નયન હ. દેસાઈની કાવ્યસંપદા/કેવી રીતે બની ગયા...

Revision as of 03:13, 2 March 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
કેવી રીતે બની ગયા

કેવી રીતે બની ગયા ઈશ્વર શરીર વગર
પહોંચી ગયા આ ક્યાં સુધી પથ્થર શરીર વગર

વાંચી શકો છો એ ખૂબી મોટી છે દાસ્તો
બોલી શકે છે કેમકે અક્ષર શરીર વગર

તડકો પડ્યો તો છાંયડામાં મોર થૈ ગયો
ટહુકી ઉઠી છે ડાળીઓ પળભર શરીર

ફૂલો હસી હસી અને બેવડ વળી ગયા
છાંટીને નીકળી હવા અત્તર શરીર વગર