृत्य

મંડળીનો ઉપરી, વૃદ્ધ અને જેનો ભારબોજ પડે એવો સૂત્રધાર જોઈએ. તેને વિચિત્ર વેષ ધરવાની જરૂર નથી, સાદો વેષ જોઈએ, પ્રથમ તેણે રંગભૂમિમાં જઈને મંગળાચરણ કરવું તથા નાટકનો સાર સૂચનારૂપે કહી સંભળાવવો. પછી નાટકના અંત સુધી રંગભૂમિમાં રહેવું, ને સભા તરફ તથા પાત્રો તરફ સંભાળ રાખવી. પાત્રોને ઝટ દાખલ કરવાં, ગાનારને વખતે ગાવાની સૂચના કરવી, તથા જોનારાઓમાં કોઈ કાંઈ ગરબડ કરતું હોય, તો તેનો બંદોબસ્ત કરવાનું સૂત્રધારનું કામ છે. પાત્રને કે ગાનારને ઈશારતથી સૂચના કરે, તે સભાસદોને ખબર પડવા દે નહિ. ખેલથી સભાસદોને કેવી અસર થાય છે, તે પોતાના ધ્યાનમાં રાખે. કોઈ વખાણે કે વખોડે, તે કાન ધરીને સાંભળી લે. છેલ્લી વારે નાટક સમાપ્તિ વિષે ભાષણ કરે, અને તેમાંથી જે જે શિખામણ લેવાની હોય તે સમજાવે.

આ નાટકમાં જેટલા શબ્દો છે તે શ્રાવ્યકાવ્ય છે અને ગદ્ય છે તે દ્રશ્યકાવ્ય છે, એમ જાણવું.