સાહિત્ય પલ્લવ – ભાગ ૨/બીજું બોલ મા!

From Ekatra Foundation
Revision as of 17:24, 30 March 2026 by Meghdhanu (talk | contribs)
Jump to navigation Jump to search
૩. બીજું બોલ મા!

મીરાંબાઈ

બોલ મા, બોલ મા, બોલ મા રે,
રાધાકૃષ્ણ વિના બીજું બોલ મા! ટેક
સાકર શેરડીનો સ્વાદ તજીને કડવો લીંબડો ઘોળ મા રે. રાધા૦
ચાંદા સૂરજનું તેજ તજીને આગિયા સંગાથે પ્રીત જોડ મા રે, Template:ગપ્રાધા૦
હીરા માણેક ઝવેર તજીને કથીર સંગાથે મણિ તોલ મા રે. રાધા૦
મીરાં કે પ્રભુ ગિરધર નાગર, શરીર આપ્યું સમતલમાં રે. રાધા૦