સાહિત્ય પલ્લવ – ભાગ ૧/ભાલણ

From Ekatra Foundation
Revision as of 06:53, 21 March 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ભાલણ

[ભાલણના ‘દશમસ્કંધ’માંથી આ પદો લીધાં છે, તેમાં કૃષ્ણની બાળલીલા ગાઈ છે. ભાલણની વાણી સરળ અને રસાળ છે એ આ પદો પરથી સમજાશે. કૃષ્ણનું નિમિત્ત લઈ આપણા કવિઓએ માનવી હૃદયના વિવિધ નાજુક ભાવો ગાયા છે. પહેલા પદમાં કવિએ એક કરુણ પ્રસંગ ઉપાડ્યો છે. પ્રસંગ છે વસુદેવ દેવકી પાસેથી બાળક કૃષ્ણને લઈ જઈને જશોદાને સોંપવા નીકળે છે તે વખતનો. દેવકીના હૃદયની એ વખતે શી સ્થિતિ હશે તેની કલ્પના કરવા જેવી છે. કવિએ દેવકીના શબ્દોમાં જ એની વ્યથા રજૂ કરી છે....બીજા પદમાં કૃષ્ણ મુરલી વાય છે તે વખતે તમામ પશુ, પંખી, પ્રાણી, સરિતા, સૂર્ય, વગેરે સારી કુદરત તેના નાદમાં લયલીન થઈ ગઈ એનું વર્ણન છે... ત્રીજા પદમાં જે મીઠાશ છે તે તો બેચાર વાર મોટેથી વાંચવાથી સહેજે પમાશે. ત્રણે પદોને અંતે ભાલણે રઘુનાથ-રામનું સ્મરણ કર્યું છે તે બતાવી આપે છે કે, પોતે રામભક્ત હોવા છતાં પ્રેમપૂર્વક કૃષ્ણનું કીર્તન પણ કરે છે. ૧. ૩. સાંઈડું—ભેટવું તે. ૫. આઈ—મા, બા. ૧૯. કહેવારે—કયે વખતે. ૨૩. ભામણડાં—ઓવારણાં. ૨. ૯. ગભરાટમાં નીકળે છે માટે. ૧૦. સાપને કાન હોતા નથી માટે. વ્યાપાર—પ્રવૃત્તિ, કામકાજ.]