સાહિત્ય પલ્લવ – ભાગ ૧/શ્યામ રંગ

From Ekatra Foundation
Revision as of 06:14, 22 March 2026 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧. શ્યામ રંગ}} {{Block center|<poem>શ્યામ રંગ સમીપે ન જાવું, {{gap}}મારે આજ થકી શ્યામ રંગ. {{right|ટેક.}} જેમાં કાળાશ તે સહુ એકસરખું, {{gap}}સર્વમાં કપટ હશે આવું. {{right|મારે૰}} કસ્તુરીની બિંદી તે કરું નહિ, ૫ {{gap...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧. શ્યામ રંગ

શ્યામ રંગ સમીપે ન જાવું,
મારે આજ થકી શ્યામ રંગ. ટેક.
જેમાં કાળાશ તે સહુ એકસરખું,
સર્વમાં કપટ હશે આવું. મારે૰
કસ્તુરીની બિંદી તે કરું નહિ, ૫
કાજળ ન આંખમાં અંજાવું. મારે૰
કોકિલાનો શબ્દ સુણું નહિ,
કાગવાણી શુકનમાં ન લાવું. મારે૰
નીલાંબર કાળી કંચુકી ન પહેરું,
જમનાનાં નીરમાં ન નાહવું. મારે૰ ૧૦
મરકત મણિને મેઘ દૃષ્ટે ન જોવાં,
જાંબુ વંતાક ન ખાવું! મારે૰
દયાના પ્રીતમ સાથે મુખે નીમ લીધો,
પણ કહે મન, પલક ના નિભાવું. મારે૰