ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૩/માધવલાલ ત્રિભુવન રાવળ

From Ekatra Foundation
Revision as of 03:12, 2 January 2026 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
માધવલાલ ત્રિભુવન રાવળ

જાતે ઔદિચ્ય બ્રાહ્મણ; વતન–મૂળી (સ્વામિનારાયણ). પિતાનું નામ ત્રિભુવન પીતાંબર રાવળ. માતાનું નામ ગોમતીબા. જન્મ સંવત્‌ ૧૯૬૦ના ભાદરવા વદ અમાસને રોજ (તા. ૫-૧૦- સ રલ છે. નવલકથાલેખન અને કાવ્યલેખનમાં તેમને ખાસ રસ છે. ૧૯૦૪) મૂળીમાં જ થએલો. લગ્ન સને ૧૯૨૫માં મૂળીમાં થયું. પત્નીનું નામ સૌ. કમળા (મનોરમાદેવી). પ્રાથમિક અભ્યાસ મોસાળ મૂળીમાં રહીને કરેલ. ત્યાં આગળ ચારણ કવિઓ અને સ્વામિનારાયણ સંપ્રદાયના કાવ્ય સાહિત્યનો સંસર્ગ થએલો. તેમના માતામહ હિંદી ભાષાના એક સારા અને શીઘ્ર કવિ હતા. તેમનો રચેલો “વખત વિલાસ” નામે કૃષ્ણલીલાનો વિશાળ ગ્રંથ રસ અને ભાષા ગૌરવમાં શ્રેષ્ઠ છે. ગ્રંથ હિંદી ભાષામાં છે. મોસાળમાં શાસ્ત્રચર્ચા અને વેદધ્વનિયુક્ત વાતાવરણ; આને પરિણામે સાહિત્ય તરફ પ્રીતિ અને ધર્મશાસ્ત્રોમાં ઉંડો રસ નાનપણથી ઉત્પન્ન થયો. છેક દશ વર્ષની નાની ઉમ્મરથી જ કવિતા કરતા; અને સહાધ્યાયીઓમાં કવિ નામથી ઓળખાતા. સન ૧૯૨૧ની સાલમાં રાજકોટની હંટર મેલ ટ્રેનિંગ કૉલેજમાં દાખલ થઈ ૧૯૨૨માં સીનીઅર ટ્રેન્ડ થયા; અને ગુજરાતી સાહિત્યના અભ્યાસનો સુવર્ણચંદ્રક મેળવ્યો. ૧૯૨૯માં ગુજરાતી સાહિત્યની ઉચ્ચ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. શ્રી. મંગળજી હરજીવન ઓઝા પાસે સંસ્કૃત સાહિત્ય તથા ગીતા પંચદશી આદિ વેદાંત ગ્રંથોનો અભ્યાસ કર્યો છે તેમજ પંડિત મગનલાલજી પાસે રહી મધ્યકાલીન હિંદી સાહિત્ય શીખ્યા છે. રાજકોટની હંટર મેઇલ ટ્રેનિંગ કૉલેજમાં નવ વર્ષ સુધી નોકરી કરી હજી હમણાં બાર્ટન ટ્રેનિંગ કૉલેજ ફોર વિમેનમાં પહેલા આસિસ્ટંટ નિમાયા છે. તેમના જીવન ઉપર ગીતા અને ગો. તુલસીદાસજીકૃત રામાયણની ઉંડી અસર થઈ છે. નોકરીમાંથી બચત વખત સાહિત્ય સેવા અને ઉપર્યુક્ત બન્ને મહા ગ્રંથોના પઠનપાઠન અને પ્રચારમાં ગાળે છે. હિંદની ઉન્નતિ ધાર્મિક ઉન્નતિપર નિર્ભય છે, એવી તેમની શ્રદ્ધા છે; અને ધર્મશાસ્ત્રોના યુગાનુકૂલ અર્થો કરવામાં ખા

: : એમની કૃતિઓ : :

કૉલેજીયન (સામાજિક નવલકથા.) સન ૧૯૨૪
ચંદ્રનાથ (શરત્ચંદ્રની નવલકથાનું ભાષાંતર) (અ. પ્રગટ)
ઇંદુકલા (સામાજિક નવલકથા) સન ૧૯૩૦
જુવાનોના જંગ ( ,, )  ”  ૧૯૩૧
ગોસ્વામી તુલસીદાસજીનું આખ્યાન (કવિતામાં) (અ. પ્રગટ)
પલટાતાં જીવન સન ૧૯૩૧
અધુરી આશા કિંવા ગુજરાતનું ગૌરવ મહારાણી નાયકા દેવી. (અ. પ્રગટ)
કાવ્ય-મનોરમા. (સ્વચરિત કાવ્યોને સંગ્રહ) (અ. પ્રગટ)
પૈસાના પૂજારી. (સામાજિક નવલકથા).    ( ” )