ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૪/દુર્લભજી ત્રિભુવનદાસ ઝવેરી

From Ekatra Foundation
Revision as of 09:37, 11 January 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
દુર્લભજી ત્રિભુવનદાસ ઝવેરી

એઓ દશાશ્રીમાળી જૈન જાતિના છે. મૂળ વતની મોરબીના છે. જન્મ સંવત્‌ ૧૯૩૪ ચૈત્ર વદ ૧૩નો છે. મેટ્રીક સુધીનો અભ્યાસ કરી વ્યાપારમાં જોડાયા. પચ્ચીસ વર્ષ થયાં જૈપુરમાં ઝવેરાતની પેઢી છે. શિક્ષણ સાથે સાથે સાહિત્ય પ્રેમ પણ પોષ્યા કર્યો, પરિણામે ઘણી સભાઓના સેક્રેટરી થયા. પંદર વર્ષની વયથીજ જુદા જુદા માસિકોમાં “શ્રી ઝવેરી–મોરબી’ સંજ્ઞાથી લેખો લખવા શરૂ કરેલા. મોરબી ખાતે ભરાયેલી કાઠીયાવાડ પોલીટીકલ કોન્ફરન્સના તેઓ મંત્રી હતા. એ સમયના મુખ્ય માસિકો ‘આર્ય ધર્મપ્રકાશ’ વિગેરેમાં લેખો આવ્યા કરતા. બુદ્ધિપ્રકાશમાં પણ એમના લેખો છપાયા છે. મુંબઈ સમાચારના નવા વર્ષના અંકોમાં એમના લેખો ખાસ હોયજ. ‘સયાજી વિજય’ વિગેરે સાપ્તાહિકોમાં એમનાં “મધનું એક બિંદુ” વિગેરે લેખોએ સારૂં આકર્ષણ કરેલું. એમના લાંબા લેખો જુદા પુસ્તકોરૂપે પણ પ્રસિદ્ધ થતાં; જેમાં ‘અર્વાચીન આર્યો,’ ‘સુભદ્રા’ વિગેરે સાપ્તાહિકોની વાર્ષિક ભેટ તરીકે પણ અપાયેલાં છે. હમણાં હમણાં તેઓ ‘જૈન પ્રકાશ’માં ખાસ લખતા રહે છે. પચ્ચીસ વર્ષ પહેલાં સ્થા. જૈન કોન્ફરન્સને જન્મ આપી મોરબીમાં પ્રથમ અધિવેશન ભર્યું ને મુખ્ય મંત્રી તરીકે કામ કર્યું. આજ સુધી તેઓ શ્રી સંઘસેવક તરીકે પૂર્ણ ઉત્સાહપૂર્વક કાર્ય કરી રહેલ છે. તા. ૨૨મી એપ્રિલ ૧૯૩૩ના રોજ અજમેરમાં મળેલી જૈનોની મોટી કોન્ફરન્સના પણ તેઓજ મુખ્ય મંત્રી હતા; અને હજાર–પંદરસો વર્ષમાં ન થયેલ એવું સાધુ સંમેલન પણ મેળવ્યું, જેમાં જૈન સાધુઓ પગે ચાલીને કચ્છ અને કાશ્મીર જેટલે દૂરથી આવ્યા હતા. ૬૦૦૦૦ જૈનોએ સભામાં હાજરી આપી હતી. સ્થા. જૈન સમાજે “જૈન ધર્મવીર”ની માનવંતી પદવી સાથે હીરાવાળો ’નવરત્ન’નો ચાંદ અર્પણ કરી એમના શ્રમની કદર કરી છે. હજુ પણ એ સેવા ચાલુ છે. બ્યાવર જૈન ગુરૂકુલના તેઓ કુલપતિ છે. પ્રોફેસર રવજી દેવરાજ સાથે મળી શ્રી આચારાંગજી સૂત્ર અને શ્રી ઉત્તરાધ્યયનજી સૂત્રનાં ગુજરાતી ભાષાંતરો “જૈન સ્કોલર્સ”ને નામે સહકાર આપી પ્રસિદ્ધ કર્યો છે. તેમાં પુરેપુરો પરિશ્રમ ઉઠાવી એ સૂત્રોની ફુટનોટો એમણેજ લખી છે.


: : એમની કૃતિ. : :

૧. પુજ્યશ્રી શ્રીલાલજી સંવત ૧૯૮૦

પાદટીપ :

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.